હરિફાઇ
Wednesday, April 23, 2008
દોસ્તો,
એક નવો અનુભવ લેવા, ગુજરાતી ભાષાના પ્રસાર અને પ્રચાર માટે હરિફાઇ નું આયોજન કર્યુ છે.
આ હરિફાઇ દિનાંક ૨૪મી એપ્રીલ થી ૨૭મી જુલાઇ સુધી રહેશે .....
આપ સૌ આપ સહુ આપની પોતાની રચના પોષ્ટ કરી ને ઇનામ જીતી શકો છો. હાલ પુરતી આ હરફાઇ ત્રણ વિભાગ માં રાખવામાં આવી છે અને આગળ જતા તેમાં બીજા વિભાગો ઉમેરવાનો વિચાર છેઃ
૧) કવિતા/ગઝલ, ૨) નવલિકા/વાર્તા અને ૩) નિબંધ/કહેવત ને અનુલક્ષી ને લખાણ.
આ ત્રણ વિભાગોમાં ઇનામ તરિકે પ્રથમ ઇનામ તરિકે રૂ. ૩૦૦૦, દ્રીતિય ઇનામ તરિકે રૂ. ૨૦૦૦ તૃતિય ઇનામ તરિકે રૂ.૧૦૦૦ અને બે પ્રોત્સાહક ઇનામ તરિકે રૂ.૫૦૦ આપવામાં આવશે. ત્રણ માસ માં રજુ થનાર તમામ રચનામાંથી બે રચનાઓને રૂ. ૨૫૦ ઇનામ આપવામાં આવશે.
આપ આપની રચના નીચે દર્શાવેલ બન્ને ઇ-મેઇલ પર મોકલી આપવી
sabras_harifai@yahoo.com & sabras.harifai@gmail.com
આ હરિફાઇ માં વિજેતા ને પસંદ કરવા માટે મુંબઇ ના શ્રી ગિરિશભાઇ, પ્રાચીબેન વ્યાસ, વડોદરા ના શ્રી રમેશભાઇ સોની, મોરબી ના પ્રો. ભાવેશભાઇ જેતપરિયા અને ભાવનગર ના ડૉ. કિશોરભાઈ વાઘેલા ની સેવા ઉપલબ્ધ રહેશે.
આ સ્પર્ધા ના નિયમોઃ
૧) રચના સ્વરચિત હોવી જોઇએ.
૨) એક કરતા વધુ વિભાગ માં ભાગ લઇ શકો છો.
૩) આ હરીફાઇ ફક્ત ગુજરાતી ભાષા માટે જ છે અને બિન વ્યવસાયીક છે.
૪) તમે તમારી રચનાનાં અંત માં તમારૂ પુરુ નામ સરનામુ અને રચના લખ્યા તારિખ અવશ્ય લખવી.
૫) રચના આ અગાઉ ક્યાંય પ્રસિધ્ધ થઇ ના હોવી જોઇએ.
૬) પસંદ થયે સ્પર્ધામાં મોકલેલી રચના ઓને આયોજકો દ્વારા પુસ્તક સ્વરુપે પ્રકાશીત કરવામાં આવશે.
નોંધઃ વાર્તા માટે ઓછામાં ઓછા ૨૦૦૦ શબ્દો અને નિબંધ/કહેવતો માટે ઓછામાં ઓછા ૫૦૦ શબ્દો હોવા જોઇએ..
વધુ માહિતી માટે આપ કોમેન્ટસ માં જણાવી શકો છો.
પહેલા મનને નિર્મળ કરો
Monday, April 14, 2008
એક મહાત્મા હતા. કોઈ ઘરમાં ભિક્ષા માંગવા ગયા. ઘરની દેવી એ ભિક્ષા આપી અને હાથ જોડીને બોલી - "મહાત્માજી, કોઈ ઉપદેશ આપો."
મહાત્માએ કહ્યું - "આજ નહીં, કાલે ઉપદેશ આપીશ."
બીજા દિવસે જ્યારે મહાત્મા ભિક્ષા લેવા ગયા ત્યારે પોતાના કમંડલુમાં થોડું ગોબર ભરી ગયા, થોડો કૂડો, થોડા કાંકરા. એ કમંડલુ લઈને દેવીના ઘરે ભિક્ષા લેવા પહોંચી ગયા. દેવી એ એમના માટે ઘણી સારી ખીર બનાવી હતી. એમાં બદામ-પિસ્તા પણ નાંખ્યાં હતા. મહાત્માએ ત્યાં પહોંચતાં જ અવાજ આપ્યો - "ૐ તત્ સત્"
દેવી ખીરનો કટોરો લઈને બહાર આવ્યા. મહાત્માએ પોતાનું કમંડલુ આગળ ધર્યુ. દેવી એમાં જ્યારે ખીર ભરવા ગયા ત્યારે જોયું કે કમંડલુમાં તો કૂડો-કચરો ભરેલો છે. તે તરત જ રોકાઈ ગયા અને બોલ્યા - "મહારાજ, આ કમંડલુ તો ગંદુ છે."
મહાત્મા એ કહ્યું - "હા, ગંદુ તો છે જ. આમાં ગોબર છે, કૂડો છે, પરંતુ હવે શું કરી શકાય? તમે ખીર આમાં જ નાખી દો."
દેવી એ કહ્યું - "નહીં મહારાજ ! આમાં જો હું ખીર આપીશ તો આ સ્વાદિષ્ટ-મધુર ખીર પણ ખરાબ થઈ જશે. મને આ કમંડલુ આપો હું એને સાફ કરી લાવું"
મહારાજ બોલ્યા - "સારું માઁ, તો શું તમે આ કૂડો-કચરો સાફ કરીને પછી ખીર ભરશો?"
દેવી બોલી - "હા, મહારાજ !"
મહારાજ બોલ્યા - "સાંભળો દેવી, તમે ગયી કાલે મારી પાસે જે ઉપદેશ માંગ્યો હતો, તો આ જ મારો ઉપદેશ છે. મનમાં જ્યાં સુધી ચિંતાઓ-કામનાઓ આદિનો કૂડો-કચરો અને ખરાબ સંસ્કારોનું ગોબર ભરેલું છે, ત્યાં સુધી ઉપદેશના અમૃતનો લાભ નહીં થાય. ઉપદેશનો અમૃત પ્રાપ્ત કરવો હોય તો પહેલા મન શુદ્ધ કરવું જોઇએ, ચિંતા-કામના દૂર કરી દેવા જોઇએ, ખરાબ સંસ્કારોને સમાપ્ત કરી દેવા જોઇએ. ત્યારે જ ઈશ્વરનું નામ ત્યાં ચમકી શકે છે અને ત્યારે જ સુખ અને આનંદની જ્યોતિ આગ ઊઠે છે."
ટુચકા
Sunday, April 6, 2008
‘એનું શીર્ષક જુઓ એટલે સમજાઈ જશે !’
‘કેમ ? શું છે એનું શીર્ષક ?’
‘એનું શીર્ષક છે : પુરુષો સ્ત્રીઓને કેટલી જાણે છે !’
**********
સંતાને 5 નંબરની બસમાં જવું હતું. બંતાને 7 નંબરની બસમાં જવું હતું.
ઘણી વાર રાહ જોયા પછી 57 નંબરની બસ આવી. રાજી થઈ બંને ચઢી ગયા.
**********
સંપાદક, ફોટોગ્રાફર અને પત્રકાર જૂનાં ખંડેરોમાંથી પસાર થતા હતા ત્યાં પગે જાદુઈ ચિરાગ અથડાયો. જીને કહ્યું : ‘મારી પાસે ત્રણ વરદાન છે. તમારા ત્રણેયની એક એક ઈચ્છા પૂરી કરી શકાશે. જે માગવું હોય તે માગી લો !’
ફોટોગ્રાફરે કહ્યું : ‘કાશ્મીરના સુંદર બંગલામાં પૈસાની કોઈ ફિકર વગર આખી જિંદગી ગાળી શકું તેવું ઈચ્છું છું.’ જીને તેની ઈચ્છા તરત પૂરી કરી.
પત્રકારે કહ્યું : ‘હું કન્યાકુમારીના સમુદ્ર તટે સુંદર બંગલામાં પૈસાની કોઈ ચિંતા વગર આખી જિંદગી માણી શકું તેવી ઈચ્છા છે.’ જીને તેને ત્યાં પહોંચાડી દીધો.
સંપાદકનો વારો આવ્યો. તેણે કહ્યું : ‘મને હમણાં ને હમણાં બન્ને અહીં હાજર જોઈએ. કાલ સવારના છાપામાં કામ કોણ કરશે ? એમનો બાપ !’
**********
‘તારો પ્રેમ મારા માટે મધુર સ્વપ્ન સમાન છે. મારી સાથે લગ્ન કર ને !’
‘લગ્ન તો એલાર્મ સમાન છે. રહેવા દે ને !’
ટુચકા
Sunday, March 30, 2008
એકવીસમી સદીનો ભિખારી : ‘સાબ છે રૂપિયે દે દો, સાબ ચાય પીની હૈ.’
શેઠ : ‘અલ્યા ચા તો ત્રણ રૂપિયાની હોય. તું કેમ છ માગે છે ?’
ભિખારી : ‘સાબ, સાથ મેં ગર્લફ્રેન્ડ ભી હૈ !
**********
કીડીએ મચ્છર સાથે લગ્ન કર્યાં. એક મહિનામાં મચ્છર મરી ગયો.
કીડીને ત્યાં ખરખરો કરવા આવેલા પાસે રડતાં રડતાં કીડી બોલી : ‘અરે બેન, એને નખમાંય રોગ નો’તો.
એ તો કાલે મારાથી ભૂલમાં ગુડનાઈટ ચાલુ થઈ ગઈ એમાં….’
**********
કીડીએ હાથી સાથે લગ્ન કર્યાં. હાથીની સાસુએ હાથીને ઘરનું બધું કામકાજ સોંપ્યું.
એક દિવસ હાથી પોતું મારતો જાય ને રડતો જાય.
સાસુએ પૂછ્યું : ‘અલ્યા એય રડે છે કાં ?’
હાથી તો ડૂસકે ચડી ગયો : ‘આ હું ક્યારનો પોતાં મારું છું ને તમારી દીકરી પગલાં પાડ્યા જ રાખે છે !!’
**********
હાથી મરી ગયો.
કીડી છાની જ ન રહે.
બધા ભેગા થઈને એને છાની રાખે…
કીડી રડતાં રડતાં કહે : ‘એ મરી ગયો એટલે હું નથી રડતી.
હું તો એટલા માટે રડું છું કે હવે મારી આખી જિંદગી આની કબર ખોદવામાં જશે !’
કોણ ?
Saturday, March 29, 2008
ધન
ઈશ્વરે મને ધનવાન નથી બનાવ્યો પણ મારી ઈચ્છાઓ ઓછી બનાવી એ તેનો મોટો ઉપકાર છે.
મિલન
Friday, March 21, 2008
થોડીવારે અભય આવ્યો. તે ઈશાની પાસે બેસી ગયો. ઈશા તેની સામે આંખોથી હસી. અભયે એ જ આદત મુજબના સ્મિતથી જાણે જવાબ આપ્યો. ઈશાએ તેને પૂછયું, ‘કેમ મોડું થયું ?’‘બે-ત્રણ મિત્રોએ રોકી રાખ્યો હતો.’‘મિત્રોની પાછળ મને પણ ભૂલી જઈશ ?’‘ના, ના, એવું તે બને કદી ? હું બધું ભૂલી શકું પણ તને ભૂલાય ?’‘હા, મને ખબર છે. મને તારા પર વિશ્વાસ છે પણ મન ક્યારેક અવળા વિચારે ચડી જાય છે !’‘તું એવું ન વિચાર !’ અભય જાણે ઈશાને સમજાવવા લાગ્યો. ઈશા હસીને તેની વાત સાંભળી રહી. પોતાના પર્સમાંથી લંચ-બોક્સ કાઢીને ઈશાએ અભયની સામે ધર્યું. અભયે પૂછ્યું : ‘શું લાવી છે આજે ?’‘તું જો તો ખરો !’ ઈશાએ કહ્યું.અભયે ઝડપથી લંચબોક્સ ખોલ્યું અને તે આનંદથી ઉછળી પડ્યો, ‘ખીર ?!’ ‘હા, તને બહુ ભાવે છે ને ?’‘તારા હાથમાં જાદુ છે એટલે તો મને ખીર બહુ ભાવે છે !’ઈશા હસતી રહી. અભયે ચમચીથી સૌ પ્રથમ ઈશાને ખીર ખવડાવી પછી ઈશાએ અભયને ખીર ખવડાવી. બંનેની આંખોમાં જાણે લાગણીના ઘોડાપૂર ઊમટી આવ્યાં. ઈશાની બસ આવી ગઈ. ઈચ્છા ન હોવા છતાં તેને અભયથી અલગ થવું પડ્યું. જતાં-જતાં તે બોલી : ‘કાલે પાછો સમયસર મળજે !’‘હા, ટ્રાય કરીશ.’ અભય બોલ્યો.ઈશાએ ભારપૂર્વક કહ્યું : ‘ટ્રાય નહીં, તારે સમયસર જ આવવાનું !’અભયે હસીને કહ્યું : ‘હા, ભલે, આવીશ. બસ, હવે તો રાજીને ?’ ઈશા બસ તરફ દોડી ગઈ.
ઈશાને આજે ઑફિસમાં રજા હતી. સવારમાં તે ઘરનું કામ પતાવીને ઝરૂખામાં બેઠી. સામેની દીવાલ પર લટકતી તસવીરને ધારી-ધારીને જોવા લાગી. એવામાં મમ્મી આવીને ઈશાની પાસે ઊભી રહી. તેણે ઈશાના માથા પર પ્રેમથી હાથ ફેરવતાં કહ્યું, ‘બેટા, શા માટે તું હજી એ જ આશા રાખીને બેઠી છે ? શા માટે તું અભયની ઈચ્છા કરે છે ? એના પર હવે તારો કોઈ જ અધિકાર નથી.’‘ના, ના એવું ના બોલ, મમ્મી. એ વાત તું માની શકે કે અભય પર મારો કોઈ અધિકાર નથી પણ મારું દિલ ક્યારેય ન માની શકે. હું મારા અભય વગર જીવી જ ન શકું.’‘એ માત્ર તારો મોહ છે, ઈશા. સચ્ચાઈ તારે હવે સ્વીકારવી જોઈએ.’‘સચ્ચાઈ ? હું તો માત્ર એક જ સત્યને જાણું છું કે અભય મારો હતો, મારો છે અને મારો જ રહેશે.’ ઈશા ત્યાંથી ઊઠીને ચાલી ગઈ.
આજે બસ-સ્ટેન્ડ પર તો અભયને મળવાનું શક્ય નહોતું. એટલે તેણે અભયની કૉલેજ જઈને મળી લેવાનો વિચાર કર્યો. થોડીવારે તૈયાર થઈને મમ્મીને કહીને ઈશા અભયની કૉલેજે જવા નીકળી. કોલેજ આવી ગઈ. ઈશા માટે કૉલેજનું વાતાવરણ પરિચિત હતું, કારણ કે તે ઘણી વખત અભયને મળવા અહીં આવી હતી.
સવા દસ થયા હતા. ઈશાને ખબર હતી કે અત્યારે રિસેસનો ટાઈમ છે એટલે તે સીધી લાઈબ્રેરી તરફ ગઈ. અભય લાઈબ્રેરીની પાસે જ ઊભો ઊભો કોઈ છોકરીની સાથે વાત કરી રહ્યો હતો. ઈશા ત્યાં પહોંચી એટલીવારમાં પેલી છોકરી ત્યાંથી ચાલી ગઈ હતી. ઈશાને જોઈ અભય નવાઈ પામ્યો.તેણે પૂછ્યું : ‘આજે અહીં ?’‘હા, આજે મારે રજા હતી એટલે થયું તને અહીં આવીને જ મળી લઉં !’‘સારું કર્યું.’ અભયે કહ્યું.બંને લાઈબ્રેરીમાં આવ્યા. ખૂણા પર બારી પાસેના ટેબલ પર બંને બેઠા. ઈશાએ પૂછયું : ‘પેલી છોકરી કોણ હતી ?’‘કઈ ?’ અભય બોલ્યો.‘હમણાં તારી સાથે વાતો કરતી હતી તે.’‘એ ? એ તો મારી ફ્રેન્ડ અવની છે.’‘તારી સાથે ભણે છે ?’‘હા.’‘તો તો કાયમ મળતા હશો ?’‘હા, અમે કૉલેજમાં સાથે જ હોઈએ છીએ.’‘તો-તો ફકત ફ્રેન્ડ ન હોઈ શકે.’‘ના, ના, તું વિચારે છે એવું કંઈ નથી. અમે ફકત સારા મિત્રો છીએ.’
ઈશા હસતી હતી. અભય તેની સામે એકીનજરે જોઈ રહ્યો હતો. ઈશાએ અભયના કપાળ પર આવી ગયેલા વાળને વ્યવસ્થિત કરતાં પૂછ્યું : ‘સાચું કહેજે, અભય ! અવનીની પાછળ તું ક્યાંક મને ભૂલી તો નહીં જાય ને ?’અભય ખડખડાટ હસી પડ્યો. તેણે કહ્યું : ‘કેવી વાત કરે છે તું ? અવની અને તારી તુલના જ ન થઈ શકે.’‘હા, એ તો હું પણ જાણું છું.’‘તો પછી આવા સવાલો કેમ કરે છે ?’‘થઈ જાય છે કારણ કે મારો પ્રેમ જ એવો છે અને દુનિયાથી હું હારી ગઈ છું. હવે તારા સિવાય હું કોને ચાહી શકું ?’ ઈશા બારીની બહાર જોઈ રહી. તેની આંખે આંસુ છલકાઈ આવ્યા. આંસુઓને લૂછતાં અભય બોલ્યો : ‘ફરી પાછી તું રડી ? મેં તને કેટલીકવાર રડવાની ના પાડી છે ને ?’‘આંસુઓ એમ આપણા વશમાં ક્યાં હોય છે, અભય ?’‘છતાંય તું રડે છે એ મને નથી ગમતું.’‘ગમતું તો મને પણ નથી. મેં આંસુઓ ક્યાં માંગ્યા હતા ? આ તો કિસ્મતે મને સપનાં માંગ્યા અને આપી દીધા આંસુ !’
બંને વચ્ચે થોડી વાર માટે ચુપકીદી છવાઈ ગઈ. અભય પણ હવે લગભગ રડવાની સ્થિતિમાં હતો. એવામાં ત્યાં રાજેન્દ્ર આવીને ઊભો રહ્યો. તેને જોઈને ઈશા અને અભય ચોંકી ગયા. અભય ઊભો થઈ ગયો અને કહ્યું : ‘પપ્પા ! તમે અહીં ?’‘હા, ઘરની ચાવી આપવા આવ્યો છું !’ રાજેન્દ્ર અભયના હાથમાં ચાવી આપતાં બોલ્યો. તેની નજર ઈશા પર પડી. તેણે ઈશાની સામે કરડાકીભરી આંખોથી જોયું અને કહ્યું : ‘તું અહીં શું કરે છે ?’‘મારા અભયને મળવા આવી છું !’ ઈશાએ જવાબ આપ્યો.‘તારો અભય ? મારે તને કેટલી વખત યાદ અપાવવું પડશે કે અભય હવે તારો નથી રહ્યો ?!’ રાજેન્દ્ર ગુસ્સાભેર બોલ્યો.ઈશાએ હસીને કહ્યું : ‘એવું તમે માનો છો. ક્યારેક અભયને તો પૂછી જુઓ.’‘એને પૂછવાની જરૂર નથી. એ તો નાદાન છે. તારે સમજવું જોઈએ.’ ‘ત્યાં જ તમારી ભૂલ થાય છે. અભય હવે નાદાન નથી રહ્યો. મારા પ્રેમ થકી તો ખૂબ જ સમજદાર બની ગયો છે. કોઈની તો મને ખબર નથી, પણ મારા અભયને તો હું પારવાર પ્રેમ કરું છું. એટલો ખ્યાલ તો મને જાગતાં, ઊંઘતાં કે સપનામાં પણ રહે છે.’
‘વાહ ઈશા ! વાહ ! પ્રેમ કરવાની રીત તો કોઈ તારી પાસેથી જ શીખે. કોઈને તરછોડવાનું અને પાછું વળી કોઈના અપાર પ્રેમમાં હોવાનું નાટક કરવાનું.’‘મેં કોઈને તરછોડ્યો નથી કે નાટક પણ નથી કરતી હું. હું તો સાચા દિલથી અભયને ચાહું છું ને એના વિના જીવી શકું તેમ નથી.’‘ત્યાં જ તારી ભૂલ થાય છે, ઈશા ! તું હવે એ આગ્રહ છોડી દે. અભયને મળવાનું બંધ કરી દે અને એકલા જીવવાનું શીખ.’‘એ મારાથી કોઈ કાળે ન બને. અભયથી અલગ થાઉં તો પળવારમાં મારા પ્રાણ નીકળી જાય.’
ઈશા અને રાજેન્દ્રની વાતો સાંભળી રહેલા અભયે બંનેને શાંત પાડતાં કહ્યું, ‘તમે બંને ક્યારના પોતપોતાની ઈચ્છા અને મરજીની જ વાતો કરો છો પણ મારી ઈચ્છા, મારી મરજી શું છે એની ખબર છે તમને ?’‘હા, હા, કહી દે અભય કે તું ઈશા વગર જીવી શકે છે.’ રાજેન્દ્રએ કહ્યું.અભય ઈશાની સામે જોઈ રહ્યો. ઈશાની આંખોમાં લ્હેરાતા પ્રેમના દરિયાને નિહાળીને બોલ્યો, ‘ના, પપ્પા. હું મમ્મી વગર ના રહી શકું. તમે કદાચ રહી શકો પણ હું તો ન જ રહી શકું. અને હવે મારો ફેંસલો સાંભળી લો. કોર્ટે ભલે મને તમારી સાથે રહેવાનો આદેશ આપ્યો હોય પણ હું આજથી, આ ક્ષણથી મમ્મીની સાથે રહેવા જાઉં છું.’અભય ઈશાનો હાથ પકડીને બોલ્યો : ‘ચાલ મમ્મી, હવે તારે ક્યારેય રાહ નહીં જોવી પડે. આ આપણું કાયમી મિલન છે !’ ઈશા અને અભય બંને બહાર ચાલી નીકળ્યા. રાજેન્દ્ર તેને જતાં જોઈ રહ્યો.
તું
Wednesday, March 19, 2008
આંસુભર્યા રૂમાલ સૂકવવાની આજકલ ઋતુ છે શહેરમાં
સપનાંનો ભગ્ન અંત નવેસરથી આ વસંત લખે છે કૂંપળ વડે
અચરજ છે એ જ એક કે સર્વત્ર મ્હેક મ્હેક મધુરપનો મોગરો
હોઠે થીજેલ શબ્દ ને લોહીનાં વ્હેણ સ્તબ્ધ શું આ આપણે છીએ?
બેઠો ઉદાસ અને એની આસપાસ તું ટોળે વળી ગઇ
રમેશ પારેખ
સમ
તમે રુઠ્યા ભલેને હો, સભર છઇએ તમારાથી
નદી થઇને તમે વહેજો, નિકળજો સાવ પાસેથી
અમે તો ઊજળા છઇએ તમારી છત્રછાયામાં
તમારાથી અમે છઇએ, તમારાથી અધિક રહીએ
વતન
Saturday, March 1, 2008
વેદના
હોઠ પર વાવી હતી એ વેદના
પાંદડું
સાકી
કૃપા એ છે કે નશાની સ્થિરતા કાયમ નથી સાકી.
હજારો સાલથી છે કે એના ગુણ અવગુણની ચર્ચાઓ.
સૂરા કરતાં વધુ કાંઇ અહીં મોઘમ નથી સાકી.
જીવાતી જાય છે આ જિંદગી કેવી ઉતાવળથી!
પીવાતી જાય છે જલદી, સુરામાં દમ નથી સાકી.
સુરાલય સ્વર્ગ જેવું છે, અહીંથી કોણ નીકળે છે?
અમારામાં કોઇ પણ હઝરતેઆદમ નથી સાકી.
નશામાં પણ ન એની યાદ આવી, એ પુરાવો છે,
હવે એ દિલ નથી સાકી, હવે એ ગમ નથી સાકી.
વધુ બે ચાર દઇને જામ એને ચુપ કરી દે ને!
'મરીઝ' એવું કહે છે કે કોઇ હમદમ નથી સાકી.
નયન ને બંધ
પ્રેમ
Monday, February 25, 2008
એમ આજે હૈયું બળ્યું છે
તમે ન મળ્યાં ભલે પણ
તમારી યાદો ને માંરુ સરનામું મળ્યું છે
યાદોને તમારી બે રોક-ટોક આવવાં
બસ મારા જ હૈયાં નું ઘર મળ્યું છે
સવાર-સાંજ બપોર ને રાત
આવવાં નું રોજ એણે નક્કી કર્યું છે
દિલની ધડકન ને એક-એક શ્વાસ માં
નામ બસ તમારું જ ભળ્યું છે
પ્રેમની એ વાતો જે પ્રેમમાં વીતી ગઈ
યાદો ને રાખવાનું એ જ કારણ મળ્યું છે
ચાહવાનું તમને ના કારણ હતું કોઇ
ઝુંરવાનું ચાહતમાં તમારી સારણ મળ્યું છે
બે-ચાર દિવસોમાં જ ભૂલી ગયા તમે
ને વિતેલા દિવસો નું તારણ મળ્યું છે
પ્રેમ આ તમારો પાનખર ની જેમ
જીવતા જ જીવ અમારો લઇ ગ્યો છે
હાથમાં આવતા જ નામ તમારું લખે
કલમને ય મારી તમારું ઘેલું લાગ્યું છે
એટલું જ જણાવું છે મારે 'રાધેક્રિશ્ના'ને
પ્રેમની સજામાં શું 'દિલ્ ' ઘાયલ મળ્યું છે......