પ્રાથમિક સારવાર- રક્તસ્ત્રાવ
Saturday, January 31, 2009
પ્રાથમીક સારવારમાં અંહીયા આપણે રક્તસ્ત્રાવ અને તેના ઇલાજ ની માહિતી આપી છે.
સામાન્ય નાની ઇજાઓમાંથી જ્યારે લોહી વહે છે ત્યારે લોહીની આપોઆપ ગંઠાઇ જવાની પ્રકૃતિને કારણે થોડી જ વારમાં લોહીનો ગઠ્ઠો થઇ જાય છે અને ત્યાંથી વધુ લોહી નીકળતું નથી. મોટી ઇજાના કારણે મોટી રક્તવાહિની કપાઇ ગ ઇ હોય ત્યારે લોહી ઝડપથી અને વધુ નીકળે છે ત્યારે રક્તસ્ત્રાવ ઝડપથી અટકાવવો જરૂરી બને છે. રક્તસ્ત્રાવ અટકાવવા નીચે દર્શાવેલ મુખ્ય બે રીતો અજમાવી શકાય:
૧) ઝખમ ઉપર સીધું દબાણ આપીને :
આ એક સૌથી સરળ અને અસરકારક ઉપાય છે, જે ભાગમાંથી લોહી નીકળતું હોય તે ભાગ પર ચોખ્ખું કપડું મુકી દબાવવુ જોઇએ અથવા જંતુ રહીત કાપડ મળી શકે તેમ હોય તો તે મુકીને જોરથી પાટો બાંધી દેવો જોઇએ. પાટો બાંધ્યા બાદ એ ભાગને હ્રદયની સપાટીથી ઊંચો રાખવામાં આવે છે.
૨) ટૂર્નિકેટ બાંધવું :
રક્તસ્ત્રાવ ઉપર આપેલ ઇલાજથી બંધ ના થાય તો ઇજાગ્રસ્ત ભાગથી હ્રદય તરફના ભાગે પાટો, રબ્બર કે કપડાંનો ટુકડો કસીને બાંધવો જોઇએ, આવા પાટાને ટુર્નિકેટ કહેવાય. ટુર્નિકેટ ૪૫ મિનિટમાં છોડી નાખવું જોઇએ.
(આરોગ્યની આસપાસ માંથી)
0
comments
Subscribe to:
Post Comments (Atom)