ભારતભરમાં આવેલ ગુજરાતી સમાજોની યાદી
Wednesday, September 7, 2011
| 1 | કોટા | શ્રી ગુજરાતી સમાજ ભવન ટ્રસ્ટ, કેનાલ રોડ, અણુવ્રત ભવન પાસે, ગુમાનપુરા, કોટા. ફોન નં. 20120 |
| 2 | જયપુર | શ્રી ગુજરાતી સમાજ, મહાવીર માર્ગ, સી સ્કીમ, જયપુર. ફોન નં. 363660, 371846 |
| 3 | જયપુર | (1) શ્રી ગુજરાતી સમાજ, ચાંદપોલ બજાર, જયપુર. ફોન નં. 373817 (2) શ્રી જયપુર ગુજરાતી સમાજ, સી સ્કીમ, મહાવીર માર્ગ, જય કલબની સામે. (3) જયપુર ગુજરાતી અતિથિ ગૃહ |
| 4 | અજમેર | સરદાર પટેલ અતિથિ ગૃહ, હાથી ભાટા, ગેંદાલાલ સ્ટ્રીટ, શ્રી ગુજરાતી મહામંડળ, અજમેર. ફોન નં. 22385, 21832 |
| 5 | જોધપુર | શ્રી ગુજરાતી સમાજ, પરમાર ભવન, વક્તાવરમલજીનો બાગ, જોધપુર. |
| 6 | ઉદયપુર | શ્રી ગુજરાતી સમાજ, અહમદાબાદ મેઇન રોડ, રેલ્વે સ્ટેશન પાસે, અપ્સરા સિનેમાની સામે, ઉદયપુર. ફોન નં. 25870, 83595 |
| 7 | આબુ રોડ | શ્રી ગુજરાતી સમાજ, સરદાર પટેલ કોલોની, અંબાજી રોડ, આબુ રોડ. ફોન નં. 2258 |
| 8 | ઉજ્જૈન | શ્રી ગુજરાતી સમાજ, અનંતિકાલય, તિલક માર્ગ, ઉજ્જૈન. |
| 9 | ભોપાલ | શ્રી ગુજરાતી સમાજ, આનંદ બિહાર સ્કુલની સામે, ટી.ટી. નગર, ભોપાલ. ફોન નં. 5581379 |
| 10 | ઇન્દોર | શ્રી ગુજરાતી સમાજ, મહારાણી રોડ, ઇન્દોર. ફોન નં. 37757 |
| 11 | ગ્વાલીયર | શ્રી ગુજરાતી સમાજ, મેન રોડ, ગ્વાલીયર. |
| 12 | નાગપુર | (1) શ્રી ગુજરાતી નવ સમાજ, શાહપુરા જૈન દેરાસરની પાસે, ઇતવારી, નાગપુર. (2) શ્રી ગુજરાતી સમાજ, 110, રામદાસ શેઠ, નાગપુર – 10 |
| 13 | મુંબઇ | શ્રી મુંબાલ ગુજરાતી સમાજ, એ-1 જીવનજોત, સેતલવાડ લાઇન, નેપીયન્સી રોડ, મુંબઇ |
| 14 | જલગાંવ | શ્રી ગુજરાતી સમાજ મિત્ર મંડળ, દાણા બજાર, પોલન પેઠે, જલગાંવ. ફોન નં. 23067, 22211 |
| 15 | ધુલિયા | શ્રી ગુજરાતી સમાજ, ગ્રીન પાર્ક સ્ટેશનની સામે, ધુલિયા. ફોન નં. 20214, 20119 |
| 16 | પૂના | શ્રી ગુજરાતી સમાજ, 874, રવિવાર પેઠ, પૂના. |
| 17 | આકોલા | શ્રી આકોલા ગુજરાતી સમાજ, જી.પી.ઓ. પાછળ, મેઇન રોડ, આકોલા. |
| 18 | માથેરાન | શ્રી માણિકલાલ ટેરેસ, હોટેલ રૂબી, માથેરાન (ગુજરાતી સંચાલન) |
| 19 | નાસિક | શ્રી ગુજરાતી સમાજ, પંચવટી એજ્યુકેશન સોસાયટી, નાસિક. |
| 20 | હૈદ્રાબાદ | શ્રી ગુજરાતી પ્રગતિ સમાજ, ગિરિરાજ ભવન, સુલતાન બજાર, રોયલ સિનેમા પાસે, બેન્ક સ્ટ્રીટ, હૈદ્રાબાદ. ફોન નં. 557566 |
| 21 | બેંગલોર | શ્રી ગુજરાતી મિત્ર મંડળ, જે.જે. ચોકસી, દેના બેન્ક કેમ્પ, ગોવાડા રોડ, બેંગલોર. |
| 22 | ભોપાલ | શ્રી ભોપાલ ગુજરાતી સમાજ, મેઇન રોડ, ભોપાલ. |
| 23 | ચેન્નઇ (મદ્રાસ) | શ્રી ગુજરાતી મંડળ, 116-બ્રોડ-વે સાયકલ બજાર, ગુણવંતી ભવન, પ્રકાશન રોડ, ચેન્નઇ. |
| 24 | સિકન્દ્રાબાદ | શ્રી ગુજરાતી સેવા મંડળ, 1141, રાષ્ટ્રપતિ રોડ, જી-2, સિકન્દ્રાબાદ. ફોન નં. 81576, 821547 |
| 25 | વિશાખાપટ્ટમ | શ્રી વિશ્રામ પર્વત, 8-1-7, બાલાજીનગર, વિશાખાપટ્ટમ |
| 26 | અમૃતસર | શ્રી ગુજરાતી સમાજ મિત્ર મંડળ, અમૃતસર. |
| 27 | ચંદીગઢ | શ્રી ગુજરાતી સમાજ, 41/18, સેક્ટર-એ, ચંદીગઢ. |
| 28 | આગ્રા | શ્રી ગુજરાતી સમાજ, કચહટી ઘાટ, બેલનગંજ, આગ્રા. ફોન નં. 3656121 |
| 29 | અલ્હાબાદ | શ્રી ગુજરાતી સમાજ પ્રયાગ અતિથિ ગૃહ, મુઠી ગંજ, કરધર રોડ, ગૌતમ સિનેમા પાસે અલ્હાબાદ. ફોન નં. 607140, 607117. |
| 30 | હરિદ્વાર | (1) શ્રી હરિદ્વાર ગુજરાતી ધર્મશાળા ટ્રસ્ટ, રા.બ. જેસારામ રોડ, સ્ટેશનની પાસે, હરિદ્વાર. ફોન નં. 427153 (2) નાનજી કાળીદાસ ગુજરાતી ભવન, નિરંજન ચાવડા રોડ, ગંગા કિનારે. |
| 31 | કાનપુર | શ્રી ગુજરાતી સમાજ, 27/54, કેનાલ રોડ, પુરાણી દાલ બજાર, નવાગંજ, ચાર રસ્તા, કાનપુર. ફોન નં. 312496, 369493. |
| 32 | મથુરા | રાધેશ્યામ આશ્રમ (ગુજરાતી સમાજ), બંગાલી ઘાટ, મથુરા. |
| 33 | વારાણસી | (1) રોબેકો હાઉસ, શેખ સલીમ ફાટક, ખાન હરિબા ખુરાના, વારાણસી, ફોન નં. 63001, 52005. (2) સી.કે. 14/5, નંદબાબા સાહુ લેન, વારાણસી. |
| 34 | અયોધ્યા | શ્રી ગુજરાતી સમાજ, અયોધ્યા. ફોન નં. 61675 |
| 35 | કર્ણાટક | બેંગલોર વૈણવ સમાજ (ગુજરાતી) ચેરીટેબલ ટ્રસ્ટ, 29, પ્રથમ મેન, સાગર સિનેમા પાસેની શેરીમાં, બેંગલોર. ફોન નં. 2261034 |
| 36 | દિલ્હી | (1) દિલ્હી ગુજરાતી સમાજ, 2 રાજ નિવાસ માર્ગ, સીવીલ લાઇન્સ, સરદાર વલ્લભભાઇ ભવન, દિલ્હી -6. (2) ગુજરાતી ભવન, અશોકા હોટલ પાસે, ચાણક્યપુરી, દિલ્હી. |
| 37 | રામેશ્વર | ગુજરાતી ભવન, 14/16 સન્નાથ સ્ટ્રીટ, મુખ્ય મંદિર સામે, રામેશ્વર -2 |
વિધવા મહિલાઓને આર્થિક સહાય યોજના
Saturday, August 13, 2011
રાજ્યમાં વિધવા મહિલાઓને આર્થિક સહાય માટેની અનેક યોજનાઓ ઉપલબ્ધ છે. આ યોજનાઓ થકી તેમના જીવનમાં રાહત અને સુવિધા પ્રાપ્ત થતી હોય છે. અહીં આવી યોજનાઓની માહિતી પ્રસ્તુત છે.
પુન:સ્થાપના માટેની આર્થિક સહાય
(અ) લાભ કોને મળવાપાત્ર છે.
1, અરજદાર વિધવા મહિલાની ઉંમર 18 વર્ષથી 64 વર્ષ સુધીની હોવી જોઇએ.
2, 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર ન હોય.
3, અરજદારની વ્યક્તિગત વાર્ષિક આવક રૂ. 24,000 થી વધુ ન હોય, તેમજ કુટુંબની વાર્ષિક આવક રૂ. 45,000 થી વધુ ન હોવી જોઇએ.
4, 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર હોય જે અસ્થિર મગજનો હોય અથવા 75 % થી વધુ વિકલાંગતા ધરાવતો હોય અને બિનકમાઉ હોય તો.
5, ગુજરાત રાજ્યના વતની હોવા જોઇએ.
(બ) યોજના હેઠળ મળવાપાત્ર લાભ
1, આ યોજના હેઠળ લાભાર્થીને માસિક રૂ. 500 લેખે માસિક સહાય પોસ્ટ ઓફિસ બચત ખાતા મારફતે લાભાર્થી બચત ખાતામાં જમા કરાવવામાં આવે છે.
2, લાભાર્થી પર આધારિત બાળકોને (બે બાળકોની મર્યાદામાં) બાળકદીઠ માસિક રૂ. 80 લેખે દર માસે ચુકવવામાં આવે છે.
3, યોજના હેઠળની 18 થી 40 વર્ષની વયજૂથના લાભાર્થીઓને સ્વરોજગારની તાલીમ લેવી જરૂરી છે.
4, આ યોજના હેઠળના 18 થી 40 વર્ષની વયજૂથના લાભાર્થીઓને સ્વરોજગારની તાલીમ આપી નિયમ મુજબ સાધન સહાય ચુકવવામાં આવે છે અથવા તો રોજગારી માટે લોન નિયમ મુજબ માર્જીન મનીરૂપે આપી પુન:સ્થાપિત કરવામાં આવે છે.
5, 40 વર્ષથી વધુ અને 64 વર્ષની ઉંમર સુધીની વિધવાઓને યોજના હેઠળના અન્ય નિયમોનુસાર પાત્રતા ધરાવતા હોય તો 64 વર્ષ સુધીની ઉંમર પુરી થતા વૃદ્ધ પેન્શન માટે નવી અરજી કર્યા સિવાય, પાત્રતા ધરાવતા નિરાધાર વિધવા લાભાર્થીઓના કેસો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી જરૂરી ભલામણ સાથે સંબંધિત પ્રાંત અધિકારીશ્રીને મોકલે છે. જ્યાં પુન:ચકાસણી સિવાય વૃદ્ધ પેન્શન મંજુર થાય છે.
6, તા. 01-04-2008 થી યોજનાના લાભાર્થીઓને રાજ્ય સરકારની જૂથ વીમા યોજના હેઠળ રૂ. 1,00,000 નું વીમા કવચ ઉપલબ્ધ કરવામાં આવે છે.
(ક) અરજી કરવાની સમય મર્યાદા-પતિના મૃત્યુ થયાની તારીખથી બે વર્ષમાં અરજી કરવાની રહેશે. પરંતુ ખાસ કિસ્સામાં કલેક્ટરશ્રી બે વર્ષ બાદ કરેલી અરજી મંજુર કરી શકે છે.
(ડ) અરજીપત્રક સાથે સામેલ કરવાની માહિતી.
1, અરજીપત્રક સંબંધિત પ્રાંત કચેરી/કલેક્ટર કચેરી/જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરીએથી વિના મૂલ્યે મળે છે.
2, અરજીપત્રક સાથે પતિના મરણનો દાખલો.
3, આવકનો દાખલો.
4, જમીન ધરાવતા હોય તો 7/12 નો ઉતારો.
5, અરજદારના બાળકોની ઉંમરના પુરાવા/દાખલા.
6, અસ્થિર મગજ તેમજ વિકલાંગ બિનકમાઉ પુત્ર હોય તો તેનું મેડિકલ પ્રમાણપત્ર/ વિકલાંગ ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ.
7, અરજીપત્રક ભરી જિલ્લા પ્રાંત અધિકારીની કચેરીને રજુ કરવાનું રહેશે, જે પુરાવા ચકાસી યોગ્ય જણાયે સહાય મંજૂરી આદેશ કરશે.
તાલીમ દ્વારા પુન:સ્થાપન યોજના
(અ) યોજના હેતુ :
રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા હસ્તકની નિરાધાર વિધવાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાય યોજના હેઠળના 18 થી 40 ની ઉંમરના લાભાર્થીને તાલિમ આપી પુન:સ્થાપન કરવામાં સઘન પ્રયત્નો રૂપે અમલી છે.
(બ) લાભ કોને મળી શકે ?
1, 18 થી 40 વર્ષની ઉંમરના લાભાર્થીઓને યોજનાનો લાભ મળી શકશે.
2, નિરાધાર વિધવા સહાય યોજના હેઠળ સહાય મેળવતા હોવા જોઇએ.
3, ટૂંકાગાળાના સ્વરોજગારલક્ષી તાલીમ ટ્રેડ સફળતાપૂર્વક પૂર્ણ કરવાનો રહેશે.
4, સફળતાપૂર્વક તાલીમપૂર્ણ કરતા માનવ ગરિમા યોજનાના ધોરણે નિયમ મુજબ સઘન સહાય અથવા સ્વરોજગારી લોન માટે તેટલી જ રકમની માર્જીન મની આપવામાં આવશે.
5, સ્વરોજગારી માટે સાધન સહાય અથવા માર્જીન મની ઉપરાંતની ખૂટતી રકમ તાલીમ સંસ્થા મારફત બેંક લીકેજ દ્વારા પોરી પાડવામાં સઘન પ્રયત્નો કરવામાં આવશે.
વિકલાંગ – વિધવા બહેનોને અપાતી મકાન બાંધકામ સહાય
રાજ્યમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વસતા 18 થી 60 વર્ષ સુધીના વિકલાંગ વિધવા બહેનો માટેની જુદી-જુદી આવાસ યોજનાઓમાં આવાસ યુનિટ દીઠ હાલની રૂ. 40,000 ની મકાન બાંધકામ સહાય વધારીને રૂ. 54,500 કરવાનો ઉદાત્ત નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા રાજ્યની વિકલાંગ વિધવા મહિલાઓ માટે આવાસ સહાય યોજના અન્વયે શહેરી/ગ્રામ્ય વિસ્તારમાં વિકલાંગ વિધવા બહેનો (40 ટકાથી કે તેથી વધુ વિકલાંગતા) 18 થી 60 વર્ષ સુધીની હોય તેઓને રૂ. 40,000 ની મર્યાદામાં મકાન બાંધકામ સહાય આપવામાં આવે છે. રાજ્યની જુદી જુદી 10 આવાસ યોજનાઓમાં યુનિટ કોસ્ટ એક સરખી રૂ. 54,500 રાખવા પંચાયત વિભાગે કરેલા ઠરાવ અનુસાર રાજ્ય સરકારે એવો નિર્ણય કરેલ છે કે વિકલાંગ વિધવા બહેનોને પણ મકાન બાંધકામ સહાય રૂ. 40,000 થી વધારી રૂ. 54,500 મળવા પાત્ર થશે.
આકાશમંડળ અને રાશી
Tuesday, January 19, 2010
૧ ............. મેષ
૨ ............. વૃષભ
૩ ............. મિથુન
૪ ............ કર્ક
૫ ............ સિંહ
૬ ............. કન્યા
૭ ............. તુલા
૮ ............. વૃસ્ચિક
૯ ............. ધનુ
૧૦............. મકર
૧૧............. કુંભ
૧૨............. મિન
નોંધ:
જ્યોતિષ વિશે વધુ વાંચવા માટે અમારી સાઇટ સબરસ ગુજરાતી ની મુલાકાત લો.
સારવાર માટે મુખ્યમંત્રી રાહતનિધીમાંથી સહાય
Thursday, July 30, 2009
કેન્સર, હ્રદયરોગ અને કીડની સારવાર માટે મુખ્યમંત્રી રાહતનિધીમાંથી સહાય મળી શકે છે. સહાય મેળવવા નિયમ નમૂનાનું અરજીપત્રક સારા અને સુવાચ્ય અક્ષરે લખીને કે ટાઇપ કરીને રજૂ કરવાનું રહે છે. તે સિવાય અન્ય રીતે ટાઇપ કે ઝેરોક્ષ કરેલા અરજીપત્રક પર કોઇ ધ્યાન આપવામાં આવતું નથી.
અરજી પત્રક સાથે રજૂ કરવાનાં દસ્તાવેજોઃ
૧) દર્દીનો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ.
૨) કુટુંબની વાર્ષિક આવક અંગે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર કે ચીફ ઓફીસર-નગરપાલિકા દાખલો નો દાખલો.
૩) કુટુંબની વાર્ષિક આવક અંગે અરજીપત્રકમાં આપવામાં આવેલ નમુનામાં સોગંધનામું.
૪) સબંધીત હોસ્પિતલ પાસેથી મેળવેલ સારવારના ખર્ચનો અંદાજ.
૫) રેશનકાર્ડની પ્રમાણિક નકલ
૬) હોસ્પિટલના ઓ.પી.ડી. કેઇસ પેપર્સ તથા તબીબી કેસનાં રેકર્ડની પ્રમાણિક નકલ.
૭)દર્દીનું ઓપરેશન કરાવેલનથી તે સબબનું સબંધિત ડોક્ટરનું પ્રમાણપત્ર
૮) ધારાસભ્ય / સંસદસભ્ય / મીનીસ્ટરનો ભલામણ પત્ર.
નોંધઃ- ક્રમ ૫ અને ૬ સિવાયના તમામ મૂળ દસ્તાવેજ અસલમાં રજૂ કરવા.
અરજીપત્રક ક્યાંથી મળે?
મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય
જનસંપર્ક અધિકારી શ્રી,
સરદાર પટેલ ભવન,
સચીવાલય, ગાંધીનગર-૩૮૨ ૦૧૦.
અરજીપત્રક મોકલવાનું સરનામું
મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય, બ્લોક નં.૧૧, સાતમો માળ,
મહેસુલ વિભાગ, સચિવાલય સંકુલ,
ગાંધીનગર-૩૮૨ ૦૧૦.
સહાયનું ધોરણ
સામાન્ય રીતે કુટુંબની વાર્ષિક આવક રૂ. ૨૦,૦૦૦ ધરાવતી વ્યક્તીને આ સહાય આપવામાં આવે છે. કુલ વૈદકીય સારવાર ખર્ચના ત્રીજા ભાગની પરંતુ વધુમાં વધુ રૂ.૧,૦૦,૦૦૦ મર્યાદામાં સહાય આપવાનું સામાન્ય ધોરણ છે.
માન્ય હોસ્પિટલ
મુખ્યમંત્રી રાહતનિધીમાંથી આપવામાં આવતી વૈદકીય સારવાર સહાય નીચેની હોસ્પીટલ માં કરાવવામાં આવે તો જ મળી શકે છે. આ માટે નીચે મુજબની હોસ્પિટલોને ગુજરાત સરકારે માન્યતા આપેલ છે.
ગુજરાત સરકાર માન્ય હોસ્પિટલો (ગુજરાત)
કિડની
૧) મુળજીભાઇ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ,
ડૉ. વિરેન્દ્ર દેસાઇ રોડ, નડિયાદ
૨)નિયામક શ્રી,
ડૉ. એચ.એલ.ત્રિવેદી ઇન્સ્ટીટ્યુટ ઓફ ડીસીસ એન્ડ રીસર્ચ સેન્ટર,
સિવિલ હોસ્પિટલ સંકુલ, અમદાવાદ.
હ્રદયરોગ
૧) યુ.એન.મહેતા ઇન્સ્ટીયુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર,
સિવિલ હોસ્પિટલ સંકુલ, અમદાવાદ.
૨) શેઠ શ્ર વાડીલાલ જનરલ હોસ્પિટલ,
જનરલ હોસ્પિટલ, એલીસબ્રીજ, અમદાવાદ.
૩) ક્રિષ્ના હાર્ટ ઇન્સ્ટીટ્યુટ,
ઘુમા, તા. અમદાવાદ સીટી, અમદાવાદ
૪) ગુજરાત રિસર્ચ એન્ડ મેડીકલ ઇન્સ્ટીટ્યુટ,
રાજસ્થાન સેવા મેમોરિઅલ મેથોડિસ્ટ ઇન્સ્ટીટ્યુટ કાર્ડિયોલોજી,
મિશન રોડ, નડિયાદ.
કેન્સર
૧) શ્રી નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ,
રાજકોટ
૨) શ્રી એમ.પી. શાહ કેન્સર હોસ્પિટલ,
મેઘાણીનગર, સિવિલ હોસ્પિટલ કેમ્પ,
અસારવા, અમદાવાદ.
૩) કેટ સ્કેન સેન્ટર,
ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ- અમદાવાદ.
૪) ઇન્ટરવેન્સલ થેરાપી સેન્ટર, અમદાવાદ.
૫) અમદાવાદ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ વિભાગ, અમદાવાદ
૬) લ્યુકેમીયા રીસર્ચ સેન્ટર, અમદાવાદ.
સરકાર માન્ય હોસ્પિટલ ( ગુજરાત સિવાયની)
કીડની
૧) ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, વેલોર, તામિલનાડુ
૨) ઓલ ઇન્ડીયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ, ન્યુ દિલ્હી.
૩) પોષ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટ્યુટ, ચંદીગઢ
૪) જશલોક હોસ્પિટલ, મુંબઇ.
હ્ર્દયરોગ
૧) સર્ઘન રેલ્વે હેડક્વાર્ટર હોસ્પિટલ, ચેન્નાઇ
૨) ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, વેલોર, તામિલનાડુ
૩) ઓલ ઇન્ડીયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ, ન્યુ દિલ્હી.
૪) કે.ઇ.એમ. હોસ્પિટલ, મુંબઇ
૫) બોમ્બે હોસ્પિટલ, મુંબઇ
૬) જી.બી. પંત હોસ્પિટલ, દિલ્હી.
૭) શ્રી તિરૂનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ત્રિવેન્દ્રમ, કેરાલા
૮) એસ.એસ.કે.એમ. હોસ્પિટલ, કલકતા
૯) પોષ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટ્યુટ, ચંદીગઢ
૧૦) જશલોક હોસ્પિટલ, મુંબઇ.
૧૧) હિન્દુજા હોસ્પિટલ, મુંબઇ.
૧૨) સમરીતન હોસ્પિટલ,અલવાયે કેરાલા
૧૩) એન.એમ. વાડીય ઇન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોલોજી, પુના
૧૪) કસ્તુરબા હોસ્પિટલ, ભોપાલ
૧૫) એપોલો હોસ્પિટલ, ચેન્નાઇ
૧૬) મદ્રાસ મેડિકલ મિશન હોસ્પિટલ રિસર્ચ ટ્રેનિંગ,
૪-એ, ડૉ. જે. જયલલિતાનગર, ચેન્નાઇ- ૬૦૦ ૦૫૦
વેચાણ દસ્તાવેજ
Sunday, February 8, 2009
૨. ક) ખરીદનારનું પુરેપુરૂ નામઃ.........................................................................
ચ) પાન નંબર ( આવક વેરા ધારા અન્વયે).......................
રજીસ્ટ્રેશન એક્ટની કલમ - ૩૨ - એ મુજબ
.
ખરીદનારની સહી
................................................................ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
ઘરગથ્થુ અને દેશી ઉપચાર
Wednesday, January 14, 2009
અહીં અમે ગુજરાતીમાં સરલ ને ઘરગથ્થુ ઉપચાર માટેની એક pdf ફાઇલ મુકી છે. આપ આ ફાઇલ ડાઉનલોડ કરી ને વાંચી શકશો.
.
આ ફાઇલ મને પ્રાચીબેન વ્યાસ દ્વારા મોકલવામાં આવી હતી અને આ ફાઇલ ને બ્લોગ પર મુકવા માટે તકનીકી જાણકારી જીગ્નાબેન વ્યાસ અને શિવાંશભાઇ તરફથી મળેલ, આ માટે હું પ્રાચીબેન, જીગ્નાબેન અને શિવાંશભાઇનો ખુબખુબ આભારી છું.
.
નોંધઃ-
આ દેશી દવાનું પરીણામ બધાની તાસીર પર નિર્ભર કરે છે. માટે પોતાની તાસીરને અનુકુળ હોય તો જ દેશી દવાનો પ્રયોગ કરવો. આ માહિતી ફક્ત જાણકારી માટે મુકવામાં આવી છે અને કોઇ પણ પરીણામ માટે અમે બ્લોગર કે અન્ય કોઇ જવાબદાર નહી હોય.
અશોક
આપણુ ગુજરાત
એડવાન્ટેજ ગુજરાત
ભારત નો સૌથી લાંબો ૧૬૦૦ કિ.મી. દરિયાકાંઠો
સૌથી વધુ ૪૨ બંદર
રાજયમાં ૧૩ એરપોર્ટ
૫૫ સેઝ
૮૩ કલસ્ટર્સ ઉત્પાદન
૨૨૦૦ કિ.મી. ગેસ ગ્રીડ
વિશ્વમાં ત્રીજુ મોટું ડેનીમ ઉત્પાદક
નર્મદા કેનાલ એ વિશ્વની સૌથી મોટી સિંચાઇ કેનાલ
વિશ્વમાં ઇસબગુલનું સૌથી વધું ઉત્પાદન
વિશ્વનું સૌથી મોટું ડાયમન્ડ પ્રોસેસીંગ હબ
રિલાયન્સ-જામનગર રિફાઇનરી એ વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી ગ્રાસરૂટ રિફાઇનરી.
રાષ્ટ્રમાં ગુજરાતનું પ્રદાન
વસતી - ૫%
ભૌગોલિક વિસ્તાર - ૬ %
કર્મચારી ૯.૫ %
ફેક્ટરીઓ - ૯.૯%
નેટ વેલ્યુ - ૧૪ %
વેલ્યુ ઓફ આઉટપુટ - ૧૫.૬%
ફિકસ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ - ૧૭%
નિકાસ- ૨૧ %
દરિયાકિનારો - ૨૬ %
ગ્રામ્યકરણ - ૩૭.૪%
સોડાએશ નું ઉત્પાદન - ૯૮%
મીઠાનું ઉત્પાદન - ૮૫ %
હીરાનું કામકાજ - ૮૦ %
પેટ્રોલિયમ ઉત્પાદનો - ૫૮ %
કેમિકલ્સ - ૫૦ %
મગફળી - ૪૨.૩ %
દવાઓ નું ઉત્પાદન - ૪૦%
કપાસ - ૩૫%
દરીયાઇ પરિવહન - ૨૫ %
ટેક્સટાઇલ - ૧૮ %
(ફુલછાબ દૈનિકમાંથી)
ગ્રાહક સંરક્ષણ અધિનિયમ અને આપ
Tuesday, January 6, 2009
ગ્રાહક સંરક્ષણ અધિનિયમ ૧૯૮૬ અનુસાર, એવી વ્યક્તિ જે વસ્તુઓ અથવા સેવાઓ પોતાના વપરાશ અર્થે ખરીદે તે ગ્રાહક છે.ખરીદદારની મંજુરીથી તેવી વસ્તુઓ અથવા સેવાઓનો વપરાશ કરે તે વ્યક્તિ પણ ગ્રાહક છે. દરેક વ્યક્તિ કોઇ ને કોઇ સ્વરૂપે ગ્રાહક છે.
નોંધઃ
જો કોઇ વ્યક્તિ વ્યાપાર કરવા માટે અથવા પુર્ન વેચાણ માટે વસ્તુઓ ખરીદી તો તે વ્યક્તિ ગ્રાહક નથી. ઉપરાંત જો કોઇ વ્યક્તિ સ્વરોજગારીને માટે પોતાનું જીવન નિર્વાહના હેતુથી વસ્તુઓ ખરીદે તો તે ગ્રાહક છે.
ફરીયાદ કોણ નોંધાવી શકે?
ગ્રાહક
સ્વૈચ્છિક ગ્રાહક સંસ્થા / કેન્દ્ર શાસિત રાજ્ય પ્રશાસન
કેન્દ્રીય સરકાર
રાજ્ય સરકાર/સંઘ રાજ્ય પ્રાંત પ્રશાસન
સમાન હિત ધરાવતા અનેક ગ્રાહકો તરફથી એક અથવા વધુ ગ્રાહક.
______
ફરીયાદ ક્યારે નોંધાવી શકાય?
અધિનિયમ અનુસાર નીચેના સંજોગોમાં લેખીત ફરીયાદ નોંધાવી શકાય છે.
વેપારી દ્વારા વેપારને અનુચિત / પ્રતિબંધિત રીતે અપનાવવાના ફળ સ્વરૂપે થયેલી ક્ષતી અથવા હાની.
જો ખરીદેલી વસ્તુઓમાં કશી ઉણપ હોય.
જો ભાડાની / પ્રાપ્ત કરેલી સેવાઓ કોઇપણ રૂપે ઉણપ સભર હોય.
જો વસ્તુઓ પર દર્શાવેલી કે તે સમયે અમલમાં હોય તેવા કાયદાની રૂએ અથવા તેના દ્વારા નક્કી કરેલી કિંમતથી વધુ કિંમત માંગવામાં આવી હોય.
જો કોઇ કાયદાનું ઉલ્લંઘન કરી જનતા સમક્ષ એવી વસ્તુઓના વેચાણની રજુઆત થઇ રહી હોય તે જીવન અને સુરક્ષા માટે હાનીકારક હોય.
_____
ફરીયાદ ક્યાં નોંધાવી શકાય?
જિલ્લા ફોરમઃ
જો કોઇ વસ્તુ અથવા સેવાનું મૂલ્ય અને માંગવામાં આવેલ વળતર વીસ લાખ રૂપિયા સુધી હોય તેમજ જ્યાં કામગીરી પૂરિ અથવા આંશિક રીતે થઇ હોય અથવા જ્યાં પ્રતિવાદી રહેતો હોય અથવા જ્યાં વેપાર કરતો હોય કે તેની કોઇ શાખા હોય.
રાજ્ય કમિશનઃ
વીસ લાખ રૂપિયાથી એક કરોડ રૂપિયા સુધી.
રાષ્ટ્રીય કમિશનઃ
એક કરોડ રૂપિયાથી વધુ.
_____
જિલ્લા ફોરમ, રાજ્ય તકરાર નિવારણ કમિશન અને રાષ્ટ્રીય તકરાર નિવારણ કમિશન ના સરનામાં નીચે મુજબ છે.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - બ્લોક નં.જી-૧, એનેક્ષી બીલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગર.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ -બ્લોક નં એ-૩/૪, બહુમાળી ભવન, ખેરાળી રોડ, રતનપર, સુરેન્દ્રનગર.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - બ્લોક ૧,સાતમા માળે, એમ.એસ.બીલ્ડીંગ, બહુમાળી ભવન, રાજકોટ.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - (વલસાડ,નવસારી અને ડાંગ જિલ્લા) દમણગંગા ભવન, કલેક્ટર કચેરી પાછળ, વલસાડ.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - (જુનાગઢ અને પોરબંદર જિલ્લા) સ્મૃતિભવન, નરસિંહ વિદ્યા મંદિર સામે, એમ.જી.રોડ, કોર્ટ પસે, જુનાગઢ.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - (અમદાવાદ ગ્રામ્ય) બ્લોક નં. સી-૧૧, બહુમાળી મકાન, લાલ દરવાજા, અમદાવાદ.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - (ખેડા અને આણંદ જિલ્લા) ૧૧૧, પહેલો માળ, ડી બ્લોક, સરદાર પટેલ ભવન, બહુમાળી મકાન, નડીયાદ.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - (પંચમહાલ અને દાહોદ જિલ્લા) ૩૩/૪, બીજો માળ, એમ.એસ.બીલ્ડીંગ, કલેક્ટર ઓફિસ કમ્પાઉન્ડ, ગોધરા.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - ૧/૨, આર.આર.પી.બીલ્ડીંગ, પાલનપુર, જી. બનાસકાંઠા.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - સર્કિટ હાઉસ પાસે, ભૂજ, જી. કચ્છ.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - રૂમ નં.૧૦૬, સી-બ્લોક, પહેલો માળ, રાજમહેલ કમ્પાઉન્ડ, એમ.એસ. બીલ્ડીંગ, અમરેલી.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - એ-બ્લોક, પહેલો માળ, એ.એસ.બીલ્ડીંગ, નાનપુરા, સુરત.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - જુના રેલ્વે સ્ટેશન સામે, જામનગર.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - બ્લોક નં ૨૬/૨, ઘ-ટાઇપ,સી.એન.આઇ.ચર્ચ પાસે, સેક્ટર-૨૦, ગાંધીનગર.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા કોર્ટ કમ્પાઉન્ડ, હિંમતનગર.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - રૂમ નં.૭૦, બીજો માળ, જુની કોઠી બીલ્ડીંગ, રાવપુરા, વડોદરા.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - (અમદાવાદ શહેર) બાદશાહ ડેરીની બાજુની ગલી, ભગવતી કોમ્પલેક્ષની પાછળ,જૈન મર્ચન્ટ સોસાયટી પાસે, પાલડી, અમદાવાદ.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - (મહેસાણા અને પાટણ જિલ્લા) જુના રાજ મહેલ બીલ્ડીંગ, ઇલેક્ટ્રીશીયન બ્રાન્ચ, મહેસાણા.
ગ્રાહક તકરાર નિવારણ કમિશન - (ભરૂચ અને નર્મદા જિલ્લા) ઓફિસ નં.૧૩૨-૧૩૫, પહેલો માળ, પાનમ પ્લાઝા બીલ્ડીંગ, રીલીફ સીનેમા પાસે,સ્ટેશન રોડ, ભરૂચ.
ગ્રાહક તકરાર નિવારણ કમિશન - ૪, વિજય પાર્ક સોસાયટી, મિલન પાર્ક પાસે, નવરંગપુરા, અમદાવાદ. ફોનઃ ૨૬૪૬૯૨૫૩ ફેક્સઃ ૨૬૪૪૨૮૭૫
નેશનલ કન્ઝ્યુમર ડીસ્પ્યુટ્સ રિડ્રેશલ કમિશન - પાંચમો માળ, એ-વીંગ, જનપથ ભવન, જનપથ, નવી દિલ્હી. ફોનઃ ૦૧૧ ૩૩૧૭૬૯૦, ૩૩૫૮૦૭૪.
_____
ફરીયાદ કેવી રીતે નોંધાવશો?
જે તારીખથી કાર્યવાહીનું કારણ ઉત્પન્ન થયુ હોય તેના બે વર્ષ દરમ્યાન ફરીયાદ નોંધાવવાની હોય છે.
ફરીયાદ નોંધાવવા માટે રૂપિયા એક લાખ સુધીના દાવા માટેની ફી રૂપિયા ૧૦૦, રૂપિયા એક લાખ થી પાંચ લાખ સુધીના દાવા માટેની ફી રૂપિયા ૨૦૦, રૂપિયા પાંચ લાખ થી દસ લાખ સુધીના દાવા માટેની ફી રૂપિયા ૪૦૦ અને રૂપિયા દસ લાખ થી વીસ લાખ સુધીના દાવા માટેની ફી રૂપિયા ૫૦૦ ઠરાવવામાં આવી છે.
સોગંદનામા માટે સ્ટેમ્પ પેપરની જરૂર નથી હોતી. ફરીયાદી અથવા તેના કોઇ અધિકૃત પ્રતિનીધી દ્વારા મોકલી શકાય છે. વકીલ રોકવો જરૂરી નથી.
સામાન્ય રીતે મંચોને ફરીયાદની ૪-૬ નકલો આપવાની હોય છે.
_____
ફરીયાદમાં નીચેની માહિતી હોવી જોઇએ.
ફરીયાદીનું નામ, ઉમર અને પુરૂં સરનામું.
પ્રતિવાદી પાર્ટી અથવા પાર્ટીઓના પુરા નામ અને સરનામાં.
ખરીદારી / સેવા મેળવ્યાની તારીખ.ખરીદારી / સેવા મેળવવા ચુકવાયેલી રકમ.
ખરીદેલ વસ્તુઓ અને તેની સંખ્યા / મેળવેલ સેવા નું સ્વરૂપ.
શું ફરીયાદ વેપારના અનુચિત / પ્રતિબંધિત નીતી / નુકશાની ગ્રસ્ત વસ્તુઓ / અપુર્તી સેવા / નક્કી કરેલ કિંમતથી વધુ કિંમતની માંગ સાથે સંબધીત છે?
બીલ/વાઉચર/ રસીદની નકલો અને જો કોઇ પત્ર વ્યવહાર કર્યો હોય તો તેની નકલો.
માંગવામાં આવેલી રાહત.
______
રાહત
ગ્રાહક અદાલતો નીચેની રાહતો માટે આદેશ કરી શકે છે.
.
વસ્તુઓની ખામીઓને દુર કરવી.
વસ્તુઓની બદલી કરવી.
ચુકવેલી કિંમત પરત કરવી.
જે હાની કે ક્ષતિ થઇ હોય તેની ભરપાઇ કરવી.
સેવામાં ત્રુટીઓ અથવા કમીઓને દુર કરવી.
અનુચિત વેપારની નીતીઓ / અવરોધક વેપાર પદ્ધતિઓને બંધ કરવી તથા નિર્દેશ આપવો કે તેવું ફરીથી ન બને.
વેચાણ માટે રજુ કરાયેલ ખતરનાક વસ્તુઓ પરત કરવાનો ફેંસલો આપવો.
ખરીદદારને યથાયોગ્ય કિંમતની ચુકવણી કરવી.
_____
અપીલ
જીલ્લા ફોરમ ના નિર્ણયની વિરૂદ્ધ ૩૦ દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ કરી શકાય.
રાજ્ય કમિશન ના નિર્ણયની વિરૂદ્ધ ૩૦ દિવસમાં રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકાય.
રાષ્ટ્રીય કમિશનના નિર્ણયની વિરૂદ્ધ ૩૦ દિવસમાં ઉચ્ચતમ ન્યાયાલયમાં અપીલ કરી શકાય.
ગુણદોષના આધાર પર સમય મર્યાદાની બાધા નથી.
રાજ્ય કે રાષ્ટ્રીય આયોગમાં અપીલ કરવા માટે કોઇ મૂલ્ય ચુકવવાનું હોતું નથી.
અપીલ કરવાની રીત ફરીયાદ કરવા જેવી જ છે આવેદનની સાથે અપીલ કરવાના કારણો સહિત અપીલ કરવામાં આવેલ આદેશોની નકલ એક સમાન હોવી જોઇએ.
____
ગ્રાહક સંરક્ષણ અધિનિયમ શા માટે?
તંદુરસ્ત પર્યાવરણ
માહિતી
સુરક્ષા
પસંદગી
શિક્ષણ
ફરિયાદ નિવારણ
સુનાવણી
પાયાની જરૂરીયાતો
____
ગ્રાહકોના હિતોના વધુ સારા રક્ષણ માટે અને આપના આ અધિકારો માટે.....
સુરક્ષાનો અધિકાર
માહિતીનો અધિકાર
પસંદગીનો અધિકાર
સુનાવણીનો અધિકાર
ફરીયાદ નિવારણનો અધિકાર
ગ્રાહક શિક્ષણનો અધિકાર