Friday, October 10, 2008
માનસિકતા
રાત નો સમય હતો છતા ચારે તરફ હજી પણ પુર ના પાણી નો ભયાનક અને ડરામણો ઘોંઘાટ છવાયેલો હતો. છગન કાલ રાત થી જાડ પર બેઠો હતો.તેની બાજુમાં પંડીતજી પણ બેઠા હતાં જાડની ડાળી પર. ગામ તો હવે દેખાતું પણ ન હતું. ફકત મકાનો ના છાપરા અને મોટા મોટા જાડો ની ઉપલી ડાળો જ દેખાઈ રહી હતી અને દેખાઈ રહ્યાં હતા એ વિજળી ના થાંભલાઑ ના તાર કે જેમાં ક્યારેય વિજળી આવી જ નહતી.પણ બિલ જરુર આવતું હતું...........
અચાનક ત્યારે જ જાડ ઉપર કંઈક સળવળાટ થતો અનુભવાયો .નીચે વળીને જોયું તો એક સાપ દેખાઈ રહીયો હતો કદાચ તે બિચારો પણ પોતાનો જીવ આ પાણી થી બચાવવા જાડ પર ચડી રહયો હતો. એમજ વિચારી ને છગને સાપ ને જવા માટે થોડી જગ્યા કરી આપી. સાપ ઉપર આવી ને તેની બાજુમાં બેસી ગયો. તે પોતેજ ડરી ગયેલો દેખાતો હતો તો કોઈ ને શું કરડવાનો પડીંતજી ઉંઘમાં હતાૢ પણ આટલા ઘોંઘાંટ માં કેવી રીતે સુઇ શકાય. પણ થોડા ઉંઘ માં હતા નહીતર ચીસો પાડી ઉઠત સાપ – સાપ...! કરીને.
----------અચાનક ઘડામ ! દઈને આવાજ થયો. છગન થોડો ડરી ગયો. બાલુ નાં ઘર ની દિવાલ પડી ગયી હતી. આ તેના પડવાનો જ આવાજ હતો. પંડીતજી પણ સભાન થઈ ને આમ તેમ જોવા લાગ્યા. જ્યારે છગન ની બાજું માં સાપ ને જોયો તો ઈશારા થી કહેવા લાગ્યા કે તારી પાછળ સાપ છે. છગન બોલ્યો કે કાંઈ વાધોં નહી ૢ મને પુછીને જ બેઠો છે. પંડીતજી મંદ મંદ હસવા લાગ્યા. છગન ની પાસે થોડા ચણા હતા તે પોતાની પોટલી ખોલી ને ખાવા લાગ્યો. પણ સાથે કોઈ ભૂખ્યો હોય તો એકલા કેવી રીતે ખાઈ શકાય તેથી તેણે પંડીતજી ને પુછ્યું કે તેઓ ચણા ખાશે
પંડીતજી પણ ભુખ્યા હતા પણ એક પછાત જાતીના છોકરાના હાથ નું કેવી રીતે ખવાય પણ બે દિવસ થી જાડ પર ભુખ્યા બેઠા હતા લટકી રહી ને ડાળ પર.......બીજો કોઇ ઉપાય પણ ના હતો. તેથી પછી તેમણે વિચાર્યુ કે ખાઈ લઉ અહી કોણ જોવાનું છે કેમકે હવે ભૂખ જવાબ દઈ રહી હતી. તેથી તેમણે છગન ની સાથે ચણા ખાઈ લીધા.હવે બંનેની ભૂખ લગભગ શાંત થઈ ગયી હતી.અને જ્યારે પેટમાં અન્નનો દાણો પડે તો ઉંઘ પણ આવી જતી હોય છે.તેથી બન્ને થોડીવારમાં જ સુઈ ગયા. અને બિચારો એ બન્નેને જોતો રહ્યો જાણે કે પહેરો દેતો હોય.
સવાર ના પંછીઓ ના કલરવે બન્નેની ઉંઘ ઉડી ગયી..જોયુ તો દૂર દૂર ગામના છોકરાઓ તરાપો જેવું બનાવી ને તેમની તરફ જ આવી રહીયા હતા....
પંડીતજી એ ઉભા થઈ ને હાકોટા પાડીને ધ્યાન દોરવા માંડ્યું. તે સાંભળી ને છોકરાઓ તેમની નજીક આવી પહોંચ્યા. જેવો તરાપો નજીક આવ્યો કે પંડીતજી કુદીને તેમાં બેસી ગયા અને હુકમ કરવા લાગ્યા કે ચલો ચલો જલ્દી ચલો ! છોકરાઓ એ પુછ્યું કે શું છગન ને નથી લેવાનો તો તેમણે કહ્યુ કે બીજા ફેરામાં આવો ત્યારે લઈ જજો તેને. અને તેઓ નીકળી ગયા................... .....તરાપો દૂર જઈ ચુક્યો હતો. છગન અને સાપ બન્ને જણા તેને જતો જોયા કરતા હતા.
છગને વિચાર્યુ કે ભલુ થજો કે સાપ માં જાતીપ્રથા નથી.
અને સાપ વિચારી રહ્યો હતો કે સારુ થયું કે હું મનુશ્ય નથી.

પ્રાચી વ્યાસ
0
comments
Subscribe to:
Post Comments (Atom)