પસંદગી
Monday, January 12, 2009
જાણીતા વિમ્બલ્ડન ટેનિસ ખેલાડી આર્થર એશ પર 1983માં હાર્ટ સર્જરી થયેલી ત્યારે લોહી ચડાવવામાં આવ્યું. તેમાંથી કમનસીબે એઇડ્સનો રોગ લાગુ પડ્યો.
એની અંતિમ અવસ્થામાં કોઇકે પૂછ્યું , “ તમને એવું નથી લાગતું કે કરોડો મનુષ્યોમાંથી ભગવાને આવા રોગ માટે તમારી જ પસંદગી શા માટે કરી?” આર્થર એશનો જવાબ કોઇ મહાત્માને શોભે તેવો હતો. એણે કહ્યું , “ આ દુનિયામાં પાંચ કરોડ બાળકો ટેનિસ રમવાનું શરૂ કરે છે. તેમાંથી પચાસ લાખ બાળકો ખરેખર ટેનિસ શીખે છે. તેમાંનાં પચાસ હજાર ટેનિસ નિયમિતપણે રમે છે. તેમાંથી પાંચ હજાર જેટલા લોકો જ પ્રોફેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લે છે. એમાંથી ફક્ત પચાસ ખેલાડીઓ જ વિમ્બલ્ડન સુધી પહોંચે છે અને એમાંના ફક્ત ચાર જ સેમીફાઇનલમાં પહોંચે છે. એમાંથી બે જણા ફાઇનલ રમે છે અને માત્ર એક જ જીતે છે. એ એક હોવાનું ગૌરવ જ્યારે મને મળ્યું ત્યારે મેં ભગવાનને એવું નહોતું પૂછ્યું કે આવા ગૌરવ માટે કરોડોમાંથી તેં મને જ કેમ પસંદ કર્યો ?”
1 comments
Anonymous
said...
badha aatlu positive vichare to duniya ma thi DUKH jevo shabda j bhusai jay....Bela Mankodi
Subscribe to:
Post Comments (Atom)