ટુચકા
Wednesday, February 4, 2009
ભિખારી: મણીબેન, કંઇક ખાવાનું આપો. બાજુ વાળા મંછાબેને પણ આપ્યું છે.
મણીબેન: એમ, તેણે શુ આપ્યું?
ભિખારી: રોટલી, શાક, ભાત વગેરે...
મણીબેન: (ઘરમાં અંદર જઈ, બહાર આવી) તો તો લે આ પડીકી. મંછાબેને આપ્યું છે તો જરુર એ પચાવવા આ પડીકીમાના ચુર્ણની તને જરુર પડશે!
*****
મીની અને ટિંકુ રજા હોવાથી ઘરે રમત રમતા હતા, તેમા મીની જોર-જોર થી બૂમો પાડી રહી હતી.
મમ્મી: મીની, આટલી જોરથી બુમો કેમ પાડી રહી છો? જો ટિંકુ કેટલો શાંત છે!
મીની: એતો અમે રમત રમીએ છીએ; તેમા હું મમ્મી બની છું, અને ટિંકુ ડેડી બન્યો
*****
શેઠ કારીગર શંભુ ના કામથી ખુશ થતાં બોલ્યા: લે શંભુ આ ફી ઉપરાંત સો રુપિયા વધારે. પત્નિને લઇ આજે સાંજના ફિલ્મ જોવા જજે.
સાંજના શંભુ પાછો આવ્યો.
શેઠ: એલા શંભુ, પાછો કેમ આવ્યો?
શંભુ: ફીલ્મ જોવા જવી છે એટલે તમારી પત્નિ ને લેવા આવ્યો છું.
*****
રમેશ કીડા, મકોળા તેમજ પશુપંખી ની દુકાને ગયો.
રમેશ: તમે માંકડ ત્થા ઉંદરડા રાખો છો?
દુકાનદાર: હા, કેટલા આપું?
રમેશ: સો માંકડ અને પચાસ ઉંદરડા.
દુકાનદાર: સો માંકડ! પચાસ ઉંદરડા! આટલા બધાને ને શું કરવું છે?
રમેશ: ઘર ખાલી કરવાનુ છે, અને જેવું હતું તેવુંજ પાછું દેવાનુ છે.
*****
ગામડીયાલાલ: ડોક્ટર, મને વહેમ રહ્યા કરે છે કે કોઈ મારો પીછો કરી રહ્યું છે.
મને એવી દવા આપો કે મારો આ વહેમ દુર થાય.
ડોક્ટર: ના એ વહેમ નથી. તમારું પહેલા નું બિલ બાકી છે એટલે મારો કમ્પાઉંડર તમારો પીછો કરી રહ્યો છે!
*****
પત્ની: જુઓ, દીકરી હવે મોટી પરણવા જેવડી થઇ છે. હવે કોઇ ઠેકાણું ગોતીયે!
પતિ: ઠેકાણા તો ઘણા જોયા, પણ યોગ્ય મુરતિયો હજુ નથી મળ્યો. જે મળે તે
ગધેડા જેવા બુધ્ધુ હોય છે.
પત્ની:મારા બાપુજી જો એમજ વિચાર્યે રાખતા હોત તો હું કુંવારી જ રહી ગઇ હોત.
*****
અમથાલાલ પોતાનુ ખમિસ સાંધી રહ્યા હતા.
મોતીબેન (પાડોશી): અરેરે અમથાલાલ! આ તમે શું કરી રહ્યા છો? તમે તો
પરણેલા હોવા છતાં આ ફાટેલું ખમિસ સાંધી રહ્યા છો?
અમથાલાલ: તે શુ પરણેલા પુરુષો ના કપડાં ફાટતા નહીં હોય?
*****
રમેશ તથા રમા પ્રેમીઓ હતા.....રમા રમેશ ના વખાણ કરતાં...
રમા: પપ્પા, તમે રમેશને જોસો કે તરતજ તે તમને મારા માટે ખુબજ પસંદ આવી જશે.
પપ્પા: એમ! તેની પાસે પૈસા કેટલા છે?
રમા: કમાલ છે! રમેશ પણ ઘડી ઘડી આવોજ સવાલો પુછે છે. તે પુછે છે કે તારા પપ્પા પાસે કેટલાં પૈસા છે?
*****
પીંકી: મમ્મી.....મમ્મી, મને લખતાં આવડી ગયું.
મમ્મી: શાબશ બેટા! વાંચતો જોઉં શું લખ્યું છે?
પીંકી: એતો મને વાંચતા આવડી જાય ત્યારે કહીશ.
*****
રામુ ને ચોરી ના આરોપ સર કોર્ટમાં જવું પડ્યું.
જજ: રામુ, તુ કહે છે કે તેં એકજ સાડી ચોરી છે; તો પછી તેં દુકાનમાં પાંચ વાર કેમ ધાડ મારી હતી?
રામુ: સાહેબ શું કરુ. મારી પત્નિને કલર, ડીઝાઈન વગેરે તેના બ્લાઉસ જોડે મેચ કરવા હતા.
*****
પતિ: ડાર્લીંગ, હું મરી જાઉ તો તુ શું કરે?
પત્નિ: ડાર્લીંગ, હું મરી જાઉ અને તમે જે કરો તે હું કરૂં. પતિ: (ગુસ્સે થતાં) મને ખબરજ હતી કે મારા ઉપર ગયા પછી તુ બીજા લગ્ન કરશે.
*****
તન્નુ: મમી મમી, પપ્પા ક્યાં?
મમી: એતો સ્વીમીંગ કરવા ગયા છે.
તન્નુ: તો હું પણ જાઉં?
મમી: ના. એમા તો પડી જવાય બેટા. ડુબી પણ જવાય.
તન્નુ: તો પપ્પા કેમ ગયા છે?
મમી: બેટી, તારા પપ્પા નો તો વિમો છે!
*****
શિક્ષક: રામુ, તુ ગઈ કાલે કેમ મોડો પડ્યો હતો?
રામુ: સર, વરસાદ પડતો હતો એટલે.
શિક્ષક: તો આજે કેમ મોડો પડ્યો?
રામુ: સર, વરસાદ પડવાની વાટ જોતો હતો.
*****
સ્પોર્ટસ ની એક દુકાને.......
ઘરાક: ભાઈ, તમે ‘હેલ્મેટ્સ’ રાખો છો?
દુકાનદાર: હા ભાઈ ઘણી જાતની છે. કઈ જોઈએ છે? મોટર સાઈકલની, સાઈકલની, કોઈ સ્પોર્ટસ કે...........
ઘરાક: બૈરી ના વેલણ થી બચવાની....
*****
દુકાદાર: એસીસ્ટંટ સેલ્સમેન તરીકે કામ કરવામાં એક વાત ખાસ યાદ રાખજે
કે ઘરાક હંમેસા સાચો છે એમ વર્તન કરવું.
હવે કહે, હમણાજ જે ગ્રાહક આવી હતી તે શું કહેતી હતી?
સેલ્સમેન: તે કહેતી હતી કે આ દુકાનનો માલીક ગધેડો છે!
*****
રતના: તું રોજ મારે ત્યાંજ ભીખ માગવા કેમ આવસ?
ભીખારી: મારા ડોક્ટરે કહ્યું છે માટે.
રતના: તારા ડોક્ટરે શું કહ્યું છે?
ભીખારી: તું હમણાં ફીક્કી મસાલા વગરની રસોઈ લેજે.
*****