તને કોણ પૂછશે?
Monday, May 18, 2009
જાતે જ કર પ્રચાર- તને કોણ પૂછશે?
ખોલી દે તું વખાર! -તને કોણ પૂછશે?
લાવી બધું ઉધાર - તને કોણ પૂછશે?
તારે અલ્યા, 'ઉલાળ' અગર તો ધરાર શી?
કરતો રહે શિકાર! તને કોણ પૂછશે?
ઇચ્છા જ તારી હોય તો 'એટમનો બાપ' ફોડ!
જાતે જ થા ખુવાર! તને કોણ પૂછશે?
લેવાની વાત હોય તો 'ચિઠ્ઠી' ની વાત કર,
લેવામાં તો 'તુમાર' - તને કોણ પૂછશે?
ધારાસભા શું, સભ્ય પણ ખિસ્સામાં છે બધા,
ભથ્થાં ને બિલ પસાર! - તને કોણ પૂછશે?
તું શેરવાની છોડ ને બુશકોટ પહેર, બસ!
પરણ્યો છતાં કુમાર! - તને કોણ પૂછશે?
જન્માષ્ટમીનું પર્વ છે, ઇશ્વરનો જન્મ છે,
રમતો રહે જુગાર! - તને કોણ પૂછશે?
'બેકાર'. જિંદગી તો ગઇ વાતવાતમાં,
સમજ્યો નહીં તું સાર - તને કોણ પૂછશે?
ગણગણશો નહીં
છાનાંછાનાં દિલમાં છણછણશો નહીં.
કોઈ આ ઉપદેશ અવગણશો નહીં,
અન્યનાં ડૂંડાં કદી લણશો નહીં.
જો કહેવું હોય તો મોઢે કહો,
પીઠ પાછળ કોઈ ગણગણશો નહીં.
શત્રુતામાં ઠોકજો મુક્કો ભલે,
મિત્રતાની ચૂંટઓ ખણશો નહીં.
દેશસેવાની કવિતા શીખજો,
સ્વાર્થના પાઠો કદી ભણશો નહીં.
નહીં તો કંતાઈ જશો હાથે કરી,
તાણાવાણા પ્રેમના વણશો નહીં.
અંકગણિત વ્યવહારનું શીખજો તમે,
'લાભનાં લેખાં' કદિ ગણશો નહીં.
મૂકજો પગ ભોમ નક્કર જોઈને,
રેતના કિલ્લા કદી ચણશો નહીં,
જૂઠ ને પાખંડના પાયા ઉપર,
કીર્તિ કેરાં કોટડાં ચણશો નહીં,
દેશ કેરા ભાગલા થાયે વધુ,
પ્રશ્ન એવા કોઇ પણ છણશો નહીં.
બોચાસણ આશ્રમમાં
શિસ્ત ખાતર શિસ્તમાં અહીંયાં વિચરવાનું રહ્યું,
સ્વપ્નમાં પણ કામ, ને બસ કામ કરવાનું રહ્યું,
કામથી જે ભાગતા, તેણે તો કરવાનું રહ્યું,
કંઈકને પળવારમાં પાણી ભરાવે છે છતાં
હાથથી તારે અહીં તો પાણી ભરવાનુ રહ્યું!
વીસમે વરસે તપેલાં તે અહીં અજવાળિયાં,
ઊંઘમાં પણ તુજને અહીંયાં ન ડરવાનુ રહ્યું,
કૈક વરસોથી જે ટેબલ પર ચઢાવી ટાંટિયા,
વામક્ષ કરતો તેનો દંડ ભરવાનું રહ્યું,
કાવ્યમાં તો શબ્દ બાંઘે છે છતાં,
પૂણીથી અહીં તાર કરવાનું રહ્યું,
રેંટિયાની ગનથી બેકાર, બોચાસણ તણું,
અવનવું મેદાન સર તારે તો કરવાનું રહ્યું,
ગોળ સાથે ખોળ તેં ખાઘો અહીં આવી ભલા,
છે ફક્ત બાકી હવે તો ઘાસ ચરવાનું રહ્યું,
તેં કલમ ત્યાંગી અહીં ગ્રહ્યા છે વેલણ-પાટલી,
આવતાં વારો અહીં ચૂલામાં પડવાનું રહ્યું,
ગામ ને ઘરની સફાઈ તેં અહીં આવીં કરી,
પણ હજી દિલની સફાઈ તારે કરવાનું રહ્યું,
વાસીદું વાળીને તારા દંભને અળગો કર્યા,
તોય કંઈ બાકી હજી કીર્તિને વરવાનુ રહ્યું,
ભવતણા સાગર મહીં કોનો સહારો, ક્યા સુઘી?
તુંબડે નિજના અહીં સર્વેને તરવાનું રહ્યું,
શબ્દ 'સેવા' મિષ્ટ પણ, બેકાર એવું જાણજે,
પાલવ મળે
Thursday, May 14, 2009
મારે મન અમૂત છે, તર હાથથી જો દવ મળે.
ભીની ભીની સાંજનો મંજુર પગરવ મળે,
એ જ તાપી, એ જ લીલા સહ પ્રણય ઉત્સવ મળે.
ઓઢણીના સૌ સિતારા રાત ને ઉજ્જવળ કરે,
ને દુઆગો હાથને તુજ મહેકનો પાલવ મળે,
વીજળી પણ જાય થભી, સાભળી આકાસમાં,
મારા માળાને જો મારા પંખીનો કલરવ મળે.
રાતદિન શોઘું છું આ ખુશ્બો ભરેલા શહેરમાં,
એ પીરોજી રંગનો, ખોવયેલો પાલવ મળે.
અ જ ર્દષ્ટિએ થતું લીલા ને 'આસિમ'નુ મીલન,
રાઘાને માઘવ અને સીતાજીને રાઘવ મળે!
રસ્તો
તારા ઘરનો બહુ મુશ્કિલથી મલ્યો છે રસ્તો.
કંટકો મારા પગે, પુષ્પછે એના કરમાં,
કેવી સીમાએ મને મૂકી ગયો છે રસ્તો!
શહેરના સર્વ વળાંકએ બતાવી એ દિશા,
એના ઘરનો મને ત્યારે મળ્યો છે રસ્તો!
કોણ એ પુષ્પનો શણગાર સજી અહીંથી ગયું?
કેમ આ ચારે તરફ મહેકી રહ્યા છે રસ્તો!
કોની એ યાદના દીવાઓ પ્રગટ્યા નયને?
આ તિમિર-રતે કાં ઝગમગતો છયો છે રસ્તો!
કેમ આંખોથી ના ચૂમીને કરુ એને નમન?
એ જ તો એના ઘરે દોરી ગયો છે રસ્તો!
આવો, ખંચકાઓ નહીં, ઠેસ કદી નહિ લાગે,
મારા ઘરનો તો બહુ સ્વસ્છ રહ્યો છે રસ્તો!
એની શેરીમાં છતાં પૂર્ણ સફર થૈ ન શકી,
ચાલનારાને તો આકાશે મળ્યો છે રસ્તો!
મૌન એને, મને એકાંત ગમે છે આજે,
બેઉનો આમ મહોબ્બતમાં જુદો છે રસ્તો!
આજ તો 'લીલાં!' હવે ચાલતાં સામે જઈએ,
જોને ત્યાં તાપીમાં રેતીનો થયો છે રસ્તો!
સત્ય છે શાયરી- દુનિયામાં તમારી 'આસિમ'
છે જુદી ચાલ બઘાથી ને જુદો છે રસ્તો.
મને યાદ તો કર્યો!
વિઘિએ પાને પાને મને યાદ તો કર્યો.
મૃત્યુ તણા બહાને મને યાદ તો કર્યો,
ઇશ્ચરે છાને છાને મને યાદ તો કર્યો.
આવ્યા સ્વજન કબર પરે ફૂલહાર લઈને,
એ ખકના બિછાને, મને યાદ તો કર્યો.
એમાં ભલે કટાક્ષ કે નિંદાભરી હો વાત,
પણ એમની જબાને મને યાદ તો કર્યો.
ઘાયલ જો દીલ થયું તો થયું, એનો શો વિવાદ?
વેઘક તીરે, કમાને, મને યાદ તો કર્યો.
તીરછી નજર હો એની કે તાણેલ હો ભવાં
એ તીર ને કમાને, મને યાદ તો કર્યો!
અર્પી વિરહની રાત, સિતરની રોશની,
ઘેરબેઠાં આસમાને મને યાદ તો કર્યો!
ક્ષણ વાર મારા પ્રેમનો એને થયો વીચાર,
ક્ષણ વાર એકઘ્યાને, મને યાદ તો કર્યો!
સુરતમાં આજ લીલાએ નિજ વર્ષગાંઠ પર,
સખીઓને, સદાંને, મને યાદ તો કર્યો.
'આસિમ' ભલે ન બીજે, પણ આ કાવ્યક્ષેત્રમાં,
દુનીયાએ મારા સ્થાને, મને યાદ તો કર્યો!
'આસિમ' રાંદેરી
કોણ છે ?
ઘીમે ઘીમે ગાય છે એ કોણ છે?
વીજ સમ વળ ખાય છે એ કોણ છે?
દૂર થી વરતાય છે છે એ કોણ છે?
વેલ થઇ વીંટાય છે એ કોણ છે?
ઓછાં ઓછાં થાય છે એ કોણ છે?
હરખી હરખી જાય છે એ કોણ છે?
પકડી પકડી પાય છે એ કોણ છે?
કોણ આ ઘેરી રહ્યું છે ઘેન થઈ?
આંખમાં ઘેરાય છે એ કોણ છે?
હાથ લંબાવ્યા વિનાયે હાથમાં,
હાર થઈ રોપાય છે એ કોણ છે?
માર્ગ વચ્ચે તો નથી ક્યાંય કમાડ,
પગ મહીં ભીડાય છે એ કોણ છે?
જેમને જોતા જ 'ઘાયલ' જીવમાં
જીવ આવી જાય છે એ કોણ છે?
મને ગમે છે
કારણ નહીં જ આપુ, કારણ મને ગમે છે.
લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે,
ભવે છે ભાર મનને, ભારણા મને ગમે છે.
ખોટી તો ખોટી હૈયાઘારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તોપણ મને ગમે છે.
હસવું સદાય હસવું દુઃખમાં અચૂક હસવૂં,
દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે.
આવી ગયાં છો આંસુ,લૂછો નહીં ભલા થઈ,
આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે.
દુઃખ શું, હવે હું પછી દુનીયાય પણ નહીં દઉં.
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.
હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગી! વળગણ મને ગમે છે.
ભેટ્યો છું મોતને પણ કંઈ વાર જિંદગીમાં,
આ ખોળિયાની જેમ જ ખાંપણા મને ગમે છે.
'ઘાયલ' મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઈને ભર્યાં છે એ રણ મને ગમે છે.
ઘાયલ
કરી લીઘી
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીઘી.
કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીઘી,
જવાનીમાં મરણની પૂર્વ તૈયારી કરી લીઘી.
અમે મગરૂર મનને મારી લાચારી કરી લીઘી,
કરી લીઘી જીવન, તારી તરફદારી કરી લીઘી.
ઘડીઆ જુદાઇની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવારબ્ર્ઘારી કરી લીઘી.
મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીઘી.
ભલે એ ના થયા મારાં,ભલા આ સ્નેહ શું કમ છે?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીઘી.
કસુંબલ આંખડીનાં આ કશબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીઘી.
મજાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરી ને રાત અંઘારી કરી લીઘી.
હવે મિત્રો ભલે ગુસ્સો ગજલ પર ઠાલવે 'ઘાયલ'
અમારે વાત બે કરવી હતી પ્યારી કરી લીઘી.
કરી લીઘી
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીઘી.
કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીઘી,
જવાનીમાં મરણની પૂર્વ તૈયારી કરી લીઘી.
અમે મગરૂર મનને મારી લાચારી કરી લીઘી,
કરી લીઘી જીવન, તારી તરફદારી કરી લીઘી.
ઘડીઆ જુદાઇની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવારબ્ર્ઘારી કરી લીઘી.
મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીઘી.
ભલે એ ના થયા મારાં,ભલા આ સ્નેહ શું કમ છે?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીઘી.
કસુંબલ આંખડીનાં આ કશબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીઘી.
મજાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરી ને રાત અંઘારી કરી લીઘી.
હવે મિત્રો ભલે ગુસ્સો ગજલ પર ઠાલવે 'ઘાયલ'
અમારે વાત બે કરવી હતી પ્યારી કરી લીઘી.
સુખની શોધમાં
Friday, April 24, 2009
શોધવા જવું પડે
એથી વધું મોટું દુઃખ શું?
શિશુના સ્મિતમાં, રમતા અતીતમાં
નયન મંદિરમાં, યૌવન રંગીનમાં
સુખ નથી શું?
ધરતીના ગીતમાં, આકાશ અસીમમાં
પ્રેમની રીતમાં ને પ્રિયની સમીપમાં
સુખ નથી શું?
સ્પંદિત અનિલમાં, નિર્મલ સલિલમાં
કુટુંબ - પરિઘમાં, બ્રહ્માંડ અખિલમાં
સુખ નથી શું?
માટીની સુગંધમાં, વાદળ અનંગમાં
વિજળી મૃદંગમાં, વર્ષા તરંગમાં
સુખ નથી શું?
માતાના અંકમાં, દોસ્તોના સંગમાં
વડીલના ચરણમાં, ઇશ્વર શરણમાં
સુખ નથી શું?
રંકની દુઆમાં, રબની દયામાં
પરના ભલામાં ને હરેક કલામાં
સુખ નથી શું?
અહીં તો સર્વત્ર સુખ જ સુખ છે
કેમ કે
સૃષ્ટિનો સર્જનહાર
ઇશ્વર ખુદ આનંદ સ્વરૂપ છે
હજીયે તમને લાગે છે કે
સુખને શોધવું પડે
કે શોધવા જવું પડે?
----------------વિશાખા જ.વેદ
નાનું કોઇ જ નથી
Thursday, March 19, 2009
નાનકડા બીજમાંથી મેં વૃક્ષને પ્રગટતું જોયું .
અત્તરના એકજ ટીપામાં,
મેં ઓરડાને સુવાસિત બની જતો જોયો.
વિષના એકજ ટીપામાં, કોકનું જીવન સમાપ્ત થઈ જતું મેં જોયું
એક જ કટું વેણમાં વરસોના મીઠા સંબંધો પર પૂર્ણવિરામ
મુંકાઈ જતું મેં જોયું.
પ્રીતના એકજ પોસ્ટકાર્ડ માં પ્રભું ને મેં મારા મનમંદિરમા પધારતા નિહાળ્યા,
આશાના એક જ તાંતણે દુખોની વણઝારને,
જીરવી જતા માણસને મેં જોયો.
મને બરાબર ખ્યાલ આવી ગયો છે કે
આ જગતમાં નાનું કાંઈ છે જ નહી.
ઓપરેશન કરાવવું છે
ગાંઠ શેરડીમાં, ત્યા રસ ન મળ્યા
ગાંઠ દોરામાં, એ સૉયમાં પરોવાઈ ન શકાયો.
ગાંઠ ગળામાં, એ તંદુરસ્ત ન રહી શક્યો.
ગાંઠ રુમાલ માં, એ કાંઈ ઝીલી ના શક્યો.
મારા મનને મેં તપાસ્યું છે.
ત્યાં મને વ્યક્તીઓ પ્રત્યે બંધાઈ ગયેલ દુશ્મનાવટની પુષ્કળ ગાંઠો દેખાઈ છે.
તાત્કાલિક મારે આ તમામ ગાંઠોનું ઓપેરશન કરાવી લેવું છે.
કારણ કે આ ગાંઠોએ જ મારા જીવનને
રસહીન ધર્મહીન અને ઉત્સાહહીન કરી નાખ્યું છે.
ઓપેરશન કરી શકનાર ડોકટરનું સરનામું જોઈયે છે.
અજબ વાતાવરણ,
Sunday, March 8, 2009
રિક્ત કાગળ પર હજી હમણાં ફેલાયું'તું રણ,
પત્ર પહેલાં હું જ પહોંચી જાઉં એવું કાં થતું?
રાજેન્દ્ર શુકલ
કામ કરે તે કામણ પાથરે...
હુ જાણુ છુ કહેવામાં સહેલી લાગતી આ વાત કરવામાં ઘણીજ મુશ્કેલ. પોતાની જિંદગીની બાબતમાં માણસ સતત ગણત્રીઓ કર્યા જ કરે છે. આવતી કાલની આવનારા દિવસોની આવતા સમયની ગણત્રી માંડીને એ પોતાની જિંદગી ગોઠવે છે, પરંતુ જિંદગી નો પાર કોઈ ગણત્રીથી પામી શકાતો નથી, એમાં ઘણીવાર ગણત્રી પૂર્વકનુ કશુ જ બનતું નથી. માણસ ની બધી જ ગણત્રીઓ ખોટી પડે છે, જિંદગી ને સમય ના માપ દંડ માં બાંધી શકાતી નથી. જિંદગીના ખજાનાઓ અચાનક ખુલવા માંડે છે અને ગણત્રીવગરની અણધારી મુશ્કેલીઓ આવી પડે છે.
દરેક વ્યકિત સફળતા ઝંખે છે , એટલુ જ સત્ય એ છે કે દરેક વ્યકિત એ સફળતા પહેલા જીવન ના કોઈ ને કોઈ ક્ષેત્ર માં સંઘર્ષ નો સામનો કરવો પડે છે, કોઈ સફળ વ્યકિત એવી નહી હોય જેને સફળતા પહેલા નિષ્ફળતા નો સામનો કરવો પડ્યો ના હોય. નિષ્ફળતા લગભગ વ્યકિત ને જીવન માં ક્યારેક ને ક્યારેક મળે છે , પરન્તુ પોતાની એ નિષ્ફળતા થી હતાશ થયા વિના જે લોકો ફરી ઉભા થઈ આગળ ચાલે છે એજ લોકો સફળતા ના શિખરે પહોંચે છે.
પરંતુ એક વાત હું ચોક્કસ કહિશ કે સમય હંમેશા પલટાતો રહે છે માટે માણસે સારા સમય માં ફુલાયા વિના અને મુશ્કેલી માં ગભરાયા વિના હિંમતથી જીવવું જોઈયે.
જે આત્મવિશ્વાસ અને સાહસ થી કહી શકે છે હું સફલળતા નીં પ્રતીક્ષા કરીશ તેનુ નસીબ તેની તરફ અત્યંત ઝડપ થી દોડી આવે છે, અને તેની પ્રત્યેક ઈચ્છાઓ પૂર્ણ કરી તેને ઐશ્વર્યસંપન્ન બનાવે છે.
મુસીબતો જ્યારે પણ આવે છે ત્યારે વાદળાઓ જેમ અચાનક એક સામટી ઘટાટોપ ઘેરાઈ જાય છે. પરંતુ વીંખાઈ જાય ત્યારે નાની વાદળી પણ જોવા મળતી નથી. મહેનત અને હિંમત એવી વસ્તુ છે જેના સાથ વિના કોઇ કામ સફળ થઈ શકતું નથી. એટલું જ નહી સામાન્ય જીવન વ્યવહારમાં પણ ડગલે ને પગલે તેની જરૂર પડે છે.
આપણે મોટા ભાગ ના માણસો કામનું કદ જોઈને અને પ્રશ્નોની જટીલતા જોઈને ગભરાઈ જતા હોઈયે છીયે પરંતુ સામે દેખાતુ કામ આજે જ પૂરૂ કરી નાખવાનુ નથી. આજે ફક્ત તેની શરૂઆત કરવાની છે પુરૂ તો તેના સમયે કામ કરતા રહેશો એટલે ચોક્કસ થઈ જશે.
આપણે આવા સંજોગો માં હિંમત હારી જઈએ, મુંઝાઈ જઈઍ, કોઈ રસ્તો સુઝે નહી ત્યારે મારી આ વાત યાદ રાખજો. ગમે તેવું મોટુ કામ પણ થોડુ થોડૂ કરીને આસાની થી પુરૂ થઈ જશે. ગમે તેવા વિકટ પ્રશ્નો ધીરજપૂર્વક ઉકેલવાથી ધીમે ધીમે સરળ બની જાય છે. પરંતુ હિંમત હારવાથી કશુ જ વળતું નથી.
કાર્ય સિધ્ધિ માટે તન અને મનનું સહિયારા પણુ મહતમ ભાગ ભજવે છે, કળ અને બળના સમન્વયથી કામ ઝડપી બને છે, સાથો સાથ કામ ની ગુણવતા પણ વધે છે. કામમાં ઓતપ્રોત થવાથી ગતીશીલતા વધે છે, શ્રમ કર્યા વગર પસીનો પાડ્યા વગર કામ નુ શ્રેય મળતું નથી. વ્યકિત એ જરૂરીયાત અનુસાર શ્રમ તો કરવોજ પડે છે અને કરવોજ જોઇયે પેટમાં પડેલ ખોરાક પણ શ્રમ કર્યા વગર પચતો નથી માટે શ્રમીકજનનું ગૌરવ ઉંચુ અંકાય છે.
સફળતા એટલે સ્વપ્ન સિધ્ધિ, સફળતા એટલે સમય ને શકિત ના સંયોજન નું શ્રેષ્ઠ પરિણામ, સફળતા એટલે પુરુષાર્થ અને પ્રારબ્ધ નું અદ્રભુત મીલન. સફળતા અને તર્ક્બધ્ધ આયોજન ઉચ્ચ કોટી ની વ્યવસ્થા નું ઉતમ ઉદાહરણ છે.
કઠોર પરિશ્રમ અને મજબુત મનોબળનો કોઈ વિકલ્પ નથી. મહેનત કર્યા વગર કોઇનો પણ આરો નથી "જેમ આપ મુઆ વગર સ્વર્ગે ન જવાય" તેમ મહેનત અને હિંમત વગર મંઝીલે ન પહોચી શકાય, શ્રમને કર્મ સાથે સીધો સંબંધ છે. કોઇ પણ કામ માટે પસીનો તો પાડવો જ પડે છે. મહેનત ઍ એવી સોનેરી ચાવી છે. જે ભાગ્ય ના ધ્વાર ઉઘાડી નાખે છે. કર્મ અને ધર્મ બન્ને એક બીજાના પૂરક છે. કેવળ માળા જપવાથી કંઈ મળી જતુ નથી.
" ન ધરા સુધી , ન ગગન સુધી , ન સાગર ના કિનારા સુધી, મારે તો જાવું છે ઉન્નતિ ના શિખર સુધી "
આ વાક્ય લખાયુ ત્યારે તાજેતર માં જ અંતરિક્ષ નો સફળતા પૂર્વક પ્રવાસ ખેડનાર સુનીતા વિલીયમ્સ ની તસવીર માનસ પટ પર ઉપસી આવી, મન માં વિચાર આવ્યો કે સાહસીક માણસો માટે સફળતા પ્રુથ્વી થી અંતરીક્ષ સુધી વિસ્તરી છે.
જીવન રૂપી આકાશ માં આપણે એકલાએજ પતંગ નીં જેમ ઉંચે ઉડવાનુ છે. અને એક પછી એક પતંગો સાથે મુશકેલી રૂપી પેચ લડાવતાં લડાવતાં સફળતા ના શિખર સુધી પહોંચવા નું છે. ક્યારેક નિષ્ફળતા ના લીધે માણસો લઘુતા ગ્રંથી માં આવી જતા હોય છે, પરન્તુ આવુ થવાથી માણસ ક્યારેય સફળ થઈ શકતો નથી. એક વાત યાદ રાખજો "માણસ ની શાન ક્યારેય નીચે ના પડવાથી નહી પરન્તુ પડ્યા પછી માનભેર ઉભા થવાથી વધારે વધે છે".
પાનખર ઋતુ માં વ્રુક્ષ નીં શોભા વધારતાં પાન અને ફ્ળ ડાળી પરથી ખરી પડે છે ત્યારે વ્રુક્ષ અત્યંત વેદના અનુભવે છે, આક્રંદ કરે છે, પરંતુ તે નિરાશ થઈ પડી જતુ નથી. તે જાણ્રે છે કે પાનખર પછી વસંત આવવાની જ હોય છે. અને તમે જોજો વસંત ઋતુ માં તેજ વ્રુક્ષ કેટલુ આનંદમય લાગે છે. કારણ તેને તેની શોભા વધારતા આભૂષણ પાછા મલી ગયા હોય છે, તેની ડાળીઓ પાછી પાન થી શોભવા લાગે છે, તેના પર પક્ષીઓ નો કલરવ પાછો ગુંજવા લાગેછે. આપણે પણ આટલું જ સમજવાની જરુર છે કે અંધકારા પછી પ્રકાશ, અને દુઃખ પછી સુખ અવશ્ય આવેજ છે. શુન્ય પાલનપૂરી નો આ નાનકડો શેર પણ ઘણું બધુ કહી જાય છે.
"ખુદ સમજી લે મન, તારા કર્મો થકી , તુંજ સ્વર્ગ અને તુંજ નરક નું ધામ છે."
