" કચરા પેટી "
Monday, July 11, 2011
ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે .. મોર વર્ષારાણીને ધોધમાર વરસવાનું કહેતો હોય તેમ દૂર દૂર થી તેના ટહુકા સંભળાઈ રહ્યા છે. ..પણ આવા વરસાદ ના વાતાવરણ માં કોઈ ગમગીન ચહેરા સાથે જોવા મળે તો કેવું લાગે ???????
મુંબઈની સડક પરના ટ્રાફિકજામની જેમ જ તે મગજમાં ચાલતા વિચારોમાંથી બહાર કેમ કરીને નિકળાશે તેની દ્વિધામાં રહી.
તેની જાણ બહાર નજીકની કોલોનીના એક બહેન તેને રસ્તાની સાઈડમાં મુકેલી કચરાપેટીની આસપાસ ચકકર ફરતા જોઈ રહ્યા હતાં. તેઓ વિચારી રહ્યા કે આવા ઝરમર વરસાદના વાતાવરણમાં કોઈપણ બહાર મઝા જ કરવા નીકળે ને? , પણ ના આ બહેન તો ????????
વહેલી સવાર થી આ બહેન બે વાર તો અહીં આંટા મારવા આવી ગયા ..કૈક જોઈને તરત ચાલ્યા જાય છે. ..ખબર નથી પડતી, શું કામ હશે તેમને ??
હવે તો જાણે વરસાદ પણ ઝરમર ઝરમર વરસીને થાકી ગયો હોય એવું લાગે છે, માટે તો તે હવે મન મૂકીને વરસવા લાગ્યો છે .અને પાછા પેલા બહેન આવ્યા, પણ તે આવા ધોધમાર વરસાદ માં, આવા સ્થળે ,,, કચરા પેટી પાસે પાછા કેમ આવ્યા હશે? ?તે જોઈ રહી........
બહેન ત્યાં તે કચરાપેટીની નજીક ગયા ને પાછા વળ્યા, ત્યાં તો .......................................................તેને અવાજ આવે છે જાણે કોઈ તેને કંઈક કહી રહ્યું છે , " ઓ ! મમ્મી તું આવી ગઈ ? ક્યાં જતી રહી હતી મને મૂકી ને ? "
બહેન પાછું ફરીને જુએ છે તો એક નાની ૭ કે ૮ વર્ષ ની બાળકી તેને જ બોલાવતી હતી ....
બહેન તેનાથી થોડા દુર ખસે છે ..ને કહે છે , "એ ય હું તારી મમ્મી નથી ,,દુર જા અહી થી .........."
પેલી નાની બાળકી તો રડતી જ હોય છે અને લાગતું હતું કે તેની સાથે સાથે આ નભ પણ રડતું હોય તેમ ધોધમાર પાણી વરસાવી રહ્યું હતું.
તે જાણે ઉપરથી બધું જોતા જોતા દુ:ખી થઇને રડતો હોય તેવું લાગે છે પણ મને તે નથી સમજાતું કે દુ:ખી કોણ છે ? હું ? નભ કે પેલી રડતી છોકરી ?
"એ મમ્મી,, કેમ બોલતી નથી? તું આવી ગઈ ને ? મને અહી મૂકીને તું ક્યાં જતી રહી હતી ? "
"અરે,,, કેટલી વાર તને કહેવું કે હું તારી મમ્મી નથી, નથી, નથી... ને આવા વરસાદ માં તું કેમ બહાર છે ?? ઘરે જતી રહે ..."
"ક્યાં જાઉ મમ્મી ? તું જ મને અહી મૂકીને ગઈ હતી , હું નાની હતી ને ત્યારે!'
અચાનક ગગન ગરજી ઉઠ્યું ,,જાણે કે તેને નાનો એટેક ના આવ્યો હોય !
"અરે , હું તારી મમ્મી નથી "
"કેમ ભૂલી ગઈ? તું જ મને અહીં આવા જ વરસતા વરસાદમાં મૂકી ગઈ હતી . મમ્મી ,તને જરાય મારી ચિંતા ના થઇ ?
મને યાદ નથી આવતું પણ હું ખૂબ જ નાની હતી , અરે મારો જન્મ થયા ને થોડાક જ કલાકો થયા હશે , હું ખૂબજ રડતી હતી તો પણ મમ્મી , તું મને અહી મૂકીને જતી રહી હતી ? "
"બેટા , હું તારી મમ્મી નથી , ચાલ તને તારા ઘરે મૂકી જાઉ.."
"તો મમ્મી , અહી કેમ મૂકી ગઈ હતી ? તને ત્યારે કોઈજ ચિંતા ના થઇ મારી ..તને એમ પણ ના થયું કે હું આટલી નાની આ કચરાપેટી માં શું કરીશ ? મારું શું થશે "
"ના ......................
ત્યાં તો પેલા બહેન કચરો ફેંકવા આવ્યા ..ને કહેવા લાગ્યા
"અરે ઓ બેન , આવા વરસાદ માં અહીંજ ભીંજાવું તમને ગમે છે ?
" "ના બેન ના ,આ તો અહીં એક નાની છોકરી ઉભી ઉભી રડતી હતી માટે ..........."
કચરો નાખીને પેલા બહેન જતા જતા બોલે છે , પાગલ લાગે છે , અહીંતો ક્યાંય કોઈજ બાળકી છે જ નહી..........
પેલા ઉભા રહેલા બહેન તો ભીંજાઈ ગયા હોય છે ,,, જુએ છે તો કોઈ જ નથી હોતું !
ચોતરફ જુએ છે , ક્યાંય કોઈ દેખાતું નથી. બહેનનું મગજ તો જાણે ચકરાવા લેવા લાગ્યું.......................
પણ હા ! તરત જ મનમાં વીજળીનો ચમકારો થાય છે.....................
આજે મને પેલી છોકરીએ મારી પોતાનીજ એક દિવસની બાળકીને અહીં તરછોડતા બચાવી ,,,પાપ કરતા અટકાવી ..કદાચ તે મારી જેમ કોઈ માઁ વડે જ ત્યજાયેલી બાળકી હોવી જોઈએ ??
- જલ્પા ગોંડલિયા
0
comments
Subscribe to:
Post Comments (Atom)