ફોરા વરસાદના
Sunday, June 15, 2008
આજે અહીંયા થોડા વરસાદી બાળગીતો મુકું છું આશા છે કે આપ બાળકોને સાથે રાખીને માણશો....
અમે ફોરા વરસાદના ઝીલીએ રે.....
અમે પડતા વરસાદમાં નાહીએ રે... અમે ફોરા
અમે નાહીને પાણી ઉડાડીએ રે........
અમે કાગળની હોડી બનાવીએ રે.... અમે ફોરા
અમે હોડી તળાવમાં મુકીએ રે....
અમે વાદળનું ગીત ગાઇએ રે....અમે ફોરા
અમે માટીના દહેરા બનાવીએ રે......
અમે દહેરા બનાવીને ભાગીએ રે.... અમે ફોરા
અમે તાથા થનક થઈ નાચીએ રે
અમે હા હા હી હી કરીએ રે... અમે ફોરા
2
comments
nilam doshi
said...
આપ મારા બ્લોગ પરથી મારી કોઇ રચના લેવા ઇચ્છો તો જરૂર લઇને મૂકી શકો છો. તેમા મોટા ભાગની કૃતિઓ કોઇ ને કોઇ છાપા કે મેગેઝિનમાં પ્રગટ થઇ ચૂકી છે. જે જાણ ખાતર. અને હા આપના બ્લોગ પર મૂકો તો જાણ જરૂર કરશો.
http://paramujas.wordpress.com
Subscribe to:
Post Comments (Atom)