Showing posts with label vangi. Show all posts
Showing posts with label vangi. Show all posts

ભરેલા ભીંડા

Sunday, September 25, 2011

સામગ્રી : 200 ગ્રામ નાના ભીંડા, 1/4 ખમણેલું ફ્રેશ નારીયેલ, 2-1/2 ચમચા બારીક -કાપેલી કોથમીર, 2 ચમચા ધાણાજીરુ પાવડર, 1 ચમચી ખાંડ,1 ચમચી લાલ મરચું, 1/2 ચમચી આમચુર પાવડર કે લીંબુનો રસ, ચપટી હિંગ, 1 ચમચો તેલ, મીઠું સ્વાદ પ્રમાણે.



રીત : ભીંડાને ધોઇ લુછીને કોરા કરો. પછી તેની ઉપર ચપ્પુથી ઉભો કાપો કરો. બઘી સામગ્રીને સારી રીતે મિક્સ કરી ભીંડામાં ભરો. બધા ભરેલા ભીંડાને સાધારણ ઉંડી ડીશમાં ગોઠવી ઉપર તેલ અને 1 ચમચો પાણી છાંટો. માઇક્રોવેવને ઓન કરી 4 થી 5 મિનિટ થવા દો.

Posted by Ashok at 11:36 PM 1 comments  

વેજિટેબલ મખ્ખનવાલા

સામગ્રી : 50 ગ્રામ ફણસી, 50 ગ્રામ ફ્લાવર, 50 ગ્રામ ગાજર, 1/2 કપ લીલા વટાણા, 1 કપ કાપેલો કાંદો, 1/2 કપ ફ્રેશ ક્રીમ, 1 ચમચો સાદો લોટ ( મેંદો ), 1/2 કપ દૂધ, 2 ચમચા કેચઅપ, 1 ચમચો બટર, 1/2 ચમચી લાલ મરચું, મીઠું સ્વાદ પ્રમાણે.
રીત : ફણસી અને ગાજરને લાંબા કાપો. ફ્લાવરના મોટા ટુકડા કરો. એક સાધારણ ઉંડી ડીશમાં ફણસી, ગાજર, ફ્લાવર અને વટાણા રાખી 5 થી 6 ચમચા પાણી છાંટી 5 મિનિટ માટે માઇક્રોવેવ ઓન કરો. એક કાચના બાઉલમાં બટર મૂકો અને 15 સેકંડ માટે માઇક્રોવેવમાં ગરમ કરો. તેમા બારીક કરેલા કાંદા નાખી 1-1/2 મિનિટ માટે માઇક્રોવેવ ઓન કરી હલકા ગુલાબી થવા દો. ક્રીમ, મેંદો, દૂધ અને ટમેટો કેચઅપને મિક્સ કરી કાંદા ભેળવો. તેમા શાકભાજી, લાલ મરચું અને મીઠું નાખી. માઇક્રોવેવને 3 મિનિટ માટે ઓન કરી ગરમ ગરમ પીરસો.

Posted by Ashok at 11:35 PM 0 comments  

શિંગોળાની ખાંડવી

સામગ્રી : 400 ગ્રામ શિંગોળાનો લોટ, ત્રણ વાટકી છાશ, દોઢ વાટકી કોપરાનું ખમણ, મીઠું પ્રમાણસર, રાઇ 1 ચમચી, હિંગ ચપટી, વાટેલા આદુ મરચા 1 ચમચી, જીરુ 1 ચમચી, 1 ઝુડી કોથમીર.

રીત : એક જાડા તપેલામાં શિંગોળાનો લોટ લેવો. તેમા છાશ અને મીઠું નાખીને ખીરુ બનાવીને તેને ગરમ કરવા મુકવું. ખીરાને સતત હલાવતા રહેવું. લોટ બફાઇ જાય અને લચકા પડતો થાય તથા તપેલાની કીનારી છોડે ત્યારે તેમાં આદુ મરચા નાખવા, પછી તેને પાટલા ઉપર કે થાળીમાં તેલ લગાવીને સપાટ પાથરી દેવું પછી કાપા પાડીને તેના રોલ બનાવી લેવા. ત્યારબાદ કડાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરા અને લીમડાનો વઘાર કરીને ખાંડવી ઉપર રેડવું. પછી તેના પર સમારેલી કોથમીર તથા કોપરાનું ખમણ ભભરાવવું. ગરમા-ગરમ પીરસવી.

Posted by Ashok at 11:34 PM 0 comments  

ચોકોલેટસ નટ્ટીસ

Monday, March 22, 2010

સામગ્રી:-

બટર 2 થી 3 ટી સ્પુન
કંડેનસ્ડ મીલ્ક 200 થી 300 ગ્રામ
કોકો પાવડર 2 થી 3 ટી સ્પુન
ડ્રાયફ્રુટ... અખરોટ બદામ કાજુ અને અન્ય તમારી પસંદના
ડાર્ક ચોકલેટ 200 થી 300 ગ્રામ

રીત:-

સૌ પ્રથમ એક વાસણમા બટર લો. તે પીગળે તેટલું તેને ગરમ કરો. પછી તેમા કંડેનસ્ડ મીલ્ક ઉમેરો અને એક મીનીટ માટે તેને હલાવો. ત્યાર બાદ તેમા કોકોપાવડર મીકસ કરો. અને ત્યાં સુધી હલાવો કે સરસ સ્મુથ પેસ્ટ તૈયાર થાય. ધ્યાન રાખો કે બળી ના જાય. થોડું ઘટ્ટ મિશ્રણ બને એટલે તેને ગેસ સ્ટોવ પર થી નીચે ઉતારી લો.અને એક બાઉલ મા કાઢી લો. તેને થોડું ઠંડુ થવા દો. ત્યાં સુધીમા તમો ડ્રાયફ્રુટસ ને માઈક્રોવેવ મા રોસ્ટ(શેકી) કરી લો . હવે તૈયાર થયેલા ધટ્ટ મિશ્રણ માથી થોડું લઈને હાથમા નાનો બોલ જેવુ બનાવી વચ્ચેથી જરા અંગુઠો દબાવી પ્રેસ કરો અને તેમા એક નટસને રોલ કરી દો. એવી રીતે બધા નટસને રોલ કરી લો. હવે ડાર્ક ચોકોલટને ડબલ બોઈલર કે માઈક્રોવેવ દ્વારા મેલ્ટ(પીગળાવો)કરો. પછી રોલ કરેલા નટસને પીગળેલી ડાર્કચોકોલેટ માં ટૂથપીક દ્વારા બોળો અને તેને એક પ્લાસટિક ના શીટ પર છુટા છુટા મુકો. તે સેટ થાય ત્યા સુધી ફ્રીજમા મુકો. લો તમારા ચોકલેટસ નટીસ તૈયાર ખાવા માટે.

શ્રેયા વ્યાસ

Posted by Ashok at 1:01 PM 0 comments  

વાનગી

Tuesday, January 26, 2010

શિંગોળાની ખાંડવી
સામગ્રી :

400 ગ્રામ શિંગોળાનો લોટ,
ત્રણ વાટકી છાશ,
દોઢ વાટકી કોપરાનું ખમણ,
મીઠું પ્રમાણસર,
રાઇ 1 ચમચી,
હિંગ ચપટી,
વાટેલા આદુ મરચા 1 ચમચી,
જીરુ 1 ચમચી,
1 ઝુડી કોથમીર.


રીત :
એક જાડા તપેલામાં શિંગોળાનો લોટ લેવો. તેમા છાશ અને મીઠું નાખીને ખીરુ બનાવીને તેને ગરમ કરવા મુકવું. ખીરાને સતત હલાવતા રહેવું. લોટ બફાઇ જાય અને લચકા પડતો થાય તથા તપેલાની કીનારી છોડે ત્યારે તેમાં આદુ મરચા નાખવા, પછી તેને પાટલા ઉપર કે થાળીમાં તેલ લગાવીને સપાટ પાથરી દેવું પછી કાપા પાડીને તેના રોલ બનાવી લેવા. ત્યારબાદ કડાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરા અને લીમડાનો વઘાર કરીને ખાંડવી ઉપર રેડવું. પછી તેના પર સમારેલી કોથમીર તથા કોપરાનું ખમણ ભભરાવવું. ગરમા-ગરમ પીરસવી.
પ્રાચી વ્યાસ

Posted by Ashok at 2:49 PM 0 comments  

પિનટ બટર બિસ્કિટ

Friday, December 18, 2009

સામગ્રી
ઈંડા – ૧
બટર – ૧ કપ
પિનટ બટર – ૧/૨ કપ
સાકર – ૧ કપ
ગોળ – ૧/૨ કપ
મેંદો – ૧ ૧/૨કપ
સોડા – ૧/૪ ટેંબલ સ્પુન
રીત
એક બાઉલ માં ઈંડું બટર પિનટ બટર સાકર ગોળ વિં. ને બરાબર મિક્સ કરો. પછી તેમા મેંદો અને સોડા ને સારી રીને ભેળવો અને તેની કણક બાંધો. પછી તેના ગોળા કરીને રોટલાની જેમ વણૉ. અને તેને બિસ્કિટના કટરથી ગોળ કાપો. તેની કિનારી ઉપર કાંટાથી કાંણા પાડો. હવે બિસ્કીટને પહેલાથી ગરમ કરેલા ઓવન મા ૧૦ – ૧૫ મિનીટ માટે ૧૭૦ ડીગ્રીના તાપમાને બેક કરો.

બિસ્કીટ ને ઠંડા થવા દો અને હવાચુસ્ત ડબ્બા માં ભરી દો.
બ્રિન્દાબેન માંકડ તરફથી

Posted by Ashok at 1:03 PM 1 comments  

દાળ ઢોકળી - સ્વાદિષ્ઠ ગુજરાતી વાનગી

Thursday, December 3, 2009

સામગ્રી :

૨૫૦ ગ્રામ તુવર-દાળ
૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ
૨ ચમચી હળદર
૨ ચમચી લાલ મરચું
૧ ચમચી અજમો
૩-૪ લવિંગ
૨-૩ તજ
૧ ચમચી રાઈ
૧૦-૧૫ મીઠા લીમડાના પત્તા
૨ લીલા મરચા (ટુકડા કરેલા)
ચપટી હિંગ
૧/૨ ચમચી આંબલીની પેસ્ટ
૨૫ ગ્રામ કાજુ
૫૦ ગ્રામ સિંગદાણા
૧/૨ ચમચી ગરમ મસાલો
૧ ચમચી ટામેટાની પેસ્ટ
૩ ચમચી તેલ
૧ ચમચી ઘી
સ્વાદ અનુસાર મીઠું

પદ્ધતિ :


થાળીમાં ઘઉંનો લોટ લઇને તેમાં પાણી ઉમેરો. હવે તેમાં હળદર, લાલમરચું અને અજમાની એક એક ચમચી નાખો, અને સ્વાદઅનુસાર મીઠું ઉમેરો. હવે બધાને બરાબર ગુંદી લો. ૧ ચમચી તેલ નાખીને લોટને ફરીથી ગુંદો. રોટલી વણીને ઈચ્છા મુજબ ઢોકળીના ટુકડા કાપી લો. હવે તુવર-દાળને ચોક્ખા પાણીથી ધોઈને પ્રેશર કુકરમાં ૧૦ મિનીટ સુધી બાફો. ૧૫ મિનીટ સુધી ઠરવા દો. તુવર-દાળનેપ્રેશર-કુકર માંથી કાઢી લો. હવે તપેલીમાં ૨ ચમચી તેલ અને ૧ ચમચી ઘીને ગરમ કરો. ઉકાળેલા તેલ/ઘીમાં લવિંગ, તજઅને રાઈ નો વઘાર કરો. વઘારમાં મીઠા લીમડાના પાન, લીલામરચાંના ટુકડા અને ચપટી હિંગ નાખો. હવે તેમાં બાફેલી તુવર-દાળઉમેરો. હવે તેમાં આંબલી, કાજુના ટુકડા, સિંગદાણા, ગરમ મસાલો અને ૧ ચમચી લાલ મરચું નાખો, બરાબર હલાવીને મિક્ષ કરો. હવે એમાં ટામેટાની પેસ્ટ, ૧ચમચી હળદર,મીઠું અને ૨ કપ પાણી ઉમેરો. બરાબર ઉકળવા દો. કાપેલા ઢોકળીના ટુકડાને ઉકળતી દાળ માં એક પછી એક ઉમેરો. ૧૦ મિનીટ ઉકળવા દો. ગરમા ગરમ પીરસો અને સ્વાદિષ્ટ બનાવવા ઉપરથી ઘી નાખો.
પ્રાચી વ્યાસ

Posted by Ashok at 9:00 PM 0 comments  

મીઠા લીમડાની ચટણી

Sunday, March 8, 2009

સામગ્રીઃ બે કપ તાજા મીઠા લીમડાનાં પાન, ૨-૩ લીલા મરચાં, ૨-૩ કળી લસણ, ૧ ચમચી આમલીનો રસ, મીઠું , તેલ, અડધી ચમચી સરસવના બીજ અને અડધી ચમચી સફેદ અડદની દાળ.



રીતઃ મીઠા લીમડાનાં પાન, લીલા મરચાં, અને લસણ ની કળીની નરમ પેસ્ટ તૈયાર કરો. એક નાની ચમચી તેલ ગરમ કરો એમાં સરસવના બીજ અને અડદની દાળ નાખો. આ તડતડે એટલે એને પેસ્ટ માં મેળવી દો. એમાં સ્વાદ અનુસાર મીઠું અને આમલીનો રસ નાખી બધુ બરાબર એકરસ કરો. આ તૈયાર થઇ મીઠા લીમડાની ચટણી.

Posted by Ashok at 9:45 AM 0 comments  

ફરાળી વાનગી...

Saturday, February 21, 2009

સૂરણ નાં દહિંવડાં
સામગ્રી

સૂરણ સવા કિલો ખજુર ૬૦૦ ગ્રામ આંબલી અથવા આંબોળીયા (૧૦) નંગ મીઠું પ્રમાંણસર તેલ તળવા માટે મરીનાં દાણા ૮ નંગ શેકેલા જીરા નો ભૂકો ૧ ચમચી ગોળ પ્રમાણસર દહીં એક કિલો કોથમીર ૧ ઝુડી આદુ મરચા. (૬ વ્યક્તી માટે)
રીત
સૂરણ ની છાલ ઉતારવી પછી વાંસણ માં પાણી લઈ સૂરણ ને ધોઈ નાખવું ત્યારબાદ કૂકરમાં સૂરણ ને બાફવા મૂકવું સૂરણ બરાબર બફાઈ જાય એટલે તેનો છુંદો કરીને તેમાં મીઠું આદુ મરચાં આખા મરી નાં દાણાં નાખીને પૂરણ તૈયાર કરવું

પછી એક કડાઈ માં ગેસ ઉપર તેલ ગરમ મૂકીને તેમાં વડાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લેવા પછી દહીં વલોવીને તૈયાર કરવું. આંબલી- ખજુર ની ચટ્ણી જીરુ ગોળ નાખીં ને મીક્સરમાં તૈયાર કરવી

એક ડીશમાં વડાં ગોઠવી તેની ઉપર દહીં નાખવુ પછી તેની ઉપર મીઠા જીરા નો ભૂકો સમારેલી કોથમીર અને ગળી ચટણી તથા સંચળ નો ભૂકો ભભરાવી ને પીરસવું.
પ્રાચી વ્યાસ

Posted by Ashok at 9:32 PM 0 comments  

પાલક રોલ્સ

Thursday, February 5, 2009

પાલક રોલ્સ


સામગ્રી :200 ગ્રામ ચણાની દાળ,50 ગ્રામ બેસન,250 ગ્રામ પાલક (સાફ કરીને),50 ગ્રામ ફુદીનો,50 ગ્રામ કોથમીર,1 ચમચી અજમો, થોડી હિંગ, મીઠું-મરચું સ્વાદ પ્રમાણે,તળવા માટે ઘી.


રીત : સૌ પ્રથમ દાળને 4 થી 5 કલાક પલાળી થોડી કરકરી પીસી લો. તેમાં બેસન નાખીને કાપેલી પાલક, કોથમીર, ફૂદીનો અને બધો જ મસાલો નાંખીને લાંબા-લાંબા મધ્યમ આકારના રોલ્સ બનાવી લો. હવે એક તપેલીમાં પાણી મૂકીને ઉપર ચારણીમાં રોલ્સ મૂકી ઢાંકી દો. જેથી રોલ્સ વરાળથી સીઝશે. પાણી અડશે નહિ. લગભગ છથી આઠ મિનિટ પછી ખોલીને જુઓ. ચઢી ગયા હોય તો ઉતારીને ઠંડા થવા દો. ઠંડા થયા બાદ નાની-નાની સ્લાઈસમાં કાપીને હલકા ગુલાબી રંગનાં થાય ત્યાં સુધી તળી લો. ચટણી અથવા સોસ સાથે ગરમાગરમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.


પ્રાચીબેન વ્યાસ તરફથી

Posted by Ashok at 5:05 PM 0 comments  

વાનગી

Friday, January 16, 2009

પૌંઆ ના પકોડા

સમય -15 મીનીટ
સામગ્રી –
250ગ્રામ પૌંઆ 2 નાના બાફેલા બટાટા આદુ મરચાં સ્વાદ અનુસાર
મીઠું લીંબું નો રસ સાકર એક નાની ચમચી 2 સ્લાઈસ બ્રેડ 2 ચમચી આરાલોટ ચાટમસાલો 1 ચમચી
રીત-
પૌંઆ ને 10 મીનીટ પલાળો તેમાં બટાટા અને બીજી સામગ્રી મિક્સ કરો તેના નાના ચપટા ગોળા વાળો હવે ગરમ તેલ માં તળી લો પેપર નેપ્કીન પર મુકો, ગ્રીન ચટની અને ટોમેટૉ કેચઅપ સાથે ગરમ ચટપટ્ટા વડા ની મૌજ માણો

પ્રાચીબેન વ્યાસ તરફથી

Posted by Ashok at 6:23 PM 1 comments  

મારા વિશે

દોસ્તો,


આ બ્લોગ માં કવિતા, ગઝલ, વાર્તા, લઘુ કથા, જોક્સ, સરલ રોગોપચાર, વ્યક્તિ પરિચય, સ્થળ પરિચય, સુવિચારો, પ્રેરક પ્રસંગો, કે તમારા જીવન નો બનેલો કોઇ બનાવ જેનાથી બીજાને જાણવા કે પ્રેરણા મળે, કોઇ માહિતીપ્રદ લખાણ કે કોઇ લિન્ક , બાળ સાહિત્ય જેવા વિભાગો સમાવેશ કરવાનાં છે અને બ્લોગમાં વધુ ને વધુ ગુજરાતી રચના નો સમાવેશ કરવાની મારી ઇચ્છા છે માટે આપની પાસે સ્વરચીત કૃતી હોય અને તેને આપ બ્લોગ દ્વારા રજુ કરવા ઇચ્છો તો મારો સંપર્ક સાધવા વિનંતી. તમારી પાસે સારા ગુજરાતી ગીતો (એમ પી ૩) હોય તો પણ મને મોકલવા આપ સહુ ને મારી નમ્ર વિનંતી છે અને આશા છે કે આપ તરફથી સહકાર મળશે. અમને sabrasgujarati@gmail.com પર આપની કૃતિ નો ઇંતેજાર છે.

અહીં રજુ થયેલ તમામ કૃતિ નાં કોપી રાઇટ જે તે કૃતી ના સર્જક ના કે તેના દ્વારા જેને આપેલા છે તેના જ છે અને છતા પણ તેના હક નો ભંગ થતો હોય તો મને જણાવવા વિનંતી.





અંહી અમુક મારા મન પસંદ બ્લોગસ્ ની લીન્ક આપેલ છે

સબરસ ગુજરાતી

કહો છો તમે કેમ

મેઘ ધનુષ

સમન્વય


Tell Your friends

SocialTwist Tell-a-Friend

અનુસરણ




ગુજરાતી ટાઇપ પેડ


a

aa/c

i

I

u

U

E

e

ai

O

o

au
અં
aM
અઃ
a:

ka
કા
kaa
કિ
ki
કી
kI
કુ
ku
કૂ
kU
કૅ
kE
કે
ke
કૈ
kai
કૉ
kO
કો
ko
કૌ
kau
કં
kaM
કઃ
ka:

ka

kha

ga

gha

NGa

cha

Cha

ja

za

NYa

Ta

Tha

Da

Dha

Na

ta

tha

da

dha

na

pa

fa

ba

bha

ma

ya

ra

la

va

sha

Sha

sa

ha

La
ક્ષ
kShar
જ્ઞ
Jha
દ્વ
dwa
ક્ર
kra
કૃ
kR

R
શ્વ
shva
શ્ર
shra


Online Visitor:
Online Users
Locations of visitors to this page
Total Visit:
free counter

Free Blog Counter

free counters