પાલક રોલ્સ
Thursday, February 5, 2009
પાલક રોલ્સ
સામગ્રી :200 ગ્રામ ચણાની દાળ,50 ગ્રામ બેસન,250 ગ્રામ પાલક (સાફ કરીને),50 ગ્રામ ફુદીનો,50 ગ્રામ કોથમીર,1 ચમચી અજમો, થોડી હિંગ, મીઠું-મરચું સ્વાદ પ્રમાણે,તળવા માટે ઘી.
રીત : સૌ પ્રથમ દાળને 4 થી 5 કલાક પલાળી થોડી કરકરી પીસી લો. તેમાં બેસન નાખીને કાપેલી પાલક, કોથમીર, ફૂદીનો અને બધો જ મસાલો નાંખીને લાંબા-લાંબા મધ્યમ આકારના રોલ્સ બનાવી લો. હવે એક તપેલીમાં પાણી મૂકીને ઉપર ચારણીમાં રોલ્સ મૂકી ઢાંકી દો. જેથી રોલ્સ વરાળથી સીઝશે. પાણી અડશે નહિ. લગભગ છથી આઠ મિનિટ પછી ખોલીને જુઓ. ચઢી ગયા હોય તો ઉતારીને ઠંડા થવા દો. ઠંડા થયા બાદ નાની-નાની સ્લાઈસમાં કાપીને હલકા ગુલાબી રંગનાં થાય ત્યાં સુધી તળી લો. ચટણી અથવા સોસ સાથે ગરમાગરમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
પ્રાચીબેન વ્યાસ તરફથી
0
comments
Subscribe to:
Post Comments (Atom)