વિકલાંગ – વિધવા બહેનોને અપાતી મકાન બાંધકામ સહાય
Saturday, August 13, 2011
રાજ્યમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વસતા 18 થી 60 વર્ષ સુધીના વિકલાંગ વિધવા બહેનો માટેની જુદી-જુદી આવાસ યોજનાઓમાં આવાસ યુનિટ દીઠ હાલની રૂ. 40,000 ની મકાન બાંધકામ સહાય વધારીને રૂ. 54,500 કરવાનો ઉદાત્ત નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા રાજ્યની વિકલાંગ વિધવા મહિલાઓ માટે આવાસ સહાય યોજના અન્વયે શહેરી/ગ્રામ્ય વિસ્તારમાં વિકલાંગ વિધવા બહેનો (40 ટકાથી કે તેથી વધુ વિકલાંગતા) 18 થી 60 વર્ષ સુધીની હોય તેઓને રૂ. 40,000 ની મર્યાદામાં મકાન બાંધકામ સહાય આપવામાં આવે છે. રાજ્યની જુદી જુદી 10 આવાસ યોજનાઓમાં યુનિટ કોસ્ટ એક સરખી રૂ. 54,500 રાખવા પંચાયત વિભાગે કરેલા ઠરાવ અનુસાર રાજ્ય સરકારે એવો નિર્ણય કરેલ છે કે વિકલાંગ વિધવા બહેનોને પણ મકાન બાંધકામ સહાય રૂ. 40,000 થી વધારી રૂ. 54,500 મળવા પાત્ર થશે.
0
comments
Subscribe to:
Post Comments (Atom)