પિયુ
Saturday, February 9, 2008
પે'લ્લા વરસાદનો છાંટો મુને વાગિયો
હું પાટો બંધાવવાને હાલી રે!
વેંત વેંત લોહી કાંઇ ઊંચુ થિયુંને જીવ
ને તો ચડી ગઇ ખાલી રે!
સાસુ ને સસરાજી અબઘડીએ આવશે
કાશીની પૂરી કરી જાતરા રે!
રોજિંદા ઘર કામે ખલ્લેલ પહોંચાડે મુંને
આંબલીની હેઠ પડ્યા કાતરા રે!
પિયુજી છાપરાને બદલે જો આભ હોત
તો બંધાતી હોત હું ય વાદળી રે!
માણસ કરતા જો હોત મીઠાની ગાંગડી
તો છાંટો વાગે ને જાત ઓગળી રે!!!!!!!
અનિલ જોશી
0
comments
Subscribe to:
Post Comments (Atom)