મેઘ ધનુષનાં બે રંગ માત્ર - તોયે જિંદગી મેઘધનુષી ભાગ :૩ બાબુ બાબી ની વાતો
Sunday, December 18, 2011
“પ્યાર કા પહલા ખત લિખને મેં વક્ત તો લગતા હૈ.
નયે પરિંદો કો ઉડને મેં વક્ત લગતા હૈ.
જીસ્મ કિ બાત નહિ થી, ઉનકે દિલ તક જાના થા.
લંબી દુરી તય કરને મેં વક્ત તો લગતા હૈ.”
સફેદ વીટ્રીફાઈડ ટાઈલ્સવાળી ગેલેરીમાં હિંચકામાં ઊંધી પડી હાથોથી જમીનને ઠેસ મારીને સિમોન હિંચકો હિન્ચાકાવતી હતી. મધુમાલતીનાં ફુલો જમીન પર વેરાયેલા હતાં.
છેલ્લા છેલ્લા સૂર્યનાં કિરણો ફુલોની સાથે જ જમીન પર પથરાયેલા હતાં. તેની સોનેરી આભા મધુમાલતીનાં ફુલોને પણ બનાવી રહી હતી. તેની સુગંધ સિમોનનાં ઘેરાયેલા મનને વધુ ઘેરી બનાવી રહી હતી.
સીમોને એક ફુલ લઇ તેણે આંગળીમાં અંગુઠાથી ગોળ ફેરવ્યું, પછી સૂંઘ્યું, તેની આંખો બંધ થઇ ગઈ. તેણે વિચાર્યું, “યે પ્યાર ભી નાં....”
જગજીતસીંગનો અવાજ જાદુની જેમ વાતાવરણમાં ફેલાતો હતો. તેના અવાજની તાકાત એવી હતી કે વાતાવરણ આપોઆપ આલ્હાદક બની જતું.
સિમોન બંધ આંખોમાં રામને યાદ કરતી હતી. એવું તે શું હતું કે તે બે મીનીટથી વધુ રામને ભૂલી શક્તિ ન હતી.
તેણે વિચાર્યું, રામના જીવનમાં પ્રવેશ પછી શું પરિવર્તન આવ્યું? અને તે મલકી........
નાની હતી ત્યારે વાવાઝોડું, દરિયો, પ્લેન, વિકરાળ પ્રાણીઓ બધાથી ડરતી. જરૂરથી વધુ અવાજ તે ક્યારેય સહન કરી શક્તિ નહી. તે બહુ ઋજુ હતી, આ ઋજુતા તેણે હંમેશા સતાવતી. લોકોની સાથે તે બહુ હળીમળી શકતી નહી. તે ભલીને ભણવાનું ભલું.
પરંતુ નોકરી શરુ કર્યા તુરંત રામ સાથે પરિચયમાં તેણે રામનો સહવાસ, પોતાના સ્ટડી રૂમ જેટલો જ સાંત્વના આપતો લાગતો, હુંફાળો લાગતો, મોકળાશ વાળો લાગતો. દુનિયાની ભીડભાડમાં રામનું સાનિધ્ય તેને અજબ શાંતિ આપતું હતું તેનો લોકો પર અને કામ પર આત્મવિશ્વાસ વધવા લાગ્યો. તેણે લાગ્યું કે દુનિયાનો મુકાબલો કરી શકશે.
વિચારમાં જ તે હિંચકા પર સીધી થઇ અને પછી બંને પગ જમીન પર મૂકી ઊભી થઇ. તેનો સુંદર સફેદ ભરતભરેલો દુપટો હીંચકાનાં સળીયામાં જ ફસાયેલો હતો, તે ચોંકી ગઈ અને તે રામ સામે જોતી હોય તેમ હસીને દુપટો હાથમાં લીધો.
ગેલેરીની પાસે ઊભીને તે અસ્ત થતા સૂરજને જોઈ રહી હતી. જાણે સૂર્ય દ્વારા રામ સાથે અનુસંધાન સાધતી હતી. તેણે નીચે દુકાનો – માર્કેટમાં અવાજો સાંભળ્યા.. તે જાણે જમીન ઉપર આવી ગઈ.
માર્કેટમાં કેટલીય દુકાનો છે, કોઈ દુકાન શું “ પ્યારની દુકાન” જોઈ શકે? કે જ્યાં જઈને કહેવાય ‘૨૫૦ ગ્રામ’ પ્યાર આપો ને!!!!!!!!!!!
“હમ મજબુર હૈ સ્વતંત્ર હોને કો! આ કહ્યું છે સાત્ર એ, કંડેમ્ડ ટુ બી ફ્રી !
કારણ ઓશોનાં મત મુજબ આપણે પરતંત્ર થઇ શકીએ તેટલા સ્વાભાવિક નથી કે શક્તિશાળી નથી. આથી જ સ્વતંત્રતા જ માણસ માત્ર ને જોઈએ છે.
માત્ર ને માત્ર પ્રેમ જ એવી પરિસ્થિતિ છે જેમાં માણસ સ્વઇચ્છાથી બીજા નાં પ્રેમમાં પરતંત્ર થઇ જાય છે.....
પોતાની જિંદગી દાવ પર લગાડી દે છે. પોતાનું હૃદય તૂટી જાય ત્યાં સુધી તે તેને બીજાની લાગણીઓથી ટીંપાવા દે છે.
સિમોન ફરી બોલે છે, ‘ઉફ ..... યે રામ ભી નાં.....’ તે પોતાની લાઈટ બ્રાઉન આંખો સુરજની આંખો માં પરોવે છે. તેણે ખ્યાલ નાં હતો કે પ્રેમની આભા તેના ચહેરાને ચમકાવી રહી હતી જે સૂરજ ને ઝાંખો પાડે તેવી હતી.
તેને યાદ આવ્યું કે હજી બે વર્ષ પહેલાં તો તેણે રામને કહ્યું હતું “મુઝે આપસે પ્યાર હૈ”
રામ અને સિમોન અનાયાસે બજારમાં ભેગા થઇ ગયાં હતાં અને એક બીજાને જોઈ જાણે લોટરી લાગી હોય તેમ ખુશ થયા હતાં. શેરડીનો રસ પીતાં પીતાં જ સીમોને અચાનક જ રામને કહ્યું હતું “મુઝે આપસે પ્યાર હૈ”
રામ શેરડીનો રસ ગળે ઉતારી શક્યો નાં હતો પણ તેણે આંખોથી જ સુંદર સ્મિત આપ્યું જેમ કે સુંદર વાક્યનું પૂર્ણવિરામ! સ્વિકાર !!
આમ શું પ્રેમમાં પડવું ને વળી સ્વિકારવું શું સરળ હોતું હશે? કેવી વ્યક્તિ નિખાલસતાથી ‘I love you’ કહે? જો કહે તો તે કહેવા માટે ખરેખર તો માત્ર હૃદયની જ જરૂર હોતી હશે. જે કહેવા માટે દિવસોની રાહ જોવે તેને ‘I love you’ કહેવામાં મગજની જરૂર હોતી હશે.શરીરમાં જે સરળતાથી લોહી ફરતું હોય તેમ જ તે શબ્દ સરળતાથી સ્ફૂરે તે જ સાચું ‘I love you’. ને સામેનાં પાત્ર ને તે ખબર જ હોય તો ....ishhh.... ક્યા કહેના!!
જે વ્યક્તિ સૌથી પહેલાં ‘I love you’ કહે તે પ્રેમાળ હૃદય, પ્રેમાળ પળ, પ્રેમાળ સૃષ્ટિની માલિક હોય છે તે નક્કી. આ સિમોનને જ જોઈ લો.
ચાલો હવે રામ ને મળીએ ....
રામ પાણીમાં કાંકરી નાખતો હતો. બેધ્યાન પણે કાંકરી પાણી માં નાખવી, તેનું આવું આરામથી પાળી પર બેસવું- તે પણ સાંજના સમયે!!!! સાવ જ અન યુઝવલ હતું, તે ક્યારેય આવો નિર્લેપ – નિશ્ચિંત બન્યો ન હતો. આજે તે અચાનક જ એકલો હતો. ઘેર બધા લગ્નમાં ગયાં હતાં ને સિમોન પણ બહારગામ.
નાનકડા તળાવનો સરસમજાનો ઘાટ અને ચારે તરફ વ્રુક્ષો,અને તળાવમાં જવાના પગથીયા પણ એકદમ વ્યવસ્થિત હતાં. બધું જ સુંદર અને મનભાવન હરિયાળું હતું. ને આકાશ તો જાણે રામ માટે જ આથમ્યા પહેલા જ ગુલાબી અને કેસરી બન્યું હતું. તે પણ અદ્દશ્ય રીતે રામને કંપની આપતું હતું.દૂર થોડા સફેદ ગુલાબી કમળો પણ ઉગ્યા હતાં.
રામને યાદ આવ્યું કે સિમોન કદાચ આ ક્ષિતિજ જેટલી જ દૂર છે અને તો પણ તેની હાજરી તેના જીવનમાં આકાશ જેટલું જ સાતત્ય ધરાવે છે.
વળી તેણે યાદ આવ્યું કે, પહેલાં પહેલાં તો સિમોન તેને વ્યવહારિક વાતો પુછવા, બસના ટાઈમિંગ, એટીએમ એડ્રેસ કે ટેક્સી ડ્રાયવરનાં નંબર માટે ફોન કર્યા કરતી. રામને થતું કે સિમોન ને તેની વાતો સાંભળવી ગમે છે.
પરંતુ જયારે તેને એમ લાગ્યું કે બંનેને એકબીજા સાથે વાતો કર્યા વિના નથી ચાલતું ત્યારે તે બંને બીજા લોકોની હાજરીમાં ઓછી વાતો કરતાં થઇ ગયાં હતાં.
ક્રમશ:
આભાર સહ સબરસગુજરાતી
www.sabrasgujarati.com
