સસલાનું સંશોધન
Saturday, February 9, 2008
એક સુંદર મજાના ખુશનુમા દિવસે જંગલમાં એક સસલો પોતાના દર પાસે બેસીને ટાઈપરાઈટર પર કશુંક ટાઈપ કરી રહ્યો છે ત્યાં એક શિયાળ ત્યાંથી પસાર થાય છે.
શિયાળ: ”શું ચાલે છે?
સસલો: ”સંશોધન”
શિયાળ: ”શું વિષય છે?”
સસલો: ”સસલાઓ શિયાળને કેવી રીતે ખાઈ જાય છે તે વિશે પી.એચ.ડી. કરું છું.”
શિયાળ: ”શું ધડ માથા વગરનો વિષય છે, સસલાઓ શિયાળને ખાઈ જ ન શકે.”
સસલો: “ચાલ મારી સાથે, હું તને દેખાડું…!”
બંને સસલાના દરમાં જાય છે. થોડા સમય પછી સસલો શિયાળના હાડકાને ચાટતો ચાટતો બહાર આવે છે અને પોતાના ટાઈપરાઈટર પર મંડી પડે છે.થોડી વારમાં એક વરુ ત્યાં આવે છે અને સસલાને એક ધ્યાન થઈને ટાઈપ કરતો જુએ છે.
વરુ: “આ શું લખી રહ્યો છે?”
સસલો: “હું થિસિસ લખી રહ્યો છું કે સસલાઓ વરુને કેવી રીતે ખાઈ જાય છે”
વરુ: “અને તને લાગે છે કે આ ગધેડાને તાવ આવે તેવા વિષય પર તું ડૉકટર થઈ શકશે?”
સસલો: “ચોક્કસ! તને શંકા હોય તો જાતે જોઈ લે..”
સસલો અને વરુ બંને દરમાં જાય છે અને થોડા સમયે એકલો સસલો બહાર આવે છે અને ટાઈપ કરવા લાગી જાય છે.
અંતે એક રીંછ આવીને પૂછે છે: “શું કરે છે?”
સસલો: “હું રિસર્ચ કરું છું કે સસલાઓ રીંછને કેમ ખાય છે.”