સમાપન

Tuesday, March 23, 2010



અમે અમારી ગુજરાતી સાઇટ ચાલુ કરી હોવાથી અમે અમારો આ બ્લોગ ટુંક સમય માં બંધ કરી રહ્યા છીએ. આપે આપેલા સહકાર, સુચન બદલ અમે આપના આભારી છીએ. આવો જ સાથ અને સહકાર અમને અમારી ગુજરાતી સાઇટ સબરસગુજરાતી ને આપશો એવી આશા સાથે...... બ્લોગ થકી કોઇ પણ રચયીતા ને અન્યાય કે તેમના હક નો જાણતા કે અજાણતા ભંગ થયો હોય ત્યાં અમે આપની ક્ષમા પ્રાર્થી છીએ.


આભાર સહ

અશોક કૈલા

Posted by Ashok at 9:13 AM 0 comments  

ચોકોલેટસ નટ્ટીસ

Monday, March 22, 2010

સામગ્રી:-

બટર 2 થી 3 ટી સ્પુન
કંડેનસ્ડ મીલ્ક 200 થી 300 ગ્રામ
કોકો પાવડર 2 થી 3 ટી સ્પુન
ડ્રાયફ્રુટ... અખરોટ બદામ કાજુ અને અન્ય તમારી પસંદના
ડાર્ક ચોકલેટ 200 થી 300 ગ્રામ

રીત:-

સૌ પ્રથમ એક વાસણમા બટર લો. તે પીગળે તેટલું તેને ગરમ કરો. પછી તેમા કંડેનસ્ડ મીલ્ક ઉમેરો અને એક મીનીટ માટે તેને હલાવો. ત્યાર બાદ તેમા કોકોપાવડર મીકસ કરો. અને ત્યાં સુધી હલાવો કે સરસ સ્મુથ પેસ્ટ તૈયાર થાય. ધ્યાન રાખો કે બળી ના જાય. થોડું ઘટ્ટ મિશ્રણ બને એટલે તેને ગેસ સ્ટોવ પર થી નીચે ઉતારી લો.અને એક બાઉલ મા કાઢી લો. તેને થોડું ઠંડુ થવા દો. ત્યાં સુધીમા તમો ડ્રાયફ્રુટસ ને માઈક્રોવેવ મા રોસ્ટ(શેકી) કરી લો . હવે તૈયાર થયેલા ધટ્ટ મિશ્રણ માથી થોડું લઈને હાથમા નાનો બોલ જેવુ બનાવી વચ્ચેથી જરા અંગુઠો દબાવી પ્રેસ કરો અને તેમા એક નટસને રોલ કરી દો. એવી રીતે બધા નટસને રોલ કરી લો. હવે ડાર્ક ચોકોલટને ડબલ બોઈલર કે માઈક્રોવેવ દ્વારા મેલ્ટ(પીગળાવો)કરો. પછી રોલ કરેલા નટસને પીગળેલી ડાર્કચોકોલેટ માં ટૂથપીક દ્વારા બોળો અને તેને એક પ્લાસટિક ના શીટ પર છુટા છુટા મુકો. તે સેટ થાય ત્યા સુધી ફ્રીજમા મુકો. લો તમારા ચોકલેટસ નટીસ તૈયાર ખાવા માટે.

શ્રેયા વ્યાસ

Posted by Ashok at 1:01 PM 0 comments  

સુવિચાર

Thursday, March 4, 2010

સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા

વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે,માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે.

માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો..

જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !

જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે,

પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે.

દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે

મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે
અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો.

પુરુષને પરાજિત કરવો હોય તો એના અહમને પંપાળો અને
સ્ત્રીને પરાજિત કરવી હોય તો એની પ્રશંસા કરો !!

તમે યોગી ન થઇ શકો તો નો પ્રોબ્લેમ પણ બધાને ઉપ-યોગી જરૂર થાજો !!

દીકરો એટલે સુખડનો ટુકડો ,દીકરી એટલે કસ્તુરી . બન્નેને બરાબર સાચવી શકો તો એ
બન્ને જાતે ઘસાઇને સુવાસ ફેલાવે !!

પ્રશ્ન :: ડાહ્યા માણસની વ્યાખ્યા શું ?
જેના કાન લાંબા , આંખ મોટી અને જીભ ટૂંકી હોય એ માણસ સૌથી ડાહ્યો

પુરુષને મહાત કરી શકે એવી બે વિશેષતા સ્ત્રી ધરાવે છે
એક , એ રડી શકે છે અને બે , એ ધારે ત્યારે
રડી શકે છે !!!!!

આખી જીંદગી આંકડા તમે માંડો અને છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ નસીબ
!

પ્રાચી વ્યાસ તરફથી


Posted by Ashok at 4:49 PM 0 comments  

ફેબ્રુઆરી માસનુ પરિણામ

Monday, March 1, 2010

અમે આજે ફેબ્રુઆરી માસનું પરિણામ જાહેર કરવા જઇ રહ્યા છીએ.

કવિતા/ ગઝલ વિભાગ

૧) ગ્રીષ્મ – સુરેશ જાની

૨) હશે કોઈ તારી શરારત – કાંતિ વાછાણી

વાર્તા વિભાગ

૧) સમભાવે પરખાય – પ્રેરણા પટેલ

૨) રડવુ હતુ ને સામે પિયરિયા મળ્યા (કહેવત આધારીત) – ભરતભાઇ

વિજેતાને તેના પુરસ્કારની રકમ ૮મી માર્ચના મોકલવામાં આવશે.

ટુંક સમયમાં જ આ ઉનાળુ વેકેશન માટેની ખાસ વાર્તા હરિફાઇ જાહેર કરીશુ.

Posted by Ashok at 2:55 PM 1 comments  

મારા વિશે

દોસ્તો,


આ બ્લોગ માં કવિતા, ગઝલ, વાર્તા, લઘુ કથા, જોક્સ, સરલ રોગોપચાર, વ્યક્તિ પરિચય, સ્થળ પરિચય, સુવિચારો, પ્રેરક પ્રસંગો, કે તમારા જીવન નો બનેલો કોઇ બનાવ જેનાથી બીજાને જાણવા કે પ્રેરણા મળે, કોઇ માહિતીપ્રદ લખાણ કે કોઇ લિન્ક , બાળ સાહિત્ય જેવા વિભાગો સમાવેશ કરવાનાં છે અને બ્લોગમાં વધુ ને વધુ ગુજરાતી રચના નો સમાવેશ કરવાની મારી ઇચ્છા છે માટે આપની પાસે સ્વરચીત કૃતી હોય અને તેને આપ બ્લોગ દ્વારા રજુ કરવા ઇચ્છો તો મારો સંપર્ક સાધવા વિનંતી. તમારી પાસે સારા ગુજરાતી ગીતો (એમ પી ૩) હોય તો પણ મને મોકલવા આપ સહુ ને મારી નમ્ર વિનંતી છે અને આશા છે કે આપ તરફથી સહકાર મળશે. અમને sabrasgujarati@gmail.com પર આપની કૃતિ નો ઇંતેજાર છે.

અહીં રજુ થયેલ તમામ કૃતિ નાં કોપી રાઇટ જે તે કૃતી ના સર્જક ના કે તેના દ્વારા જેને આપેલા છે તેના જ છે અને છતા પણ તેના હક નો ભંગ થતો હોય તો મને જણાવવા વિનંતી.





અંહી અમુક મારા મન પસંદ બ્લોગસ્ ની લીન્ક આપેલ છે

સબરસ ગુજરાતી

કહો છો તમે કેમ

મેઘ ધનુષ

સમન્વય


Tell Your friends

SocialTwist Tell-a-Friend

અનુસરણ




ગુજરાતી ટાઇપ પેડ

અ
a
આ
aa/c
ઇ
i
ઈ
I
ઉ
u
ઊ
U
ઍ
E
એ
e
ઐ
ai
ઑ
O
ઓ
o
ઔ
au
અં
aM
અઃ
a:
ક
ka
કા
kaa
કિ
ki
કી
kI
કુ
ku
કૂ
kU
કૅ
kE
કે
ke
કૈ
kai
કૉ
kO
કો
ko
કૌ
kau
કં
kaM
કઃ
ka:
ક
ka
ખ
kha
ગ
ga
ઘ
gha
ઙ
NGa
ચ
cha
છ
Cha
જ
ja
ઝ
za
ઞ
NYa
ટ
Ta
ઠ
Tha
ડ
Da
ઢ
Dha
ણ
Na
ત
ta
થ
tha
દ
da
ધ
dha
ન
na
પ
pa
ફ
fa
બ
ba
ભ
bha
મ
ma
ય
ya
ર
ra
લ
la
વ
va
શ
sha
ષ
Sha
સ
sa
હ
ha
ળ
La
ક્ષ
kShar
જ્ઞ
Jha
દ્વ
dwa
ક્ર
kra
કૃ
kR
ઋ
R
શ્વ
shva
શ્ર
shra


Online Visitor:
Online Users
Locations of visitors to this page
Total Visit:
free counter

Free Blog Counter

free counters