આકાશ
Tuesday, February 3, 2009
આકાશ દયાળુ છે
નહિતર
આપણે માટે
ધગધગતો સૂરજ,
કાતિલ ઠંડકથી
દઝાડતો ચંદ્ર
છાતીએ ચાંપે?
વરસાદ માટે
છાતીમાં કાણાં
શું કામ પાડે?
અને આપણી આડોડાઇ તો જુઓઃ
આપણાં પર પડતાં
તમામ દુઃખોનો દેનારો ક્યાં?
એમ પુછાય ત્યારે
આપણે આંગળીતો
આકાશ
સામે જ ચિંધીએ છીએ.
ચીનુ મોદી
0
comments
Subscribe to:
Post Comments (Atom)