પાલક રોલ્સ

Thursday, February 5, 2009

પાલક રોલ્સ


સામગ્રી :200 ગ્રામ ચણાની દાળ,50 ગ્રામ બેસન,250 ગ્રામ પાલક (સાફ કરીને),50 ગ્રામ ફુદીનો,50 ગ્રામ કોથમીર,1 ચમચી અજમો, થોડી હિંગ, મીઠું-મરચું સ્વાદ પ્રમાણે,તળવા માટે ઘી.


રીત : સૌ પ્રથમ દાળને 4 થી 5 કલાક પલાળી થોડી કરકરી પીસી લો. તેમાં બેસન નાખીને કાપેલી પાલક, કોથમીર, ફૂદીનો અને બધો જ મસાલો નાંખીને લાંબા-લાંબા મધ્યમ આકારના રોલ્સ બનાવી લો. હવે એક તપેલીમાં પાણી મૂકીને ઉપર ચારણીમાં રોલ્સ મૂકી ઢાંકી દો. જેથી રોલ્સ વરાળથી સીઝશે. પાણી અડશે નહિ. લગભગ છથી આઠ મિનિટ પછી ખોલીને જુઓ. ચઢી ગયા હોય તો ઉતારીને ઠંડા થવા દો. ઠંડા થયા બાદ નાની-નાની સ્લાઈસમાં કાપીને હલકા ગુલાબી રંગનાં થાય ત્યાં સુધી તળી લો. ચટણી અથવા સોસ સાથે ગરમાગરમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.


પ્રાચીબેન વ્યાસ તરફથી

Posted by Ashok at 5:05 PM 0 comments  

વૃક્ષોવિણ

Wednesday, February 4, 2009



બેઠો હતો હું બારીએ,ત્યાં સાદ આવ્યો દ્વારીએ,

વાત હતી એક વૃક્ષ કાપવાની,ઘણી આપત્તિઓને નોતરવાની.

સૌને ગમતાં લીલાં વનો,અરેરે! પણ સ્વાર્થાંધ બન્યાં છે જનો !

હયકારો નીકળી ગયો મનમાંથીઃ"સશક્ત જનોમાં સ્વાર્થ શાથી?"

લીલાં વનો આવે છે યાદ,જાણે તેઓ મને પાડે સાદ.

ચિત્ત સર્યું ભૂતકાળમહીં,ને આવી ઊભો બાલ્યકાળ અહીં.

ફરવા જતાં રોજ અહીં-તહીં,એક દિ' ગયાં હતાં જંગલમહીં.

હર્યાં-ફર્યાં પછી ઘેર આવ્યાં,સાથે સુંદર અનુભવ લાવ્યાં.

વાળું પતાવીને પુછ્યું માનેઃ"મા,લોકો વૃક્ષો કાપે શાને?

વૃક્ષો આપણને ઉપયોગી,જાણે ભલો નિઃસ્વાર્થ જોગી!"

આપે ઉનાળે શીળ છાંય,આપત્તિએ તે મદદે ધાય.

આપણ માથે તેનું ઋણ,એ ઋણ વૃક્ષોને ચૂકવે કુણ ?

જેમ જેમ વૃક્ષો ઓછાં થાય,તેમ તેમ આફત વધતી જાય.

"વૃક્ષવિણ શું થાશે કાલ?" - કડવો કડવો એક સવાલ.


શિવાની કામદાર




Posted by Ashok at 8:12 PM 1 comments  

જેલ



(ઉંઝા આધારીત સરળ જોડણીમાં – એક જ ‘ઈ’, ‘ઉ’ અને ‘શ’ વાપરવામાં આવ્યા છે. )




પહેલી જાન્યુઆરીના સવારના આઠ વાગ્યા હતા. દીપક તેના નવા અભીયાનના ઉત્સાહમાં, તેની જેલમાં હસતે મુખે પ્રવેશ્યો. આગલો મહીનો કેવો રહેશે તેની અનેક કલ્પનાઓ તેના મગજમાં આકાર લઈ રહી હતી. તેની કોટડીમાં ચાર દીવાલો હતી અને બે બારણાં. એક પણ બારી આ ઓરડામાં ન હતી. એક બારણું બધી સુવીધાવાળી બાથરુમમાં ખુલતું હતું. આ બાથરુમને પણ કોઈ બારી ન હતી. તે જ્યાંથી આવ્યો હતો, તે બીજું બારણું એક લોબીમાં ખુલતું હતું. લોબીમાં પણ બહારનો પ્રકાશ ન પ્રવેશે તેની કાળજી લેવામાં આવી હતી. તેના ઓરડામાં ટેબલ, ખુરશી અને સુવાની સરસ પથારી હતાં. એક ફ્રીજ પણ હતું. પીવા માટેનાં તેનાં મનગમતાં પીણાં પણ ફ્રીજમાં રાખેલાં હતાં. ટેબલ પરના બે ત્રણ ડબ્બામાં તેને મનભાવતાં નાસ્તા પણ હતા. અરે, તેને ગમતા મુખવાસની બે ત્રણ ચીજો પણ ટેબલ પર મોજુદ હતી! આ ઉપરાંત ટેબલ પર તેની પસંદગીનાં પુસ્તકો, એક ટેપ રેકોર્ડર, તેને મનગમતાં ગીતોની સીડીઓ અને એક ઘડીયાળ હતાં. દીવાલ ઉપર સરસ કુદરતી દ્રશ્ય વાળું એક કેલેન્ડર હતું. એક સરસ પ્રકાશ આપતી લાઈટ અને નાઈટ લેમ્પ પણ હતાં. ટુંકમાં તેને જીવન જરુરીયાતની બધી ચીજો ત્યાં હાજર હતી. દીપકને હસવું આવી ગયું. અહીં તેણે પોતે જ પોતાનો દીવસ અને પોતાની રાત સર્જવાનાં હતાં. લાઈટ ચાલુ કરે એટલે દીવસ અને બંધ કરે એટલે અંધારઘેરી રાત.
હમણાં જ તેણે ત્રીવેદી સાહેબ સાથે ગરમાગરમ નાસ્તો અને ચા લીધાં હતાં. સાથે ત્રીવેદી સાહેબના બે આસીસ્ટન્ટો પણ હતા. તેને આ નવા પ્રયોગની બધી શરતો સમજાવવામાં આવી હતી. તે આ પ્રયોગમાં પોતાની રાજીખુશીથી સ્વયંસેવક તરીકે જોડાયો હતો. તેણે 25 દીવસ આ જેલમાં રહેવાનું હતું. તેને બધી જ સુવીધાઓ ત્યાં પુરી પાડવામાં આવશે તેમ કહેવામાં આવ્યું હતું. બહારની દુનીયા સાથે તેનો કોઈ સમ્પર્ક રહેવાનો ન હતો. કોઈ ટી.વી. , રેડીયો કે છાપાં તેને મળવાનાં ન હતાં. તેણે કોઈની સાથે મળવાનું ન હતું. દરરોજ ચાર વખત એક નોકર આવીને તેને ચા, નાસ્તો અને જમણ આપી જવાનો હતો. તેના વાસી કપડાં લઈ જઈ નવાં કપડાં પણ તે જ આપી જવાનો હતો. તેને ખાસ કહેવામાં આવ્યું હતું કે તેણે આ નોકર સાથે કોઈ વાત કરવાની ન હતી. અને જો કરે તો પણ નોકર કોઈ વાત તેની સાથે કરવાનો ન હતો. તેને કોઈ ખુટતી ચીજ હોય તો તેની ચીઠ્ઠી તેણે નોકરને આપવાની હતી, અને તે તેને પુરી પાડવામાં આવશે તેવું તેને કહેવામાં આવ્યું હતું. તેનો સેલ ફોન ત્રીવેદી સાહેબે માંગી લીધો હતો. જેલની મુદત પુરી થયે તે તેને પાછો મળશે, તેમ તેને કહેવામાં આવ્યું હતું. આ પ્રયોગનો ઉદ્દેશ્ય તેનાથી ગોપીત રાખવામાં આવ્યો હતો. પણ ત્રીવેદી સાહેબે તેને હૈયાધારણ આપી કે, પ્રયોગના અંતે આ બધું તેની સાથે મુક્ત મને ચર્ચવામાં આવશે. આ ગોપનીયતા પ્રયોગની સફળતા માટે બહુ જરુરી છે, તેમ પણ તેને કહેવામાં આવ્યું. વીજ્ઞાનના એક વીદ્યાર્થી તરીકે આ વાત તેણે શીસ્તભેર સ્વીકારી લીધી.
આ પચીસ દીવસ તો ક્યાંય પસાર થઈ જશે એવી આશામાં દીપકે તેના પહેલા દીવસની શરુઆત કરી. સમયનું ભાન રહે તે માટે તેણે કેલેન્ડરમાં 1લી જાન્યુઆરીના દીવસ પર ટીક કરી. તે એક આધુનીક યુવાન હતો. વળી હતો વીજ્ઞાનનો વીદ્યાર્થી અને લગભગ નાસ્તીક કહી શકાય તેવી ધર્મભાવનાવાળો. તે કદી મંદીરમાં જતો નહીં, કે પ્રાર્થના કે ભજન પણ ન કરતો. તેને આ પ્રયોગમાં એક વીજ્ઞાની તરીકે રસ જાગ્યો હતો અને આથી તે આમાં સ્વેચ્છાએ જોડાયો હતો. તેને જાણવાની બહુ જ ઉત્કંઠા હતી કે, ત્રીવેદી સાહેબ આ પ્રયોગથી શું તારવવા માંગે છે.
***
આજે સાતમો દીવસ હતો. તેણે જાતે નક્કી કરેલી દીનચર્યા પ્રમાણે તેણે આ અઠવાડીયામાં કસરત, પુસ્તક વાંચન, સંગીત, અને દીવસમાં અનેક વાર ઓરડાની એક બાજુથી બીજી બાજુ વીસ વીસ આંટા મારવાનો ક્રમ જાળવી રાખ્યો હતો. ત્રણ ચોપડીઓ વંચાઈ ગઈ હતી. બીજી ત્રણ તેની ફરમાઈશ પ્રમાણે આવી ગઈ હતી. તેની સાથેની ગઝલો અને કવીતાની ચોપડીઓમાંથી તેણે છ નવી ગઝલો અને ગીતો મોંઢે કરી લીધાં હતાં.
પણ કંટાળો તેને ધીમે ધીમે ઘેરવા માંડ્યો હતો. સ્વજનો અને મીત્રોની ખોટ તેને બુરી રીતે સાલવા માંડી હતી. અરે કોઈક સાવ અજાણ્યું જણ પણ કાંઈક વાત કરવા મળી જાય, તે માટે તેનું દીલ તરસતું હતું. ભાતભાતનાં ભોજન હવે તેને અકારાં લાગવાં માંડ્યાં હતાં. ઓરડો તેને ખાવા ધાતો હોય તેમ તેને લાગવા માંડ્યું હતું.
***
આજે બે અઠવાડીયાં પસાર થઈ ગયાં હતાં. હવે તે જીવ ઉપર આવી ગયો હતો. આ જેલની બધી સુવીધાઓ તેને અકારી લાગવા માંડી હતી. બે દીવસથી કોઈ ચોપડી તેણે વાંચી ન હતી. હવે મનગમતાં ગીતો પણ અકારાં લાગતા હતાં. હજુ ગઈકાલે જ તેણે નોકર સાથે વાત કરવા નીશ્ફળ પ્રયત્ન કર્યો હતો. તેણે નક્કી કર્યું કે આજે ખાવાનું લઈને તે આવે, ત્યારે તેની સાથે જબરદસ્તી કરીને પણ તેનું મોં ખોલાવવું.
અને તે આવી પહોંચ્યો. ફરી દીપકે તેની સાથે વાત કરવા પ્રયત્ન કર્યો. પણ એ રામ તો એના એ. દીપકે તેને ધક્કો મારીને નીચે પાડી નાંખ્યો. તેની ઉપર તે ચઢી ગયો અને તેનું ગળું ભીંસી, તે નહીં બોલે તો તેનો શ્વાસ ઘુંટી નાંખવાની ધમકી આપી. પણ ઈશારાથી નોકરે સમજાવ્યું કે તે બહેરો અને મુંગો હતો. દીપકે હતાશાથી તેને છોડી દીધો. તેને આ પ્રયોગમાં સ્વયંસેવક થવાની પોતાની મુર્ખાઈ પર અફસોસ થવા માંડ્યો. ગુસ્સાના આવેશમાં તેણે ટેપ રેકોર્ડર અને ચોપડીઓ છુટ્ટા ઘા કરીને ફેંકી દીધાં. હજુ દસ કાળઝાળ દીવસો તેણે આ કાજળ કોટડીમાં પસાર કરવાના હતા.
તે રાત્રે તે સુતો અને બે એક કલાક પછી ઝબકીને જાગી ગયો. એરકન્ડીશન ચાલુ હોવા છતાં તે પસીને રેબેઝેબ થઈ ગયો હતો. એક દુઃસ્વપ્ન હમણાં જ પસાર થઈ ગયું હતું અને તેની ભયાનક યાદ હજુ તાજી હતી. તેણે કરેલા આક્રમણ માટે કોર્ટમાં તેની સામે કેસ ચલાવવામાં આવ્યો હતો અને તેને દસ વરસની કેદ આ જ ઓરડામાં કરવામાં આવી હતી. તેણે આ સ્વપ્ન જ હતું તે માન્યતા મનમાં દોહરાવ્યા કરી.
***
બીજા દીવસે તે નોકર ફરી આવ્યો, પણ તેના ચહેરા પર ભય અને અવીશ્વાસ ડોકીયાં કરતાં તેને જણાયા. તેને શંકા થવા માંડી કે રાતની વાત સ્વપ્ન હતી કે સત્ય. પણ આ ભ્રમણા તેને દરરોજ પીડવા લાગી.
***
આજે વીસમી જાન્યુઆરીનો દીવસ ઉગ્યો - કેલેન્ડરમાં! દીપકને અસમંજસ થયો, ‘ તે એક દીવસ ટીક કરવાનું ભુલી તો નથી ગયોને? !’ તેને સુર્ય અને ચંદ્રની ખોટ, પોતાનાં સ્વજનો અને મીત્રો કરતાં પણ વધારે સાલવા લાગી. કેલેન્ડરના બારે બાર પાનાનાં દ્રશ્યો તે અનેક વાર નીહાળી ચુક્યો હતો. હવે ઘાસનું એક તણખલું પણ જોવા મળે તે માટે દીપક લાલાયીત બની ગયો હતો. તેણે હવે અંતરથી પ્રાર્થના કરવા માંડી, ‘ એ સ્વપ્ન સ્વપ્ન જ રહે અને એ આશાભરી પચીસમી તારીખ આવી જાય! ક્યારે માણસનો અવાજ તેને સાંભળવા મળે! ‘
તે લગભગ ગાંડા જેવો બની ગયો હતો. અઠવાડીયાથી તેણે દાઢી પણ ક્યાં કરી હતી? અને છેલ્લું સ્નાન કર્યાને આજે ત્રીજો દીવસ હતો. આવા અમાનવીય પ્રયોગો કરવા માટે ત્રીવેદી સાહેબનો ટોટો પીસી નાંખવાની રાક્ષસી ઈચ્છા પણ તેને થઈ આવી. દસ વરસની જેલની ભ્રમણા હવે ભ્રમણા રહી ન હતી, પણ એક ક્રુર અને નક્કર વાસ્તવીકતા તેના મનમાં બની ચુકી હતી. કોર્ટના જજની સાથે પણ નવી અદાવત ઉભી થઈ ગઈ હતી. આખા જગતમાં તેને માટે હવે કોઈ આશાનું ચીહ્ન તેને દ્રશ્ટીગોચર થતું ન હતું. અસહાયતાની લાગણી તેને ઘેરી વળી હતી. તેના દુર્દૈવ માટે તે પોતાને કોસતો રહ્યો.
***
અને તે સુભગ દીવસ આવી પુગ્યો. દીપકે લાઈટ ચાલુ કરી અને કેલેન્ડરમાં પચીસમી વાર તેણે નીરસ ભાવે ‘ટીક’ કરી. આ પ્રવ્રુતી તેને સાવ નકામી લાગવા માંડી હતી. તેને બહાર લઈ જવામાં આવે તેવી કોઈ આશા તેના ચીત્તમાં હવે રહી ન હતી. રોજની જેમ તે નીરસ રીતે સામેની દીવાલ તરફ અર્થહીન રીતે તાકી રહ્યો હતો. સવારના આઠ વાગ્યા અને બારણું ખુલ્યું. ત્રીવેદી સાહેબ જાતે તેમના મદદનીશો સાથે તેની કોટડીમાં પ્રવેશ્યા.
તેમણે દીપકને કહ્યું, ” ચાલ, દીપક! પ્રજાસત્તાક દીને તને આ જેલમાંથી મુક્તી આપતાં મને આનંદ થાય છે.”
દીપક વીચારમાં પડ્યો. તેને સમજ ન પડી.તે માંડ માંડ બોલી શક્યો, ” સાહેબ! મારી સજાનું શું? ”
ત્રીવેદી સાહેબ બોલ્યા, ” શેની સજા? તારું મગજ ઠેકાણે લાગતું નથી.”
દીપકને જીંદગીમાં પહેલી વાર ભગવાન જેવું કંઈક છે તેમ લાગ્યું. ત્રીવેદી સાહેબ તો ભગવાનનો અવતાર જ તેને જણાયા.
કેલેન્ડર સામે જોઈ તે બોલ્યો, ” પણ આજે તો પચીસમી તારીખ જ થઈ છે ને? “
ત્રીવેદી સાહેબ બોલ્યા, ” ના, આજે છવ્વીસમી થઈ છે. લે, આ તારા સેલફોનમાં જોઈને ખાતરી કરી લે. તારા ઓરડાની ઘડીયાળમાં થોડી જ તારીખ આવે છે? તારો દીવસ તો તેં જ નક્કી કરેલો છે. આ ઓરડાનો દીવસ! “
ત્યારે મોડા મોડા દીપકને ખબર પડી કે ‘ સમય સાપેક્ષ હોય છે. ‘ તે સાબીત કરવા માટે તેની અને તેને સેવા આપતા નોકરની ઘડીયાળો દરરોજ એક કલાક મોડી પડે તેમ સેટ કરેલી હતી! તેના જીવનમાંથી આખ્ખો એક દીવસ, સાવ વપરાયા વગર વીતી ચુક્યો હતો. એકલતામાં તેના મનોભાવોમાં થયેલા ફેરફારોને આનુશંગીક વર્તનની છુપી વીડીયો ફીલ્મ પણ ત્રીવેદી સાહેબને મળી ગઈ હતી. આ ફીલ્મ તેને પણ બતાવવામાં આવી અને તે પોતે પોતાના વર્તન માટે વીચારતો થઈ ગયો.
જેલ લેગ (!) ના અને એકલતાના આ નવતર પ્રયોગના પ્રથમ ગીનીપીગ બન્યાનું ગૌરવ હવે તે અનુભવી રહ્યો હતો.


સુરેશ જાની
31, ડીસેમ્બર – 2007

Posted by Ashok at 8:05 PM 0 comments  

કોઇને કશી ખબર નથી

કોઇને કશી ખબર નથી. - તારક મહેતા
(નોંધઃ આ લેખ થોડા વર્ષો પુર્વે લખાયેલો હોવાથી, તેમાં રાજકીય ક્ષેત્રનું અનુસંધાન પણ તે સમયનું છે)

મારો એક મિત્ર છે. ઊંચો, પહોળો અને મોટા પેટવાળો છે. ખાસો પૈસાવાળો છે. એના પૈસા અને પેટની વ્રુદ્દિ સજોડે થતી જાય છે. હવે મને રાજકારણની કશી ગતાગમ નથી. એ વિષે વાતો પણ ગમતી નથી પણ મોટા પેટવાળો મિત્ર રાજકારણ વિષે ચર્ચા કરવાનો આગ્રહ રાખે છે. આમ તો એ વેપારી છે અને આજકાલ રાજકારણીઓ કરતાં વેપારીઓને રાજકારણની વધારે ખબર હોય છે, કારણકે રાજકારણ એક વેપારજ થઇ ગયો છે. "તને કંઇ ખબર નથી, પણ આઇ ટેલ યુ, આ સંઘ કાશીએ નહિં પહોંચે. ચન્દ્રશેખરથી કશું વળવાનું નથી." એ બોલ્યા. "ચન્દ્રશેખરનો સંઘ કાશીએ નહિં પહોંચે તો ભાજપનો રથ પહોંચી જશે". હું એમને ઉશકેરવા ખાતર દલીલ કરું છું. "ત્યારે તને કશી ખબર નથી. પોલીટીકસની એ બી સી પણ તને ખબર નથી. પણ આઇ ટેલ યુ, રાજીવ કોઇને સુખેથી રાજ નહિં કરવા દે. તને ખબર નથી રાજીવ ઉંડા પાણીમાં રમે છે. ચન્દ્રશેખર સમજતા હોય કે એમની સરકાર બીજા ચાર વર્ષ ટકી રહેશે તો એ એનો ભ્રમ છે ભ્રમ. ચન્દ્રશેખરને કશી ખબર નથી. "આપણને શું ફેર પડે છે. દેશનો કારભાર કારકુનો ચલાવે છે. ચન્દ્રશેખર જાય ને દેવીલાલ આવે કે અડવાણી આવે કે રાજીવ આવે - કારભાર એનો એજ રહેવાનો છે." "તો તને કશી ખબર નથી. અમારે વેપારીઓને તો ઘણો ફરક પડે છે. જોયું નહિ? વી.પી. નીચે પડયા એની સાથે રીલાયન્સ ઊંચો ગયો કે નહિં?" "રીલાયન્સ ઊંચો જાય, નીચો જાય, ગમે તેટલો આઘો પાછો થાય પણ દેશ ક્યારે આગળ આવશે?" મેં ગમ્મત ખાતર જ મિત્રને ઉશ્કરવાનું ચાલું રાખ્યું. પણ એનું પરિણામ સારું ન આવ્યું. એમને હાંફ ચઢવા માંડી, પરસેવો જામવા માંડ્યો. એમની બેચેની વધી ગઇ. જીભના લોચા વળવા માંડયા. મને ચિંતા થઇ. "તમને શું થાય છે?" મેં પૂંછ્યું. "શી ખબર યાર," દુઃખી અવાજે એ બોલ્યા. મનુષ્ય સ્વભાવ કેવો વિચિત્ર છે. દિલ્હીથી માંડીને ડાકોર સુધી શું બને છે તેની માહિતી રાખશે. ચન્દ્રશેખર સવારથી રાત સુધીમાં કોને કોને મળ્યા, રીલાયન્સ કેટલો ઊંચોનીચો થયો, સચીન તેંડુલકરે કેટ્લા રન કર્યા, બોક્સીંગમાં કોણ જીત્યું, અમદાવાદ - વડોદરામાં કેટલા મર્યા, રેખાએ બદનક્ષીનો કેટ્લા લાખનો દાવો માંડ્યો, કઇ કઇ ચીજના ભાવ વધ્યા - આ બધી બાબતની રજેરજની માહિતી આપણે રાખીએ છીએ પણ આપણને ક્યા શાક, ક્યા કઠોળ નડે છે તેની આપણને ખબર નથી હોતી. છાપાં વાંચીએ છીએ, રેડીઓ સાંભળીએ છીએ, ટીવી જોઇએ છીએ. દુનિયાભરની બાતમીઓ એકઠી કરીએ છીએ પણ આપણને શરીરમાં ગેસની તકલીફ શાથી થઇ - તો કહીશું, શી ખબર. યાર આપણા શરીરને આપણે વાંચતા નથી. દર સેકન્ડે મને "તને કશી ખબર નથી" સંભળાવનાર મારા મિત્રે મને આખા દેશની પરિસ્થિતી વષે માહિતી આપી પણ પોતાની તબીયત બાબતમાં એ મૂંઝાઇ ગયા. મને એમની દયા આવી. "ચાલો, ડોક્ટર પાસે જઇએ". મેં સૂચન કર્યું. "છોડને યાર, ડોક્ટરની દવા તો ચાલુજ છે." "તો ડોક્ટરે શું કહ્યું?" "કહે છે - નથિંગ સિરિયસ. ગેસ ટ્રબલ છે. દવા લો અને સવાર - સાંજ ટાઇમ મળે ત્યારે ચાલવાનું રાખો. વજન ઉતારો. પણ આપણી પાસે એટલો ટાઇમ હોવો જોઇએને! આપણે માથે કંઇ ઓછો બોજો છે!" "હા, પણ તકલીફ રહેતી હોય તો -" "તકલીફ કોને નથી? આ દુનીયામાં જનમ્યા ત્યારથી તકલીફ છે. પૈસા કમાવ તોયે તકલીફ. ના કમાવ તોયે તકલીફ્." "પણ દવાની અસર ન થતી હોય તો તમારે ડોક્ટરને કહેવું જોઇએને!" "હમણાં કંઇ નહિ. નવો ફાયનાન્સ મિનિસ્ટર શું ઉકાળે છે તેના પર તબિયતનો આધાર. એકવાર બજેટ આવી જવા દે પછી વાત. તને કશી ખબર નથી. ડોક્ટરને પૂછો તો કહેશે કે, આરામ કરો. એને શું ખબર પડે! જો ઘરમાં સૂઇ જાવ તો બહાર મારો બિઝનેસ સૂઇ જાય." એમને આપવા જેવી એક પણ સલાહ મારી પાસે નહોતી. મને શું નડે છે તેની મને ખબર નથી પડતી ત્યાં હું એમને શું સલાહ આપું? એમને અત્યારે દેશનો નાણામંત્રી નડી રહ્યો છે અને એ બાબતમાં હું કે એમનો ડોકટર કંઇજ કરી શકીએ તેમ નથી.માણસજાતને શરીરની કંઇ પડી નથી. એટમબોંબ બનાવી નાંખ્યા, ચંદ્ર પર પહોંચ્યો, આખું અવકાશ ઘમરોળી નાખ્યું પણ સામાન્ય શરદીની દવા ખોળવાની બાકી છે. દમ, ડાયાબિટીસ, કેન્સર, એઇડસ ..... અખતરા ચાલુ છે. મોટા પેટવાળા મિત્ર સાચું જ કહે છે. મને ખરેખર કશી ખબર નથી.

Posted by Ashok at 12:23 PM 0 comments  

ટુચકા

ભિખારી: મણીબેન, કંઇક ખાવાનું આપો. બાજુ વાળા મંછાબેને પણ આપ્યું છે.
મણીબેન: એમ, તેણે શુ આપ્યું?
ભિખારી: રોટલી, શાક, ભાત વગેરે...
મણીબેન: (ઘરમાં અંદર જઈ, બહાર આવી) તો તો લે આ પડીકી. મંછાબેને આપ્યું છે તો જરુર એ પચાવવા આ પડીકીમાના ચુર્ણની તને જરુર પડશે!
*****

મીની અને ટિંકુ રજા હોવાથી ઘરે રમત રમતા હતા, તેમા મીની જોર-જોર થી બૂમો પાડી રહી હતી.
મમ્મી: મીની, આટલી જોરથી બુમો કેમ પાડી રહી છો? જો ટિંકુ કેટલો શાંત છે!
મીની: એતો અમે રમત રમીએ છીએ; તેમા હું મમ્મી બની છું, અને ટિંકુ ડેડી બન્યો

*****
શેઠ કારીગર શંભુ ના કામથી ખુશ થતાં બોલ્યા: લે શંભુ આ ફી ઉપરાંત સો રુપિયા વધારે. પત્નિને લઇ આજે સાંજના ફિલ્મ જોવા જજે.
સાંજના શંભુ પાછો આવ્યો.
શેઠ: એલા શંભુ, પાછો કેમ આવ્યો?
શંભુ: ફીલ્મ જોવા જવી છે એટલે તમારી પત્નિ ને લેવા આવ્યો છું.
*****
રમેશ કીડા, મકોળા તેમજ પશુપંખી ની દુકાને ગયો.
રમેશ: તમે માંકડ ત્થા ઉંદરડા રાખો છો?
દુકાનદાર: હા, કેટલા આપું?
રમેશ: સો માંકડ અને પચાસ ઉંદરડા.
દુકાનદાર: સો માંકડ! પચાસ ઉંદરડા! આટલા બધાને ને શું કરવું છે?
રમેશ: ઘર ખાલી કરવાનુ છે, અને જેવું હતું તેવુંજ પાછું દેવાનુ છે.
*****

ગામડીયાલાલ: ડોક્ટર, મને વહેમ રહ્યા કરે છે કે કોઈ મારો પીછો કરી રહ્યું છે.
મને એવી દવા આપો કે મારો આ વહેમ દુર થાય.
ડોક્ટર: ના એ વહેમ નથી. તમારું પહેલા નું બિલ બાકી છે એટલે મારો કમ્પાઉંડર તમારો પીછો કરી રહ્યો છે!
*****
પત્ની: જુઓ, દીકરી હવે મોટી પરણવા જેવડી થઇ છે. હવે કોઇ ઠેકાણું ગોતીયે!
પતિ: ઠેકાણા તો ઘણા જોયા, પણ યોગ્ય મુરતિયો હજુ નથી મળ્યો. જે મળે તે
ગધેડા જેવા બુધ્ધુ હોય છે.
પત્ની:મારા બાપુજી જો એમજ વિચાર્યે રાખતા હોત તો હું કુંવારી જ રહી ગઇ હોત.
*****

અમથાલાલ પોતાનુ ખમિસ સાંધી રહ્યા હતા.
મોતીબેન (પાડોશી): અરેરે અમથાલાલ! આ તમે શું કરી રહ્યા છો? તમે તો
પરણેલા હોવા છતાં આ ફાટેલું ખમિસ સાંધી રહ્યા છો?
અમથાલાલ: તે શુ પરણેલા પુરુષો ના કપડાં ફાટતા નહીં હોય?
*****

રમેશ તથા રમા પ્રેમીઓ હતા.....રમા રમેશ ના વખાણ કરતાં...
રમા: પપ્પા, તમે રમેશને જોસો કે તરતજ તે તમને મારા માટે ખુબજ પસંદ આવી જશે.
પપ્પા: એમ! તેની પાસે પૈસા કેટલા છે?
રમા: કમાલ છે! રમેશ પણ ઘડી ઘડી આવોજ સવાલો પુછે છે. તે પુછે છે કે તારા પપ્પા પાસે કેટલાં પૈસા છે?
*****
પીંકી: મમ્મી.....મમ્મી, મને લખતાં આવડી ગયું.
મમ્મી: શાબશ બેટા! વાંચતો જોઉં શું લખ્યું છે?
પીંકી: એતો મને વાંચતા આવડી જાય ત્યારે કહીશ.
*****
રામુ ને ચોરી ના આરોપ સર કોર્ટમાં જવું પડ્યું.
જજ: રામુ, તુ કહે છે કે તેં એકજ સાડી ચોરી છે; તો પછી તેં દુકાનમાં પાંચ વાર કેમ ધાડ મારી હતી?
રામુ: સાહેબ શું કરુ. મારી પત્નિને કલર, ડીઝાઈન વગેરે તેના બ્લાઉસ જોડે મેચ કરવા હતા.
*****
પતિ: ડાર્લીંગ, હું મરી જાઉ તો તુ શું કરે?
પત્નિ: ડાર્લીંગ, હું મરી જાઉ અને તમે જે કરો તે હું કરૂં. પતિ: (ગુસ્સે થતાં) મને ખબરજ હતી કે મારા ઉપર ગયા પછી તુ બીજા લગ્ન કરશે.

*****
તન્નુ: મમી મમી, પપ્પા ક્યાં?
મમી: એતો સ્વીમીંગ કરવા ગયા છે.
તન્નુ: તો હું પણ જાઉં?
મમી: ના. એમા તો પડી જવાય બેટા. ડુબી પણ જવાય.
તન્નુ: તો પપ્પા કેમ ગયા છે?
મમી: બેટી, તારા પપ્પા નો તો વિમો છે!
*****

શિક્ષક: રામુ, તુ ગઈ કાલે કેમ મોડો પડ્યો હતો?
રામુ: સર, વરસાદ પડતો હતો એટલે.
શિક્ષક: તો આજે કેમ મોડો પડ્યો?
રામુ: સર, વરસાદ પડવાની વાટ જોતો હતો.
*****

સ્પોર્ટસ ની એક દુકાને.......
ઘરાક: ભાઈ, તમે ‘હેલ્મેટ્સ’ રાખો છો?
દુકાનદાર: હા ભાઈ ઘણી જાતની છે. કઈ જોઈએ છે? મોટર સાઈકલની, સાઈકલની, કોઈ સ્પોર્ટસ કે...........
ઘરાક: બૈરી ના વેલણ થી બચવાની....
*****
દુકાદાર: એસીસ્ટંટ સેલ્સમેન તરીકે કામ કરવામાં એક વાત ખાસ યાદ રાખજે
કે ઘરાક હંમેસા સાચો છે એમ વર્તન કરવું.
હવે કહે, હમણાજ જે ગ્રાહક આવી હતી તે શું કહેતી હતી?
સેલ્સમેન: તે કહેતી હતી કે આ દુકાનનો માલીક ગધેડો છે!
*****
રતના: તું રોજ મારે ત્યાંજ ભીખ માગવા કેમ આવસ?
ભીખારી: મારા ડોક્ટરે કહ્યું છે માટે.
રતના: તારા ડોક્ટરે શું કહ્યું છે?
ભીખારી: તું હમણાં ફીક્કી મસાલા વગરની રસોઈ લેજે
.
*****

Posted by Ashok at 12:12 PM 0 comments  

દોસ્ત

Tuesday, February 3, 2009

કોઇ કોઇ વખત તને ભૂલી જવાય છે,

દુનિયામાં કાંઇ પણ હવે માની શકાય છે.

*

આકાશના એ રંગ તને યાદ તો હશે,

રંગીન એટલું જ એ તારા વિનાય છે.

*

હું ચાલતો રહ્યો છું અને ચાલ્યો જાઉં છું,

જીવીજીવીને જાણે સમય થઇ જવાય છે.

*

અય દોસ્ત ગઇ નથી હજી ગુંજાશ સ્મિતની,

રોવાનાં કારણો તો મને પણ ઘણાંય છે.

*

અહીં 'હું જીવી રહ્યો છું' ના જાહેર ચોકમાં,

ક્યારેક 'તું નથી' ની હવા સંભળાય છે.



જવાહર બક્ષી

Posted by Ashok at 9:56 AM 1 comments  

આકાશ

આકાશ દયાળુ છે

નહિતર

આપણે માટે

ધગધગતો સૂરજ,

કાતિલ ઠંડકથી

દઝાડતો ચંદ્ર

છાતીએ ચાંપે?

વરસાદ માટે

છાતીમાં કાણાં

શું કામ પાડે?

અને આપણી આડોડાઇ તો જુઓઃ

આપણાં પર પડતાં

તમામ દુઃખોનો દેનારો ક્યાં?

એમ પુછાય ત્યારે

આપણે આંગળીતો

આકાશ

સામે જ ચિંધીએ છીએ.



ચીનુ મોદી

Posted by Ashok at 9:53 AM 0 comments  

જોક

ભારતભરના તમામ નેતાઓ એક જ જગાએ મળ્યા, આ નેતાઓમાં જીલ્લા કક્ષાથી માંડીને રાષ્ટ્રીય કક્ષાના તમામ ખુરાંટ રાજકારણી હતા. હવે લાગ જોઇને આંતકવાદીઓએ આ સ્થળ પર જઇ તમામ રાજકારણી ઓને બંદી બનાવી અજ્ઞાત સ્થળે લઇ ગયા અને માંગણી નું એક મોટું લીસ્ટ સતાવાળાને પકડાવી દીધું.

આખા દેશમાં સનસનાટી...બધાના જીવ અધર....

આખરે ખુંખાર આંતકવાદી એ ન્યુઝ ચેનલ ને કહ્યું કે જો અમારી માંગણીઓ સ્વિકારવામાં નહી આવે તો..!!!તો શું????? બધાના હોઠ પર એક જ સવાલ હતો.

ત્યાં તો પેલો ખુંખાર આંતકવાદી બોલ્યોઃ ....તો અમે વારાફરતી, એક પછી એક નેતાને છોડી મુકશુ!!!

Posted by Ashok at 9:48 AM 0 comments  

હર હર ગંગે!

Sunday, February 1, 2009

જ્યારે તું છે મારા સંગે,

કેમ ના ફરું ના રંગે ચંગે?

*

હસ્તી પણ હસ્તી નહિ લાગે,

હોય ન સાથી જ્યારે સંગે.

*

પ્રાણ દ ઇને દીપક ઉપર,

રોશન કીધું નામ પતંગે!

*

એક છબી છે લીલા તારી,

બાકી બીજરેખાના વ્યંગે!

*

કેવી ઇન્દ્રધનુષ્ય બને છે,

પ્રેમના કેવળ એક જ રંગે!

*

નિરખું, કેવી ભાત બને છે,

સ્નેહસલિલના મસ્ત તરંગે!

*

દિલનો બ્રાહ્મણ, એ દેવીને-

જોઇને બોલ્યોઃ હર હર ગંગે!

*

સ્પર્શ થયો છે કોનો 'આસિમ'

ખુશ્બૂ મ્હેકે અંગે અંગે!



આસિમ રાંદેરી

Posted by Ashok at 12:32 AM 0 comments  

શા માટે?

એ પુછે છે, જીવનનો ભેદ તું ખોલે છે શા માટે?

મોહબ્બત જ્યારે જુએ છે, પછી બોલે છે શા માટે?

*

મોહબ્બતને જો દુનિયા જાનની દુશ્મન કહે છે, તો-

તિમિરરાતોમાં એ અજવાસને ઘોળે છે શા માટે?

*

ઉજાળાને અંધારામાં, અંધારામાં ઉજાળાને,

આ પાગલ દુનિયા, સરખા બેઉને તોળે છે શા માટે?

*

જીવન ખંડેર છે, ખંડેરમાં જીવન નથી હોતું,

છતાં પણ પ્રેમના પડ્યાં, અહીં ડોલે છે શા માટે?

*

મને ઓ જિન્દગી, તારાથી આ એક જ શિકાયત છે,

કરી છે પ્રીત તો, આંખો હવે ચોળે છે શા માટે?

*

મને ડુબી જવાનું દુઃખ નથી, એ વાતનું દુઃખ છે,

મોહબ્બત કાંઠે લાવી નાવને, બોળે છે શા માટે?

*

કોઇની ઝંખનાના માર્ગમાં ખોઇ દીધું જ્યારે,

પછી એ દિલને 'આસિમ'તું રડી ખોળે છે શા માટે?

*

કોઇ તાજી ગઝલ 'આસિમ' કહે, તો સૌના મન રીઝે,

પુરાણી પોથી 'લીલા'ની હવે ખોલે છે શા માટે?



આસિમ રાંદેરી

Posted by Ashok at 12:20 AM 1 comments  

પ્રાથમિક સારવાર- રક્તસ્ત્રાવ

Saturday, January 31, 2009

પ્રાથમીક સારવારમાં અંહીયા આપણે રક્તસ્ત્રાવ અને તેના ઇલાજ ની માહિતી આપી છે.


સામાન્ય નાની ઇજાઓમાંથી જ્યારે લોહી વહે છે ત્યારે લોહીની આપોઆપ ગંઠાઇ જવાની પ્રકૃતિને કારણે થોડી જ વારમાં લોહીનો ગઠ્ઠો થઇ જાય છે અને ત્યાંથી વધુ લોહી નીકળતું નથી. મોટી ઇજાના કારણે મોટી રક્તવાહિની કપાઇ ગ ઇ હોય ત્યારે લોહી ઝડપથી અને વધુ નીકળે છે ત્યારે રક્તસ્ત્રાવ ઝડપથી અટકાવવો જરૂરી બને છે. રક્તસ્ત્રાવ અટકાવવા નીચે દર્શાવેલ મુખ્ય બે રીતો અજમાવી શકાય:


૧) ઝખમ ઉપર સીધું દબાણ આપીને :

આ એક સૌથી સરળ અને અસરકારક ઉપાય છે, જે ભાગમાંથી લોહી નીકળતું હોય તે ભાગ પર ચોખ્ખું કપડું મુકી દબાવવુ જોઇએ અથવા જંતુ રહીત કાપડ મળી શકે તેમ હોય તો તે મુકીને જોરથી પાટો બાંધી દેવો જોઇએ. પાટો બાંધ્યા બાદ એ ભાગને હ્રદયની સપાટીથી ઊંચો રાખવામાં આવે છે.


૨) ટૂર્નિકેટ બાંધવું :

રક્તસ્ત્રાવ ઉપર આપેલ ઇલાજથી બંધ ના થાય તો ઇજાગ્રસ્ત ભાગથી હ્રદય તરફના ભાગે પાટો, રબ્બર કે કપડાંનો ટુકડો કસીને બાંધવો જોઇએ, આવા પાટાને ટુર્નિકેટ કહેવાય. ટુર્નિકેટ ૪૫ મિનિટમાં છોડી નાખવું જોઇએ.


(આરોગ્યની આસપાસ માંથી)

Posted by Ashok at 11:56 PM 0 comments  

સાચા મિત્રની પસંદગી.

મિત્ર તથા પડોશી પસંદગી બહુ અઘરી છે. અનેક લોકો તમારી પાસેથી પોતાનું કામ કઢાવવા તૈયાર હોય છે, પરંતુ એમનું કામ પતી ગયા પછી કોઈ તમને મદદ નહિ કરે. તેથી વ્યક્તિનું ચારિત્ર્ય, ટેવો, સંગ, શિક્ષણ વગેરેનો પૂરતો અભ્યાસ કર્યા પછી જ ખૂબ સાવધાનીથી મિત્રની પસંદગી કરવી જોઈએ. તમારો મિત્ર ઉદાર, બુદ્ધિમાન, પુરુષાર્થી અને સત્યપરાયણ હોવો જોઈએ. વિશ્વાસપાત્ર મિત્ર એક દિવ્ય ઔષધી છે. આપણે આપણા મિત્રો પાસે એવી આશા રાખવી જોઈએ કે તેઓ આપણા ઉત્તમ સંકલ્પોને દ્રઢ બનાવવામાં મદદરૂપ બનશે, દોષો અને ભૂલોથી આપણને બચાવશે તથા આપણી સત્યતા અને પવિત્રતાને પુષ્ટ કરશે. જો આપણે કુમાર્ગે જઈએ તો આપણને પાછા વાળશે. સાચો મિત્ર માર્ગદર્શક, વિશ્વસનીય અને સાચી સહાનુભૂતિવાળો હોવો જોઈએ.

આ જવાબદારી એ જ મિત્ર પૂરી કરી શકે કે જે દ્રઢચિત્ત અને સત્ય્પરાયણ હોય. જેમનામાં આત્મબળ હોય એવા જ મિત્રોનો સાથ લેવો જોઈએ, જેમ કે સુગ્રીવે રામનો સાથ લીધો હતો.

મિત્ર પ્રતિષ્ઠિત, શુદ્ધ હ્રદયવાળો, મૃદુલ, પુરુષાર્થી, શિષ્ટ અને સત્યનિષ્ઠ હોવો જોઈએ કે જેની પર આપણે વિશ્વાસ મૂકી શકીએ કે તે આપણેને છેતરશે નહિ. આવો સાચો મિત્ર મળવો તે આપણું સદાભાગ્ય છે.
કાંતિલાલ કરશાળા
જેતપુર

માનનીય શ્રી કાંતિલાલભાઇ ગાયત્રી પરિવાર સાથે સંકડાયેલ છે અને તેઓનો એક ખુદનો બ્લોગ છે ગાયત્રી જ્ઞાન મંદિર પર ક્લિક કરવાથી તેમનો બ્લોગ ખુલશે. આ લેખ આપવા માટે હું માનનીય કાંતિલાલભાઇ નો આભારી છું. અને આશા રાખું છું કે સતત આપણને આવું સરસ વાંચન આપતા રહે.... અશોક

Posted by Ashok at 4:55 PM 0 comments  

કટ કટ

શું આખો દિવસ કટ કટ! માથુ પક્વી નાખે આ કટ કટ!
શાની છે આ કટ કટ! શું છે આ કટ કટ!
લમણાં લેતી આ કટ કટ! કાન પકવતી આ કટ કટ!
જગડાં કરાવતી આ કટ કટ! હસવું આવે એવી આ કટ કટ!
થોડી વેળા હોય તો સમજ્યા પણ આખો દી' આ કટ કટ!
ગળુ ઘસાઇ જાય તો યે કટ કટ! સતત ચાલુ જ રહેતી આ કટ કટ!
છે ને કોની આ કટ કટ! આ તો મારા દાદીની છે આ કટ કટ!

વૈશ્વિ અમીન
૨૮/૦૧/૨૦૦૯

આ વૈશ્વિબેન એક નાની ઉમર (૧૪વર્ષ) ના બાળ કવિયત્રિ છે અને હાલ તેઓ પરિવાર સાથે ન્યુઝીલેન્ડ છે. આપણને વૈશ્વિ બેન પાસેથી ભવિષ્યમાં સારી કવિતા માણવા મળશે એવી આશા સાથે... અશોક

Posted by Ashok at 4:46 PM 5 comments  

જિંદગી અને તમે

Wednesday, January 21, 2009

તારીખ : આજની જ.

પ્રતિ, તમોને જ
વિષય : જિંદગી અને તમે
ભાઈશ્રી/બહેનશ્રી,
હું ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદની કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :

[1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, હા ! મારા સમયે, તમારા સમયે નહીં !

[2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.

[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.

[4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.

[5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.

[6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.

[7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.

[8] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !

[9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય
.
અને છેલ્લે…. હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.

એ જ લિ,
ભગવાનની આશિષ.

Posted by Ashok at 10:35 PM 1 comments  

જીવનના સાત પગલા.

Monday, January 19, 2009

જન્મ :- એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.
બચપન :- મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે તરિયો છે.
તરુણાવસ્થા :- કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે, મેળવવાની અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે.
યુવાવસ્થા :- બંધ આંખોનું સાહસ છે, જોશછે...ઝનૂન છે, નાથવાની ઉમ્મીદો છે,..કૂરબાની ની આશાઓ છે, લૂટાઇ જવાની ખ્વાહિશ છે.
પ્રૌઢાવસ્થા :- ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને આપવાની પણ ખૂશી છે, કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિશા છે.
ઘડપણ :- વિતેલા જીવનનો સરવાળો છે, મારા આપણાનો વહેવાર જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.
મરણ :- જીન્દગીની કિતાબ ખૂલશે, નાડીએ-નાડીએ કર્મ તૂટશે, પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે, કર્મ-ધર્મનો હિશાબ થશે, સ્વર્ગ-નર્કનો માર્ગ થશે, પોતાનાનો પ્યાર છૂટશે..
સાત પગલા પૂરા થશે.....
રશ્મિકા ખત્રી

Posted by Ashok at 4:03 PM 1 comments  

મારા વિશે

દોસ્તો,


આ બ્લોગ માં કવિતા, ગઝલ, વાર્તા, લઘુ કથા, જોક્સ, સરલ રોગોપચાર, વ્યક્તિ પરિચય, સ્થળ પરિચય, સુવિચારો, પ્રેરક પ્રસંગો, કે તમારા જીવન નો બનેલો કોઇ બનાવ જેનાથી બીજાને જાણવા કે પ્રેરણા મળે, કોઇ માહિતીપ્રદ લખાણ કે કોઇ લિન્ક , બાળ સાહિત્ય જેવા વિભાગો સમાવેશ કરવાનાં છે અને બ્લોગમાં વધુ ને વધુ ગુજરાતી રચના નો સમાવેશ કરવાની મારી ઇચ્છા છે માટે આપની પાસે સ્વરચીત કૃતી હોય અને તેને આપ બ્લોગ દ્વારા રજુ કરવા ઇચ્છો તો મારો સંપર્ક સાધવા વિનંતી. તમારી પાસે સારા ગુજરાતી ગીતો (એમ પી ૩) હોય તો પણ મને મોકલવા આપ સહુ ને મારી નમ્ર વિનંતી છે અને આશા છે કે આપ તરફથી સહકાર મળશે. અમને sabrasgujarati@gmail.com પર આપની કૃતિ નો ઇંતેજાર છે.

અહીં રજુ થયેલ તમામ કૃતિ નાં કોપી રાઇટ જે તે કૃતી ના સર્જક ના કે તેના દ્વારા જેને આપેલા છે તેના જ છે અને છતા પણ તેના હક નો ભંગ થતો હોય તો મને જણાવવા વિનંતી.





અંહી અમુક મારા મન પસંદ બ્લોગસ્ ની લીન્ક આપેલ છે

સબરસ ગુજરાતી

કહો છો તમે કેમ

મેઘ ધનુષ

સમન્વય


Tell Your friends

SocialTwist Tell-a-Friend

અનુસરણ




ગુજરાતી ટાઇપ પેડ


a

aa/c

i

I

u

U

E

e

ai

O

o

au
અં
aM
અઃ
a:

ka
કા
kaa
કિ
ki
કી
kI
કુ
ku
કૂ
kU
કૅ
kE
કે
ke
કૈ
kai
કૉ
kO
કો
ko
કૌ
kau
કં
kaM
કઃ
ka:

ka

kha

ga

gha

NGa

cha

Cha

ja

za

NYa

Ta

Tha

Da

Dha

Na

ta

tha

da

dha

na

pa

fa

ba

bha

ma

ya

ra

la

va

sha

Sha

sa

ha

La
ક્ષ
kShar
જ્ઞ
Jha
દ્વ
dwa
ક્ર
kra
કૃ
kR

R
શ્વ
shva
શ્ર
shra


Online Visitor:
Online Users
Locations of visitors to this page
Total Visit:
free counter

Free Blog Counter

free counters