ભારતભરમાં આવેલ ગુજરાતી સમાજોની યાદી
Wednesday, September 7, 2011
| 1 | કોટા | શ્રી ગુજરાતી સમાજ ભવન ટ્રસ્ટ, કેનાલ રોડ, અણુવ્રત ભવન પાસે, ગુમાનપુરા, કોટા. ફોન નં. 20120 |
| 2 | જયપુર | શ્રી ગુજરાતી સમાજ, મહાવીર માર્ગ, સી સ્કીમ, જયપુર. ફોન નં. 363660, 371846 |
| 3 | જયપુર | (1) શ્રી ગુજરાતી સમાજ, ચાંદપોલ બજાર, જયપુર. ફોન નં. 373817 (2) શ્રી જયપુર ગુજરાતી સમાજ, સી સ્કીમ, મહાવીર માર્ગ, જય કલબની સામે. (3) જયપુર ગુજરાતી અતિથિ ગૃહ |
| 4 | અજમેર | સરદાર પટેલ અતિથિ ગૃહ, હાથી ભાટા, ગેંદાલાલ સ્ટ્રીટ, શ્રી ગુજરાતી મહામંડળ, અજમેર. ફોન નં. 22385, 21832 |
| 5 | જોધપુર | શ્રી ગુજરાતી સમાજ, પરમાર ભવન, વક્તાવરમલજીનો બાગ, જોધપુર. |
| 6 | ઉદયપુર | શ્રી ગુજરાતી સમાજ, અહમદાબાદ મેઇન રોડ, રેલ્વે સ્ટેશન પાસે, અપ્સરા સિનેમાની સામે, ઉદયપુર. ફોન નં. 25870, 83595 |
| 7 | આબુ રોડ | શ્રી ગુજરાતી સમાજ, સરદાર પટેલ કોલોની, અંબાજી રોડ, આબુ રોડ. ફોન નં. 2258 |
| 8 | ઉજ્જૈન | શ્રી ગુજરાતી સમાજ, અનંતિકાલય, તિલક માર્ગ, ઉજ્જૈન. |
| 9 | ભોપાલ | શ્રી ગુજરાતી સમાજ, આનંદ બિહાર સ્કુલની સામે, ટી.ટી. નગર, ભોપાલ. ફોન નં. 5581379 |
| 10 | ઇન્દોર | શ્રી ગુજરાતી સમાજ, મહારાણી રોડ, ઇન્દોર. ફોન નં. 37757 |
| 11 | ગ્વાલીયર | શ્રી ગુજરાતી સમાજ, મેન રોડ, ગ્વાલીયર. |
| 12 | નાગપુર | (1) શ્રી ગુજરાતી નવ સમાજ, શાહપુરા જૈન દેરાસરની પાસે, ઇતવારી, નાગપુર. (2) શ્રી ગુજરાતી સમાજ, 110, રામદાસ શેઠ, નાગપુર – 10 |
| 13 | મુંબઇ | શ્રી મુંબાલ ગુજરાતી સમાજ, એ-1 જીવનજોત, સેતલવાડ લાઇન, નેપીયન્સી રોડ, મુંબઇ |
| 14 | જલગાંવ | શ્રી ગુજરાતી સમાજ મિત્ર મંડળ, દાણા બજાર, પોલન પેઠે, જલગાંવ. ફોન નં. 23067, 22211 |
| 15 | ધુલિયા | શ્રી ગુજરાતી સમાજ, ગ્રીન પાર્ક સ્ટેશનની સામે, ધુલિયા. ફોન નં. 20214, 20119 |
| 16 | પૂના | શ્રી ગુજરાતી સમાજ, 874, રવિવાર પેઠ, પૂના. |
| 17 | આકોલા | શ્રી આકોલા ગુજરાતી સમાજ, જી.પી.ઓ. પાછળ, મેઇન રોડ, આકોલા. |
| 18 | માથેરાન | શ્રી માણિકલાલ ટેરેસ, હોટેલ રૂબી, માથેરાન (ગુજરાતી સંચાલન) |
| 19 | નાસિક | શ્રી ગુજરાતી સમાજ, પંચવટી એજ્યુકેશન સોસાયટી, નાસિક. |
| 20 | હૈદ્રાબાદ | શ્રી ગુજરાતી પ્રગતિ સમાજ, ગિરિરાજ ભવન, સુલતાન બજાર, રોયલ સિનેમા પાસે, બેન્ક સ્ટ્રીટ, હૈદ્રાબાદ. ફોન નં. 557566 |
| 21 | બેંગલોર | શ્રી ગુજરાતી મિત્ર મંડળ, જે.જે. ચોકસી, દેના બેન્ક કેમ્પ, ગોવાડા રોડ, બેંગલોર. |
| 22 | ભોપાલ | શ્રી ભોપાલ ગુજરાતી સમાજ, મેઇન રોડ, ભોપાલ. |
| 23 | ચેન્નઇ (મદ્રાસ) | શ્રી ગુજરાતી મંડળ, 116-બ્રોડ-વે સાયકલ બજાર, ગુણવંતી ભવન, પ્રકાશન રોડ, ચેન્નઇ. |
| 24 | સિકન્દ્રાબાદ | શ્રી ગુજરાતી સેવા મંડળ, 1141, રાષ્ટ્રપતિ રોડ, જી-2, સિકન્દ્રાબાદ. ફોન નં. 81576, 821547 |
| 25 | વિશાખાપટ્ટમ | શ્રી વિશ્રામ પર્વત, 8-1-7, બાલાજીનગર, વિશાખાપટ્ટમ |
| 26 | અમૃતસર | શ્રી ગુજરાતી સમાજ મિત્ર મંડળ, અમૃતસર. |
| 27 | ચંદીગઢ | શ્રી ગુજરાતી સમાજ, 41/18, સેક્ટર-એ, ચંદીગઢ. |
| 28 | આગ્રા | શ્રી ગુજરાતી સમાજ, કચહટી ઘાટ, બેલનગંજ, આગ્રા. ફોન નં. 3656121 |
| 29 | અલ્હાબાદ | શ્રી ગુજરાતી સમાજ પ્રયાગ અતિથિ ગૃહ, મુઠી ગંજ, કરધર રોડ, ગૌતમ સિનેમા પાસે અલ્હાબાદ. ફોન નં. 607140, 607117. |
| 30 | હરિદ્વાર | (1) શ્રી હરિદ્વાર ગુજરાતી ધર્મશાળા ટ્રસ્ટ, રા.બ. જેસારામ રોડ, સ્ટેશનની પાસે, હરિદ્વાર. ફોન નં. 427153 (2) નાનજી કાળીદાસ ગુજરાતી ભવન, નિરંજન ચાવડા રોડ, ગંગા કિનારે. |
| 31 | કાનપુર | શ્રી ગુજરાતી સમાજ, 27/54, કેનાલ રોડ, પુરાણી દાલ બજાર, નવાગંજ, ચાર રસ્તા, કાનપુર. ફોન નં. 312496, 369493. |
| 32 | મથુરા | રાધેશ્યામ આશ્રમ (ગુજરાતી સમાજ), બંગાલી ઘાટ, મથુરા. |
| 33 | વારાણસી | (1) રોબેકો હાઉસ, શેખ સલીમ ફાટક, ખાન હરિબા ખુરાના, વારાણસી, ફોન નં. 63001, 52005. (2) સી.કે. 14/5, નંદબાબા સાહુ લેન, વારાણસી. |
| 34 | અયોધ્યા | શ્રી ગુજરાતી સમાજ, અયોધ્યા. ફોન નં. 61675 |
| 35 | કર્ણાટક | બેંગલોર વૈણવ સમાજ (ગુજરાતી) ચેરીટેબલ ટ્રસ્ટ, 29, પ્રથમ મેન, સાગર સિનેમા પાસેની શેરીમાં, બેંગલોર. ફોન નં. 2261034 |
| 36 | દિલ્હી | (1) દિલ્હી ગુજરાતી સમાજ, 2 રાજ નિવાસ માર્ગ, સીવીલ લાઇન્સ, સરદાર વલ્લભભાઇ ભવન, દિલ્હી -6. (2) ગુજરાતી ભવન, અશોકા હોટલ પાસે, ચાણક્યપુરી, દિલ્હી. |
| 37 | રામેશ્વર | ગુજરાતી ભવન, 14/16 સન્નાથ સ્ટ્રીટ, મુખ્ય મંદિર સામે, રામેશ્વર -2 |
બાળ સબરસ મેગેઝીન
Wednesday, August 17, 2011
સબરસ આપ સર્વેને સતત નવું આપવા પ્રયત્નશીલ છે. બાળકોની ન્યારી દુનિયાની નિર્દોષ સફરે અમે આપને લઈ જઈએ છીએ આ બાળ ઈ- મેગેઝિન દ્વારા. આશા છે કે આપને આ મેગેઝિન ખુબ ગમે.
નીચે આપેલ લીંકને ક્લિક કરવાથી આપ મેગેઝિન ને pdf ફાઈલમાં વાંચી શક્શો.
આપ આને ડાઉનલોડ કરીને પ્રિંટ નિકાળી શકો છો .
વિધવા મહિલાઓને આર્થિક સહાય યોજના
Saturday, August 13, 2011
રાજ્યમાં વિધવા મહિલાઓને આર્થિક સહાય માટેની અનેક યોજનાઓ ઉપલબ્ધ છે. આ યોજનાઓ થકી તેમના જીવનમાં રાહત અને સુવિધા પ્રાપ્ત થતી હોય છે. અહીં આવી યોજનાઓની માહિતી પ્રસ્તુત છે.
પુન:સ્થાપના માટેની આર્થિક સહાય
(અ) લાભ કોને મળવાપાત્ર છે.
1, અરજદાર વિધવા મહિલાની ઉંમર 18 વર્ષથી 64 વર્ષ સુધીની હોવી જોઇએ.
2, 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર ન હોય.
3, અરજદારની વ્યક્તિગત વાર્ષિક આવક રૂ. 24,000 થી વધુ ન હોય, તેમજ કુટુંબની વાર્ષિક આવક રૂ. 45,000 થી વધુ ન હોવી જોઇએ.
4, 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર હોય જે અસ્થિર મગજનો હોય અથવા 75 % થી વધુ વિકલાંગતા ધરાવતો હોય અને બિનકમાઉ હોય તો.
5, ગુજરાત રાજ્યના વતની હોવા જોઇએ.
(બ) યોજના હેઠળ મળવાપાત્ર લાભ
1, આ યોજના હેઠળ લાભાર્થીને માસિક રૂ. 500 લેખે માસિક સહાય પોસ્ટ ઓફિસ બચત ખાતા મારફતે લાભાર્થી બચત ખાતામાં જમા કરાવવામાં આવે છે.
2, લાભાર્થી પર આધારિત બાળકોને (બે બાળકોની મર્યાદામાં) બાળકદીઠ માસિક રૂ. 80 લેખે દર માસે ચુકવવામાં આવે છે.
3, યોજના હેઠળની 18 થી 40 વર્ષની વયજૂથના લાભાર્થીઓને સ્વરોજગારની તાલીમ લેવી જરૂરી છે.
4, આ યોજના હેઠળના 18 થી 40 વર્ષની વયજૂથના લાભાર્થીઓને સ્વરોજગારની તાલીમ આપી નિયમ મુજબ સાધન સહાય ચુકવવામાં આવે છે અથવા તો રોજગારી માટે લોન નિયમ મુજબ માર્જીન મનીરૂપે આપી પુન:સ્થાપિત કરવામાં આવે છે.
5, 40 વર્ષથી વધુ અને 64 વર્ષની ઉંમર સુધીની વિધવાઓને યોજના હેઠળના અન્ય નિયમોનુસાર પાત્રતા ધરાવતા હોય તો 64 વર્ષ સુધીની ઉંમર પુરી થતા વૃદ્ધ પેન્શન માટે નવી અરજી કર્યા સિવાય, પાત્રતા ધરાવતા નિરાધાર વિધવા લાભાર્થીઓના કેસો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી જરૂરી ભલામણ સાથે સંબંધિત પ્રાંત અધિકારીશ્રીને મોકલે છે. જ્યાં પુન:ચકાસણી સિવાય વૃદ્ધ પેન્શન મંજુર થાય છે.
6, તા. 01-04-2008 થી યોજનાના લાભાર્થીઓને રાજ્ય સરકારની જૂથ વીમા યોજના હેઠળ રૂ. 1,00,000 નું વીમા કવચ ઉપલબ્ધ કરવામાં આવે છે.
(ક) અરજી કરવાની સમય મર્યાદા-પતિના મૃત્યુ થયાની તારીખથી બે વર્ષમાં અરજી કરવાની રહેશે. પરંતુ ખાસ કિસ્સામાં કલેક્ટરશ્રી બે વર્ષ બાદ કરેલી અરજી મંજુર કરી શકે છે.
(ડ) અરજીપત્રક સાથે સામેલ કરવાની માહિતી.
1, અરજીપત્રક સંબંધિત પ્રાંત કચેરી/કલેક્ટર કચેરી/જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરીએથી વિના મૂલ્યે મળે છે.
2, અરજીપત્રક સાથે પતિના મરણનો દાખલો.
3, આવકનો દાખલો.
4, જમીન ધરાવતા હોય તો 7/12 નો ઉતારો.
5, અરજદારના બાળકોની ઉંમરના પુરાવા/દાખલા.
6, અસ્થિર મગજ તેમજ વિકલાંગ બિનકમાઉ પુત્ર હોય તો તેનું મેડિકલ પ્રમાણપત્ર/ વિકલાંગ ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ.
7, અરજીપત્રક ભરી જિલ્લા પ્રાંત અધિકારીની કચેરીને રજુ કરવાનું રહેશે, જે પુરાવા ચકાસી યોગ્ય જણાયે સહાય મંજૂરી આદેશ કરશે.
તાલીમ દ્વારા પુન:સ્થાપન યોજના
(અ) યોજના હેતુ :
રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા હસ્તકની નિરાધાર વિધવાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાય યોજના હેઠળના 18 થી 40 ની ઉંમરના લાભાર્થીને તાલિમ આપી પુન:સ્થાપન કરવામાં સઘન પ્રયત્નો રૂપે અમલી છે.
(બ) લાભ કોને મળી શકે ?
1, 18 થી 40 વર્ષની ઉંમરના લાભાર્થીઓને યોજનાનો લાભ મળી શકશે.
2, નિરાધાર વિધવા સહાય યોજના હેઠળ સહાય મેળવતા હોવા જોઇએ.
3, ટૂંકાગાળાના સ્વરોજગારલક્ષી તાલીમ ટ્રેડ સફળતાપૂર્વક પૂર્ણ કરવાનો રહેશે.
4, સફળતાપૂર્વક તાલીમપૂર્ણ કરતા માનવ ગરિમા યોજનાના ધોરણે નિયમ મુજબ સઘન સહાય અથવા સ્વરોજગારી લોન માટે તેટલી જ રકમની માર્જીન મની આપવામાં આવશે.
5, સ્વરોજગારી માટે સાધન સહાય અથવા માર્જીન મની ઉપરાંતની ખૂટતી રકમ તાલીમ સંસ્થા મારફત બેંક લીકેજ દ્વારા પોરી પાડવામાં સઘન પ્રયત્નો કરવામાં આવશે.
વિકલાંગ – વિધવા બહેનોને અપાતી મકાન બાંધકામ સહાય
રાજ્યમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વસતા 18 થી 60 વર્ષ સુધીના વિકલાંગ વિધવા બહેનો માટેની જુદી-જુદી આવાસ યોજનાઓમાં આવાસ યુનિટ દીઠ હાલની રૂ. 40,000 ની મકાન બાંધકામ સહાય વધારીને રૂ. 54,500 કરવાનો ઉદાત્ત નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા રાજ્યની વિકલાંગ વિધવા મહિલાઓ માટે આવાસ સહાય યોજના અન્વયે શહેરી/ગ્રામ્ય વિસ્તારમાં વિકલાંગ વિધવા બહેનો (40 ટકાથી કે તેથી વધુ વિકલાંગતા) 18 થી 60 વર્ષ સુધીની હોય તેઓને રૂ. 40,000 ની મર્યાદામાં મકાન બાંધકામ સહાય આપવામાં આવે છે. રાજ્યની જુદી જુદી 10 આવાસ યોજનાઓમાં યુનિટ કોસ્ટ એક સરખી રૂ. 54,500 રાખવા પંચાયત વિભાગે કરેલા ઠરાવ અનુસાર રાજ્ય સરકારે એવો નિર્ણય કરેલ છે કે વિકલાંગ વિધવા બહેનોને પણ મકાન બાંધકામ સહાય રૂ. 40,000 થી વધારી રૂ. 54,500 મળવા પાત્ર થશે.
શેર
Friday, August 12, 2011
પણ હવે ડર છે ઉચ્છવાસનો....
*****
બેસી રહ્યા, એકબીજામાં ખોવાઈ ને,
અમે ખોવાઈ ને પણ સાથે જ રહ્યા....
*****
દરિયાના સ્પર્શને ઝંખે સંધ્યા,
સંધ્યાના સહવાસે ઝળહળે દરિયો........
umiya mataji-sidsar
Monday, August 1, 2011
સુવિચાર
Monday, July 25, 2011
દરેકેદરેક વ્યક્તિને જિંદગીમાં ઘણી વખત એક સહાનુભૂતિભર્યા સાથ અને લાગણીભર્યા હૃદયની જરૂર પડતી હોય છે, જે તેને સમજી શકે.
"આપણા ગણવાથી કે ન ગણવાથી પરિસ્થિતિ બદલાઈ નથી જતી, માટે હકીકતનો સ્વીકાર કરતાં શીખવું."
આપણું પદ કે પ્રતિષ્ઠા ગમે તેટલા ગંભીર રહેવાનું શિખવાડે પણ આપણી પાસે એવા બેચાર મિત્રો તો હોવા જ જોઈએ કે જેમની સાથે ટોળાટપ્પાં કરી શકાય, ઠઠ્ઠામશ્કરી કરી શકાય.
"ટૂંકા રસ્તા કદી લાંબા હોતા નથી અને સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી."
"ફક્ત તમારા કામને પ્રેમ કરો, કંપનીને નહીં. (કારણ કે) કંપની ક્યારે તમને પ્રેમ કરવાનું છોડી દેશે એનો કોઈ ભરોસો નથી."
"લોકો માટે તમે ત્યાં સુધી જ સારા છો, જ્યાં સુધી તમે તેમની અપેક્ષા પૂરી કરશો. એ જ રીતે લોકો તમારા માટે ત્યાં સુધી જ સારા છે, જ્યાં સુધી તમે તેમની પાસે કોઈ અપેક્ષા ન રાખો."
બે કાવ્યો
Monday, July 11, 2011
બિલોરી કાચ
અમે છીએ ભાઈ બિલોરી કાચ.
તેમાંથી જોતા મોટું દેખાય,
સાંભળો ભાઈ સાંભળો,,,
દુર ની વસ્તુ નાની દેખાય ,
દુરની વસ્તુ ઉંધી દેખાય...
બિલોરી કાચ .............
બિલોરી કાચ કોણ કોણ વાપરે?
ઘડીયાળી, હીરાઘસુ ને જ્યોતિષી..........
બિલોરી કાચ ....................
બિલોરી કાચ ક્યાં ક્યાં વપરાય?
દૂરબીન માં, ને બાયનોકયુલર માં ..
બિલોરી કાચ ................
" કચરા પેટી "
ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે .. મોર વર્ષારાણીને ધોધમાર વરસવાનું કહેતો હોય તેમ દૂર દૂર થી તેના ટહુકા સંભળાઈ રહ્યા છે. ..પણ આવા વરસાદ ના વાતાવરણ માં કોઈ ગમગીન ચહેરા સાથે જોવા મળે તો કેવું લાગે ???????
મુંબઈની સડક પરના ટ્રાફિકજામની જેમ જ તે મગજમાં ચાલતા વિચારોમાંથી બહાર કેમ કરીને નિકળાશે તેની દ્વિધામાં રહી.
તેની જાણ બહાર નજીકની કોલોનીના એક બહેન તેને રસ્તાની સાઈડમાં મુકેલી કચરાપેટીની આસપાસ ચકકર ફરતા જોઈ રહ્યા હતાં. તેઓ વિચારી રહ્યા કે આવા ઝરમર વરસાદના વાતાવરણમાં કોઈપણ બહાર મઝા જ કરવા નીકળે ને? , પણ ના આ બહેન તો ????????
વહેલી સવાર થી આ બહેન બે વાર તો અહીં આંટા મારવા આવી ગયા ..કૈક જોઈને તરત ચાલ્યા જાય છે. ..ખબર નથી પડતી, શું કામ હશે તેમને ??
હવે તો જાણે વરસાદ પણ ઝરમર ઝરમર વરસીને થાકી ગયો હોય એવું લાગે છે, માટે તો તે હવે મન મૂકીને વરસવા લાગ્યો છે .અને પાછા પેલા બહેન આવ્યા, પણ તે આવા ધોધમાર વરસાદ માં, આવા સ્થળે ,,, કચરા પેટી પાસે પાછા કેમ આવ્યા હશે? ?તે જોઈ રહી........
બહેન ત્યાં તે કચરાપેટીની નજીક ગયા ને પાછા વળ્યા, ત્યાં તો .......................................................તેને અવાજ આવે છે જાણે કોઈ તેને કંઈક કહી રહ્યું છે , " ઓ ! મમ્મી તું આવી ગઈ ? ક્યાં જતી રહી હતી મને મૂકી ને ? "
બહેન પાછું ફરીને જુએ છે તો એક નાની ૭ કે ૮ વર્ષ ની બાળકી તેને જ બોલાવતી હતી ....
બહેન તેનાથી થોડા દુર ખસે છે ..ને કહે છે , "એ ય હું તારી મમ્મી નથી ,,દુર જા અહી થી .........."
પેલી નાની બાળકી તો રડતી જ હોય છે અને લાગતું હતું કે તેની સાથે સાથે આ નભ પણ રડતું હોય તેમ ધોધમાર પાણી વરસાવી રહ્યું હતું.
તે જાણે ઉપરથી બધું જોતા જોતા દુ:ખી થઇને રડતો હોય તેવું લાગે છે પણ મને તે નથી સમજાતું કે દુ:ખી કોણ છે ? હું ? નભ કે પેલી રડતી છોકરી ?
"એ મમ્મી,, કેમ બોલતી નથી? તું આવી ગઈ ને ? મને અહી મૂકીને તું ક્યાં જતી રહી હતી ? "
"અરે,,, કેટલી વાર તને કહેવું કે હું તારી મમ્મી નથી, નથી, નથી... ને આવા વરસાદ માં તું કેમ બહાર છે ?? ઘરે જતી રહે ..."
"ક્યાં જાઉ મમ્મી ? તું જ મને અહી મૂકીને ગઈ હતી , હું નાની હતી ને ત્યારે!'
અચાનક ગગન ગરજી ઉઠ્યું ,,જાણે કે તેને નાનો એટેક ના આવ્યો હોય !
"અરે , હું તારી મમ્મી નથી "
"કેમ ભૂલી ગઈ? તું જ મને અહીં આવા જ વરસતા વરસાદમાં મૂકી ગઈ હતી . મમ્મી ,તને જરાય મારી ચિંતા ના થઇ ?
મને યાદ નથી આવતું પણ હું ખૂબ જ નાની હતી , અરે મારો જન્મ થયા ને થોડાક જ કલાકો થયા હશે , હું ખૂબજ રડતી હતી તો પણ મમ્મી , તું મને અહી મૂકીને જતી રહી હતી ? "
"બેટા , હું તારી મમ્મી નથી , ચાલ તને તારા ઘરે મૂકી જાઉ.."
"તો મમ્મી , અહી કેમ મૂકી ગઈ હતી ? તને ત્યારે કોઈજ ચિંતા ના થઇ મારી ..તને એમ પણ ના થયું કે હું આટલી નાની આ કચરાપેટી માં શું કરીશ ? મારું શું થશે "
"ના ......................
ત્યાં તો પેલા બહેન કચરો ફેંકવા આવ્યા ..ને કહેવા લાગ્યા
"અરે ઓ બેન , આવા વરસાદ માં અહીંજ ભીંજાવું તમને ગમે છે ?
" "ના બેન ના ,આ તો અહીં એક નાની છોકરી ઉભી ઉભી રડતી હતી માટે ..........."
કચરો નાખીને પેલા બહેન જતા જતા બોલે છે , પાગલ લાગે છે , અહીંતો ક્યાંય કોઈજ બાળકી છે જ નહી..........
પેલા ઉભા રહેલા બહેન તો ભીંજાઈ ગયા હોય છે ,,, જુએ છે તો કોઈ જ નથી હોતું !
ચોતરફ જુએ છે , ક્યાંય કોઈ દેખાતું નથી. બહેનનું મગજ તો જાણે ચકરાવા લેવા લાગ્યું.......................
પણ હા ! તરત જ મનમાં વીજળીનો ચમકારો થાય છે.....................
આજે મને પેલી છોકરીએ મારી પોતાનીજ એક દિવસની બાળકીને અહીં તરછોડતા બચાવી ,,,પાપ કરતા અટકાવી ..કદાચ તે મારી જેમ કોઈ માઁ વડે જ ત્યજાયેલી બાળકી હોવી જોઈએ ??
ઈ- મેગેઝીન
Sunday, July 10, 2011
મિત્રો, અમે આજે સબરસ ના પ્રથમ ઈ-મેગેઝીન મૂકી રહ્યા છીએ. આપ આપની કોમેન્ટ આપશો.
http://www.sabrasgujarati.com/2425/
સબરસ પદ્ય હરિફાઈ
Wednesday, December 29, 2010
૧૨ મી ડિસેમ્બર – સબરસગુજરાતીની પ્રથમ વર્ષગાંઠ છે અને તેની ખુશાલીમાં સબરસગુજરાતી જાહેર કરે છે સબરસ પદ્ય હરિફાઈ.
પ્રિય, મિત્રો આપ સર્વેને હર્ષપૂર્વક જણાવવાનું કે સબરસગુજરાતીની સાઈટ પર યોજી રહ્યા છીએ સબરસ પદ્ય સ્પર્ધા .. આપ સર્વેને આપના મિત્રો સહિત આ હરિફાઈમાં ભાગ લેવા આમંત્રણ છે. સ્પર્ધા ડિસેમ્બર મહિનાની ૧૨ તારીખથી જાન્યુઆરીની ૨૬ તારીખ સુધી રહેશે. સબરસ પદ્ય હરિફાઈ અંર્તગત આપ કાવ્યના કોઈ પણ પ્રકાર જેવા કે ( ગીત, ગઝલ, સોનેટ, છાંદસ, અછાંદસ ,હાઈકું ,મુકતક ) વગેરે મોકલી શકો છો. સ્પર્ધાનું પરીણામ માર્ચની ૪ તારીખે રજુ કરવામાં આવશે. પદ્ય સ્પર્ધા માટેના ઈનામો નીચે મુજબ છે.
પ્રથમ ઈનામ – ૫૦૦૦ , દ્વિતીય ઈનામ – ૨૦૦૦ , પ્રોત્સાહન ઈનામ – ત્રણ ( દરેકને રૂ. ૫૦૦ )
સબરસ પદ્ય સ્પર્ધાના નિયમો નીચે મુજબ છે.
* આપની રચના સ્વરચિત હોવી જરૂરી છે.
* સ્પર્ધા માટે મોકલેલ રચના અપ્રકાશિત હોવી જોઈએ. તેમજ પ્રકાશિત કરવા આપેલ ના હોવી જોઈએ.
* કાવ્ય માટે શબ્દોની કોઈ મર્યાદા નથી.
* તમો વધારેમાં વધારે તમારી બે રચના મોકલી શકો છો.
* રચના સામાજિક માળખાને અનુંરૂપ હોવી જરૂરી છે.
*રચનાને શિર્ષક આપવું જરૂરી છે.
* રચના લખ્યાની તારીખ તથા આપનું પોસ્ટલ એડ્રેસ, ઈમેલ એડ્રેસ (જો હોય તો) તથા ફોન નંબર લખવો જરૂરી છે.
*નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે અને તે બાબતે કોઈ પત્ર વ્યવ્હાર કરવામાં નહી આવે.
*તમામ રચનાઓને સબરસગુજરાતીની સાઈટ પર પ્રકાશિત કરવામાં આવશે.
*ઈનામી રચનાઓ 3 મહિના સુધી બીજે ક્યાંય પ્રકાશિત કરી નહી શકાય . જાણ થયેથી ઈનામ પરત માગવામાં આવશે.
*આપની રચનાઓ આપ ઈ-મે ઈલ દ્વારા અથવા પોસ્ટ દ્વારા મોકલી શકો છો. તે માટેના એડ્રેસ નીચે મુજબ છે.
by email-
harifai@sabrasgujarati.com
post@sabrasgujarati.com
kailaashok@gmail.com આ ત્રણેય પર મોકલશો.
કુરીયર દ્વારા——
Ashok Kaila,
Somanath Enterprise,
Shreeji Complex,
Opp. Lal Baug bus stop.
Morbi-363642 , (Gujarat state).
પોસ્ટ દ્વારા –
સબરસ ફાઉંડેશન,
પોસ્ટબોક્ષ નં -83,
મોરબી મુખ્ય પોસ્ટ ઓફીસ.
મોરબી – 363641
મોબાઈલ 98257 79718.
શે’ર
Tuesday, November 23, 2010
જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો. .....જમિયત પંડ્યા
માત્ર આંસુઓ જ જોયાં છે તમે,
આંખ એની વાંચવાજેવી હતી. ...........નિનાદ અધ્યારુ
હારને માનવી કબૂલ નથી,
એટલે ઇંતેજાર રાખું છું....... કીર્તિકાંત પુરોહિત
તાજા કલમમાં એ જ કે તારા ગયા પછી,
બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત.... મુકુલ ચોક્સી
લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી અણસાર પણ ગયો.... મરીઝ
માર્ચ માસ ના વિજેતા
Friday, April 9, 2010
કવિતા વિભાગ
1) ઝુમતા અમે –રમેશ પટેલ
2) શું મોકલું –શિલ્પા પ્રજાપતિ
વાર્તા વિભાગ
1) પહેલા પ્રેમની પહેલી મુલાકાત –નિશીત જોષી
વિજેતાઓને તેમના પુરસ્કાર ભારતીય પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. અત્યાર સુધીમાં વિજેતા થયેલા તમામને પ્રમાણ પત્ર ટુંક સમયમાં મોકલવામાં આવશે.
ધારાવાહિકના સંજોગના સફળ પ્રયાસ બાદ સબરસ ગુજરાતી પર ટુંક સમયમાં બે ધારાવાહિક ચાલુ કરી રહ્યા છીએ. જેના એકના લેખીકા છે વડોદરાના શ્રીમતિ બ્રિન્દાબેન માંકડ અને બીજા લેખક છે મોરબીના ડૉ. ભાવેશભાઇ જેતપરીયા. 16 એપ્રીલથી વાર્તા માટેની મેગા હરિફાઇ આપની સામે રજુ કરી રહ્યા છીએ. વધુ વિગત આવતા અઠવાડિયે અહીં મૂકીશું. આપ સહુને અમારી નમ્ર વિનંતી છે કે આપની પાસે અપ્રકાશિત વાર્તા કે કોઇ આર્ટિકલ હોય તો અમારો સંપર્ક સાધશો. અમે આપની અપ્રકાશિત વાર્તાને સબરસ સાઇટ પર અને સારી રચનાઓને સંપાદિત કરી પુસ્તક પ્રગટ કરવાનો અમે અમારો પહેલો પ્રયાસ કરીશું.
-અશોક કૈલા
સમાપન
Tuesday, March 23, 2010
અમે અમારી ગુજરાતી સાઇટ ચાલુ કરી હોવાથી અમે અમારો આ બ્લોગ ટુંક સમય માં બંધ કરી રહ્યા છીએ. આપે આપેલા સહકાર, સુચન બદલ અમે આપના આભારી છીએ. આવો જ સાથ અને સહકાર અમને અમારી ગુજરાતી સાઇટ સબરસગુજરાતી ને આપશો એવી આશા સાથે...... બ્લોગ થકી કોઇ પણ રચયીતા ને અન્યાય કે તેમના હક નો જાણતા કે અજાણતા ભંગ થયો હોય ત્યાં અમે આપની ક્ષમા પ્રાર્થી છીએ.
આભાર સહ
અશોક કૈલા
