પ્રેમ
Monday, February 25, 2008
એમ આજે હૈયું બળ્યું છે
તમે ન મળ્યાં ભલે પણ
તમારી યાદો ને માંરુ સરનામું મળ્યું છે
યાદોને તમારી બે રોક-ટોક આવવાં
બસ મારા જ હૈયાં નું ઘર મળ્યું છે
સવાર-સાંજ બપોર ને રાત
આવવાં નું રોજ એણે નક્કી કર્યું છે
દિલની ધડકન ને એક-એક શ્વાસ માં
નામ બસ તમારું જ ભળ્યું છે
પ્રેમની એ વાતો જે પ્રેમમાં વીતી ગઈ
યાદો ને રાખવાનું એ જ કારણ મળ્યું છે
ચાહવાનું તમને ના કારણ હતું કોઇ
ઝુંરવાનું ચાહતમાં તમારી સારણ મળ્યું છે
બે-ચાર દિવસોમાં જ ભૂલી ગયા તમે
ને વિતેલા દિવસો નું તારણ મળ્યું છે
પ્રેમ આ તમારો પાનખર ની જેમ
જીવતા જ જીવ અમારો લઇ ગ્યો છે
હાથમાં આવતા જ નામ તમારું લખે
કલમને ય મારી તમારું ઘેલું લાગ્યું છે
એટલું જ જણાવું છે મારે 'રાધેક્રિશ્ના'ને
પ્રેમની સજામાં શું 'દિલ્ ' ઘાયલ મળ્યું છે......
તું
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ
ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ
તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ
ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ
થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ
- રમેશ પારેખ
જોક્સ
Sunday, February 24, 2008
છગન : ‘મારો કૂતરો મારા જેટલો જ સમજદાર છે !’
મગન : ‘કોઈને કહેતા નહિ ક્યાંક તમારે કૂતરો વેચવાનો થાય તો તકલીફ પડશે.’
પુત્ર : ‘પપ્પા, હું આજથી મારું પોતાનું દવાખાનું શરૂ કરું છું. મને તમારી સફળતાનો મંત્ર આપો.’
ડોક્ટર પિતા : ‘બેટા, દવા ન ઊકલે એ રીતે લખવી અને બિલ ઉકલે એ રીતે લખવાં.’
મગન : ‘ડૉક્ટર, રોજ હું 100 રૂ. ની દવા લઉં છું પણ કશો ફાયદો નથી થતો.
ડૉક્ટર : ‘મગનભાઈ ! રોજ 50 રૂ.ની દવા લેવાનું રાખો. રૂ. 50 નો ચોખ્ખો ફાયદો થશે ને ?!
2010નો અલ્ટ્રામોર્ડન
ભિખારી : ‘એ માઈ થોડા ખાના દે દે, કુછ ખાયા નહીં હૈ…’
સ્ત્રી : ‘અભી બનાયા હી નહીં હૈ, ક્યા દૂં મેરા સર ?’
ભિખારી : ‘ગરમ ના હો માઈ ? ખાના બન જાને કે બાદ જરા મિસ કોલ દે દેના…..’
શરદ પૂનમ
Saturday, February 23, 2008
હું જીવી રહ્યો છું
આકાશના એ રંગ તને યાદ તો હશે
હું ચાલતો રહ્યો છું અને ચાલ્યો જાઉં છું
અય દોસ્ત ગઇ નથી હજી ગુંજાશ સ્મિતની
અહીં 'હું જીવી રહ્યો છું' ના જાહેર ચોકમાં
જોક્સ
Sunday, February 17, 2008
એકે કહ્યું : ‘જ્યારે હું બર્મામાં હતો ત્યારે ત્યાં એક વાઘ ધસી આવ્યો. એ વખતે શું કરવું તેની મને કાંઈ ગમ પડતી નહોતી એટલે મેં તો પાણીની છાલક તેની આંખો અને મોં ઉપર મારી અને એ યુક્તિ આખર કામ કરી ગઈ. વાઘ તુરત જ ત્યાંથી ભાગી ગયો’
આ સાંભળી બીજો ગપ્પીદાસ બોલી ઊઠયો : ‘હા. તદ્દન સાચી વાત છે. હું એ વખતે ત્યાંથી જ પસાર થઈ રહ્યો હતો. જ્યારે એ વાઘ મારી તદ્દન નજીકથી પસાર થયો ત્યારે તેની મૂછોને મેં હાથ ફેરવ્યો ત્યારે ભીની હતી.’
*********
‘આપને હું દર મહિને ડૉક્ટર પાસે જતા જોઉં છું. દવાઓ પણ ખાસ્સી લાવો છો. આપને શી તકલીફ છે ?’
‘તકલીફ તો કશી જ નથી. પણ વાત જાણે એમ છે કે એ ડૉકટર મારો ભાડવાત છે. એ ભાડું ચૂકવતો નથી, એટલે મારી રીતે હું વસૂલ કરું છું.’
*********
યુદ્ધમાં દીકરો ગુમાવનાર પિતાને આશ્વાસન આપવાના ઈરાદાથી તેમની પાડોશી વૃદ્ધા ગઈ અને પૂછ્યું : ‘ગોળી ક્યાં વાગેલી ?’
‘બરાબર કપાળની વચ્ચે જ.’ છોકરાના પિતાએ કહ્યું : ‘ઈશ્વરનો ઉપકાર માનો કે આંખ તો બચી ગઈ.’ વૃદ્ધાએ આશ્વાસન આપતાં કહ્યું.
આવને વરસીએ
Thursday, February 14, 2008
કોઈનું નવ સાંભળીએ ને મુશળધાર વરસીએ.
ઓલ્યા કાળિયા વાદળને, દૂરથીજ હડસેલી દઈ,
પેલી રૂપેરી વાદળી ઉપર રિમઝિમ થઈ વરસીએ.
તને મારા સમ, જો હવે કર્યાં આંખ મિચાંમણા,
સદીઓથી સળગતી આપણી તરસને બુઝવીએ.
તું થઈ જાને નટખટ કહાનો, હું અલબેલી રાધા,
તારી વાંસળીના સૂરોની, ધારે ધારે ઝરીએ.
ધરતીકેરા પાલવડે, મુખ છુપાવી દઈ મલકીએ,
ઊણા ઊણા આયખામાં, આંખોના અમી ભરીએ.
આવને આપણે જરા વરસાદ થઈને રમીએ,
કોઈનું નવ સાંભળીએ ને મુશળાધાર વરસીએ.
- PracI Vyas
બાળક અને વૃદ્ધ
એક બાળક અને એક વૃદ્ધ – એક જીવનમાં પ્રવેશ કરવા માટે પગ માંડે છે, જ્યારે બીજો જીવનમાંથી નીકળવા પગ ઉપાડતો હોય છે. બંન્નેની દિશા ભિન્ન છે, બન્નેના સ્વભાવ, વય, વિચારો, કલ્પનાઓ સઘળું અલગ છે છતાં એક બિંદુ એવું હોય છે જ્યાં આગળ આ બન્ને સામસામે મળે છે, એ બિંદુ પર બન્ને સરખા બની જાય છે. એકરૂપ જાણે, તેમનામાં કશો ભેદ રહેતો નથી. બન્ને જણાં જાણે મૌનમાં જ ઘણી ઘણી વાતો સમજાવી દે છે અને થોડા સમય માટે એકબીજાનો હાથ પકડી, આંગળી પકડી લઈને આનંદના સાગરમાં ગરકાવ થઈ જાય છે. સ્વાર્થી દુનિયા તેમની વચ્ચેથી ઓગળી જાય છે. તમે કલ્પના કરો, અથવા કદાચ તમે ક્યારેક જોયું પણ હશે કે એક અતિશય વૃદ્ધ અને એક નાનું ડગુમગુ ચાલતું બાળક (બન્નેની ચાલ સરખી જ હોય છે !) એકબીજાની આંગળી પકડી રસ્તામાં ચાલતા હોય….એ કેટલું સુખદ દશ્ય હોય છે ! એ દશ્ય વિચારમાં નાખી દે છે કે કોન કોનો સહારો ? બાળક વૃદ્ધનો કે વૃદ્ધ બાળકનો ? છતાં એક ફરક આંખે ઊડીને વળગે છે… એ છે… એક બિનઅનુભવી અને બીજો જમાનાને જાણે લો. છતાં બન્નેને એકબીજા સાથે સારું બને છે. અને આનું કારણ એ છે કે વૃદ્ધ – જે જમાનાને જોઈ ચુક્યો છે તેના ખાટામીઠા, કડવા સ્વાદોને પહેચાની શક્યો છે તે જિંદગીના અંતમાં આ કાવાદાવા, અને અટપટા સંસારથી દૂર રહેવા એક નિર્દોષ હૂંફ શોધતો હોય છે. તે થોડી શાંતિ મેળવવા ફાંફા મારતો હોય છે. તેને આ શાંતિ અને આવી નિર્દોષતા બાળકમાં જોવા મળે છે, કે જે દુનિયાદારીથી અજાણ… એવું પ્રભુનું પ્યારું, પોતાની મસ્તીમાં મસ્ત બની જીવતું હોય છે, કીલકીલાટ કરતું હોય છે. વૃદ્ધને આ તબક્કે તેનો સંગાથ સ્વર્ગ જેવો લાગે છે. તેના ઉકળતા, અશાંતિમય જીવનમાં થોડી સ્થિરતા આવે છે.
બાળપણના દિવસોને પાછા બોલાવી બાળક જેવા બની, તેમાં તન્મય થઈ પ્રભુનું નામ લેવાની સ્ફૂરણા તેના હૃદયમાં થતી હોય છે. આ રીતે અંતિમ તબક્કે બાળકનો સંગ કરાવીને પ્રભુ તેને શાંતિ અને મુક્તિનો માર્ગ ચીંધે છે. બાળક માત્ર નિમિત્ત છે પણ વિધિની વિચિત્રતા ને કોણ પારખી શક્યું છે ?
જિંદગીનો આ એક એવો તબક્કો હોય છે જ્યારે માનવીના બે અલગ-અલગ સ્વરૂપો એકરૂપ બને છે. જીવનદોરીનું એક પ્રારંભબિંદુ અને બીજું અંતિમબિંદુ.
- PracI Vyas
સ્નેહાંજલી
સવારના પાંચ વાગ્યા નથી કે રાબેતા મુજબ માઈકલ જનરલ હોસ્પિટલમાં ચહલપહલ શરૂ થઈ ગઈ. વોર્ડબોય અને બાઈઓનો અવાજ, પેશન્ટોને જગાડતો, કપડાં – બદલાવતા કંઈનું કંઈ બબડાતા શબ્દો, બિમાર દર્દીઓના ઊંહકારા, સિસ્ટરની સુચનાઓ, બાઈઓની સફાઈ કરવાની ઝડપ, બધું એક મશીનની જેમ ટપોટપ આટોપાતું હતું.
રોહિત શર્મા, બારી પાસેના એક પલંગ ઊપર બેઠો હતો. તે પણ એક પેશન્ટ હતો આ હોસ્પીટલમાં, એક 12 વર્ષનો પેશન્ટ જેની આંખોમાં ખાલીપણું હતું છતાં બારી બહારના સોનેરી રંગના ફેલાતા જતા ઊજાસ ને જોઈને તેની આંખોમાં આહલાદકતા ભરાઈ ગઈ. તેને થયું કે આટલી સરસ સીમલાની સવાર સામે જોવાની કોઈને ફૂરસદ નથી. લાગતું હતું કે જાણે ઝાડ પણ સવારના ઊજાસને કારણે અને પંખીઓના ટહુકાથી હમણાં જ ઊઠ્યા છે. તે હતો તો બાળક પણ સંજોગોએ તેને ઠરેલપણું અને સમજદારી જલદીથી આપી દીધી હતી અને સાથે સાથે ભયાનક રોગ પણ. હા ! તેના હાર્ટનો એક વાલ્વ ખરાબ હતો તથા તેના ફેફસામાં પણ પાણી ભરાઈ જતું હતું. તે વિચારતો આ બિમારી મને જ શું કરવા મલી ? હવે મારી મા શું કરશે ? જો કે તેને ડર લાગતો પણ બિમારીનો નહીં, તેની ગંભીરતા તે સમજતો નહોતો. તેને ડર લાગતો હતો તેની મા નો. તેને મા ની બે આંખો દેખાતી, જે તેની સામે જોતી ત્યારે તે પોતે જાણે તેમાં આખીને આખી ઠલવાઈ જતી. તેના શબ્દો તેને યાદ આવતા, ‘જો રોહિત, દીલ લગાવીને ભણજે. તું તારી મા નો સહારો છે, જો જે મને ધોકો ના દેતો, નહીં તો તારી આ મા કોના સહારે ઊભી રહેશે ? પછી ગળે લગાડીને ચુમીઓથી તેનું કપાળ ગાલ ભરી દેતી.’ તે કહેતી તારા ઊજ્જવળ ભવિષ્ય માટે મારે જે કંઈ કરવું પડશે તે કરીશ. પણ તારા પપ્પાનું સ્વપ્નું તને એન્જિનિયર બનાવવાનું પુરું કરીને જ રહીશ. આપણી દૂરી ને દૂરી ના સમજતો, એ જ આપણો નજીક આવવાનો રસ્તો છે. તે સાંભળી રહેતો, મા ના માથાને પસવારતો અને મોટા માણસની જેમ દિલાસો આપતો.
‘કેમ છો ફાધર ગોન્સાલવીસ ? આવો બેસો.’
વધારે તે પૂછી ના શક્યો. તેને થયું કે મને કહેત તો પણ મને શું સમજણ પડત. હા ! મારા દિલમાં ભગવાન છે તેમને જ પ્રાર્થના કરીશ કે મને સારું કરી દે.
સાંજના સાત વાગે ડૉ. થોમસ તેની પાસે આવ્યા. તેણે આશાભરી નજરે તેમની સામે જોયું. તેઓની નજરમાં થોડી વેદના હતી. તેમણે કહ્યું કે, ‘તારી મા સાથે મારી વાત થઈ ગઈ છે. તેને તારી કંડિશન અને ઓપરેશન વિશે કહ્યું છે. તે દસેક દિવસમાં અહીં આવશે. બીજું, હું કાલે કોન્ફરન્સ માટે પેરિસ જાઉં છું. તારું ઓપરેશન મુંબઈના જાણીતા હાર્ટ સ્પેશ્યાલીસ્ટ ડૉ. વિનોદ કાંબળે કરશે. મેં તેમને તારો કેસ હિસ્ટ્રી ઈ-મેઈલ કરી દીધો છે. તારા ઘરનું એડ્રેસ પણ. તેઓ તારી મા ના કોન્ટેક્ટમાં રહેશે. ડોન્ટ વોરી, ઓલ વીલ બી ઓલરાઈટ, યંગ મેન’ અને માયાળુ સ્મિત કરતા માથે હાથ ફેરવીને તે ચાલ્યા ગયા.
ડૉ. વિનોદે, ડૉ થોમસે આપેલો ફોનનંબર ફરી ડાયલ કર્યો. રીંગ વાગતી જ રહી. કોઈ રિસ્પોન્સ નહીં. લગલગાટ છ દિવસ સુધી તેમણે રોહિતની મા નો સંપર્ક કરવાની કોશીશ કરી, જે અસફળ રહી. તેઓ મુંઝાયા. કાલે તો તેમણે સિમલા જવાનું હતું. પરમદિવસે ઓપરેશન હતું. રોહિતનો કેસ હિસ્ટ્રી સ્ટડી કર્યા બાદ જરૂરી વિધિઓ અહીં જ પતાવવાની હતી. ઓપરેશન પેપર પર વાલીના હસ્તાક્ષર, ઓપરેશનની એડવાન્સ ફી તથા ઓપરેશન દરમિયાન કંઈ પણ અઘટિત બને તો તેની જવાબદરી ડો. કે સ્ટાફ કે હોસ્પીટલની નહીં રહે તેવા અનેક પેપર પર સાઈન કરાવવાની હતી. તેઓ અકળાયા, ડૉ. થોમસ પણ મને ક્યાં ફસાવીને ગયા ? દુનિયામાં પણ કેવા મા-બાપ હોય છે ! જેમને પોતાના સંતાનની પણ ચિંતા નથી. તેમણે રોહિત સાથે ફોનથી વાતચીત કરી હતી. છોકરો તેમને હોશિયાર અને સમજદાર લાગતો હતો. તેની મા ને તે ભગવાનની જેમ પૂજતો હતો અને તેની મા છે તે, તેની જરાય દરકાર પણ કરતી નથી, બીજુ કોઈ હોત તો તેના માથે આભ જ તૂટી પડ્યું હોત પણ આ, તો ડૉ. નો કોન્ટેક કરવામાંથી પણ ગયેલા છે…. ડૉ. વિનોદને ચીડ ચડી. છતાં પણ તેમણે ફાધરની રીકવેસ્ટ પર પોતાના ટાઈટ શેડ્યુલમાંથી સવારનો એક કલાક કાઢીને તેના ઘેર પહોંચીને વાતનો નિવેડો લાવવાનો નિશ્ચય કર્યો.
- PracI Vyas
શમણું
Wednesday, February 13, 2008
એક જ શબ્દ
Tuesday, February 12, 2008
પ્રેમ
- સુન્દરમ્
જીવન
બનાવટી
પિકાસોના નામે એક કિસ્સો ચડેલો છે. ચિત્રોની દલાલી કરતા એક વેપારીએ પિકાસોની સહીવાળું પેઇન્ટિંગ તેને બતાવી પૂછ્યું; "આ ચિત્ર તમે બનાવેલું છે?"
"ના, આ બનાવટી છે." પિકાસોએ જણાવ્યું. આવું ત્રણેક વખત બન્યું. વળી, એક ચિત્ર બતાવતાં દલાલે પિકાસોને પ્રશ્ન કર્યો; " આ ચિત્ર તો તમારું દોરેલું જ છે ને?"
" ના જી, બનાવટી છે..." પિકાસોએ કહ્યું."પણ એક વાર મેંપોતે તમને આ ચિત્ર પર કામ કરતા જોયા હતા..." દલાલ બોલ્યો.
"જોયો હશે....ક્યારેક ક્યારેક હું બનાવટી ચિત્રો પણ દોરું છું" પિકાસોએ ખુલાસો કર્યો. ક્યારેક મારા જે ચિત્રો મારી અસલ કળા સુધી નથી પહોંચી શક્તા તે ચિત્રોને હું બનાવટી કહું છું.
કસોટી
પગથીયા નો પત્થર કહ છે કે હું અને પ્રતિમા એક જ શિલા માંથી બનેલા છીએ છતા આટલો ભેદભાવ કેમ? મારા પર લોકો પગ રાખે અને બીજા ને મસ્તક નમાવે.... માટે હું રડુ છું.
મુનિજી જવાબ આપે છે કે જ્યારે પ્રતિમાનું નિર્માણ સમયે તુ બટકી ગયો જ્યારે પ્રતિમાનો પત્થરે ટાંકણાના અસંખ્ય ઘા સહન કર્યા.
જે ટીપાય છે તે જ તેજસ્વી બને છે જીવન માં પણ આવુ જ બને છે, કસોટી જીવનમાં આવ્યા જ કરે પણ કસોટી માંથી ઉતરે તે પૂજન યોગ્ય બને.
પંન્યાસ ઉદયકીર્તિસાગર