કામ કરે તે કામણ પાથરે...

Sunday, March 8, 2009માણસ ની જિંદગી માં કોઈ પળ એવી આવે છે જયારે તે હિંમત હારી જાય છે. અને તેને આશ્ચર્ય એ વાત નું થાય છે કે જે રસ્તો તે હિંમત હારીને છોડી દે છે એજ રસ્તે આગળ વધીને બીજા સફળ થાય છે, માણસ હિંમત હારવાનું કારણ તેની નજરની એક મર્યાદા છે. વધુ માં વધુ એ ક્ષિતિજ સુધી જોઈ શકે છે એટલા વિસ્તારમાં જો એને કશુંજ ના દેખાય તો એ નિરાશ થઈ જાય છે, પણ જો એ થોડું વધુ ચાલે અને ક્ષિતિજની પેલે પાર એને કંઈક એવુ દેખાય છે જેનાથી તેના મનમાં આશા જાગે છે. માટે માણસે ગમે તેવા વિપરીત સંજોગોમાં ચાલ્યા જ કરવું જોઈએ.હુ જાણુ છુ કહેવામાં સહેલી લાગતી આ વાત કરવામાં ઘણીજ મુશ્કેલ. પોતાની જિંદગીની બાબતમાં માણસ સતત ગણત્રીઓ કર્યા જ કરે છે. આવતી કાલની આવનારા દિવસોની આવતા સમયની ગણત્રી માંડીને એ પોતાની જિંદગી ગોઠવે છે, પરંતુ જિંદગી નો પાર કોઈ ગણત્રીથી પામી શકાતો નથી, એમાં ઘણીવાર ગણત્રી પૂર્વકનુ કશુ જ બનતું નથી. માણસ ની બધી જ ગણત્રીઓ ખોટી પડે છે, જિંદગી ને સમય ના માપ દંડ માં બાંધી શકાતી નથી. જિંદગીના ખજાનાઓ અચાનક ખુલવા માંડે છે અને ગણત્રીવગરની અણધારી મુશ્કેલીઓ આવી પડે છે.દરેક વ્યકિત સફળતા ઝંખે છે , એટલુ જ સત્ય એ છે કે દરેક વ્યકિત એ સફળતા પહેલા જીવન ના કોઈ ને કોઈ ક્ષેત્ર માં સંઘર્ષ નો સામનો કરવો પડે છે, કોઈ સફળ વ્યકિત એવી નહી હોય જેને સફળતા પહેલા નિષ્ફળતા નો સામનો કરવો પડ્યો ના હોય. નિષ્ફળતા લગભગ વ્યકિત ને જીવન માં ક્યારેક ને ક્યારેક મળે છે , પરન્તુ પોતાની એ નિષ્ફળતા થી હતાશ થયા વિના જે લોકો ફરી ઉભા થઈ આગળ ચાલે છે એજ લોકો સફળતા ના શિખરે પહોંચે છે.પરંતુ એક વાત હું ચોક્કસ કહિશ કે સમય હંમેશા પલટાતો રહે છે માટે માણસે સારા સમય માં ફુલાયા વિના અને મુશ્કેલી માં ગભરાયા વિના હિંમતથી જીવવું જોઈયે.જે આત્મવિશ્વાસ અને સાહસ થી કહી શકે છે હું સફલળતા નીં પ્રતીક્ષા કરીશ તેનુ નસીબ તેની તરફ અત્યંત ઝડપ થી દોડી આવે છે, અને તેની પ્રત્યેક ઈચ્છાઓ પૂર્ણ કરી તેને ઐશ્વર્યસંપન્ન બનાવે છે.


સાહસ અને સફળતા નીં વાત આવે છે ત્યારે કોલંબસ ની યાદ અચૂક આવે છે. કોલંબસ ને પ્રુથ્વી ના નકશા માંથી ભારત શોધવા ની ઈચ્છા જાગી. અને તે પોર્ટુગલ ના કિનારે થી વહાણો હંકારી ને નિશ્ચિત દિશા વગર ભારત શોધવા નિકળયો પરન્તુ મહાસાગર કેટલો વિશાળ છે તેનીં તેને કલ્પના તેને નહોતી દિવસો ના દિવસો સફર કરી તેના ખલાસીઓ થાકવા લાગ્યા, અનાજ ના જથ્થા પૂરા થવા આવ્યા પણ કિનારો દૂર સુધી ક્યાંય દેખાતો નહોતો, અત્યંત થાક ના લીધે તેના બળવાખોર ખલાસીઓ એ તેને વહાણ પાછાં વાળો નહિતો મારી નાખવાની ધમકી આપી છતાં કોલંબસે હિંમત હાર્યા વગર વહાણ હંકારે રાખ્યા, થોડા દિવસો માં જમીન દેખાશે તેવી આશા ખલાસીઓ ને આપતો રહ્યો અને છેવટે થોડ દિવસો માં જમીન દેખાઈ સાથીદારો હર્ષ થી નાચી ઉઠ્યા, બધોજ વિશાદ ભુલાઈ ગયો અને ત્યાર બાદ એજ જમીન પર જે શહેર વસ્યુ તે આજનું અમેરીકા છે.મુસીબતો જ્યારે પણ આવે છે ત્યારે વાદળાઓ જેમ અચાનક એક સામટી ઘટાટોપ ઘેરાઈ જાય છે. પરંતુ વીંખાઈ જાય ત્યારે નાની વાદળી પણ જોવા મળતી નથી. મહેનત અને હિંમત એવી વસ્તુ છે જેના સાથ વિના કોઇ કામ સફળ થઈ શકતું નથી. એટલું જ નહી સામાન્ય જીવન વ્યવહારમાં પણ ડગલે ને પગલે તેની જરૂર પડે છે.આપણે મોટા ભાગ ના માણસો કામનું કદ જોઈને અને પ્રશ્નોની જટીલતા જોઈને ગભરાઈ જતા હોઈયે છીયે પરંતુ સામે દેખાતુ કામ આજે જ પૂરૂ કરી નાખવાનુ નથી. આજે ફક્ત તેની શરૂઆત કરવાની છે પુરૂ તો તેના સમયે કામ કરતા રહેશો એટલે ચોક્કસ થઈ જશે.આપણે આવા સંજોગો માં હિંમત હારી જઈએ, મુંઝાઈ જઈઍ, કોઈ રસ્તો સુઝે નહી ત્યારે મારી આ વાત યાદ રાખજો. ગમે તેવું મોટુ કામ પણ થોડુ થોડૂ કરીને આસાની થી પુરૂ થઈ જશે. ગમે તેવા વિકટ પ્રશ્નો ધીરજપૂર્વક ઉકેલવાથી ધીમે ધીમે સરળ બની જાય છે. પરંતુ હિંમત હારવાથી કશુ જ વળતું નથી.કાર્ય સિધ્ધિ માટે તન અને મનનું સહિયારા પણુ મહતમ ભાગ ભજવે છે, કળ અને બળના સમન્વયથી કામ ઝડપી બને છે, સાથો સાથ કામ ની ગુણવતા પણ વધે છે. કામમાં ઓતપ્રોત થવાથી ગતીશીલતા વધે છે, શ્રમ કર્યા વગર પસીનો પાડ્યા વગર કામ નુ શ્રેય મળતું નથી. વ્યકિત એ જરૂરીયાત અનુસાર શ્રમ તો કરવોજ પડે છે અને કરવોજ જોઇયે પેટમાં પડેલ ખોરાક પણ શ્રમ કર્યા વગર પચતો નથી માટે શ્રમીકજનનું ગૌરવ ઉંચુ અંકાય છે.સફળતા એટલે સ્વપ્ન સિધ્ધિ, સફળતા એટલે સમય ને શકિત ના સંયોજન નું શ્રેષ્ઠ પરિણામ, સફળતા એટલે પુરુષાર્થ અને પ્રારબ્ધ નું અદ્રભુત મીલન. સફળતા અને તર્ક્બધ્ધ આયોજન ઉચ્ચ કોટી ની વ્યવસ્થા નું ઉતમ ઉદાહરણ છે.કઠોર પરિશ્રમ અને મજબુત મનોબળનો કોઈ વિકલ્પ નથી. મહેનત કર્યા વગર કોઇનો પણ આરો નથી "જેમ આપ મુઆ વગર સ્વર્ગે ન જવાય" તેમ મહેનત અને હિંમત વગર મંઝીલે ન પહોચી શકાય, શ્રમને કર્મ સાથે સીધો સંબંધ છે. કોઇ પણ કામ માટે પસીનો તો પાડવો જ પડે છે. મહેનત ઍ એવી સોનેરી ચાવી છે. જે ભાગ્ય ના ધ્વાર ઉઘાડી નાખે છે. કર્મ અને ધર્મ બન્ને એક બીજાના પૂરક છે. કેવળ માળા જપવાથી કંઈ મળી જતુ નથી.
જે વ્યકિત માં નિષ્ઠા અને નૈતિકતા હોય, મન વિશ્વાસ થી ભર્યુ હોય અને જેના રોમ રોમમાં શ્રધા હોય તેના દરેક કાર્ય અચુક સિધ્ધ થાય છે. એક વાત ખાસ નોંધ કરજો જે માણસ અથાગ પરિશ્રમ અને મુશ્કેલી નો સામનો કરી સફળ થયા હશે તેનામાં માનવતાની જ્યોત સદાયે જલતી હશે." ન ધરા સુધી , ન ગગન સુધી , ન સાગર ના કિનારા સુધી, મારે તો જાવું છે ઉન્નતિ ના શિખર સુધી "
આ વાક્ય લખાયુ ત્યારે તાજેતર માં જ અંતરિક્ષ નો સફળતા પૂર્વક પ્રવાસ ખેડનાર સુનીતા વિલીયમ્સ ની તસવીર માનસ પટ પર ઉપસી આવી, મન માં વિચાર આવ્યો કે સાહસીક માણસો માટે સફળતા પ્રુથ્વી થી અંતરીક્ષ સુધી વિસ્તરી છે.જીવન રૂપી આકાશ માં આપણે એકલાએજ પતંગ નીં જેમ ઉંચે ઉડવાનુ છે. અને એક પછી એક પતંગો સાથે મુશકેલી રૂપી પેચ લડાવતાં લડાવતાં સફળતા ના શિખર સુધી પહોંચવા નું છે. ક્યારેક નિષ્ફળતા ના લીધે માણસો લઘુતા ગ્રંથી માં આવી જતા હોય છે, પરન્તુ આવુ થવાથી માણસ ક્યારેય સફળ થઈ શકતો નથી. એક વાત યાદ રાખજો "માણસ ની શાન ક્યારેય નીચે ના પડવાથી નહી પરન્તુ પડ્યા પછી માનભેર ઉભા થવાથી વધારે વધે છે".પાનખર ઋતુ માં વ્રુક્ષ નીં શોભા વધારતાં પાન અને ફ્ળ ડાળી પરથી ખરી પડે છે ત્યારે વ્રુક્ષ અત્યંત વેદના અનુભવે છે, આક્રંદ કરે છે, પરંતુ તે નિરાશ થઈ પડી જતુ નથી. તે જાણ્રે છે કે પાનખર પછી વસંત આવવાની જ હોય છે. અને તમે જોજો વસંત ઋતુ માં તેજ વ્રુક્ષ કેટલુ આનંદમય લાગે છે. કારણ તેને તેની શોભા વધારતા આભૂષણ પાછા મલી ગયા હોય છે, તેની ડાળીઓ પાછી પાન થી શોભવા લાગે છે, તેના પર પક્ષીઓ નો કલરવ પાછો ગુંજવા લાગેછે. આપણે પણ આટલું જ સમજવાની જરુર છે કે અંધકારા પછી પ્રકાશ, અને દુઃખ પછી સુખ અવશ્ય આવેજ છે. શુન્ય પાલનપૂરી નો આ નાનકડો શેર પણ ઘણું બધુ કહી જાય છે."ખુદ સમજી લે મન, તારા કર્મો થકી , તુંજ સ્વર્ગ અને તુંજ નરક નું ધામ છે."
પ્રમોદ પટવા

Posted by Ashok at 9:56 AM  
1 comments
namrata said...

khub j saras vichar, jivan jivva mate ane a pan himmat sathe ane safalta ma margdarshak bane evu aapnu lakhaan chhe, really very inspiring

March 9, 2009 at 8:23 AM  

Post a Comment

મારા વિશે

દોસ્તો,


આ બ્લોગ માં કવિતા, ગઝલ, વાર્તા, લઘુ કથા, જોક્સ, સરલ રોગોપચાર, વ્યક્તિ પરિચય, સ્થળ પરિચય, સુવિચારો, પ્રેરક પ્રસંગો, કે તમારા જીવન નો બનેલો કોઇ બનાવ જેનાથી બીજાને જાણવા કે પ્રેરણા મળે, કોઇ માહિતીપ્રદ લખાણ કે કોઇ લિન્ક , બાળ સાહિત્ય જેવા વિભાગો સમાવેશ કરવાનાં છે અને બ્લોગમાં વધુ ને વધુ ગુજરાતી રચના નો સમાવેશ કરવાની મારી ઇચ્છા છે માટે આપની પાસે સ્વરચીત કૃતી હોય અને તેને આપ બ્લોગ દ્વારા રજુ કરવા ઇચ્છો તો મારો સંપર્ક સાધવા વિનંતી. તમારી પાસે સારા ગુજરાતી ગીતો (એમ પી ૩) હોય તો પણ મને મોકલવા આપ સહુ ને મારી નમ્ર વિનંતી છે અને આશા છે કે આપ તરફથી સહકાર મળશે. અમને sabrasgujarati@gmail.com પર આપની કૃતિ નો ઇંતેજાર છે.

અહીં રજુ થયેલ તમામ કૃતિ નાં કોપી રાઇટ જે તે કૃતી ના સર્જક ના કે તેના દ્વારા જેને આપેલા છે તેના જ છે અને છતા પણ તેના હક નો ભંગ થતો હોય તો મને જણાવવા વિનંતી.

અંહી અમુક મારા મન પસંદ બ્લોગસ્ ની લીન્ક આપેલ છે

સબરસ ગુજરાતી

કહો છો તમે કેમ

મેઘ ધનુષ

સમન્વય


Tell Your friends

SocialTwist Tell-a-Friend

અનુસરણ
ગુજરાતી ટાઇપ પેડ


a

aa/c

i

I

u

U

E

e

ai

O

o

au
અં
aM
અઃ
a:

ka
કા
kaa
કિ
ki
કી
kI
કુ
ku
કૂ
kU
કૅ
kE
કે
ke
કૈ
kai
કૉ
kO
કો
ko
કૌ
kau
કં
kaM
કઃ
ka:

ka

kha

ga

gha

NGa

cha

Cha

ja

za

NYa

Ta

Tha

Da

Dha

Na

ta

tha

da

dha

na

pa

fa

ba

bha

ma

ya

ra

la

va

sha

Sha

sa

ha

La
ક્ષ
kShar
જ્ઞ
Jha
દ્વ
dwa
ક્ર
kra
કૃ
kR

R
શ્વ
shva
શ્ર
shra


Online Visitor:
Online Users
Locations of visitors to this page
Total Visit:
free counter

Free Blog Counter