વાનગી
Tuesday, January 26, 2010
શિંગોળાની ખાંડવી
સામગ્રી :
400 ગ્રામ શિંગોળાનો લોટ,
ત્રણ વાટકી છાશ,
દોઢ વાટકી કોપરાનું ખમણ,
મીઠું પ્રમાણસર,
રાઇ 1 ચમચી,
હિંગ ચપટી,
વાટેલા આદુ મરચા 1 ચમચી,
જીરુ 1 ચમચી,
1 ઝુડી કોથમીર.
રીત :
એક જાડા તપેલામાં શિંગોળાનો લોટ લેવો. તેમા છાશ અને મીઠું નાખીને ખીરુ બનાવીને તેને ગરમ કરવા મુકવું. ખીરાને સતત હલાવતા રહેવું. લોટ બફાઇ જાય અને લચકા પડતો થાય તથા તપેલાની કીનારી છોડે ત્યારે તેમાં આદુ મરચા નાખવા, પછી તેને પાટલા ઉપર કે થાળીમાં તેલ લગાવીને સપાટ પાથરી દેવું પછી કાપા પાડીને તેના રોલ બનાવી લેવા. ત્યારબાદ કડાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરા અને લીમડાનો વઘાર કરીને ખાંડવી ઉપર રેડવું. પછી તેના પર સમારેલી કોથમીર તથા કોપરાનું ખમણ ભભરાવવું. ગરમા-ગરમ પીરસવી.
પ્રાચી વ્યાસ
0
comments
Subscribe to:
Post Comments (Atom)