સાચા મિત્રની પસંદગી.
Saturday, January 31, 2009
મિત્ર તથા પડોશી પસંદગી બહુ અઘરી છે. અનેક લોકો તમારી પાસેથી પોતાનું કામ કઢાવવા તૈયાર હોય છે, પરંતુ એમનું કામ પતી ગયા પછી કોઈ તમને મદદ નહિ કરે. તેથી વ્યક્તિનું ચારિત્ર્ય, ટેવો, સંગ, શિક્ષણ વગેરેનો પૂરતો અભ્યાસ કર્યા પછી જ ખૂબ સાવધાનીથી મિત્રની પસંદગી કરવી જોઈએ. તમારો મિત્ર ઉદાર, બુદ્ધિમાન, પુરુષાર્થી અને સત્યપરાયણ હોવો જોઈએ. વિશ્વાસપાત્ર મિત્ર એક દિવ્ય ઔષધી છે. આપણે આપણા મિત્રો પાસે એવી આશા રાખવી જોઈએ કે તેઓ આપણા ઉત્તમ સંકલ્પોને દ્રઢ બનાવવામાં મદદરૂપ બનશે, દોષો અને ભૂલોથી આપણને બચાવશે તથા આપણી સત્યતા અને પવિત્રતાને પુષ્ટ કરશે. જો આપણે કુમાર્ગે જઈએ તો આપણને પાછા વાળશે. સાચો મિત્ર માર્ગદર્શક, વિશ્વસનીય અને સાચી સહાનુભૂતિવાળો હોવો જોઈએ.
આ જવાબદારી એ જ મિત્ર પૂરી કરી શકે કે જે દ્રઢચિત્ત અને સત્ય્પરાયણ હોય. જેમનામાં આત્મબળ હોય એવા જ મિત્રોનો સાથ લેવો જોઈએ, જેમ કે સુગ્રીવે રામનો સાથ લીધો હતો.
મિત્ર પ્રતિષ્ઠિત, શુદ્ધ હ્રદયવાળો, મૃદુલ, પુરુષાર્થી, શિષ્ટ અને સત્યનિષ્ઠ હોવો જોઈએ કે જેની પર આપણે વિશ્વાસ મૂકી શકીએ કે તે આપણેને છેતરશે નહિ. આવો સાચો મિત્ર મળવો તે આપણું સદાભાગ્ય છે.
કાંતિલાલ કરશાળા
જેતપુર
માનનીય શ્રી કાંતિલાલભાઇ ગાયત્રી પરિવાર સાથે સંકડાયેલ છે અને તેઓનો એક ખુદનો બ્લોગ છે ગાયત્રી જ્ઞાન મંદિર પર ક્લિક કરવાથી તેમનો બ્લોગ ખુલશે. આ લેખ આપવા માટે હું માનનીય કાંતિલાલભાઇ નો આભારી છું. અને આશા રાખું છું કે સતત આપણને આવું સરસ વાંચન આપતા રહે.... અશોક
0
comments
Subscribe to:
Post Comments (Atom)