માર્ચ માસ ના વિજેતા
Friday, April 9, 2010
માર્ચ મહિનાના માસીક હરિફાઇના વિજેતા જાહેર કરી રહ્યા છીએ. આ માસે અમારા ધંધાકીય અને સામાજીક કારણોસર સાઇટના કામકાજને પ્રાધાન્ય આપી ના શક્યા તે બદલ દિલગીર છીએ.
કવિતા વિભાગ
1) ઝુમતા અમે –રમેશ પટેલ
2) શું મોકલું –શિલ્પા પ્રજાપતિ
વાર્તા વિભાગ
1) પહેલા પ્રેમની પહેલી મુલાકાત –નિશીત જોષી
વિજેતાઓને તેમના પુરસ્કાર ભારતીય પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. અત્યાર સુધીમાં વિજેતા થયેલા તમામને પ્રમાણ પત્ર ટુંક સમયમાં મોકલવામાં આવશે.
ધારાવાહિકના સંજોગના સફળ પ્રયાસ બાદ સબરસ ગુજરાતી પર ટુંક સમયમાં બે ધારાવાહિક ચાલુ કરી રહ્યા છીએ. જેના એકના લેખીકા છે વડોદરાના શ્રીમતિ બ્રિન્દાબેન માંકડ અને બીજા લેખક છે મોરબીના ડૉ. ભાવેશભાઇ જેતપરીયા. 16 એપ્રીલથી વાર્તા માટેની મેગા હરિફાઇ આપની સામે રજુ કરી રહ્યા છીએ. વધુ વિગત આવતા અઠવાડિયે અહીં મૂકીશું. આપ સહુને અમારી નમ્ર વિનંતી છે કે આપની પાસે અપ્રકાશિત વાર્તા કે કોઇ આર્ટિકલ હોય તો અમારો સંપર્ક સાધશો. અમે આપની અપ્રકાશિત વાર્તાને સબરસ સાઇટ પર અને સારી રચનાઓને સંપાદિત કરી પુસ્તક પ્રગટ કરવાનો અમે અમારો પહેલો પ્રયાસ કરીશું.
-અશોક કૈલા
1 comments
Unknown
said...
તે જીદગી જ શુ જેમા પ્રેમ નહી ,
તે ગુલાબ નહી જેમા મેહક નહી,
તે મેહક નહી જેમા યાદ નહી,
તે યાદ હી શુ જેમા તમે નહી,
અને તે તમે જ શુ જેમા તમારી સાથે અમે નહી..
Subscribe to:
Post Comments (Atom)