નયન ને બંધ
Saturday, March 1, 2008
અશ્રુ વિરહ ની રાત ના ખાળી શક્યો નહી
પાછા નયન ના નૂર ને વાળી શક્યો નહી
હું જેને કાજ અંધ બન્યો રોઇ રોઇ ને
ઍ આવ્યા ત્યારે તેમને નીહાળી શક્યો નહી....
નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે તમે છો
તેના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને .....
ઋતુ ઍક જ હતી પણ રંગ નહોતો આપણો ઍક જ
મને સહેરાઍ જોયો છે બહારે તમને જોયા છે
તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને .....
પરંતુ અર્થ ઍનો ઍ નથી કે રાત વીતી ગઈ
રાત વીતી ગઈ..... રાત વીતી ગઈ..
પરંતુ અર્થ ઍનો ઍ નથી કે રાત વીતી ગઈ
નહી તો મે ઘણી વેળા સવારે તમને જોય છે
તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને .....
હકીકત મા જુઓ તો ઍ ઍક સપનું હતુ
મારુસપનું હતુ મારુ.... સપનું હતુ મારુ.....
હકીકત મા જુઓ તો ઍ ઍક સપનું હતુ મારું
ખુલી આંખે મે મારા ઘરના દ્વારે તમને જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને .....
નહીતર આવીરીતે તો તરે હી લાશ દરિયા મા
નહીતર આવીરીતે તો તરે હી લાશ દરિયા મા
મને લાગે છે કે ઍણૅ કિનારે તમને જોય છે
તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને .....
નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે
તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે
1 comments
Subscribe to:
Post Comments (Atom)