પિનટ બટર બિસ્કિટ

Friday, December 18, 2009

સામગ્રી
ઈંડા – ૧
બટર – ૧ કપ
પિનટ બટર – ૧/૨ કપ
સાકર – ૧ કપ
ગોળ – ૧/૨ કપ
મેંદો – ૧ ૧/૨કપ
સોડા – ૧/૪ ટેંબલ સ્પુન
રીત
એક બાઉલ માં ઈંડું બટર પિનટ બટર સાકર ગોળ વિં. ને બરાબર મિક્સ કરો. પછી તેમા મેંદો અને સોડા ને સારી રીને ભેળવો અને તેની કણક બાંધો. પછી તેના ગોળા કરીને રોટલાની જેમ વણૉ. અને તેને બિસ્કિટના કટરથી ગોળ કાપો. તેની કિનારી ઉપર કાંટાથી કાંણા પાડો. હવે બિસ્કીટને પહેલાથી ગરમ કરેલા ઓવન મા ૧૦ – ૧૫ મિનીટ માટે ૧૭૦ ડીગ્રીના તાપમાને બેક કરો.

બિસ્કીટ ને ઠંડા થવા દો અને હવાચુસ્ત ડબ્બા માં ભરી દો.
બ્રિન્દાબેન માંકડ તરફથી

Posted by Ashok at 1:03 PM 1 comments  

પેલે પાર

Tuesday, December 15, 2009

મારા મનની આ પાર,
તારા મનની પેલી પાર,
મારું મન દુનિયાની અલગ પાર,
જાણે સાતમાં આસમાનની પેલી પાર,
વચ્ચે હું આ દુનિયાની પણ,
જાણે આ દુનિયાની હું પેલે પાર,
અવાજ, ભાષા, સંકેતની પાર
છત્તા આ દુનિયાની પેલે પાર,
રહેવું નથી આ ભીડની પાસ,
મારેતો જાવું છે સાત સમંદરની પેલે પાર...
બ્રિન્દાબેન માંકડ

Posted by Ashok at 5:21 PM 2 comments  

માસિક હરીફાઈ

Friday, December 11, 2009


મિત્રો,

આપ સૌનું સબરસ પર હાર્દિક સ્વાગત છે. સહર્ષ આનંદસહ જણાવીએ કે હવે સબરસ બ્લોગ, સબરસ ગુજરાતી નામ ની સાઈટ નું નવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે ત્યારે ................... ગુજરાતી ભાષાના પ્રસાર અને પ્રચાર માટે માસિક હરીફાઈનું આયોજન કરવામા આવ્યું છે. ખાસ નવોદીતોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આપની સમક્ષ રજુ થયેલ આ સબરસ હરીફાઈ આપ સર્વે ને પસંદ પડશે તેવી આશા. આ હરીફાઈ જાન્યુઆરી મહિનાથી શરુ થાય છે.

આપ સૌ આપની પોતાની રચના પોષ્ટ કરીને ઇનામ જીતી શકો છો. હાલ પુરતી આ હરીફાઇ બે વિભાગમાં રાખવામાં આવી છે અને આગળ જતા તેમાં બીજા વિભાગો ઉમેરવાનો વિચાર છે.


૧) કવિતા/ગઝલ/ સોનેટ/મુક્તક/ગીત અને ૨) નવલિકા/વાર્તા / નિબંધ/કહેવત ને અનુલક્ષી ને લખાણ/ પ્રવાસ વર્ણન/હાસ્ય કથા.


આ બે વિભાગોમાં પ્રત્યેકમાં પ્રથમ ઇનામ તરિકે રૂ. ૫૦૦, દ્રીતિય ઇનામ રૂ. ૨૫૦ આપવામાં આવશે.

આ સ્પર્ધા ના નિયમોઃ

૧) રચના સ્વરચિત હોવી જોઇએ.

૨) એક કરતા વધુ રચના પોસ્ટ કરી ભાગ લઇ શકો છો.

૩) આ હરીફાઇ ફક્ત ગુજરાતી ભાષા માટે જ છે અને બિન વ્યવસાયીક છે.

૪) તમે તમારી રચનાનાં અંત માં તમારૂ પુરુ નામ સરનામુ અને રચના લખ્યા ની તારીખ અવશ્ય લખવી.

૫) રચના આ અગાઉ ક્યાંય પ્રસિધ્ધ થઇ ના હોવી જોઇએ.

૬) તમારી રચના દર માસની ૧૫ તારીખ સુધી માં અમને ઈ-મેઈલ (harifai@sabrasgujarati.com) કે પોસ્ટ દ્વારા મોકલી આપવી. પોસ્ટ માટે નું સરનામું:
સબરસ ફાઉન્ડેશન,
પોસ્ટ બોક્ષ નં. ૮૩ ,
મોરબી મુખ્ય પોસ્ટ ઓફીસ,
મોરબી-૩૬૩ ૬૪૧.
( પોસ્ટ થી મોકલો તો ફૂલ સ્કેપ સાઈઝના પેપર પર એક બાજુ એ સુવાચ્ય અક્ષરો એ લખવું અને ઈ-મેઈલ થી મોકલો તો ઈન્ડીક ફોન્ટ્સ માં મોકલવું. pdf /jpg માં નહિ.)

૭) દર માસની આખરી તારીખે અહી વિજેતા ના નામ જાહેર કરવામાં આવશે.

૮) અહી પોસ્ટ કરેલ બધી યોગ્ય રચના સબરસ ગુજરાતી પર મુકવામાં આવશે.

૯) કોઇ જાતનો પત્રવ્યવહાર નહી કરવામાં આવે....

નોંધઃ વાર્તા માટે ઓછામાં ઓછા ૨૦૦૦ શબ્દો અને નિબંધ/કહેવતો માટે ઓછામાં ઓછા ૫૦૦ શબ્દો હોવા જોઇએ..

વધુ વિગત માટે આપ અહીં ૯૮૨૫૭ ૭૯૭૧૮ સંપર્ક કરી શકો છો.

Posted by Ashok at 6:36 PM 0 comments  

સોનેરી સુવાક્યો

Monday, December 7, 2009

હું કંઇક છુ એવો અહંકાર કરશો નહિ ....... પાછળ થી પસ્તાવું પડશે.

ગુલાબ અને દાન ની સુગંધ ચોમેર ફેલાતી રહે છે.

નમ્રતા એવી માસ્ટર કી છે જે કોઈપણ દ્વાર નું તાળું ખોલી શકે છે.

હાથ એટલા માટે છે તમે સદા બીજા ને આપી શકો.

સત્કાર્યો સંપતિથી મુલ્યવાન છે.

સમય, વાણી અને પાણી નો સદુપયોગ કરો.

જેની દોસ્તી તમને અપંગ ના બનાવે પણ પાંખ આપે તે તમારો ખરો મિત્ર.

સુખી થવાના બે રસ્તા: એક તમારી જરૂરિયાત ઘટાડો અને બે તમારી આવક વધારો.

દુ:ખ આવે ત્યારે આનંદમાં રહો અને સુખ આવે ત્યારે આનંદ ને કાબુ માં રાખો.

Posted by Ashok at 12:03 PM 2 comments  

દાળ ઢોકળી - સ્વાદિષ્ઠ ગુજરાતી વાનગી

Thursday, December 3, 2009

સામગ્રી :

૨૫૦ ગ્રામ તુવર-દાળ
૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ
૨ ચમચી હળદર
૨ ચમચી લાલ મરચું
૧ ચમચી અજમો
૩-૪ લવિંગ
૨-૩ તજ
૧ ચમચી રાઈ
૧૦-૧૫ મીઠા લીમડાના પત્તા
૨ લીલા મરચા (ટુકડા કરેલા)
ચપટી હિંગ
૧/૨ ચમચી આંબલીની પેસ્ટ
૨૫ ગ્રામ કાજુ
૫૦ ગ્રામ સિંગદાણા
૧/૨ ચમચી ગરમ મસાલો
૧ ચમચી ટામેટાની પેસ્ટ
૩ ચમચી તેલ
૧ ચમચી ઘી
સ્વાદ અનુસાર મીઠું

પદ્ધતિ :


થાળીમાં ઘઉંનો લોટ લઇને તેમાં પાણી ઉમેરો. હવે તેમાં હળદર, લાલમરચું અને અજમાની એક એક ચમચી નાખો, અને સ્વાદઅનુસાર મીઠું ઉમેરો. હવે બધાને બરાબર ગુંદી લો. ૧ ચમચી તેલ નાખીને લોટને ફરીથી ગુંદો. રોટલી વણીને ઈચ્છા મુજબ ઢોકળીના ટુકડા કાપી લો. હવે તુવર-દાળને ચોક્ખા પાણીથી ધોઈને પ્રેશર કુકરમાં ૧૦ મિનીટ સુધી બાફો. ૧૫ મિનીટ સુધી ઠરવા દો. તુવર-દાળનેપ્રેશર-કુકર માંથી કાઢી લો. હવે તપેલીમાં ૨ ચમચી તેલ અને ૧ ચમચી ઘીને ગરમ કરો. ઉકાળેલા તેલ/ઘીમાં લવિંગ, તજઅને રાઈ નો વઘાર કરો. વઘારમાં મીઠા લીમડાના પાન, લીલામરચાંના ટુકડા અને ચપટી હિંગ નાખો. હવે તેમાં બાફેલી તુવર-દાળઉમેરો. હવે તેમાં આંબલી, કાજુના ટુકડા, સિંગદાણા, ગરમ મસાલો અને ૧ ચમચી લાલ મરચું નાખો, બરાબર હલાવીને મિક્ષ કરો. હવે એમાં ટામેટાની પેસ્ટ, ૧ચમચી હળદર,મીઠું અને ૨ કપ પાણી ઉમેરો. બરાબર ઉકળવા દો. કાપેલા ઢોકળીના ટુકડાને ઉકળતી દાળ માં એક પછી એક ઉમેરો. ૧૦ મિનીટ ઉકળવા દો. ગરમા ગરમ પીરસો અને સ્વાદિષ્ટ બનાવવા ઉપરથી ઘી નાખો.
પ્રાચી વ્યાસ

Posted by Ashok at 9:00 PM 0 comments  

મુક્તક

Wednesday, December 2, 2009

શેરડીનો લઇ ખટારો શહેર બાજુ જાય છે?
ત્યાં તો ધમધોકાર કેવળ સેકરીન વેચાય છે
આંખમાંથી પંખી ખંખેર્યા પછી કરજે પ્રવેશ
એક ટહુકાથી નગર આખું પ્રદુષિત થાય છે
રમેશ પારેખ

Posted by Ashok at 4:31 PM 1 comments  

મુક્તક

ચલો જેલ તોળી નીકળી એ , હે કેદી
કે ગુલમ્હોર માંથી ડસે છે સફેદી
વધેરાય હર જીવતી ક્ષન અહિયાં
અને બેઉ આંખો બની ગઈ છે વેદી
રમેશ પારેખ

Posted by Ashok at 4:29 PM 0 comments  

યાદ

સાવ જ ખાલી ચોમાસું ને કોરો ધાકોર વરસાદ,
તો યે મને લથબથાવતી તરબતર તારી યાદ.

નમ્રતા અમીન

Posted by Ashok at 10:05 AM 1 comments  

જોઇએ છે......

Tuesday, December 1, 2009

ભવોભવના ફેરામાંથી મુક્તિ આપે
એવા પ્રભુની જરૂર નથી !
જોઇએ છે એક એવો પ્રભુ
જે
રેલવેના ટાઇમ ટેબલમાંથી મુક્તિ અપાવે,
ટ્રાફિકના સિગ્નલ પર દોડતી રક્તની ગતિને
અંકુશમાં રાખે,
જમ્બો જેટમાં
સમયને ઘસડાઈ જતો અટકાવે,
રેડિયો અને ટેલિવિઝનમાં મોકળાશ શોધતી
શૂન્યતાને ઠપકારે,
સવારે
સત્યનો વાઘો પહેરીને
આવતા સમાચારોથી અળગો રાખે,
અને જાહેર ખબરોમાં
મને સસ્તે મૂલે વેચાઇ જતો રોકે.
જોઇએ છે
એક એવો પ્રભુ......
વિપિન પરીખ

Posted by Ashok at 2:32 PM 1 comments  

.......એટલે

આકાશ એટલે
નિયત સમયે રોજ હાજર થવાની
ચાંદા અને સૂરજ્ની ઑફિસ.
.
આકાશ એટલે
જોડણીકોશમાં આપેલા પર્યાય
(ન.) ખાલી, શૂન્ય સ્થાન, આભ, ગગન, નભ, વ્યોમ.
વિપિન પરીખ

Posted by Ashok at 2:13 PM 0 comments  

કોરું આકાશ

બે પગલાં પડ્યાં
ને આ ચન્દ્ર
છાપું થઇને વેચાતો હોય એમ
કેટલો સસ્તો થઇ ગયો!
એમાં એક સસલું હતું.
એ સસલું દિવસના અજવાળામાં
અજવાળું થઇને અલોપ થઇ ગયું!
હવે
ક્યા ચંદ્ર ભણી જોઇ
તને પત્ર લખું?
વિપિન પરીખ

Posted by Ashok at 2:09 PM 1 comments  

ચૂમી છે તને.

Wednesday, November 25, 2009

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.

પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.

સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.

કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,
પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.

લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.

પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.
-મુકુલ ચોકસી

Posted by Ashok at 1:14 PM 1 comments  

ચાલ સખી

ચાલ સખી, પાંદડીમાં ઝાકળનાં ટીપાની જેમ ફરી જિંદગીને મૂકીએ,
ટેરવાંનો સ્પર્શ એક ઘટના કહેવાય છે કે લાગણી ગણાય- એમ પૂછીએ.

વેદના તો અડીખમ ઉભો કંઠાર જતાં આવતાં જુવાળ ભલે કોતરે,
સુખ સાથે આપણો તો જળનો સંબંધ ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે;

છીપલાની હોડીને શઢથી શણગાર ચાલ, કાંઠો છોડીને હવે ઝૂકીએ..
.પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ ફરી ચાલ સખી, જિંદગીને મૂકીએ.

ચાંદનીને ચાંદનીનું નામ ન’તા દેતા- એ વાતો અકબંધ મને યાદ છે,
વૃક્ષ પછી, ડાળ પછી, પંખીનો માળો ને ઉપર આકાશ જેવો સાદ છે;

મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય એવી લાગણીને કેમ રે ઉવેખીએ !
ઝાકળ-શી જિંદગીને પાનની લીલાશ પરે ચાલ સખી, એક વાર મૂકીએ.

ધ્રુવ ભટ્ટ

Posted by Ashok at 1:01 PM 0 comments  

હાઇકુ

Thursday, October 29, 2009

માસુમબાળ
અપેક્ષઓની કેદ
ઝંખે આઝાદી
ડૉ. પ્રીતિ જરીવાલા

Posted by Ashok at 12:23 PM 0 comments  

હાઇકુ

ઉઘાડબંધ
ઘડપણની બારી
શોધે સહારો
ડૉ. પ્રીતિ જરીવાલા

Posted by Ashok at 12:20 PM 0 comments  

અસ્પૃશ્ય કેમ?

ગૌતમ બુદ્ધ પોતાના શિષ્યો સાથે સભામાં બેઠા હતા. બધા શિષ્યો ગૌતમ બુદ્ધની સ્થિરતા જોઇને ચિંતા કરવા લાગ્યા કે ગૌતમ બુદ્ધની તબિયત તો નહિ બગડી હોય ને??? એવામાં એક ચિંતાતુર શિષ્ય બોલ્યો : પ્રભુ ! આજ આવી રીતે મૌન કેમ બેઠા છો? શું અમારાથી કોઈ અપરાધ થયો છે? એટલામાં એક બીજો શિષ્ય બોલ્યો : પ્રભુ શું આજ તમારી તબિયત બરાબર નથી?

ગૌતમ બુદ્ધ તો પણ મૌન જ રહ્યા.

એટલામાં એક બહાર ઉભેલો વ્યક્તિ જોરથી બોલ્યો, આજે મને સભામાં બેસવા અનુમતિ કેમ ના આપી? ગૌતમ બુદ્ધ ધ્યાન મગ્ન થઇ ગયા.પેલો વ્યક્તિ ગુસ્સાથી બોલ્યો, મને પ્રવેશની અનુમતિ કેમ નહિ? એક ઉદાર શિષ્યે પેલા વ્યક્તિ નો પક્ષ લઈને કહ્યું: પ્રભુ! એને સભામાં બેસવાની અનુમતિ આપો.

ગૌતમ બુદ્ધ બોલ્યા, "નહિ........... એ અસ્પૃશ્ય છે, તેને અનુમતિ ના દેવાય. " અસ્પૃશ્ય ?????? બધા શિષ્યો આશ્ચર્ય ચકિત થઇ ગયા. ગૌતમ બુદ્ધ શિષ્યો ના મનોભાવ કળી ગયા અને કહ્યું કે " હા, તે અસ્પૃશ્ય છે." ત્યારે ઘણા શિષ્યો બોલી ઉઠ્યા કઈ રીતે અસ્પૃશ્ય ?? આપણાં સમુદાયમાં તો કોઈ નાતજાતનો ભેદભાવ નથી તો આ અસ્પૃશ્યતા ક્યાંથી આવી? આવી દલીલ સાંભળી ગૌતમ બુદ્ધે ખુલાસો કર્યો કે આજે તે ક્રોધિત થઇ ને આવ્યો છે અને ક્રોધ થી જીવન માં ઘણું અનિષ્ટ થાય છે, તેના ક્રોધ ને હિસાબે મેં તે ને અશ્પૃસ્ય કહ્યો છે અને થોડો સમય એકાંત માં રહેશે એટલે તે ક્રોધના કારણ વિષે વિચારી શકશે અને બાદ માટેનું પ્રાયશ્ચિત કરી લેશે.

અહી ગૌતમ બુદ્ધે અસ્પૃશ્યતા માટે ક્રોધ ને જવાબદાર ઠેરવ્યું.

Posted by Ashok at 12:12 PM 0 comments  

કરી શકો !!

બંધ મુઠીમાં શું ધારી શકો ?
એક ઈચ્છાને અવતારી શકો !
.
લાખ કોશિશ તો કરો છો તમે
તોય મન ને ક્યાં સુધારી શકો!
.
એ જ સાચો ધર્મ બનશે કદાચ
કોઈ નું સારું વિચારી શકો!!
.
ગાંસડી સંદર્ભની ખોલી ને
આગ અફવાનીય ઠારી શકો!
.
ત્યાં જ કરજો વાત દિલની તમે
જ્યાં ઉદાસીને ઉતારી શકો!


દિનેશ કાનાણી
(ઉમિયા પરિવાર માંથી)

Posted by Ashok at 9:57 AM 0 comments  

અધીરા પવન

Tuesday, October 27, 2009

કાં નજર ઊંચે આભ ઠેલી હોય
કાં તળે ધરતી ને ઉખેળી હોય
.
સાવ અધીરા પવન વહે, એમાં
જાત ને ક્યાંક સ્થિર દેખી હોય
.
લોક પથ્થરના, શ્હેર પથ્થરનાં
તૃણકથા કઈ રીતે ઉકેલી હોય?
.
રોજ અધવચ્ચે થી ચીરી જજો
હિસ્સા બે જોજો , કેવા વેરી હોય?
.
કોઈની ભાષા કોઈને દુભર
કોઈએ ચુપકીદી સેવી હોય
ફારુક શાહ

Posted by Ashok at 8:05 AM 0 comments  

કોના વતી?

ટેરવાં તો એ જ છે, પણ ક્યાં મતિ હાજર થતી?
ફૂલ ને સ્પર્શી રહ્યો આમ હું કોના વતી?
.
કેટલી અનુભૂતિઓ થીજી ગઈ નખશીખ ભીતર
પર્વતોની જેમ આ ટોચ લગ હંફાવતી!
.
પર્ણ જેવું કંઈ ઉપર, મૂળ જેવું ભૂમિએ
થડ નથી એ વાત પણ ક્યાં સમજમાં આવતી?
.
હોય નસનસમાં નદી દોડવાનું એ રીતે
આંબવાની છેવટે હોય ખુદ ની આકૃતિ
.
ગુંજ્યા કરવાની ઘડી પાસે આવી જોયું તો
એક સદી આઘે હતાં મારાથી ગંગાસતી
ફારુક શાહ

Posted by Ashok at 7:58 AM 0 comments  

ચાહ

Monday, October 26, 2009

ચાહ તો બસ સમગ્રતા થી ચાહ,
જીવ લેનાર વ્યગ્રતાથી ચાહ !
.
વૃક્ષ આકાશ આંબવા ઈચ્છે,
એ પ્રકારે જ અગ્રતાથી ચાહ!
.
એક ઝબકારે છેક પ્હોંચે વીજ,
એટલી તીવ્ર શીઘ્રતાથી ચાહ!
.
કોળશે એ જરૂર કુંપળ થઇ,
શબનમી એવી આર્દ્રતા થી ચાહ!
.
ડાઘ ઝાકળનો પણ મળે જોવા,
ફૂલ પર હો એ શુભ્રતા થી ચાહ!
.
નાં ડગે કોઈ ડરથી એ "સુધીર",
શિવ જેવી જ રુદ્રતાથી ચાહ!
સુધીર પટેલ

Posted by Ashok at 4:50 PM 2 comments  

હજીય

આકાશ

હજીય વાદળી છે .

વૃક્ષો

હજીય લીલાં છે.

પંખી

હજીય ઊડે છે.

નદી

હજીય ભીંજવે છે.

માણસ

હજીય રડે છે.

અહીં

હજીય જીવી શકાશે.

રાજેશ પંડ્યા

Posted by Ashok at 4:42 PM 0 comments  

~ નુતન વર્ષાભિનંદન ~

Tuesday, October 20, 2009

તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખીય જિંદગી બળ્યા છો ?

તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઇના મારગથી કાંટાઓ શોધ્યા ?
તમે લીલેરા છાંયડાઓ આપીને કોઇના તડકાઓ અંગ ઉપર ઓઢ્યા ?

તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો ?

તમે કોઇની આંખ્યુંમાં વીજના કડાકાથી ખુદમાં વરસાદ થતો જોયો ?
તમે કોઇના આભને મેઘધનુષ આપવા પોતાના સૂરજને ખોયો ?

તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં માથુ મૂકીને રડ્યા છો ?

શ્રી મુકેશ જોષી

Posted by Ashok at 7:04 PM 0 comments  

સુવિચાર

Thursday, October 15, 2009

જીવન સિવાય બીજી કોઈ મિલકત નથી..................જ્હોન રસ્કિન

જીવન એક સિક્કા જેવું છે તમે ધારો તે રીતે તેને વાપરી શકો છો પણ તે માત્ર એક જ વાર ....લિલિયન રસ્કિન

જે જીવન ની કસોટી થતી નથી તે જીવન જીવવા લાયક નથી ..........પ્લેટો

કોઈ માણસ એમ કહે કે એણે કદી ભૂલ નથી કરી તો ચોક્કસ માનજો કે એણે જાતે કદી કોઈ કામ નથી કર્યું.................. થોમસ હકસલી

જીવન ની કિતાબ માં જવાબો પાછલા પાને આપ્યા હોતા નથી......ચાર્લી બ્રાઉન

બીજા શું કરે છે તે સામે ના જોવું પણ મારી શી ફરજ છે તે વિચારનાર અને જીવન માં ઉતારનાર મહાન બને છે.................સરદાર પટેલ

દરેક દિવસ જાણે તે આપનો આખરી દિવસ હોય તે રીતે પસાર કરવો જોઈએ......પબ્લિસિયસ્ સાયરસ

એક નાનકડી કીડી પાસે જાવ, દિવસભરની તેની મહેનત જુઓ તેની મહેનતમાંથી કાંઈક શીખો અને આળસ ને ખંખેરી નાખો .......... કોલિયર

જો તમે જીંદગી ને જ જાણતા નથી તો પછી મરણ વિષે શી રીતે જાની શકવાના???............ કન્ફ્યુસિયસ્

ખાઈ પી શકાય એટલા માટે નઠારા માણસો જીવે છે જયારે, સજ્જનો જીવી સકાય એટલા માટે ખાય-પીવે છે .................સોક્રેટીસ

મોટો માણસ ભૂલ ના કરે એવું માનવું એ મૂર્ખાઈ છે ને નાના માણસમાં અક્કલ નથી હોતી એમ માનવું એ પણ મૂર્ખાઈ છે. .....................રણછોડદાસજી મહારાજ

લાંબુ જીવવા માટે ધીમું જીવવું જરૂરી છે.............. મારકસ તુલિયસ્ સિસેરો

ચિંતા વધી જાય છે ત્યારે તેની શાખા-પ્રશાખા એટલી બધી ફૂટી નીકળે છે કે મગજ તેની સાથે દોડતા દોડતા થાકી જાય છે..................જયશંકર પ્રસાદ

હું જીવન વિષે કાઈ પણ શીખ્યો છું તેને હું ત્રણ શબ્દો માં તારવી શકું "જીવન વહેતું જાય"......રોબર્ટ ફ્રોસ્ટ

Posted by Ashok at 2:53 PM 2 comments  

મનની ખીંટી

Thursday, October 8, 2009

અમારાં ઘરમાં રિપેરકામ માટે એક સુથારને બોલાવેલો. એના કામના પહેલા દિવસની આ વાત છે.. કામ પર આવતાં રસ્તામાં ટાયર પંક્ચર થયું એમાં એનો એક કલાક બગડ્યો. કામ શરૂ કર્યા પછી અધવચ્ચે એની ઈલેક્ટ્રિક કરવત બગડી ગઈ. દિવસ પૂરો થયા પછી ઘરે પાછા જતી વખતે એની નાની ટ્રક ચાલી નહીં. હું એને મારી ગાડીમાં એના ઘેર મૂકવા ગયો. રસ્તામાં એ એક પણ શબ્દ બોલ્યો નહીં.
અમે એના ઘેર પહોંચ્યા ત્યારે એણે કહ્યું : ' ઘરમાં થોડી વાર આવો ને ! મારાં પત્ની અને બાળકોને તમને મળીને આનંદ થશે. ' ઘરમાં દાખલ થતાં પહેલાં નાના ઝાડપાસે એ રોકાયો. બન્ને હાથ એણે ઝાડ પર મૂક્યા. બારણામાં દાખલ થતી વખતે મેં એનામાં અજબનો ફેરફાર થતો જોયો. એના થાકેલા ચહેરા પર સ્મિત ફરી વળ્યું. એનાં બે બાળકોને વહાલથી ભેટ્યો અને પત્નીને ચૂમી આપી. મને એ કાર સુધી મૂકવા આવ્યો. અમે પેલા ઝાડ પાસેથી પસાર થયા ત્યારે મારું કુતૂહલ હું રોકી શક્યો નહીં. મેં એને પૂછ્યું : ' ઘરમાં દાખલ થતાં પહેલાં તમે ઝાડને શા માટે અડ્યા ?'
'અરે , હા. આ ઝાડ તો મારા મનની ખીંટી છે. હું કામે જાઉં ત્યાં કોઈ ને કોઈ તકલીફ તો આવવાની જ , પણ એક વાત નક્કી કે ઘરે મારાં પત્ની અને બાળકોને એની સાથે શું લેવાદેવા ? એટલે , જ્યારે સાંજે કામ પરથી ઘરે પાછો આવું છું ત્યારે તકલીફો આ ઝાડ પર લટકાવી દઈ ઘરમાં દાખલ થાઉં છું. સવારે કામ પર જતાં આ ઝાડ પરથી તકલીફો પાછી લઈ લઉં છું.

Posted by Ashok at 12:01 PM 1 comments  

સારવાર માટે મુખ્યમંત્રી રાહતનિધીમાંથી સહાય

Thursday, July 30, 2009

કેન્સર, હ્રદયરોગ અને કીડની સારવાર માટે મુખ્યમંત્રી રાહતનિધીમાંથી મળતી સહાય


કેન્સર, હ્રદયરોગ અને કીડની સારવાર માટે મુખ્યમંત્રી રાહતનિધીમાંથી સહાય મળી શકે છે. સહાય મેળવવા નિયમ નમૂનાનું અરજીપત્રક સારા અને સુવાચ્ય અક્ષરે લખીને કે ટાઇપ કરીને રજૂ કરવાનું રહે છે. તે સિવાય અન્ય રીતે ટાઇપ કે ઝેરોક્ષ કરેલા અરજીપત્રક પર કોઇ ધ્યાન આપવામાં આવતું નથી.


અરજી પત્રક સાથે રજૂ કરવાનાં દસ્તાવેજોઃ


૧) દર્દીનો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ.
૨) કુટુંબની વાર્ષિક આવક અંગે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર કે ચીફ ઓફીસર-નગરપાલિકા દાખલો નો દાખલો.
૩) કુટુંબની વાર્ષિક આવક અંગે અરજીપત્રકમાં આપવામાં આવેલ નમુનામાં સોગંધનામું.
૪) સબંધીત હોસ્પિતલ પાસેથી મેળવેલ સારવારના ખર્ચનો અંદાજ.
૫) રેશનકાર્ડની પ્રમાણિક નકલ
૬) હોસ્પિટલના ઓ.પી.ડી. કેઇસ પેપર્સ તથા તબીબી કેસનાં રેકર્ડની પ્રમાણિક નકલ.
૭)દર્દીનું ઓપરેશન કરાવેલનથી તે સબબનું સબંધિત ડોક્ટરનું પ્રમાણપત્ર
૮) ધારાસભ્ય / સંસદસભ્ય / મીનીસ્ટરનો ભલામણ પત્ર.


નોંધઃ- ક્રમ ૫ અને ૬ સિવાયના તમામ મૂળ દસ્તાવેજ અસલમાં રજૂ કરવા.


અરજીપત્રક ક્યાંથી મળે?


મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય
જનસંપર્ક અધિકારી શ્રી,
સરદાર પટેલ ભવન,
સચીવાલય, ગાંધીનગર-૩૮૨ ૦૧૦.


અરજીપત્રક મોકલવાનું સરનામું


મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય, બ્લોક નં.૧૧, સાતમો માળ,
મહેસુલ વિભાગ, સચિવાલય સંકુલ,
ગાંધીનગર-૩૮૨ ૦૧૦.


સહાયનું ધોરણ


સામાન્ય રીતે કુટુંબની વાર્ષિક આવક રૂ. ૨૦,૦૦૦ ધરાવતી વ્યક્તીને આ સહાય આપવામાં આવે છે. કુલ વૈદકીય સારવાર ખર્ચના ત્રીજા ભાગની પરંતુ વધુમાં વધુ રૂ.૧,૦૦,૦૦૦ મર્યાદામાં સહાય આપવાનું સામાન્ય ધોરણ છે.


માન્ય હોસ્પિટલ


મુખ્યમંત્રી રાહતનિધીમાંથી આપવામાં આવતી વૈદકીય સારવાર સહાય નીચેની હોસ્પીટલ માં કરાવવામાં આવે તો જ મળી શકે છે. આ માટે નીચે મુજબની હોસ્પિટલોને ગુજરાત સરકારે માન્યતા આપેલ છે.


ગુજરાત સરકાર માન્ય હોસ્પિટલો (ગુજરાત)
કિડની


૧) મુળજીભાઇ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ,
ડૉ. વિરેન્દ્ર દેસાઇ રોડ, નડિયાદ
૨)નિયામક શ્રી,
ડૉ. એચ.એલ.ત્રિવેદી ઇન્સ્ટીટ્યુટ ઓફ ડીસીસ એન્ડ રીસર્ચ સેન્ટર,
સિવિલ હોસ્પિટલ સંકુલ, અમદાવાદ.


હ્રદયરોગ


૧) યુ.એન.મહેતા ઇન્સ્ટીયુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર,
સિવિલ હોસ્પિટલ સંકુલ, અમદાવાદ.
૨) શેઠ શ્ર વાડીલાલ જનરલ હોસ્પિટલ,
જનરલ હોસ્પિટલ, એલીસબ્રીજ, અમદાવાદ.
૩) ક્રિષ્ના હાર્ટ ઇન્સ્ટીટ્યુટ,
ઘુમા, તા. અમદાવાદ સીટી, અમદાવાદ
૪) ગુજરાત રિસર્ચ એન્ડ મેડીકલ ઇન્સ્ટીટ્યુટ,
રાજસ્થાન સેવા મેમોરિઅલ મેથોડિસ્ટ ઇન્સ્ટીટ્યુટ કાર્ડિયોલોજી,
મિશન રોડ, નડિયાદ.


કેન્સર


૧) શ્રી નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ,
રાજકોટ
૨) શ્રી એમ.પી. શાહ કેન્સર હોસ્પિટલ,
મેઘાણીનગર, સિવિલ હોસ્પિટલ કેમ્પ,
અસારવા, અમદાવાદ.
૩) કેટ સ્કેન સેન્ટર,
ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ- અમદાવાદ.
૪) ઇન્ટરવેન્સલ થેરાપી સેન્ટર, અમદાવાદ.
૫) અમદાવાદ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ વિભાગ, અમદાવાદ
૬) લ્યુકેમીયા રીસર્ચ સેન્ટર, અમદાવાદ.


સરકાર માન્ય હોસ્પિટલ ( ગુજરાત સિવાયની)


કીડની


૧) ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, વેલોર, તામિલનાડુ
૨) ઓલ ઇન્ડીયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ, ન્યુ દિલ્હી.
૩) પોષ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટ્યુટ, ચંદીગઢ
૪) જશલોક હોસ્પિટલ, મુંબઇ.


હ્ર્દયરોગ


૧) સર્ઘન રેલ્વે હેડક્વાર્ટર હોસ્પિટલ, ચેન્નાઇ
૨) ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, વેલોર, તામિલનાડુ
૩) ઓલ ઇન્ડીયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ, ન્યુ દિલ્હી.
૪) કે.ઇ.એમ. હોસ્પિટલ, મુંબઇ
૫) બોમ્બે હોસ્પિટલ, મુંબઇ
૬) જી.બી. પંત હોસ્પિટલ, દિલ્હી.
૭) શ્રી તિરૂનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ત્રિવેન્દ્રમ, કેરાલા
૮) એસ.એસ.કે.એમ. હોસ્પિટલ, કલકતા
૯) પોષ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટ્યુટ, ચંદીગઢ
૧૦) જશલોક હોસ્પિટલ, મુંબઇ.
૧૧) હિન્દુજા હોસ્પિટલ, મુંબઇ.
૧૨) સમરીતન હોસ્પિટલ,અલવાયે કેરાલા
૧૩) એન.એમ. વાડીય ઇન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોલોજી, પુના
૧૪) કસ્તુરબા હોસ્પિટલ, ભોપાલ
૧૫) એપોલો હોસ્પિટલ, ચેન્નાઇ
૧૬) મદ્રાસ મેડિકલ મિશન હોસ્પિટલ રિસર્ચ ટ્રેનિંગ,
૪-એ, ડૉ. જે. જયલલિતાનગર, ચેન્નાઇ- ૬૦૦ ૦૫૦

Posted by Ashok at 6:48 PM 0 comments  

મમતા

Monday, July 27, 2009

સુર્યનાં સોનેરી કિરણો ચહેરા પર પડતાં જ તૃપ્તિની આંખો ખુલી ગઇ અને અચાનક જ ખ્યાલ આવ્યો કે આજે તો અગિયારસ ...! જલ્દી ઉભી થઇ નિત્ય ક્રમ આટોપી, ઠાકોરજી ની સેવા કરી, ઉંઘી રહેલાં તપનને ઢંઢોળી, બધી સૂચના આપી જલ્દી હવેલી તરફ રવાના થઇ.... આજે અગિયારસ ને લીધે મંગળા આરતીનાં દર્શન માટે ખાસ્સી એવી ભીડ હતી ...તો પણ સદભાગ્યે શ્રીજીની સન્મુખ ઝાંખી થઇ શકી .. ત્યાર બાદ શ્રીજી ગોલખમાં ભેટ ધરી, ગૌશાળામાં ગાય ને નીરણ ધરી,પ્રદક્ષિણા કરી રહી હતી ત્યાં જ સુધાબહેને એને જોઇ ..


"અરે તૃપ્તિ... જય શ્રીકૃષ્ણ ...!!..."


"ઓહ આંટી, જય શ્રીકૃષ્ણ ...!!... "


''આજે તો તું મંગળા દર્શનમાં આવી..!! ..''


"હા આજે અગિયારસ અને પાછો રવિવાર છે એટલે તપન ઘરે છે તો શુભની પણ ચિંતા નથી ...


"હાં બરોબર .. અરે હાં દીદી આવી છે, તને યાદ કરતી હતી .. સાંજે તને મળવા આવશે..!"


"અરે વાહ ..! આંટી, તમે બધા પણ આવજો ને .." કહેતી તૃપ્તિ ઝડપથી ઘર તરફ રવાના થઇ...


સુધાબહેન ઘરે આવ્યાં ત્યારે રાગીણી પણ જાગી ગઇ હતી .. તે મુંબઇથી ઘણા સમયે અમદાવાદ આવી એટલે નાની બહેન શ્વેતાનાં અને સંબંધીઓનાં ખબર અંતર પુછતી હતી, ત્યાં સુધાબહેન બોલ્યાં કે આજે તો શ્વેતાની સહેલી તૃપ્તિ મળી ગઇ હવેલીમાં...અને રાગીણી ચમકી.. કે તૃપ્તિ આવી હતી..??.. અને તેની નજર સમક્ષ તૃપ્તિનાં લગ્ન થયાં ત્યારથી અત્યાર સુધીના બધા દિવસો જાણે કે ચિત્રપટની જેમ છવાઇ ગયાં.


અને દસ વર્ષ પહેલાનો તૃપ્તિનો લગ્નનો દિવસ યાદ આવી ગયો...રૂડા માંડવડા રોપાયા હતાં... મંગળ ફેરા ફરાતા હતાં ને સાજન માજન સંગે લગ્ન ગીતો ગાતાં હતાં...ત્યાં તો વિદાયની વસમી વેળા પણ આવી ગઇ..માતા-પિતા, ભાઇ, બહેન, સખીઓનો સંગાથ છોડી આંખોમાં સ્વપ્નાઓ લઇ પારકાઓને પોતાના બનાવવા સાસરે ચાલી...એક કોડ ભરી યુવતી જ્યારે મા-બાપની છત્રછાયામાં થી વિખુટી પડીને તદન નવા વાતાવરણમાં જઇ ને શ્વસુરપક્ષનાં દરેક સભ્યોને પોતાના બનાવવાની સારી ભાવાના રાખીને પહેલું પગલુ ભરે છે, ત્યારે એને ખબર નથી હોતી કે તેનું ભાવિ કેવું હશે..? ...


શરૂઆતમાં તો બધુ ઠીકઠાક ચાલ્યું..પણ ઘરમાં માતા(સાસુ)નું એક્ચક્રી શાસન હતું.... અને કમનસીબે તપન પણ માતાની વાતોમાં આવી જતો.. ધીરે ધીરે ગૃહક્લેશને કારણે તૃપ્તિને ઘણું સહન કરવું પડ્યું... સમય વિતતા તૃપ્તિનાં માતૃત્વનાં ખુશીભર્યાં સમાચાર પણ તેની કમનસીબીનાં ચક્રને ફેરવી ના શક્યાં..!!...સમયનાં વહેણ વહેવા લાગ્યાં...સાથે સાથે તૃપ્તિ પર માનસિક અને શારીરિક ત્રાસ પણ વધતો ચાલ્યો.. આવી હાલતમાં જ વિકલાંગ પુત્ર નો જન્મ થયો...! ...પરંતુ ખૂબ જ સારવાર કરવા છતાં બાળકનો માનસિક અને શારીરિક વિકાસ ના થયો...આમ જ દહાડાઓ વિતવા લાગ્યાં .. તૃપ્તિ અને તપને ખૂબ જ મહેનત કરી પણ બધાજ ડોક્ટરોએ દવાની બદલે દુવા કરવાનું કહ્યું ત્યારે બન્ને પર જાણે કે પહાડ તુટી પડ્યો...! ...


આ બધી જ વાત રાગીણી જાણતી હતી એટલે જ મમ્મીએ જ્યારે કહ્યું કે તૃપ્તિ હવેલીમાં મળી હતી, ત્યારે એને આશ્ચર્ય થયું હતું કે તૃપ્તિ...! અને સવારના પહોરમાં હવેલીમાં..???.... કેમકે તે શુભને ક્યારેય અળગો ના કરતી.


સાંજ પડી અને શ્વેતા પણ આવી પહોંચી ..બન્ને બહેનો તૃપ્તિનાં ઘરે ગઇ ..તૃપ્તિ તો બન્નેને જોઇ ને એક્દમ આનંદમાં આવી ગઇ... આમ પણ રાગીણી એના માટે સખી શ્વેતાની દીદી નહીં પણ, પોતાની મોટીબહેન સમાન હતી. ત્રણે એ નાનપણની બધી વાતો યાદ કરી ...સ્કુલ લાઇફમાં કેવા તોફાન મસ્તી કર્યાં હતાં એ બધીજ બાળપણની વાતો કરતાં કરતાં વર્તમાનમાં આવી પહોંચ્યાં અને શુભને જોઇ ને રાગીણીથી રડી પડાયું...તૃપ્તિ બોલી, કેમ શું થયું દીદી..??...પણ રાગીણી બોલી શકી નહીં અને શુભ તરફ જોયું...


એટલે શ્વેતા સમજી ગઇ અને કહ્યું કે, રડો નહીં દીદી ... તૃપ્તિ તો હવે ખૂબ જ હિંમતવાન થઇ ગઇ છે...અને તપનનાં સ્વભાવમાં પણ પરિવર્તન આવ્યું છે .... ખરુને તૃપ્તિ..?... "


"હાં દીદી...એક વખત હું શ્રીમદ ભાગવત સપ્તાહમાં ગયેલી અને મહારાજશ્રીનાં વચનામૃતનું શ્રવણ કરતાં જ, અંતરમાં રહેલાં ધાર્મિક સંસ્કારો ઝંકૃત થઇ ઉઠયાં અને સંજોગો સાથે સમાધાન કરતાં શીખી. અને હા દીદી, તમારાં બધા જ કરતાં હું નસીબદાર છું કારણકે, તમારાં બાળકો ને તો તમે ફક્ત અમુક સમય સુધીજ ગોદમાં લઇને રમાડી શકો છો, જ્યારે હું તો શુભ ને આઠ વર્ષથી મારી ગોદમાં રાખીને વાત્સલ્ય વરસાવુ છું..... જાણે કે શ્રી ઠાકોરજી, શુભ રૂપે અમારે આંગણે અવતર્યાં અને જેની અમે પ્રત્યક્ષ સેવા કરીએ છીએ...હવે તો શુભ જ અમારો લાલો છે અને એની સેવા એ જ શ્રીઠાકોરજીની સેવા છે..!...મમતા ભરી દ્રષ્ટિએ શુભ તરફ જોતા તૃપ્તિએ કહ્યું...


તૃપ્તિની વાતો એ રાગીણીને વિચારતી કરી મુકી....મનોમન એ, માતૃત્વનું ઝરણુ વહાવતી મમતાની મુર્તિ ને વંદી રહી..!!..સાથે સાથે જ આપણી ભારતીય સંસ્કૃતિનાં રીત – રિવાજોનાં આવા નરસા પાસાને કોસતી રહી કે, આવી કેટ - કેટલી તૃપ્તિઓ આવા દુર્વ્યવહારનો ભોગ બનતી હશે..!!..જ્યાં નારીને નારાયણી મનાય છે, ત્યાં નારીનું આ રીતે પણ શોષણ થાય છે....!.. જ્યારે આ કારણે જ શુભની હાલત આવી છે ...પરંતુ આમાં શુભનો શું વાંક...?? ..માનવ હક્કનું મુલ્ય અને "વહુ" નામનાં સભ્યની વેદના - સંવેદનાને ક્યારે સમજશે આ ભારતીય સમાજ ..? શું વહુ બનીને આવેલી નારીને, પોતાનું જીવન, બસ શ્વસુરપક્ષને સમર્પિત કરી દેવા માટે જ મળ્યું છે ?? ફરજ નિભાવવાના ઓઠા હેઠળ કેટલીયે "વહુ" રિબાતી હશે...! પછી તેની સાથે પરીણામ ભોગવવા પડે છે શુભ જેવા નિ:ર્દોષ બાળકોએ, કે જેઓનું કોઇ નિશ્ચિત ભવિષ્ય નથી...! કાશ ! હવે તો , સભ્યતાનો આંચળો પહેરેલ ભારતીય સમાજ નાં એ દરેક શ્વસુરપક્ષની આંખો ખુલે, જેઓ હજીયે વહુ ને આવી રીતે ત્રાસ આપે છે, તેને ફક્ત 'વહુ' તરીકે જ જુવે છે .. ઘરના સભ્ય તરીકે નહિ ...! કહેવાતા આધુનિક અને સુધરેલા, આ સમાજ માં અત્યારે પણ આવું બની રહ્યું છે એ ખૂબ શરમજનક છે આપણી સંસ્કૃતિ માટે ..!! -

.

સહલેખન

ચેતના (ઘીયા) શાહ.

શિતલ (ઘીયા) માલવિયા

Posted by Ashok at 9:51 AM 0 comments  

નવી વર્ષા

Thursday, July 2, 2009

મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે.
ઘનઘોર ઝરે ચહું ઑર, મારું મન મોર બની થનગાટ કરે

બહુરંગ ઉમંગનાં પીંછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલસાદ કરે.
મન મોર બની થનગાટ કરે

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે.
નવે ધાન ભરી સારી સીમ ઝૂલે
નદીયું નવજોબન ભાન ભૂલે,,
નવ દીન કપોતની પાંખ ખૂલે.
મધરા મધરા મલકાઇને મેડક મેહસું નેહસું બાત કરે.
ગગને ગગને ગુમરાઇને પગલ મેઘઘટા ગરજાટ ભરે
નવ મેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે.
વન-છાંય તણે હરિયાળી પરે
મારો આતમ લહેર-બિછાત કરે
સચરાચર શ્યામલ ભાત ધરે.
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે,
ઓ રે! મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન-ઘેન ભરે.
ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહોલ અટારી પરે
ઊંચી મેઘ-મહોલ અટારી પરે!
અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઊભેલ અરે!
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,
ઓલી કોણ પયોધર સંઘરતી વીખરેલ લટે ખડી મે’લ પરે!

નદી-તીર કેરાં કૂણા ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે,
પટકૂળ નવે પાણી-ઘાટ પરે!
એની સૂનમાં મીટ સમાઇ રહી,
એની ગાગર નીર તણાઇ રહી,
એને ઘેર જવા દરકાર નહીં.
મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે!
પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે!
ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે!
ચકચૂર બની ફૂલ-ડાળ પરે!
વીખરેલ અંબોડાના વાળ ઝૂલે,
દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે,
શિર ઉપર ફૂલ-ઝકોળ ઝરે.
એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઊડી ફરકાટ કરે,
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે!
મોર બની થનગાટ કરે
આજે મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે.
તમરાંને સ્વરે કાળી રાત ધ્રૂજે,
નવ બાદલને ઉર આગ બૂઝે,
નદીપૂર જાણે વનરાજ ગ્રુંજે.

હડૂડાટ કરી, સારી સીમ ભરી, સરિતા અડી ગામની દેવડીએ,
ઘનઘોર ઝરે ચહું ઑર, મારું મન મોર બની થનગાટ કરે.
મન મોર બની થનગાટ કરે.


રવીન્દ્રનાથના ‘નવવર્ષા’ પરથી
ઝવેરચંદ મેઘાણી

Posted by Ashok at 3:04 PM 0 comments  

મુક્તક

Monday, June 22, 2009


ધરી છે જ્યારથી કરમાં કલમ જીવી ગયો છું હું,
હતો રજકણ છતાંયે સૂર્યસમ જીવી ગયો છું હું.
થયા છે એકભવમાં પણ અનુભવ એટલા મિત્રો!
કે એક જ જન્મમાં સો સો જનમ જીવી ગયો છું હું.
...મુસાફિર પાલનપુરી


કવિ છું ભોગવું છું આગવી રીતે હું જીવનને,
મધૂરપ જ્યાં ચાહું ત્યાં એકધારી મેળવી લઉં છું
મળે છે એક પળ જો કોઇની મોહક નજર મુજથી
તો હું એમાંથી વર્ષોની ખુમારી મેળવી લઉં છું.
....મુસાફિર પાલનપુરી

છે મુજ સ્વમાની જીવની એક જ અરજ ખુદા!
ગૌરવ હણાય એ ઘડી દેખાડજે નહીં.
પાડે ગરજ તો કોઇ સમંદરની પાડજે,
બિંદુની પ્યાસ આપીને રંજાડજે નહીં.
....મુસાફિર પાલનપુરી


ખૂબ ઉન્નત છે એનું પદ સમજો
વદ નથી કિન્તુ! છે શરદ સમજો.
દાદ દુર્લભ તો છે મુસાફિર ની,
પણ મળી જાય તો સનદ સમજો.
...મુસાફિર પાલનપુરી

Posted by Ashok at 9:44 AM 0 comments  

મુક્તક

Tuesday, June 16, 2009

કોઇક હમાલ જેવું જીવે છે,
કોઇક ધમાલ જેવુ જીવે છે,
જેટલા માનવ એટલા જીવન,
કોઇક કમાલ જેવું જીવે છે.

ડૉ. અમૃતલાલ કાંજિયા

Posted by Ashok at 1:27 PM 0 comments  

મુક્તક

કદીક લીલુંછમ હોય છે,
કદીક ખાલીખમ હોય છે;
પલટાતું રહે છે પલપલ,
હૈયું કેટલું માસૂમ હોય છે!
......ડૉ. અમૃતલાલ કાંજિયા

Posted by Ashok at 1:21 PM 0 comments  

તને કોણ પૂછશે?

Monday, May 18, 2009

તારા નવા વિચાર તને કોણ પૂછશે?
જાતે જ કર પ્રચાર- તને કોણ પૂછશે?

ખોલી દે તું વખાર! -તને કોણ પૂછશે?
લાવી બધું ઉધાર - તને કોણ પૂછશે?

તારે અલ્યા, 'ઉલાળ' અગર તો ધરાર શી?
કરતો રહે શિકાર! તને કોણ પૂછશે?

ઇચ્છા જ તારી હોય તો 'એટમનો બાપ' ફોડ!
જાતે જ થા ખુવાર! તને કોણ પૂછશે?

લેવાની વાત હોય તો 'ચિઠ્ઠી' ની વાત કર,
લેવામાં તો 'તુમાર' - તને કોણ પૂછશે?

ધારાસભા શું, સભ્ય પણ ખિસ્સામાં છે બધા,
ભથ્થાં ને બિલ પસાર! - તને કોણ પૂછશે?

તું શેરવાની છોડ ને બુશકોટ પહેર, બસ!
પરણ્યો છતાં કુમાર! - તને કોણ પૂછશે?

જન્માષ્ટમીનું પર્વ છે, ઇશ્વરનો જન્મ છે,
રમતો રહે જુગાર! - તને કોણ પૂછશે?

'બેકાર'. જિંદગી તો ગઇ વાતવાતમાં,
સમજ્યો નહીં તું સાર - તને કોણ પૂછશે?
ઇબ્રાહિમ દાદાભાઈ 'બેકાર'

Posted by Ashok at 5:58 PM 2 comments  

ગણગણશો નહીં

તાર મુજ હૈયાના ઝણઝણશો નહીં,
છાનાંછાનાં દિલમાં છણછણશો નહીં.

કોઈ આ ઉપદેશ અવગણશો નહીં,
અન્યનાં ડૂંડાં કદી લણશો નહીં.

જો કહેવું હોય તો મોઢે કહો,
પીઠ પાછળ કોઈ ગણગણશો નહીં.

શત્રુતામાં ઠોકજો મુક્કો ભલે,
મિત્રતાની ચૂંટઓ ખણશો નહીં.

દેશસેવાની કવિતા શીખજો,
સ્વાર્થના પાઠો કદી ભણશો નહીં.

નહીં તો કંતાઈ જશો હાથે કરી,
તાણાવાણા પ્રેમના વણશો નહીં.

અંકગણિત વ્યવહારનું શીખજો તમે,
'લાભનાં લેખાં' કદિ ગણશો નહીં.

મૂકજો પગ ભોમ નક્કર જોઈને,
રેતના કિલ્લા કદી ચણશો નહીં,

જૂઠ ને પાખંડના પાયા ઉપર,
કીર્તિ કેરાં કોટડાં ચણશો નહીં,

દેશ કેરા ભાગલા થાયે વધુ,
પ્રશ્ન એવા કોઇ પણ છણશો નહીં.
ઇબ્રાહિમ દાદાભાઈ 'બેકાર'

Posted by Ashok at 5:55 PM 0 comments  

બોચાસણ આશ્રમમાં

નિત્ય ઊઠીને ભલા ઝાડુ પકડવાનું રહ્યું,
શિસ્ત ખાતર શિસ્તમાં અહીંયાં વિચરવાનું રહ્યું,

સ્વપ્નમાં પણ કામ, ને બસ કામ કરવાનું રહ્યું,
કામથી જે ભાગતા, તેણે તો કરવાનું રહ્યું,

કંઈકને પળવારમાં પાણી ભરાવે છે છતાં
હાથથી તારે અહીં તો પાણી ભરવાનુ રહ્યું!

વીસમે વરસે તપેલાં તે અહીં અજવાળિયાં,
ઊંઘમાં પણ તુજને અહીંયાં ન ડરવાનુ રહ્યું,

કૈક વરસોથી જે ટેબલ પર ચઢાવી ટાંટિયા,
વામક્ષ કરતો તેનો દંડ ભરવાનું રહ્યું,

કાવ્યમાં તો શબ્દ બાંઘે છે છતાં,
પૂણીથી અહીં તાર કરવાનું રહ્યું,

રેંટિયાની ગનથી બેકાર, બોચાસણ તણું,
અવનવું મેદાન સર તારે તો કરવાનું રહ્યું,

ગોળ સાથે ખોળ તેં ખાઘો અહીં આવી ભલા,
છે ફક્ત બાકી હવે તો ઘાસ ચરવાનું રહ્યું,


તેં કલમ ત્યાંગી અહીં ગ્રહ્યા છે વેલણ-પાટલી,
આવતાં વારો અહીં ચૂલામાં પડવાનું રહ્યું,

ગામ ને ઘરની સફાઈ તેં અહીં આવીં કરી,
પણ હજી દિલની સફાઈ તારે કરવાનું રહ્યું,

વાસીદું વાળીને તારા દંભને અળગો કર્યા,
તોય કંઈ બાકી હજી કીર્તિને વરવાનુ રહ્યું,

ભવતણા સાગર મહીં કોનો સહારો, ક્યા સુઘી?
તુંબડે નિજના અહીં સર્વેને તરવાનું રહ્યું,

શબ્દ 'સેવા' મિષ્ટ પણ, બેકાર એવું જાણજે,
કે અહીં સેવામાં પરસેવે નીતરવાનું રહ્યું.
ઇબ્રાહિમ દાદાભાઈ 'બેકાર'

Posted by Ashok at 5:49 PM 0 comments  

પાલવ મળે

Thursday, May 14, 2009

હું નથી કહેતો કે સાકી, રસસભર આસવ મળે,
મારે મન અમૂત છે, તર હાથથી જો દવ મળે.

ભીની ભીની સાંજનો મંજુર પગરવ મળે,
એ જ તાપી, એ જ લીલા સહ પ્રણય ઉત્સવ મળે.

ઓઢણીના સૌ સિતારા રાત ને ઉજ્જવળ કરે,
ને દુઆગો હાથને તુજ મહેકનો પાલવ મળે,

વીજળી પણ જાય થભી, સાભળી આકાસમાં,
મારા માળાને જો મારા પંખીનો કલરવ મળે.

રાતદિન શોઘું છું આ ખુશ્બો ભરેલા શહેરમાં,
એ પીરોજી રંગનો, ખોવયેલો પાલવ મળે.

અ જ ર્દષ્ટિએ થતું લીલા ને 'આસિમ'નુ મીલન,
રાઘાને માઘવ અને સીતાજીને રાઘવ મળે!
'આસિમ' રાંદેરી

Posted by Ashok at 6:50 PM 0 comments  

રસ્તો

હું દિશા ભૂલ્યો છતાં પડખે રહ્યો છે રસ્તો,
તારા ઘરનો બહુ મુશ્કિલથી મલ્યો છે રસ્તો.

કંટકો મારા પગે, પુષ્પછે એના કરમાં,
કેવી સીમાએ મને મૂકી ગયો છે રસ્તો!

શહેરના સર્વ વળાંકએ બતાવી એ દિશા,
એના ઘરનો મને ત્યારે મળ્યો છે રસ્તો!

કોણ એ પુષ્પનો શણગાર સજી અહીંથી ગયું?
કેમ આ ચારે તરફ મહેકી રહ્યા છે રસ્તો!

કોની એ યાદના દીવાઓ પ્રગટ્યા નયને?
આ તિમિર-રતે કાં ઝગમગતો છયો છે રસ્તો!

કેમ આંખોથી ના ચૂમીને કરુ એને નમન?
એ જ તો એના ઘરે દોરી ગયો છે રસ્તો!

આવો, ખંચકાઓ નહીં, ઠેસ કદી નહિ લાગે,
મારા ઘરનો તો બહુ સ્વસ્છ રહ્યો છે રસ્તો!

એની શેરીમાં છતાં પૂર્ણ સફર થૈ ન શકી,
ચાલનારાને તો આકાશે મળ્યો છે રસ્તો!

મૌન એને, મને એકાંત ગમે છે આજે,
બેઉનો આમ મહોબ્બતમાં જુદો છે રસ્તો!

આજ તો 'લીલાં!' હવે ચાલતાં સામે જઈએ,
જોને ત્યાં તાપીમાં રેતીનો થયો છે રસ્તો!

સત્ય છે શાયરી- દુનિયામાં તમારી 'આસિમ'
છે જુદી ચાલ બઘાથી ને જુદો છે રસ્તો.
'આસિમ' રાંદેરી

Posted by Ashok at 6:48 PM 0 comments  

મને યાદ તો કર્યો!

અણકશ્ય દાસ્તાને મને યાદ તો કર્યો,
વિઘિએ પાને પાને મને યાદ તો કર્યો.

મૃત્યુ તણા બહાને મને યાદ તો કર્યો,
ઇશ્ચરે છાને છાને મને યાદ તો કર્યો.

આવ્યા સ્વજન કબર પરે ફૂલહાર લઈને,
એ ખકના બિછાને, મને યાદ તો કર્યો.

એમાં ભલે કટાક્ષ કે નિંદાભરી હો વાત,
પણ એમની જબાને મને યાદ તો કર્યો.

ઘાયલ જો દીલ થયું તો થયું, એનો શો વિવાદ?
વેઘક તીરે, કમાને, મને યાદ તો કર્યો.

તીરછી નજર હો એની કે તાણેલ હો ભવાં
એ તીર ને કમાને, મને યાદ તો કર્યો!

અર્પી વિરહની રાત, સિતરની રોશની,
ઘેરબેઠાં આસમાને મને યાદ તો કર્યો!

ક્ષણ વાર મારા પ્રેમનો એને થયો વીચાર,
ક્ષણ વાર એકઘ્યાને, મને યાદ તો કર્યો!

સુરતમાં આજ લીલાએ નિજ વર્ષગાંઠ પર,
સખીઓને, સદાંને, મને યાદ તો કર્યો.

'આસિમ' ભલે ન બીજે, પણ આ કાવ્યક્ષેત્રમાં,
દુનીયાએ મારા સ્થાને, મને યાદ તો કર્યો!

'આસિમ' રાંદેરી

Posted by Ashok at 6:43 PM 0 comments  

કોણ છે ?

હળવે હળવે વાય છે એ કોણ છે?
ઘીમે ઘીમે ગાય છે એ કોણ છે?

વીજ સમ વળ ખાય છે એ કોણ છે?
દૂર થી વરતાય છે છે એ કોણ છે?

વેલ થઇ વીંટાય છે એ કોણ છે?
ઓછાં ઓછાં થાય છે એ કોણ છે?

હરખી હરખી જાય છે એ કોણ છે?
પકડી પકડી પાય છે એ કોણ છે?

કોણ આ ઘેરી રહ્યું છે ઘેન થઈ?
આંખમાં ઘેરાય છે એ કોણ છે?

હાથ લંબાવ્યા વિનાયે હાથમાં,
હાર થઈ રોપાય છે એ કોણ છે?

માર્ગ વચ્ચે તો નથી ક્યાંય કમાડ,
પગ મહીં ભીડાય છે એ કોણ છે?

જેમને જોતા જ 'ઘાયલ' જીવમાં
જીવ આવી જાય છે એ કોણ છે?
ઘાયલ

Posted by Ashok at 12:29 PM 0 comments  

મને ગમે છે

કાજળભર્યા નયનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપુ, કારણ મને ગમે છે.

લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે,
ભવે છે ભાર મનને, ભારણા મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાઘારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તોપણ મને ગમે છે.

હસવું સદાય હસવું દુઃખમાં અચૂક હસવૂં,
દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે.

આવી ગયાં છો આંસુ,લૂછો નહીં ભલા થઈ,
આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે.

દુઃખ શું, હવે હું પછી દુનીયાય પણ નહીં દઉં.
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગી! વળગણ મને ગમે છે.

ભેટ્યો છું મોતને પણ કંઈ વાર જિંદગીમાં,
આ ખોળિયાની જેમ જ ખાંપણા મને ગમે છે.

'ઘાયલ' મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઈને ભર્યાં છે એ રણ મને ગમે છે.

ઘાયલ

Posted by Ashok at 12:26 PM 0 comments  

કરી લીઘી

અમે ઘારી નહોતી એવી અણઘારી કરી લીઘી,
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીઘી.


કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીઘી,
જવાનીમાં મરણની પૂર્વ તૈયારી કરી લીઘી.


અમે મગરૂર મનને મારી લાચારી કરી લીઘી,
કરી લીઘી જીવન, તારી તરફદારી કરી લીઘી.


ઘડીઆ જુદાઇની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવારબ્ર્ઘારી કરી લીઘી.


મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીઘી.


ભલે એ ના થયા મારાં,ભલા આ સ્નેહ શું કમ છે?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીઘી.


કસુંબલ આંખડીનાં આ કશબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીઘી.


મજાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરી ને રાત અંઘારી કરી લીઘી.


હવે મિત્રો ભલે ગુસ્સો ગજલ પર ઠાલવે 'ઘાયલ'
અમારે વાત બે કરવી હતી પ્યારી કરી લીઘી.

ઘાયલ

Posted by Ashok at 12:22 PM 0 comments  

કરી લીઘી

અમે ઘારી નહોતી એવી અણઘારી કરી લીઘી,
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીઘી.

કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીઘી,
જવાનીમાં મરણની પૂર્વ તૈયારી કરી લીઘી.

અમે મગરૂર મનને મારી લાચારી કરી લીઘી,
કરી લીઘી જીવન, તારી તરફદારી કરી લીઘી.

ઘડીઆ જુદાઇની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવારબ્ર્ઘારી કરી લીઘી.

મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીઘી.

ભલે એ ના થયા મારાં,ભલા આ સ્નેહ શું કમ છે?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીઘી.

કસુંબલ આંખડીનાં આ કશબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીઘી.

મજાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરી ને રાત અંઘારી કરી લીઘી.

હવે મિત્રો ભલે ગુસ્સો ગજલ પર ઠાલવે 'ઘાયલ'
અમારે વાત બે કરવી હતી પ્યારી કરી લીઘી.
ઘાયલ

Posted by Ashok at 12:22 PM 0 comments  

સુખની શોધમાં

Friday, April 24, 2009

સુખને શોધવું પડે
શોધવા જવું પડે
એથી વધું મોટું દુઃખ શું?

શિશુના સ્મિતમાં, રમતા અતીતમાં
નયન મંદિરમાં, યૌવન રંગીનમાં
સુખ નથી શું?

ધરતીના ગીતમાં, આકાશ અસીમમાં
પ્રેમની રીતમાં ને પ્રિયની સમીપમાં
સુખ નથી શું?

સ્પંદિત અનિલમાં, નિર્મલ સલિલમાં
કુટુંબ - પરિઘમાં, બ્રહ્માંડ અખિલમાં
સુખ નથી શું?

માટીની સુગંધમાં, વાદળ અનંગમાં
વિજળી મૃદંગમાં, વર્ષા તરંગમાં
સુખ નથી શું?

માતાના અંકમાં, દોસ્તોના સંગમાં
વડીલના ચરણમાં, ઇશ્વર શરણમાં
સુખ નથી શું?

રંકની દુઆમાં, રબની દયામાં
પરના ભલામાં ને હરેક કલામાં
સુખ નથી શું?

અહીં તો સર્વત્ર સુખ જ સુખ છે
કેમ કે
સૃષ્ટિનો સર્જનહાર
ઇશ્વર ખુદ આનંદ સ્વરૂપ છે
હજીયે તમને લાગે છે કે
સુખને શોધવું પડે
કે શોધવા જવું પડે?

----------------વિશાખા જ.વેદ

Posted by Ashok at 7:01 PM 1 comments  

નાનું કોઇ જ નથી

Thursday, March 19, 2009

નાનકડા બીજમાંથી મેં વૃક્ષને પ્રગટતું જોયું .
અત્તરના એકજ ટીપામાં,
મેં ઓરડાને સુવાસિત બની જતો જોયો.
વિષના એકજ ટીપામાં, કોકનું જીવન સમાપ્ત થઈ જતું મેં જોયું
એક જ કટું વેણમાં વરસોના મીઠા સંબંધો પર પૂર્ણવિરામ
મુંકાઈ જતું મેં જોયું.
પ્રીતના એકજ પોસ્ટકાર્ડ માં પ્રભું ને મેં મારા મનમંદિરમા પધારતા નિહાળ્યા,
આશાના એક જ તાંતણે દુખોની વણઝારને,
જીરવી જતા માણસને મેં જોયો.
મને બરાબર ખ્યાલ આવી ગયો છે કે
આ જગતમાં નાનું કાંઈ છે જ નહી.

Posted by Ashok at 7:00 PM 0 comments  

ઓપરેશન કરાવવું છે

ગાંઠ શેરડીમાં, ત્યા રસ ન મળ્યા
ગાંઠ દોરામાં, એ સૉયમાં પરોવાઈ ન શકાયો.
ગાંઠ ગળામાં, એ તંદુરસ્ત ન રહી શક્યો.
ગાંઠ રુમાલ માં, એ કાંઈ ઝીલી ના શક્યો.
મારા મનને મેં તપાસ્યું છે.
ત્યાં મને વ્યક્તીઓ પ્રત્યે બંધાઈ ગયેલ દુશ્મનાવટની પુષ્કળ ગાંઠો દેખાઈ છે.
તાત્કાલિક મારે આ તમામ ગાંઠોનું ઓપેરશન કરાવી લેવું છે.
કારણ કે આ ગાંઠોએ જ મારા જીવનને
રસહીન ધર્મહીન અને ઉત્સાહહીન કરી નાખ્યું છે.
ઓપેરશન કરી શકનાર ડોકટરનું સરનામું જોઈયે છે.

Posted by Ashok at 6:55 PM 0 comments  

અજબ વાતાવરણ,

Sunday, March 8, 2009

જત જણાવવાનું તને કે અજબ વાતાવરણ,
એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ.

રિક્ત કાગળ પર હજી હમણાં ફેલાયું'તું રણ,
એક પળ ને આ ખળકતું, નાચતું, ગાતું ઝરણું!

ખાસ અઘરું તો નથી કૈં આ વિરહનું વ્યાકરણ,
ચન્દ્રવદને આછું અમથું ચાંદનીનું આવરણ!

લેખિની પણ વચ્ચે કેવું રમ્ય અટકી જાય આ,
દૂર વીણા વાજતી સ્વર સાંભળે જાણે હરણ!

પત્ર પહેલાં હું જ પહોંચી જાઉં એવું કાં થતું?
શબ્દ પહેલાં શ્વાસ પહેરી લે છે જોને આભરણ!

રાજેન્દ્ર શુકલ

Posted by Ashok at 11:21 PM 1 comments  

કામ કરે તે કામણ પાથરે...માણસ ની જિંદગી માં કોઈ પળ એવી આવે છે જયારે તે હિંમત હારી જાય છે. અને તેને આશ્ચર્ય એ વાત નું થાય છે કે જે રસ્તો તે હિંમત હારીને છોડી દે છે એજ રસ્તે આગળ વધીને બીજા સફળ થાય છે, માણસ હિંમત હારવાનું કારણ તેની નજરની એક મર્યાદા છે. વધુ માં વધુ એ ક્ષિતિજ સુધી જોઈ શકે છે એટલા વિસ્તારમાં જો એને કશુંજ ના દેખાય તો એ નિરાશ થઈ જાય છે, પણ જો એ થોડું વધુ ચાલે અને ક્ષિતિજની પેલે પાર એને કંઈક એવુ દેખાય છે જેનાથી તેના મનમાં આશા જાગે છે. માટે માણસે ગમે તેવા વિપરીત સંજોગોમાં ચાલ્યા જ કરવું જોઈએ.હુ જાણુ છુ કહેવામાં સહેલી લાગતી આ વાત કરવામાં ઘણીજ મુશ્કેલ. પોતાની જિંદગીની બાબતમાં માણસ સતત ગણત્રીઓ કર્યા જ કરે છે. આવતી કાલની આવનારા દિવસોની આવતા સમયની ગણત્રી માંડીને એ પોતાની જિંદગી ગોઠવે છે, પરંતુ જિંદગી નો પાર કોઈ ગણત્રીથી પામી શકાતો નથી, એમાં ઘણીવાર ગણત્રી પૂર્વકનુ કશુ જ બનતું નથી. માણસ ની બધી જ ગણત્રીઓ ખોટી પડે છે, જિંદગી ને સમય ના માપ દંડ માં બાંધી શકાતી નથી. જિંદગીના ખજાનાઓ અચાનક ખુલવા માંડે છે અને ગણત્રીવગરની અણધારી મુશ્કેલીઓ આવી પડે છે.દરેક વ્યકિત સફળતા ઝંખે છે , એટલુ જ સત્ય એ છે કે દરેક વ્યકિત એ સફળતા પહેલા જીવન ના કોઈ ને કોઈ ક્ષેત્ર માં સંઘર્ષ નો સામનો કરવો પડે છે, કોઈ સફળ વ્યકિત એવી નહી હોય જેને સફળતા પહેલા નિષ્ફળતા નો સામનો કરવો પડ્યો ના હોય. નિષ્ફળતા લગભગ વ્યકિત ને જીવન માં ક્યારેક ને ક્યારેક મળે છે , પરન્તુ પોતાની એ નિષ્ફળતા થી હતાશ થયા વિના જે લોકો ફરી ઉભા થઈ આગળ ચાલે છે એજ લોકો સફળતા ના શિખરે પહોંચે છે.પરંતુ એક વાત હું ચોક્કસ કહિશ કે સમય હંમેશા પલટાતો રહે છે માટે માણસે સારા સમય માં ફુલાયા વિના અને મુશ્કેલી માં ગભરાયા વિના હિંમતથી જીવવું જોઈયે.જે આત્મવિશ્વાસ અને સાહસ થી કહી શકે છે હું સફલળતા નીં પ્રતીક્ષા કરીશ તેનુ નસીબ તેની તરફ અત્યંત ઝડપ થી દોડી આવે છે, અને તેની પ્રત્યેક ઈચ્છાઓ પૂર્ણ કરી તેને ઐશ્વર્યસંપન્ન બનાવે છે.


સાહસ અને સફળતા નીં વાત આવે છે ત્યારે કોલંબસ ની યાદ અચૂક આવે છે. કોલંબસ ને પ્રુથ્વી ના નકશા માંથી ભારત શોધવા ની ઈચ્છા જાગી. અને તે પોર્ટુગલ ના કિનારે થી વહાણો હંકારી ને નિશ્ચિત દિશા વગર ભારત શોધવા નિકળયો પરન્તુ મહાસાગર કેટલો વિશાળ છે તેનીં તેને કલ્પના તેને નહોતી દિવસો ના દિવસો સફર કરી તેના ખલાસીઓ થાકવા લાગ્યા, અનાજ ના જથ્થા પૂરા થવા આવ્યા પણ કિનારો દૂર સુધી ક્યાંય દેખાતો નહોતો, અત્યંત થાક ના લીધે તેના બળવાખોર ખલાસીઓ એ તેને વહાણ પાછાં વાળો નહિતો મારી નાખવાની ધમકી આપી છતાં કોલંબસે હિંમત હાર્યા વગર વહાણ હંકારે રાખ્યા, થોડા દિવસો માં જમીન દેખાશે તેવી આશા ખલાસીઓ ને આપતો રહ્યો અને છેવટે થોડ દિવસો માં જમીન દેખાઈ સાથીદારો હર્ષ થી નાચી ઉઠ્યા, બધોજ વિશાદ ભુલાઈ ગયો અને ત્યાર બાદ એજ જમીન પર જે શહેર વસ્યુ તે આજનું અમેરીકા છે.મુસીબતો જ્યારે પણ આવે છે ત્યારે વાદળાઓ જેમ અચાનક એક સામટી ઘટાટોપ ઘેરાઈ જાય છે. પરંતુ વીંખાઈ જાય ત્યારે નાની વાદળી પણ જોવા મળતી નથી. મહેનત અને હિંમત એવી વસ્તુ છે જેના સાથ વિના કોઇ કામ સફળ થઈ શકતું નથી. એટલું જ નહી સામાન્ય જીવન વ્યવહારમાં પણ ડગલે ને પગલે તેની જરૂર પડે છે.આપણે મોટા ભાગ ના માણસો કામનું કદ જોઈને અને પ્રશ્નોની જટીલતા જોઈને ગભરાઈ જતા હોઈયે છીયે પરંતુ સામે દેખાતુ કામ આજે જ પૂરૂ કરી નાખવાનુ નથી. આજે ફક્ત તેની શરૂઆત કરવાની છે પુરૂ તો તેના સમયે કામ કરતા રહેશો એટલે ચોક્કસ થઈ જશે.આપણે આવા સંજોગો માં હિંમત હારી જઈએ, મુંઝાઈ જઈઍ, કોઈ રસ્તો સુઝે નહી ત્યારે મારી આ વાત યાદ રાખજો. ગમે તેવું મોટુ કામ પણ થોડુ થોડૂ કરીને આસાની થી પુરૂ થઈ જશે. ગમે તેવા વિકટ પ્રશ્નો ધીરજપૂર્વક ઉકેલવાથી ધીમે ધીમે સરળ બની જાય છે. પરંતુ હિંમત હારવાથી કશુ જ વળતું નથી.કાર્ય સિધ્ધિ માટે તન અને મનનું સહિયારા પણુ મહતમ ભાગ ભજવે છે, કળ અને બળના સમન્વયથી કામ ઝડપી બને છે, સાથો સાથ કામ ની ગુણવતા પણ વધે છે. કામમાં ઓતપ્રોત થવાથી ગતીશીલતા વધે છે, શ્રમ કર્યા વગર પસીનો પાડ્યા વગર કામ નુ શ્રેય મળતું નથી. વ્યકિત એ જરૂરીયાત અનુસાર શ્રમ તો કરવોજ પડે છે અને કરવોજ જોઇયે પેટમાં પડેલ ખોરાક પણ શ્રમ કર્યા વગર પચતો નથી માટે શ્રમીકજનનું ગૌરવ ઉંચુ અંકાય છે.સફળતા એટલે સ્વપ્ન સિધ્ધિ, સફળતા એટલે સમય ને શકિત ના સંયોજન નું શ્રેષ્ઠ પરિણામ, સફળતા એટલે પુરુષાર્થ અને પ્રારબ્ધ નું અદ્રભુત મીલન. સફળતા અને તર્ક્બધ્ધ આયોજન ઉચ્ચ કોટી ની વ્યવસ્થા નું ઉતમ ઉદાહરણ છે.કઠોર પરિશ્રમ અને મજબુત મનોબળનો કોઈ વિકલ્પ નથી. મહેનત કર્યા વગર કોઇનો પણ આરો નથી "જેમ આપ મુઆ વગર સ્વર્ગે ન જવાય" તેમ મહેનત અને હિંમત વગર મંઝીલે ન પહોચી શકાય, શ્રમને કર્મ સાથે સીધો સંબંધ છે. કોઇ પણ કામ માટે પસીનો તો પાડવો જ પડે છે. મહેનત ઍ એવી સોનેરી ચાવી છે. જે ભાગ્ય ના ધ્વાર ઉઘાડી નાખે છે. કર્મ અને ધર્મ બન્ને એક બીજાના પૂરક છે. કેવળ માળા જપવાથી કંઈ મળી જતુ નથી.
જે વ્યકિત માં નિષ્ઠા અને નૈતિકતા હોય, મન વિશ્વાસ થી ભર્યુ હોય અને જેના રોમ રોમમાં શ્રધા હોય તેના દરેક કાર્ય અચુક સિધ્ધ થાય છે. એક વાત ખાસ નોંધ કરજો જે માણસ અથાગ પરિશ્રમ અને મુશ્કેલી નો સામનો કરી સફળ થયા હશે તેનામાં માનવતાની જ્યોત સદાયે જલતી હશે." ન ધરા સુધી , ન ગગન સુધી , ન સાગર ના કિનારા સુધી, મારે તો જાવું છે ઉન્નતિ ના શિખર સુધી "
આ વાક્ય લખાયુ ત્યારે તાજેતર માં જ અંતરિક્ષ નો સફળતા પૂર્વક પ્રવાસ ખેડનાર સુનીતા વિલીયમ્સ ની તસવીર માનસ પટ પર ઉપસી આવી, મન માં વિચાર આવ્યો કે સાહસીક માણસો માટે સફળતા પ્રુથ્વી થી અંતરીક્ષ સુધી વિસ્તરી છે.જીવન રૂપી આકાશ માં આપણે એકલાએજ પતંગ નીં જેમ ઉંચે ઉડવાનુ છે. અને એક પછી એક પતંગો સાથે મુશકેલી રૂપી પેચ લડાવતાં લડાવતાં સફળતા ના શિખર સુધી પહોંચવા નું છે. ક્યારેક નિષ્ફળતા ના લીધે માણસો લઘુતા ગ્રંથી માં આવી જતા હોય છે, પરન્તુ આવુ થવાથી માણસ ક્યારેય સફળ થઈ શકતો નથી. એક વાત યાદ રાખજો "માણસ ની શાન ક્યારેય નીચે ના પડવાથી નહી પરન્તુ પડ્યા પછી માનભેર ઉભા થવાથી વધારે વધે છે".પાનખર ઋતુ માં વ્રુક્ષ નીં શોભા વધારતાં પાન અને ફ્ળ ડાળી પરથી ખરી પડે છે ત્યારે વ્રુક્ષ અત્યંત વેદના અનુભવે છે, આક્રંદ કરે છે, પરંતુ તે નિરાશ થઈ પડી જતુ નથી. તે જાણ્રે છે કે પાનખર પછી વસંત આવવાની જ હોય છે. અને તમે જોજો વસંત ઋતુ માં તેજ વ્રુક્ષ કેટલુ આનંદમય લાગે છે. કારણ તેને તેની શોભા વધારતા આભૂષણ પાછા મલી ગયા હોય છે, તેની ડાળીઓ પાછી પાન થી શોભવા લાગે છે, તેના પર પક્ષીઓ નો કલરવ પાછો ગુંજવા લાગેછે. આપણે પણ આટલું જ સમજવાની જરુર છે કે અંધકારા પછી પ્રકાશ, અને દુઃખ પછી સુખ અવશ્ય આવેજ છે. શુન્ય પાલનપૂરી નો આ નાનકડો શેર પણ ઘણું બધુ કહી જાય છે."ખુદ સમજી લે મન, તારા કર્મો થકી , તુંજ સ્વર્ગ અને તુંજ નરક નું ધામ છે."
પ્રમોદ પટવા

Posted by Ashok at 9:56 AM 1 comments  

સ્વાતંત્ર દિવસસમી સાંજ નું વાતાવરણ એટ્લે મારો પ્રીય સમય..ગુલાબી ગુલાબી આકાશ,હુ મારી બાલ્કની માંથી જોવ તો મને એમ થાય કે આ સમય પુરો થાય જ નહી...આકાશ ને નીરખે જ રાખુ..બધુ કામ પતાવીને હુ આ, સમય ને મારી માટે રાખુ...આજે પણ બાલ્કની માં આરામ ખુરશી નાંખીને બેઠી હતી.. આરામ ખુરશી નો એક ફાયદો એ જ કે એમાં પોતે જ નજર ઉપર જ રહેતી..એટલે બીજે ક્યાંય જોવનો પ્રશ્ન જ ન આવતો.રોજ ની જેમ આજે પણ હુ સાંજ નાં ખુશ્નુમા વાતાવરણ ને મારા હ્રદય માં ભરતી હતી. ત્યાં નીચે થી કોઇક્નાં બુમો પાડવાનો અવાજ આવ્યો..હવે તો મારે ઉભા થઈને નીચે જોયે જ છુટકો કરવાનો હતો..હુ ઉભી થઈ અને જોયુ તો એક મોટી ઉંમર નાં માજી પર એની વહુ બુમો પાડતી હતી.."આ તમારી ગંદકી અમારે સાફ કરવાની..આ તમે શું માડ્યુ છે..હજી કેટલા વર્ષો જીવશો મારા લોહી પીવા"..માજી ચુપચાપ સાંભળતા હતા..મને દયા આવી.એમ થયુ કે ચલ ને માજી ને અહીયા લઈ આવુ..પણ હમણા વહુ ને છંછેડવા જેવી ન હતી..એટલે મારે સમસમીને બેઇ જાવુ પડયુ..થોડીવાર બધુ ચાલ્યુ અને પછી બધુ શાંત થઈ ગયુ..મે પછી જરા બહાર આંટો મારવાનુ નક્કી કર્યુ..મારા માતા પિતા હતા નહી..મારો ભાઈ અલગ થઈ ગયો હતો અને મે મારા લગ્નજીવન માં છૂટાછેડા લઈ લીધા હતા..એટલે મારે કોઇને જવાબ નહોતો આપવાનો..કે ક્યાં જાય છે? શું કામ જાય છે?ક્યારે આવીશ્ હુ મારી મરજી ની માલીક હતી.. નીચે ઉતરી ત્યાં મને એ માજી નો દિકરો મલ્યો.. મે એને પુછ્યુ" આ શું ચાલે છે તારા ઘરમાં...તારા ઘર વાળા ને કહે કે જરા શાંતી થી વાત કરે માજી સાથે..એ કાંઈ ન બોલ્યો.ચુપચાપ માથુ નીચે રાખીને ઉભો હતો..મને ખબર પડી ગઈ કે આ ભાઇ નું ઘર માં કાંઇ ચાલતુ નથી..બીજે દિવસે ૧૫ મી ઓગષ્ટ હતી..અમારી કોલોની માં જાત જાતનાં પ્રોગ્રામ થાતા હતા..સૌથી પહેલા હ્તુ પ્રવચન વીધી..એક પછી એક બધાએ બોલવાનુ ચાલુ કર્યુ..દેશ માટે, દેશ ની પ્રગતી માટે..દેશ નાં નેતાઓ માટે વિધ્યાર્થી ઓ ને પ્રોત્શાહન આપતા પ્રવચન કર્યા..બધાએ તાળી ઓ નાં ગડાગડાહટ સાથે બધાને વધાવ્યા..હવે બધાએ મને કહ્યુ કે તમે પણ બે શબ્દ કહો..મે કોઇ વિષય નક્કી કર્યો ન હતો..પણ આવતી ચેંલેજ ને સ્વીકારવુ એ એક આદત હતી એટલે ઉભી થઈ અને જેવી માઈક પાસે જાતી હતી ત્યાં ઓલા માજી ને જોયા કે જે એક ખુણા માં બેઠા હતા..


મે માઈક લઈને કહ્યુ કે "આજે બધાએ બહુ સારા પ્રવચન આપ્યાં..પણ દેશ માટે.નેતા ઓ માટે,જેમાં નુ કાંઇ આપણે બદલી નથી કરી શક્વાના..તો આપણે એટલુ જ વિચારીયે કે, જે આપણા હાથ માં હોય, અને જે આપણે બદલી કરી શકતા હોઈયે.અને માર હીસાબે સૌથી મોટો મુદ્દો છે કે આપણા ઘર નાં વ્રુધ્ધો..હુ હમણા એક પુસ્તક વાંચતી હતી એમાં મે વાંચ્યુ કે આપણા એક નેતા ને કહેવામાં આવ્યુ કે આપ અમારા વ્રુધ્ધાશ્રમ નું ઉધ્ગાટન કરવા આવો.તો એમણે ના પાડી અને કહ્યુ કે જ્યારે એ વ્રુધ્ધાશ્રમ બંધ કરવુ હોય ત્યારે મને કહેજો હુ આવીશ્..મને એમની એ વાત ના ગમી.મને એમ થયુ કે શું કામ વ્રુધ્ધાશ્રમ નહી ખોલવાનાં.. ઘરમાં દિકરા વહુ બરોબર ન રાખતા હોય અને વ્રુધ્ધાશ્રમ ખુલે નહી તો વ્રુધ્ધો કેટલા હેરાન, એ કોઇ એ વિચાર્યુ છે? જેમનાંથી પોતાના વ્રુધ્ધો ન સચવાતા હોય એમને મારી વીનંતી છે કે આશ્રમ મા ભરવાનાં પૈસા મારી પાસે થી લઈ જાય પણ એમને શાંતી થી જીવવા દ્યો..અને આજે હુ એ વાતની શુરુઆત કરુ છુ, આપણી જ સોસાયટી ના માજી થી જો તેઓ ઇચ્છ્તા હોય તો હુ એમને વ્રુધ્ધાશ્રમ માં મુકી આવવા તૈયાર છુ.. અને હુ ચુપ થઈ ગઈ..ન તાળી ઓ પડી ન કાંઇ અવાજ જાણે સ્મશાન ની શાંતી..હુ શાંતી થી બધુ જોતી હતી..કે કોણ હવે શું કરે છે? બધા ની નજર એ માજી પર. વહુ ગુસ્સે થી મને અને એ માજી ને જોતી હતી... માજી ધીરે થી ઉભા થયા.ને જોર થી એમણે તાળી પાડવાનું શુરુ કર્યુ.. અને બધા એ એમનો સાથ આપ્યો..એ માજી એ ઇશારો કર્યો અને કહ્યુ "મને માઈક આપો"બધાએ એમનાં સુધી માઈક પહોચાડ્યો..માજી બોલ્યા.કે દિકરી તે આજે મારો સ્વાતંત્ર દિવસ ઉજવ્યો..જલ્દી ચાલ મારે વ્રુધ્ધાશ્રમ માં જાવુ છે..અને એમના દિકરા ની આંખો માં થી અશ્રુ સરી પડયા..
નીતા કોટેચા

Posted by Ashok at 9:49 AM 12 comments  

મીઠા લીમડાની ચટણી

સામગ્રીઃ બે કપ તાજા મીઠા લીમડાનાં પાન, ૨-૩ લીલા મરચાં, ૨-૩ કળી લસણ, ૧ ચમચી આમલીનો રસ, મીઠું , તેલ, અડધી ચમચી સરસવના બીજ અને અડધી ચમચી સફેદ અડદની દાળ.રીતઃ મીઠા લીમડાનાં પાન, લીલા મરચાં, અને લસણ ની કળીની નરમ પેસ્ટ તૈયાર કરો. એક નાની ચમચી તેલ ગરમ કરો એમાં સરસવના બીજ અને અડદની દાળ નાખો. આ તડતડે એટલે એને પેસ્ટ માં મેળવી દો. એમાં સ્વાદ અનુસાર મીઠું અને આમલીનો રસ નાખી બધુ બરાબર એકરસ કરો. આ તૈયાર થઇ મીઠા લીમડાની ચટણી.

Posted by Ashok at 9:45 AM 0 comments  

ગતિ

એક મોટી કંપનીનો એક્ઝિક્યુટિવ ઓફિસર પોતાની કારમાં પૂરપાટ વેગે જ ઇ રહ્યો હતો ત્યારે અચાનક તેની કાર પર કોઇએ પથ્થરો ફેંક્યો. તેણે કાર રોકી અને ગુસ્સાથી રાતોપીળો થતો બહાર નીકળ્યો અને જોયું તો એક નાનો છોકરો ફુટપાથ પર સમસમીને ઊભો છે. તેણે રોષમાં એ છોકરાને પથ્થરો ફેંકવાનું કારણ પુછ્યું, ત્યારે છોકરાએ બે હાથ જોડીને માફી માંગીને કહ્યું "મારો નાનો ભાઇ વ્હીલચેરમાંથી પડી ગયો પણ મારી ઘણી કોશિશ કરવા છતાં હું તેને વ્હીલચેરમાં બેસાડી ન શક્યો માટે મદદ મેળવવા માટે મેં પથ્થરો ફેંક્યો." આ સાંભળી ઓફિસર શાંત થયો અને કહ્યું કે "બેટા, મદદ માટે તારે બુમ પાડવી જોઇએ આમ પથ્થરો ના ફેંકાય."

બાળકે કહ્યું, મેં ઘણી બુમો પાડી પણ બધા ઝડપથી જતા રહે છે કોઇ મને સાંભળતું જ નથી. આ ખુલાસાનો કોઇ જવાબ ઓફિસર પાસે નહોતો પણ જીંદગીભરનો બોધપાઠ બની ગયો. ગતિ એટલી તેજ ન રખાય કે કોઇનો અવાજ પણ ન સંભળાય.

Posted by Ashok at 9:03 AM 0 comments  

નવા દિવસની સાથે

Saturday, March 7, 2009

નવા દિવસની સાથે
એક પાનું ખૂલી ગયું કોરું
આપણા પ્રેમનું

સવાર,
લખી દે એના પર ક્યાંક તારું નામ!

અનેક બદનસીબ પાનાંમાં
એને પણ ક્યાંક મૂકી દઇશ
એને જ્યારે હવાની લહેરખી
ઉડાડી જશે અચાનક બંધ પાનાં

ક્યાંક અંદરથી
મોરપિચ્છની જેમ રાખેલા નામને
દર વખતે વાંચી લઇશ.કેદારનાથ સિંહ

Posted by Ashok at 9:02 PM 0 comments  

સ્વભાવ

શિષ્યઃ 'ગુરુજી, હું ક્રોધ પર કાબુ નથી મેળવી શક્તો. મને ગુસ્સો આવે ત્યારે એ મારા પર સવાર થઇ જાય છે. એનાથી છુટકારો મેળવવા શું કરું?'

ગુરુઃ ' આ તો વિચિત્ર કહેવાય. મને ગુસ્સો કરી દેખાડ તો!'

શિષ્યઃ 'આમ હમણાં ગુસ્સો ન આવે.'

ગુરુઃ કેમ નહી?

શિષ્યઃગુસ્સો તો અચાનક આવી જાય, કંઇક મને ન ગમતું બને તો જ મારી કમાન છટકે...

ગુરુઃતો પછી એનો અર્થ એ થયો કે ક્રોધ કરવો તે તારો સ્વભાવ નથી, જો એ તારો સ્વભાવ હોત તો તું ગમે ત્યારે ગુસ્સો કરી દેખાડત, તારી અંદર જે નથી તેને તું તારી ઉપર સવાર કેમ થવા દે છે? અને એ વળી તારા જીવનની શાંતિ પણ હરી લે છે.

આ સાંભળ્યા પછી શિષ્યને જ્યારે પણ ગુસ્સો આવતો ત્યારે એને ગુરુજી ના શબ્દો યાદ આવતા અને શાંત થઇ જતો.

Posted by Ashok at 8:52 PM 0 comments  

મહાશિવરાત્રિ

Monday, February 23, 2009

મહા વદ ચૌદશ - મહાશિવરાત્રિ

"ત્ર્યંબકમ યજામહે સુગન્ધિ પુષ્ટિવર્ધનમ
ઉર્વારૂકમિવ બન્ધનાન્મૃત્યોર્મુક્ષીય મામૃતાત."
મહામૃત્યુંજય મંત્ર જપવાથી અકાળ મૃત્યુનો ભય ટળી જાય છે અને આરોગ્યતાની પ્રાપ્તિ થાય છે. સ્નાન કરતી વખતે શરીર પર પાણી નાંખતા સમયે આ મંત્રનો જપ કરવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. દૂધને જોતા જોતા આ મંત્રનો જાપ કર્યા બાદ તે દુધને પીવાથી યૌવનની સુરક્ષામાં સહાયતા થાય છે. સાથે સાથે આ મંત્રનો જાપ કરવાથી ઘણી અડચણો પણ દૂર થાય છે. નીચે લખેલી પરિસ્થિતિની અંદર પણ આ મંત્રનો જાપ કરવામાં આવે છે.
1) કોઈ મોટા રોગથી પીડિત હોવા પર
2) જમીન-મિલ્કતના ભાગલાની સંભાવના હોય તો
3) રાજ્ય કે મિલ્કતના જવાનો ભય હોય
4) ધન-હાનિનો ભય હોય
5) નાડીદોષ અને ષડષ્ટ વગેરે આવતાં હોય
6) મન ધાર્મિક કાર્યોથી વિમુક્ત થઈ ગયું હોય
7) રાષ્ટ્રનું વિભાજન થઈ ગયું હોય
8) મનુષ્યની અંદર પરસ્પર ઝઘડા થઈ રહ્યાં હોય
ભારતભરના લાખો મંદિરો અને ઘરો માં આખી રાત મહાપુજા અને રુદ્રાભિષેક નું આયોજન આજે થાય છે.

મહાદેવ બધા દેવોના દેવ છે. આજે આપણે સૌપ્રથમ તેમના સ્વરુપને જાણવાની કોશિશ કરીયે. તેઓ સદાશિવ છે. તેમનું રહેવાનું સ્મશાન માં છે. ભોજન ખપ્પરમા વાહન આખલો વસ્ત્રો મૃગચર્મ શરીરે ભસ્મ તથા સાપ વીંટળાયેલા છે.

તેમના સાથીઓ તરીકે ભુતપ્રેત તથા ભીલો છે. આમ શિવ મહેલો રાણીઓ મિષ્ટાનોના વૈભવ ના દેવ નથી. છ્તા કહે છે કે જ્યારે શિવને આખલા ઉપર બેસીને સામેથી આવતા જોવે તો ઇન્દ્ર પણ ઐરાવત પરથી ઉતરીને તેમને વંદન કરે.

આમ શિવ દેવાધિદેવ છે. તેઓ ભોળા છે. તેમને તપ કરીને પ્રસન્ન કરી શકાય છે. તેઓ નિલકંઠ છે. ઝેરને ગળામા જ પચાવી દીધું છે. તેજ પ્રમાણે આપણે જીવરુપી શિવ છીએ. અને કડવાશ નું ઝેર આપણે મોંમાથી બહાર નથી કાઢવાનું. ગળામાંજ પચાવવાનું છે. તેઓ પરમ કૃપાળુ છે છતા કોપાયમાન પણ એટલા જ થઈ શકે છે. જેને આપ્ણે રુદ્ર અવતાર કહીયે છીએ. રુદ્રાભિષેક નો અનેરો મહીમા છે.

આપણા દેશમાં બાર જ્યોતિલિંગ આવેલા છે. તેમાથી પાંચ તો મહારાષ્ટ્ર માં આવેલ છે. શિવલિંગ પણ અનેક પ્રકાર ના આવે છે. તેમા પારાનું શિવલિંગ સૌથી ઉચ્ચ પ્રકાર નું મનાયુ છે. તે શિવાય સોનાનું રજતનુ માટીનુ સ્ફટિકનું શિવલિંગ મલે છે. શિવ ને મહામ્રુત્યંજય મહાદેવ પણ કહે છે. ફકત દેવાધિદેવ શિવમાં જ એ શક્તિ છે કે જે યમને પાછો કાઢીને જીવ ને બચાવી શકે છે. શિવજીને બિલ્વ અતિશય પ્રિય છે. મા પાર્વતીએ બિલીપત્રનો અભિષેક કરીને જ શિવજીને પતિરુપે મેળ્વ્યા હતાં. હિમાલયના કૈલાશ પવઁત પર શિવજીનો વાસ મનાય છે. જે જે લોકો હિમાલય ગયા છે અને કેદારનાથ ના દર્શન કર્યા છે તેમને અલૌકિક અનુભુતી થયેલ છે. શિવ તેમને હજરાહજુર પર્વતની વચમાં તેમને દેખાય છે.

આપણે પણ સઘળી સૃષ્ટીને શિવરુપી દેખીને આપણા જીવન ને પાવન કરીયે.
પ્રાચી વ્યાસ

Posted by Ashok at 4:16 PM 0 comments  

ફરાળી વાનગી...

Saturday, February 21, 2009

સૂરણ નાં દહિંવડાં
સામગ્રી

સૂરણ સવા કિલો ખજુર ૬૦૦ ગ્રામ આંબલી અથવા આંબોળીયા (૧૦) નંગ મીઠું પ્રમાંણસર તેલ તળવા માટે મરીનાં દાણા ૮ નંગ શેકેલા જીરા નો ભૂકો ૧ ચમચી ગોળ પ્રમાણસર દહીં એક કિલો કોથમીર ૧ ઝુડી આદુ મરચા. (૬ વ્યક્તી માટે)
રીત
સૂરણ ની છાલ ઉતારવી પછી વાંસણ માં પાણી લઈ સૂરણ ને ધોઈ નાખવું ત્યારબાદ કૂકરમાં સૂરણ ને બાફવા મૂકવું સૂરણ બરાબર બફાઈ જાય એટલે તેનો છુંદો કરીને તેમાં મીઠું આદુ મરચાં આખા મરી નાં દાણાં નાખીને પૂરણ તૈયાર કરવું

પછી એક કડાઈ માં ગેસ ઉપર તેલ ગરમ મૂકીને તેમાં વડાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લેવા પછી દહીં વલોવીને તૈયાર કરવું. આંબલી- ખજુર ની ચટ્ણી જીરુ ગોળ નાખીં ને મીક્સરમાં તૈયાર કરવી

એક ડીશમાં વડાં ગોઠવી તેની ઉપર દહીં નાખવુ પછી તેની ઉપર મીઠા જીરા નો ભૂકો સમારેલી કોથમીર અને ગળી ચટણી તથા સંચળ નો ભૂકો ભભરાવી ને પીરસવું.
પ્રાચી વ્યાસ

Posted by Ashok at 9:32 PM 0 comments  

સાવધાની (નજમ)

Saturday, February 14, 2009

કબર પર તારી હું આવ્યો છું જગથી સંતાઇ,
એ ભય રહ્યો કે મને કોઇ જાય ના ભાળી!
*
કે માર્ગમાં જે બળે છે ચિરાગ અશ્રુના-
રખે ભેદ ના ખોલી દિયે કે આવ્યો છું-
અહીં હું તારી કને જગના કોલાહલથી બચી.
*
અતિય પ્રિય છે એકાન્ત એમ તો મુજને,
છતાં કદી કદી મિત્રોને સ્નેહીઓમાં ભળી-
સમય વિતાવું છું એકલપણાથી અકળાઇ.
*
પરંતુ આજ, જે અહીં તારી સાથ વીતે છે,
ચહું છું એની ખબર કોઇને કદી ન પડે.
મિટાવી આવ્યો છું તેથી સૌ ચિહ્નો પગલાનાં,
ને વીણી લીધાં છે, મુજ અશ્રુઓ પડ્યાં'તાં જ્યાં


આસિમ રાંદેરી (મેહમૂદ મિયાં મોહમ્મદ ઇમામ સૂબેદાર)

Posted by Ashok at 12:06 AM 0 comments  

મમતા માફક

નામ તારું જપું છું, સદા 'મીરા' માફક,
મારા ગીતોમાં વસી જા, ફરી રાધા માફક.

એવી નદીઓનો પછી કેમ થતે ત્યાં સંગમ?
ન તો એ ગંગાસમી છે, ન હું જમના માફક!

એ જ છે એ જ આ 'તાપી' કે જેના તીરે,
કદિ ફરતાં'તાં અમે રાધા- કનૈયા માફક!

એની યાદોની રમત પણ છે કૈં એના જેવી,
ઉષા થઇ આવે છે, જાય છે સંધ્યા માફક!

રાત અંધારી ને છે ચારે તરફ સન્નાટો,
યાદ ચમકે છે છતાં, તારી તો 'તારા' માફક!

મને બોલાવ હવે મારા વતનની ધરતી,
બહેનની લાગણી, માતાઓની મમતા માફક!

કાફલામાં હું કવિલોકની શામિલ છું છતાં -
ચાલ મારી છે જૂદી, ચાલું છું મારા માફક.

જિંદગીને કદી સ્થિર ન રાખો ' આસિમ',
એ તો નિત વ્હેતી રહે, એક સરિતા માફક.

પ્રેમને રૂપનું વર્ણન ન હો જેમાં 'આસિમ',
એવી ગઝલો તો મને લાગે છે વિધવા માફક.


આસિમ રાંદેરી (મેહમૂદ મિયાં મોહમ્મદ ઇમામ સૂબેદાર)

Posted by Ashok at 12:03 AM 0 comments  

જીવનનો માર્ગ

Friday, February 13, 2009


મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ધર સુધી.
આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી.

મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.

ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.

‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

’બેફામ’

બેફામસાહેબની આ ગઝલનો છેલ્લો શેર ગુજરાતીના સૌથી યાદગાર શેરમાં સ્થાન પામે છે. આ સામાન્ય લાગતા શેરમાં એમણે જીવનની સરળ અને સચોટ ફિલસૂફી ભરી દીધી છે.

Posted by Ashok at 6:44 PM 1 comments  

ભગવાન


કેટલાક લોકો માને છે કે
ભગવાન જેવું કાંઇ છે જ નહીં
અને આ વિરાટ વિશ્વની રમણા
એક સ્વયંસ્ફૂર્ત સ્વયંસંચાલિત લીલા છે.

તેઓ માને છે કે મનુષ્યે પોતાના
આશ્વાસન અને આધાર માટે
ઇશ્વરની શોધ કરી છે, જેથી
તે ન સમજાતી બાબતોના ખુલાસા આપી શકે
અને સંકટો વચ્ચે ટકી રહી શકે.

પણ ભગવાન, હું તો જાણું છું કે તમે છો,
તમે છો તેથી તો હું છું,
અને તેથી તો છે આ માધુર્યની અજસ્ત્ર ધાર.

લોકો પોતાનામાં જ ડૂબેલા રહે છે.
પોતાથી વીંટળાઇ રહે છે.
પોતાને જ જુએ છે ને પોતાના જ વિચાર કરે છે
તેથી તેમને તમારો સ્પર્શ મળતો નથી.

તેઓ પોતાની વેદનાની વાતો કરે છે
અને પોતાને માટે રડે છે;
પણ તમારે માટે છાની રાતે
કોણે આંસુ વહાવ્યા છે?
કુંદનિકા કાપડીઆ

Posted by Ashok at 6:35 PM 0 comments  

મેહફીલ

મેહફીલ એને માટે તો હ્રદયનુ પાત્ર હોવુ જોઇએ;
પ્રેમનો રસ છે આ, બીજા ઠામમા રહેતો નથી માનવી !
તારો વિરોધાભાસ સમજાવુ તને;
રહેવુ છે આરામમાં,પણ તુ આરામમાં રહેતો નથી. .......................બરકત વિરાણી 'બેફામ'
*
આમ તો છું ફકીર પણ 'ઘાયલ';
ચાકરો બાદશાહ રાખુ છુ. ..........................................................................અમ્રુત 'ઘાયલ'
*
સંબંધ તો હોવો જોઇએ
ધરતી અને ઝાડ જેવો - નદી અને પહાડ જેવો,
પણ એજ સંબંધો કચ્ચર કચ્ચર થઇ જાય છે
જ્યા ફ્લાવરવાઝ અને ફૂલ જેવા સંબંધો થઇ જાય છે. ..........................સુરેશ દલાલ
*
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઇ ગઇ;
આંગળી જળમાંથી નીકળીને જગા પુરાઇ ગઇ. ................................ઑજસ પાલનપુરી

Posted by Ashok at 6:27 PM 0 comments  

ટુચકાશિક્ષક: આજે આપણે ઉડતિ રકાબી (ફ્લાઈંગ સોસર) પર થોડો વિચાર કરીએ.
બોલ રામુ, ઉડતિ રકાબી ની શોધ કોણે કરી?
રામુ: મારા મમીએ.......તે તો દરરોજ મારા પપ્પા પર પ્રયોગ કરે છે...!
..............................................................................................................................................

પતિ: તું ગઈ કાલે પિયર હતી, ત્યારે રાતના ચોરો ઘળી આવ્યા હતા. અરે, મને ખુબ માર મારી અધમુઓ કરી નાખેલ!
પત્નિ: તો તમારે જોરથી રાડો પાડવી હતી ને. આસપાસના કોઈ મદદ કરવા દોડી આવત.
પતિ: હું ક્યાં ડરપોક છું કે રાડો પાડું!
..............................................................................................................................................

મીના: ડોક્ટર હાલમાં મારા પતિ ઉંઘમાં બહુજ બોલે છે. મારે તેના માટે દવા
જોઈએ છે.
ડોક્ટર: ભલે! લે આ ગોળીઓ. તેનું બોલવાનુ એકદમ બંધ થઈ જશે.
મીના: ના. એવી ગોળિઓ નહીં, પરંતુ એ સ્પષ્ટ બોલે એવી!
..............................................................................................................................................

પત્નિ: હું ક્યારની જોઈ રહી છું. એ મચ્છર તમને ક્યારનો હેરાન કરી રહ્યો છે.
તમે એને મારી કેમ નથી નાખતા?
પતિ: કેમકે અત્યારે એંની રગોમાં મારું લોહી દોડે છે.
..............................................................................................................................................
શિક્ષક : અલ્યા રામુ, હું તારા ઘર પાસેથી ગઈ કાલે પસાર થયો હતો.
બારી પર મારી નજર ગઈ હતી. તું વાંચતો હતો. શાબાશ. એવીજ રીતે અભ્યાષ કરતો રહેજે.
રામુ: એતો હું તમને આવતા જોઈ ગયો હતો એટલે ......
..............................................................................................................................................

મનોવૈજ્ઞાનિક: તમે બધી ચીંતાઓ ભુલી જાઓ, અથવા ચીંતાઓને ભુલી જવા પ્રયત્ન કરો. ખબર છે, આપણી ઘણિ ખરી બિમારીઓ નુ કારણજ ચીંતાઓ
છે. ચિંતા કરવાથીજ ઘણા હેરાન થાય છે. દાખલા તરીકે પરમ દિવસેજ
મારા પાસે એક વ્યક્તિ આવિ, તેને બીલ ચુકવવા ની વ્યાધી હતિ, પરંતુ
મે એને વ્યાધિ કરવાનુ મુકાવ્યું અને આજે તે સ્વસ્થ છે!
દર્દી: એજ મારી ચીંતા નુ કારણ છે. તે મારા પૈસા હવે ચુકવવાનિ ના પાડે છે!
..............................................................................................................................................

પોલિસ: તમે અડધી રાતે આંટા મરો છો! કૈંક તો કારણ હસેને?
દારુડીયો: કારણજ શોધું છું. કારણ હોત તો સીધો ઘરેજ ના જાત અને બૈરી ને ના કહી દેત?
..............................................................................................................................................

ગંગુ અને મંગુ બન્ને દોસ્તો...બન્ને પાંચ પાંચ વર્ષના....
મંગુ: ગંગુ, મારા મમ્મી આ રસ્તો પસાર કરતાં બહુજ ગભરાય છે.
ગંગુ: તને કેવી રીતે ખબર પડી?
ગંગુ: તે દરરોજ રસ્તો પસાર કરતાં મારી આંગળી પકડે.
..............................................................................................................................................

પતિ...પત્નિ વચ્ચે ઝગડો થતાં.............
પત્નિ: તમે ‘1000 watts’ ની લાઇટ લઇ ને ગોતવા નીકળશો તો પણ મારા
જેવી પત્નિ નહી મળે....ધ્યાન રાખજો.
પતિ: પણ હું તારા જેવી પત્નિ ને ગોતવા નીકળીશ તો ને....!
કોણે કહ્યું કે મને તારા જેવી પત્નિ જોઇએ છીએ....!
..............................................................................................................................................

પત્નિ: તમે જોતાં હતા.....ચોરે એક પછી એક બધાં ઘરેણા કઢાવ્યા અને થેલો ભરી લઇ ગયો...છતાં તમે જોતાજ રહ્યા?
પતિ: તે હું શું કરું....એનો ભાઈ-બીજો ચોર, મારી સામે બંધુક તાંકીનેજ આખો વખત ઉભો હતો!
પત્નિ: તો એમાં શું થયું. તમારો તો વિમો હતો....ઘરેણા નો ક્યાં વિમો હતો?
..............................................................................................................................................

શિક્ષક: બોલ મનુ, આપણા સમાજમાં વરરાજો હમેંશા ઘોળા પર આવે છે. ગધેડા પર કેમ નથી આવતો?
મનુ: કારણ કે સર...જો ગધેડા પર આવે તો કન્યા બે ગધેડા જોઈ ગભરાય જાય.
..............................................................................................................................................

દહ્યારામ: ધનિરામ, હવે તો તમે ખુબજ પૈસાદાર થયા. તમારી ગઇ કાલની પાર્ટી પણ ખુબજ મોટી લાગી. કેટલા, હજારેક મિત્રો હતા?
ધનિરામ: લગભગ પંદરસો .
દહ્યારામ: ઓ.....એમા પહેલાના એટલે ગરીબ અવસ્થા ટાણે ના કેટલાં હતાં?
ધનિરામ: ત્યારે મારે મિત્રોજ ન હતા.
..............................................................................................................................................

ભંગાર ભેગું કરવા વાળો ગલીએ ગલીએ બુમો પડતો હતો.
‘ભંગાર..ભંગાર.....કોઇંને ભંગાર કાઢવું હોય તો અમે લઇ જઇશુ. ભંગાર.....
ભંગાર...!’
ત્યાં ઉભેલા એક બાઇ બોલ્યા: ’તમારા ભાઇ હમણા દુકાને ગયા છે. સાંજના આવજો.’

Posted by Ashok at 5:58 PM 1 comments  

વેચાણ દસ્તાવેજ

Sunday, February 8, 2009


તા. ૦૮/૧૨/૨૦૦૮ ને સોમવારથી રાજ્ય સરકારે વેચાણ દસ્તાવેજ નોંધણી માટેનો નમૂનો નક્કી કરેલ છે. તે મુજબ મિલ્કત ખરીદનાર વકીલની મદદ વિના મિલ્કત હસ્તાંતરનો વેચાણ દસ્તાવેજ રજિસ્ટર્ડ કરવાની કામગીરી કરી શકશે.


આ નમુનામાં આપેલી વિગતો પુર્ણપણે ભરવાથી દસ્તાવેજ કચેરીમાં માન્ય વેચાણ દસ્તાવેજ (ફેરખત) તરીકે નોંધણીને પાત્ર બનશે. તેનાથી મિલ્કતનું વેચાણ/ હસ્તાંતર/ અવેજી કે બીનઅવેજી તમામ પ્રકારની સ્થાવર મિલ્કતનું ટ્રાન્સફર થઇ શકશે. તે મુખ્યત્વે ખેતીની જમીન, ઉદ્યોગની જમીન, કોમર્શીયલ હેતુવાળી જમીનનું હસ્તાંતર તેમજ રહેણાંક મકાન,બંગલાઓ, ટેનામેન્ટસ, એપાર્ટમેન્ટ, હાઇરાઇઝ બિલ્ડીંગ, દુકાન, શેડ, વર્કશોપ તેમજ ટેરેસવાળી મિલ્કતમાં આ નમુનો ઉપયોગી થઇ પડશે.


આ દસ્તાવેજ નોંધણી માટે રજુ કરતા પહેલા જરૂર પડે તો મિલ્કતનું ટાઇટલ ક્લિયર છે કે કેમ તેટલી તપાસ કરવાની રહે છે. (ટાઇટલ ક્લિયર માટેની સાવચેતીના પગલા બીજા ભાગમાં આપીશું) નિયત નમુનામાં જાતે જ દસ્તાવેજ તૈયાર કરવામાં અડચણ કે મુશ્કેલી કે માર્ગદર્શનની જરૂરીયાત હોય તો નજીકની સબ રજીસ્ટ્રાર કચેરી આવું માર્ગદર્શન આપવા બંધાયેલ છે. તેમજ વેચાણવાળી મિલ્કતમાં કેટલો સ્ટેમ્પ વાપરવાનો છે, કેટલી નોંધણી ફી ભરવાની છે વગેરે મુદ્દાઓનું સ્પષ્ટીકરણ સબ રજીસ્ટ્રાર કચેરી મારફત થઇ શકશે. ટુંકમાં દસ્તાવેજનું લખાણ, નોંધણી, ઇન્ડેક્ષ કાર્ડની નકલ તથા અન્ય દસ્તાવેજની ખરી નકલ મેળવવાની કામગીરી અરજદાર ઇચ્છે તો વકીલની મદદ વિના જાતે કરી શકે એવી ગણતરીથી રાજ્ય સરકારે આ પદ્ધતિની અમલવારી શરૂ કરાવેલ છે.


આ સ્ટાન્ડર્ડ ફોરમેટમાં માત્ર વેચનારનું નામ, ખરીદનારનું નામ, વેચાણ કિંમત અને મિલ્કતનું વર્ણન આટલી પ્રાથમિક માહિતી તેમજ અન્ય જરૂરી બાબ્તો જો કોઇ હોય તો તેનું વર્ણનકરવાનું રહે છે જેને બે પાનાની દસ્તાવેજ પદ્ધતિ એવું નામ આપવામાં આવેલ છે.

નમુનો
માલિકી ફેરખત ( જનરલ)
. ક) વેચનારનું પુરેપુરૂ નામઃ................................................................................
ઉ.વ. આશરે......... , ધંધોઃ.....................
ખ) વાલી (જો વેચનાર સગીરહોય તો)નું પુરેપુરૂ નામઃ........................................................
ઉ.વ.આશરે..............................., ધંધોઃ...................................
ગ) હાલનું સરનામું ......................................................................
.......................................................................
..........................................................
ઘ) જો મુખત્યારનામું ધરાવતા હોય તો મુખત્યાર ધારકનું નામ, ઉમર, સરનામુ તથા ધંધો
..............................................................................................................
....................................................................................
....................................................................
..................................................................................
(જો સંમતિ આપનાર હોય તો તેની વિગત)...................................................................
ચ) પાન નંબર ( આવક વેરા ધારા અન્વયે).................................................................

. ક) ખરીદનારનું પુરેપુરૂ નામઃ.........................................................................
ઉ.વ. આશરે......... , ધંધોઃ.....................
ખ) વાલી (ખરીદનાર સગીર હોય તો)નું પુરેપુરૂ નામઃ..........................................................
ઉ.વ.આશરે........., ધંધોઃ.....................
ગ) હાલનું સરનામું .....................................................................
.............................................................................................
.....................................................................................
ઘ) જો મુખત્યારનામું ધરાવતા હોયતો મુખત્યારધારકનું નામ, ઉમર, સરનામુ તથા ધંધો
...................................................................................................
...............................................................................................
..........................................................................................
..................................................................................................
ચ) પાન નંબર ( આવક વેરા ધારા અન્વયે).......................
.
૩. વેચાણ કરેલ મિલ્કતની વિગતો
ક) જિલ્લોઃ..............................તાલુકો................................ ગામ..............................માં આવેલ ખેતીની / બીનખેતી /ખુલ્લી જમીન/ મકાન/ ટેનામેન્ટ/ બંગલો વગેરે....................................................
ખ) રેવન્યુ સર્વે નંબર.......
ગ) બ્લોક નંબર..................
ઘ) સીટી સર્વે નંબર......
ચ) વોર્ડ નંબર.............
છ) ટી.પી. સ્કીમ નંબર ...................
જ) એફ.પી.નંબર...............
ઝ) ક્ષેત્રફળ.............હેકટર/આરે ...............ચો.મી...........
ટ) ખેતીની જમીન હોયતો પિયત/ બીનપિયત દર્શાવવું....................
.
૪. ખુંટની વિગત:
પુર્વ..............................................................................
પશ્ચિમ .........................................................................
ઉત્તર..........................................................................
દક્ષિણ......................................................................
.
.ઉપરદળ/ બાંધકામની વિગતો:
બાંધકામ વાળી મિલ્કતનું કુલ ક્ષેત્રફળ ચો.મી. ................. તથા બાંધકામનું ક્ષેત્રફળ ચો.મી. .....................
.
૬.વેચાણ કિંમત/અવેજ રૂ. .................... (શબ્દોમાં)............................................................................ નો વેચાણ દસ્તાવેજ, જેના ઉપર રૂ. .................. ની સ્ટેમ્પ ડ્યુટી વાપરવામાં આવેલ છે.
.
૭. અવેજ રકમની ચુકવણીની તારીખ, સમય અને સ્થળ:.................................................................. હું / અમે વેચનારને ખરીદનાર પાસેથી રૂ. ..................... (શબ્દોમાં)..................................................................... અવેજ રકમના પુર્ણ/ આંશીક ભાગ તરીકે રોકડા/ બેંક ડ્રાફ્ટ / ચેક દ્વારા તારીખઃ.................... ના રોજ સ્થળઃ ...................... ખાતે મળેલ છે.
.
૮. વેચાણ કરેલ મિલ્કત અંગે
ઉપર લખેલી વેચાણ કિંમત મળ્યાના અવેજમાં અમો વેચાણ આપનાર અમારી ઉપરના કોઠામાં લખેલી સ્થાવર મિલ્કત તમોને આ લેખથી વેચાણ આપીએ છીએ તથા તેનો શાંત, ખાલી અને પ્રત્યક્ષ કબજો અમોએ તમોને સોંપેલ છે. અમો વેચાણ આપનાર ખાત્રી આપીએ છીએ કે ઉપર લખેલી મિલ્કતના અમારા માલિકી હકો ચોખ્ખા અને વેચાણ પાત્ર છે તથા તેના આજદિન સુધીના તમામ વેરા, મહેસુલ, લાઇટબીલ, વહીવટી ખર્ચ વિગેરે અમે ભરેલા છે અને તેને લગતા જુના અસલ દસ્તાવેજો અમોએ તમોને સોંપેલા છે તથા હવે પછી સદરહું મિલ્કતમાં જે કંઇ લાભ થાય તેની માલિકી વેચાણ રાખનારની છે. વેચાણ રાખનાર આ વેચાણ સ્વિકારે છે અને ખાત્રી આપે છે કે હવે પછીના તમામ વેરા, મહેસુલ, લાઇટબીલ, વહીવટી ખર્ચ વિગેરે તેમના શીરે છે તથા મિલ્કતમાં હવે જે કોઇ ખોટ કે નુકશાન થાય તે તેમના શીરે છે. સદરહું મિલ્ક્ત હવે તમો તમારા નામે જે તે રેકર્ડમાં ચઢાવી શકો છો.
.
૯. અન્ય કોઇ લાગભાગ, ખાસ અધિકારો/ શરતોઃ
..........................................................................................................................
..........................................................................................................................
..........................................................................................................................
.
૧૦. આ લેખ ઉપરની સ્ટેમ્પ ડ્યુટી, નોંધણી ફી, પરચુરણ વિગેરે ખર્ચ ખરીદનાર/વેચનાર એ ભોગવેલ છે અને હવે પછી ............................ ભોગવવાનો રહેશે.
.
આ વેચાણ દસ્તાવેજ સ્વસ્થચિત્તે, બિનકેફે, તનમન સાવધ રાખી, કોઇપણ જાતના દબાણ વગર, નીચે જણાવેલ સાક્ષીઓ રૂબરૂ સંપુર્ણપણે વાંચી, સમજીને સહીઓ કરી આપેલ છે. જે આપણને તથા આપણા વંશવાલી વારસોને કબુલ, મંજુર અને બંધનકર્તા છે.
.
તારીખઃ...........................................
સ્થળઃ.............................................
અત્રે મતું....................... ..........................અત્રે શાખ..............
સહી/અંગુઠાની છાપ ................................ .૧) સહી.............................
...................................................................૨) સહી..............................

રજીસ્ટ્રેશન એક્ટની કલમ - ૩૨ - એ મુજબ
.
.
વેચનારની સહી
................................................................. પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ

.
.
ખરીદનારની સહી

................................................................ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ

Posted by Ashok at 10:43 PM 8 comments  

Link

Friday, February 6, 2009

અમર વારસો અમારો અન્ય બ્લોગ

સમન્વય - ચેતનાબેન શાહ ના ત્રણેય બ્લોગ નો સમન્વય

મેઘ ધનુષ નિલાબેન કડકીયા નો મેઘ ધનુષી બ્લોગ

કહો છો તમે કેમ નમ્રતાબેન અમીન નો સ્વ રચીત રચનાઓનો બ્લોગ

મોરપીંછ હિનાબેન પારેખનો કાવ્યમય બ્લોગ

અભીવ્યક્તી ગોવીંદ મારૂના ચર્ચાપત્રોની યાત્રા

શબ્દો છે શ્વાસ મારા વિવેક ટેઇલરની રચનાઓ

ગુજરાતી સારસ્વત પરિચય

ગુજરાતી પ્રતિભા પરિચય

કાવ્યસુર

ગદ્યસુર

વીશ્વ ગુર્જરી

નટવર મહેતા ની વાર્તાનો બ્લોગ

નટવર મહેતા ની કવિતાઓનો બ્લોગ

આક્રોશ નીતાબેન કોટેચાનો આક્રોશ

અંતરંગ પ્રિતીબેન મહેતા નો કાર્ડ બ્લોગ

એસ એમ એસ નીતાબેન ના મનપસંદ એસ એમ એસ નો બ્લોગ

ગાયત્રી જ્ઞાન મંદિર ગાયત્રિ જ્ઞાન મંદિર-જેતપુર નો આધ્યાત્મિક બ્લોગ

કેતન રોમાન્સ

ગીત ગુંજ નિલાબેન કકડીયાનો સંગીતમય બ્લોગ

નીતા કોટેચા ના મનના વિચારો

ફક્ત શાયરી

પ્રેમી ના પ્રેમ મા છે તુ

પ્રાકૃતિક ટીપ્સ અને પ્રકૃતિ

બ્લોગોત્સવ

માય જગજીતસીંહ કેતન શાહ એ બનાવેલ જગજીતસિંહ રચનાઓનો ગુલદસ્તો

મેરી શાયરી નીતાબેન કોટેચાનો એક અન્ય બ્લોગ

મ્યુઝીકલ જર્ની અરવિંદભાઇ પટેલ ની સંગીત સફર

રાધે ક્રિષ્ના ક્રિષ્નાબેન પંચાલ ની સ્વ રચિત રચનાઓ

રાધે ક્રિશ્ના બ્રિન્દાબેન માંકડ ની સ્વરચિત રચનાઓ

વિચાર નો વૈભવ...-શ્લોકા

વ્રજવેલી કેતન શાહનો અન્ય બ્લોગ

શમા શબ્દો 'શમા'ના દિલ 'દિપ્તિ'નું

શિવાલય નિલાબેન નો એક અન્ય બ્લોગ

ધડકન

યુવા રોજગાર ધ વોઈસ ઓફ યંગસ્ટરસ

કલમ પ્રસાદી

મારા વિચારોની સાથે હું રશ્મિકા ખત્રી નો બ્લોગ

શિવ શિલ્પા પ્રજાપતિ નો બ્લોગ

જોક્સ,સુવાકયો,મારા અભિપાયો અને સાહિત્ય ... શિલ્પા પ્રજાપતિ નો બ્લોગ

આપ ના બ્લોગની લીન્ક અહીં મુકવા માટે અમને આપના બ્લોગની લીન્ક કોમેન્ટસ માં આપવા વિનંતી.

Posted by Ashok at 9:01 PM 9 comments  

સૌને ગમતી ગુંચ:લગ્ન- હાસ્ય વ્યંગ

તદ્દન નવા ખરીદેલા એક પુસ્તક હું નજર કરવાબેઠો ત્યાં જ એક યુવક પધાર્યો. તેનો ચહેરો પોતે કશીક મૂંઝવણમાં હોવાની ચાડી ખાતો હતો. શહેરના સાક્ષરોમાં મારું નામ તેના કાને પડેલુ અને થોડી ઘણી પ્રશંસા પણ સાંભળેલી. આથી ડ્બતાને માટે તેણે મને અચુક તરણું માન્યો હતો. સામાન્ય રસમ મુજબ આવકારી, ચા-પાણીથી સત્કાર્યાબાદ મેં પ્રશ્નસૂચક દ્રષ્ટિથી તેની સામે નજર ખોડી.


હવે એણે શરૂઆત કરી; સાહેબ! મારી થોડી મૂંઝવણ છે તે લગ્ન બાબતની..... લગ્ન કરવા જોઇએ કે નહી..... યુવક દેખાવડો હતો, થોડાં શબ્દો પરથી ખાત્રી થઇ કે તે ભણેલો ગણેલો છે. તેની ભાષા પણ શિષ્ટ હતી. આમ છતાં તેના આ પ્રશે મને અચંબામાં નાખ્યો, થયું કે કહી દઉં..... તારે તો શું, કોઇપણ યુવકને લગ્ન બાબતે બીજાની સલાહ લેવાની જરૂર હોય ત્યાં સુધી લગ્ન ન જ કરવા...પરંતુ કોઇનું દુઃખ શા માટે વધારવું? આમ માની હું મૌન રહ્યો.મને મારો અતીત સાંભરી આવ્યો....... લગ્ન કરવાજોઇએ કે નહીં? આ પ્રશ્ન માત્ર ઉચ્ચ બુદ્ધિ પ્રતિભા ધરાવતાઅમુક યુવક-યુવતીઓના મનમાં જ ઉદભવે છે. સામાન્ય અને મુર્ખાઓ તો કોઇ પરણાવે ત્યારે પરણી જવાના, કાં તો પરણવાની ઉમર થઇ જતાં કોઇ ન પરણાવે તો રાડો પાડવાના, આ વિચારથી મને મજકુર યુવાન પ્રત્યે હમદર્દી થઇ. લગ્ન કરવાં કે નહીં? આ બાબતે હા અથવા ના નો સ્પષ્ટ ઉત્તર આપવો અસંભવ છે એની મને પ્રતીતિ થઇ.આ દુનિયાના મોટા ભાગના મહાપુરુષોએ બે વિષયના ચિંતનમાં જિંદગીઓ ખર્ચી નાખી છે! એક તો ઇશ્વર અને બીજું લગ્ન! જેમણે ઇશ્વર અને તેમના સ્વરૂપની મિમાંસા કરી છે તેમણે લગ્ન વિશે પણ કંઇને કંઇ કહ્યું જ છે. ઇશ્વર તત્વ વિશે કંઇકનિષ્કર્ષ પર આવી શકાયું છે એટલે એનો જાહેરમાં કે ખાનગીમાં, ટીવી ચેનલો પરના કાર્યક્રમોમાં, ઓડિયો-વીડીયો કેસેટોમાં, શિબિર-સેમિનારોમાં, પુસ્તકોમાં અને છાપાઓમાં પ્રચાર-પ્રસાર કરાઇ રહ્યો છે. પરંતુ લગ્ન વિશે આજ સુધી કશી જ સર્વસંમતિ સધાઇ નથી કે આખરી તથ્ય હાથ લાગ્યું નથી એટલે તેનો પ્રચાર-પ્રસાર કરી શકાતો નથી.


જ્યારે આદિમાનવને ઇશ્વરની ખબર નહોતી ત્યારેય લગ્નની ખબર તો હતી જ એમ કહેવું જરાય અનુચિત્ત નથી. જો કે લગ્ન પછી જ સુખી રહેવા, બિમારીમાંથી ઉગરવા, શેર માટીની ખોટ પૂરવા કે સ્વજનના ત્રાસમાંથી છૂટકારો મેળવવા ઇશ્વરની ખરી આવશ્યક્તા ઊભી થ ઇ હશે. આમ મુક્તિ ની ખોજની શરૂઆત મનુષ્યે લગ્નનો લ્હાવો લીધા પછી જ કરી હશે એમ માનવાને પૂરતું કારણ છે. ધર્મ અમે સંપ્રદાયની ભિન્નતા અનુસાર ઇશ્વરનું સ્વરૂપ અને સાધનમાર્ગની વિવિધતા જોવા મળે છે, તેમા અગણિત પરિવર્તનોને અવકાશ છે જ્યારે લગ્નનો કાનુન સૃષ્ટિમાં એક જ પ્રકારે વર્તી રહ્યો છે. પ્રાચીન કાળમાં પુરૂષ અને સ્ત્રી વચ્ચે જ લગ્ન થતા, વર્તમાનકાળમાંયપૂરજોશમાં ને વાજતે ગાજતે કાં તો છાના-છપને ને કોર્ટના ખૂણે ખાચરે લગ્ન થતા રહે છે. ભવિષ્યમાં યે આ ઉત્સાહ મંદ પડ્યા સિવાય લગ્નો થતાં જ રહેવાના છે, પછી ભલે કોઇ પાણીમાં ઊતરીને કરે, આગમાં ઊભા રહીને કરે કે આકાશમાં ઉડીને કરે..... પણ લગ્નો અટકવાના નથી જ. અરે, ઇ-મેઇલ દ્વારા કરશે તો પણ પુરૂષ અને સ્ત્રી વચ્ચે જ લગ્ન થવાના!! કદાચ કોઇના લગ્ન કૂતરા સાથે થશે તો પણ જ્યાં સુધી પુરૂષ સાથે નહીં થાય સુધી તે લગ્ન પુર્ણતાને નહીં જ પામે. હા, લગ્ન પછી માણસનું રૂપાંતર માનવેતર પ્રાણીમાં થતું હોય એવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, ખરેખર તો એ લગ્નનો પરિપાક નહીં પણ લગ્નની આડઅસર જ સમજવી જોઇએ.

બુદ્ધિશાળી અને વિકાસશીલ ગણાતું માનવ પ્રાણી યુગોથી જે પ્રવૃત્તિ કરતું આવ્યું હોય તે સાવ તુચ્છ કે નાખી દેવા જેવું ના જ હોય. દુનિયાના દરેક દેશ અને કાળમાં જે કાર્યને પ્રોત્સાહન મળતું હોય એ કાર્ય આવશ્યક જ હોવું જોઇએ એમ સહજપણે સમજી સકાય તેવું છે. અરે, માત્ર એટલો જ વિચાર કરીએ કે આપણા દાદાના દાદાના દાદાના દાદાએ જે કામ આપણને વારસામાં સોંપ્યું છે તે લગ્ન કરવાનું! સંપુર્ણ રીતે આનુવંશિક કર્તવ્યકર્મ હોય તો એક માત્ર આ પરણવાનું જ છે. બીજા વાર્સાગત લક્ષણો કે રોગો તો વચ્ચેથી આવે છે અને અમુક પેઢી સુધી સાથે ચાલે છે અને થાકી જાય ત્યારે આપોઆપ છોડીને ચાલ્યા જાય છે. જ્યારે લગ્ન એક એવો ગુણ છે જે આપણા સુધી અખંડિત રહ્યો છે અને આપણા સંતાનો માટે આ જોવા અતિશય આતુર છીએ. અલબત્ત, આને ભુલ કે રોગ ના કહેવાની હિંમત ન કરતાં બુદ્ધિમાન પુર્વજોએ 'સંસ્કાર'જેવૂં સુસંસ્કૃત નામ આપીને માનવ જાત પર ખરા અર્થમાં ઉપકાર કર્યો છે. સંસ્કૃતિના ઘડવૈયાઓએ નક્કી કરેલા ષોડ્શ સંસ્કારોમાંથી કેટલાંક તો લુપ્ત થવાને આરે છે. પરંતુ 'વિવાહ' અને 'અંત્યેષ્ટી' આ બે સંસ્કાર આજે પણ એના એ જ સ્વરૂપે વિદ્યમાન છે. આ પરથી કહી શકાય કે મનુષ્યને લગ્ન કરવા ગમે છે અને તે હોંશમાં રહીને હોંશે હોંશે આ ગમતી ગૂંચમાં પ્રવેશવા તલપાપડ રહે છે. ચાર, પાંચ કે છ વખત લગ્ન કરનાર વ્યક્તિઓ પહેલી વાર લગ્ન કરતા શખ્સોને પ્રોત્સાહન પૂરું પાડે છે! આમ તે લગ્ન સંસ્થાની રક્ષા કરનાર દીવાદાંડીરૂપ બની રહે છે.

લગ્નની આટલી મહતા સમજાઇ હોય ત્યારે કોઇને લગ્ન ન કરવાની સલાહ આપવી એ કઠીન કામ છે, પરંતુ માણસના આચાર અને વિચારમાં પુષ્કળ અંતર હોય છે. આનો પૂરાવો લગ્ન વિશે પ્રતિભાવ છે, લગ્ન કરી લીધા હોયતેવા મનુષ્યો બીજાને લગ્ન ન કરવાનો ઉપદેશ આપવા દોડી જાય છે! પેલો પણ તેના ઉપદેશ્માંથી કંઇ ગ્રહણ કરવાને બદલે તેના આચરણનું જ અનુકરણ કરવા મરણિયો બને છે અને સમય આવ્યે પાછો પેલી જ સલાહની દુકાન ખોલી નાખે છે.જગતનાં તમામ દેશોમાં લગ્ન વિશેની વિવિધ માન્યતાઓ અને કહેવતો પ્રવર્તે છે. શેક્સપિયર જેવા મહાન નાટ્યકારે લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે જે પૃથ્વી પર ઉજવાય છે એવું કહ્યું છે. પૃથ્વી પર ઘટવાની ઘટના જો સ્વર્ગમાં નક્કી થતી હોય તો તેનો સંબંધ પરમાત્મા સાથે આપોઆપ જોડાઇ જાય છે. આ સંબંધનું અનુમોદન ભારતીય સંસ્કૃતિએ લગ્નને 'પ્રભુતામાં પગલા' તરીકે ઓળખાવીને કર્યુ છે. જો કે વિરોધાભાસી વલણોમાં હંમેશા મારુ ભારત મહાન રહ્યું છે. ષટ્દર્શનોનું જન્મસ્થાન આ દેશ છે તો સાથે સાથે ચાર્વાકોની માતૃભૂમિ પણ છે!ઇશ્વરને સગુણ-સાકાર સિદ્ધ કરનારી ધરતી આ છે તો પરમાત્માના નિર્ગુણ-નિરાકાર સ્વરૂપની સ્થાપના પણ અહીં જ થ ઇ છે. લગ્નને પ્રભુતામાં પગલાં માંડવાની ઘડી કે બે આત્માનું પવિત્ર મિલન અહીં જ માનવામાં આવે છે તો અહીંથી જ પ્રચાર થાય છે કે નારી નરકનું દ્વાર છે! તો પુછવાનું મન થાય છે કે નારી વગર પ્રભુતામાં પગલાં જાનવર સાથે માંડી શકાય ખરાં?


ડૉ. અમૃતલાલ કાંજિયા

Posted by Ashok at 3:50 PM 0 comments  

મારા વિશે

દોસ્તો,


આ બ્લોગ માં કવિતા, ગઝલ, વાર્તા, લઘુ કથા, જોક્સ, સરલ રોગોપચાર, વ્યક્તિ પરિચય, સ્થળ પરિચય, સુવિચારો, પ્રેરક પ્રસંગો, કે તમારા જીવન નો બનેલો કોઇ બનાવ જેનાથી બીજાને જાણવા કે પ્રેરણા મળે, કોઇ માહિતીપ્રદ લખાણ કે કોઇ લિન્ક , બાળ સાહિત્ય જેવા વિભાગો સમાવેશ કરવાનાં છે અને બ્લોગમાં વધુ ને વધુ ગુજરાતી રચના નો સમાવેશ કરવાની મારી ઇચ્છા છે માટે આપની પાસે સ્વરચીત કૃતી હોય અને તેને આપ બ્લોગ દ્વારા રજુ કરવા ઇચ્છો તો મારો સંપર્ક સાધવા વિનંતી. તમારી પાસે સારા ગુજરાતી ગીતો (એમ પી ૩) હોય તો પણ મને મોકલવા આપ સહુ ને મારી નમ્ર વિનંતી છે અને આશા છે કે આપ તરફથી સહકાર મળશે. અમને sabrasgujarati@gmail.com પર આપની કૃતિ નો ઇંતેજાર છે.

અહીં રજુ થયેલ તમામ કૃતિ નાં કોપી રાઇટ જે તે કૃતી ના સર્જક ના કે તેના દ્વારા જેને આપેલા છે તેના જ છે અને છતા પણ તેના હક નો ભંગ થતો હોય તો મને જણાવવા વિનંતી.

અંહી અમુક મારા મન પસંદ બ્લોગસ્ ની લીન્ક આપેલ છે

સબરસ ગુજરાતી

કહો છો તમે કેમ

મેઘ ધનુષ

સમન્વય


Tell Your friends

SocialTwist Tell-a-Friend

અનુસરણ
ગુજરાતી ટાઇપ પેડ


a

aa/c

i

I

u

U

E

e

ai

O

o

au
અં
aM
અઃ
a:

ka
કા
kaa
કિ
ki
કી
kI
કુ
ku
કૂ
kU
કૅ
kE
કે
ke
કૈ
kai
કૉ
kO
કો
ko
કૌ
kau
કં
kaM
કઃ
ka:

ka

kha

ga

gha

NGa

cha

Cha

ja

za

NYa

Ta

Tha

Da

Dha

Na

ta

tha

da

dha

na

pa

fa

ba

bha

ma

ya

ra

la

va

sha

Sha

sa

ha

La
ક્ષ
kShar
જ્ઞ
Jha
દ્વ
dwa
ક્ર
kra
કૃ
kR

R
શ્વ
shva
શ્ર
shra


Online Visitor:
Online Users
Locations of visitors to this page
Total Visit:
free counter

Free Blog Counter