શા માટે?
Sunday, February 1, 2009
એ પુછે છે, જીવનનો ભેદ તું ખોલે છે શા માટે?
મોહબ્બત જ્યારે જુએ છે, પછી બોલે છે શા માટે?
*
મોહબ્બતને જો દુનિયા જાનની દુશ્મન કહે છે, તો-
તિમિરરાતોમાં એ અજવાસને ઘોળે છે શા માટે?
*
ઉજાળાને અંધારામાં, અંધારામાં ઉજાળાને,
આ પાગલ દુનિયા, સરખા બેઉને તોળે છે શા માટે?
*
જીવન ખંડેર છે, ખંડેરમાં જીવન નથી હોતું,
છતાં પણ પ્રેમના પડ્યાં, અહીં ડોલે છે શા માટે?
*
મને ઓ જિન્દગી, તારાથી આ એક જ શિકાયત છે,
કરી છે પ્રીત તો, આંખો હવે ચોળે છે શા માટે?
*
મને ડુબી જવાનું દુઃખ નથી, એ વાતનું દુઃખ છે,
મોહબ્બત કાંઠે લાવી નાવને, બોળે છે શા માટે?
*
કોઇની ઝંખનાના માર્ગમાં ખોઇ દીધું જ્યારે,
પછી એ દિલને 'આસિમ'તું રડી ખોળે છે શા માટે?
*
કોઇ તાજી ગઝલ 'આસિમ' કહે, તો સૌના મન રીઝે,
પુરાણી પોથી 'લીલા'ની હવે ખોલે છે શા માટે?
આસિમ રાંદેરી
1 comments
Unknown
said...
આસીમ સાહેબની "લીલ" નું તો શું કહેવું?
બધી પોસ્ટ ઉપર કોમેન્ટસ કરીશ નહીં.
પણ બધી જ રચનાઓ વાંચવાની મજા પડે એવી છે.
Subscribe to:
Post Comments (Atom)