દીકરી સદાય દીકરી જ રહે છે
Wednesday, September 28, 2011
દીકરી સદાય દીકરી જ રહે છે
દીકરી નાની હોય કે મોટી હોય કે.જી. માં ભણતી હોય કે કોલેજમાં કુમારિકા હોય કે કન્યા, દીકરી સદાય દીકરી જ રહે છે.
માં-બાપ માટે બાળપણમાં બિન્દાસ દીકરી – ભલે બાપ સામું ચબચબ બોલતી હોય, માનું મન રાખતી ન હોય, ભાઈને ભાળ્યો મૂકતી ન હોય, બહેનો હારે બથોબથ આવતી હોય અને શેરીમાં સીપરા ઉડાડતી હોય. પરંતુ જયારે યુવાન થાય ત્યારે તરત જ ગંભીરતા ધારણ કરી લે છે. લગ્ન વખતે પીઠી ચોળી આમતેમ સહેલી સાથે મહાલતી આનંદ માનતી હોય. હજી જાન પરણવા આવવાને થોડી વાર છે પરંતુ જયારે ગામમાં કે શેરી માં જાન આવે છે ત્યારે નાના ટાબરિયા આનંદમાં આવી જઇ બુમો પાડે કે એ… જાન આવી ગઈ જાન આવી ગઈ. આ શબ્દો જયારે પીઠી ચોળેલ કન્યાના કાને પડે છે ત્યારે તમામ સહેલીનો સંગાથ આનંદ એક બાજુ મેલીને ઘરમાં જ્યાં ગણેશ બેસાડ્યા છે (ગણેશ સ્થાપન) ત્યાં આગળ બેસી જાય છે. હવે મારે આ ઘર આ માંડવો છોડવાનો સમય આવી ગયો મારા પિતાની છત્રછાયા જેવો આ વહાલનો વડલો છોડી ને આજે પારકા પોતાના કરવા જવાનો સમય થઇ ગયો. જે ઘર માં રમતી હતી ઢીંગલીથી તે સમય ક્યારે પસાર થઇ ગયો ? આમ જાન પરણીને પોતાને ગામ જાય છે. દીકરી પિયરીયાના છેલ્લા ઝાડવા જોઈ લે છે.
માં-બાપ, ભાઈ-બહેન, સહેલી, કુટુંબ-પરિવાર મૂકીને સાસરે જાય છે, આ ત્યાગ છે. કોઈ સાધુ સંતો નો ત્યાગ આની પાસે કઈ નથી. આ ત્યાગ ને મારા સો સો સલામ…. પિયરીયાના તમામ સંભારણાને પોતાના હ્રિદય માં એક ખૂણા માં ધરબી દે છે. સાસરિયાવાળા કે ગામવાળા પૂછે કે વહુ કરિયાવરમાં શું લાવ્યા ? કન્યાની લાગણીયોનો અહિયાં કોઈ વિચાર જ નથી કરતુ. હકીકતમાં સાસરિયામાં આવતી દીકરી બાપને ઘરેથી શું શું લાવી એના કરતા કેટલું બધું મૂકીને આવી છે માં-બાપ ઘરબાર પરિવાર ગામ આ બધું મૂકી ને આવી છે. આ વસ્તુ નો જયારે સમાજ વિચાર કરશે ત્યારે જ તેના સંસારમાંથી સુગંધ આવશે અને નવી વહુનું સાસરિયામાં આવવું અને નવા બાળકનો જન્મ થવા જેવું છે. બાળક જ્યાં સુધી માના ઉદરમાં હતું એને કોઈ કષ્ટ ન હતું. ખોરાક, હવા, પાણી વગેરે માં દ્વારા જ મળતું. કોઈ અવાજ ઘોઘાટ નહિ. પૂર્ણ શાંતિ હતી એને માના ઉદરમાં પરંતુ જયારે નવ મહિના બાદ એને બહાર આવવાનું થાય ત્યારે કષ્ટ થાય છે હવે એને ખોરાક, હવા પાણી જાતે લેતા શીખવું પડશે. ચાલતા બોલતા શીખવું પડશે. બસ આવું જ નવી આવેલી વહુ માટે છે જે અત્યાર સુધી પિતાના ઘરે હતી કોઈ ચિંતા ન હતી . હવે નવા ઘરમાં ચાલતા શીખવું પડે છે. સાસુ-સસરા કે પરિવાર ના સભ્યો આવો ખ્યાલ રાખતા જ હોય છે. જેમ બાળકનો ઉછેર જે મહેનત જે પ્રેમ માંગી લે છે તેમ ઘર માં આવેલી નવી વહુ આવો જ ઉછેર મહેનત માંગી લે છે. દીકરીનો જન્મ થયા પછી પિતાને ત્રીજી અશ્રુભીની આંખ મળે છે. જે એના દિલમાં હમેશા છુપાયેલી રહે છે. પ્રકૃતિએ પુરુષને રડવા માટે આ ત્રીજી આંખ જયારે રડે છે ત્યારે દીકરીને વિદાય આપતો ચોધાર આંસુડે રડતો બાપ રૂડો લાગે છે.
ઘર માં જુઓ તો પિતાનો ચહેરો સંતાનો માટે એક આધાર, એક વિશ્વાસ, એક આદેશ બની જાય છે. જયારે દીકરી માટે પિતાના ચહેરાની રેખાઓ એટલે લક્ષ્મણ રેખાઓ બની જાય છે.. પિતાનો ચહેરો વાંચવામાં દીકરી જેટલી બીજી કોઈ વ્યક્તિ હોશિયાર નથી હોતી. દીકરી માટે પિતાનો બોલ-શબ્દ એટલે વેદ અને કુરાન છે. બાઈબલના વાક્યો બની જાય છે. પપ્પા શું બોલ્યા એ સમજ્યા પહેલા જ દીકરીના હોઠમાંથી શબ્દો સરી પડે છે. હા પપ્પા… એ આવી પપ્પા… આનું નામ દીકરી.
જેમને દીકરી હોય તે પિતાને હ્રદયનો એક ધબકારો પોતાને જીવવા માટે છે જયારે બીજો ધબકારો દીકરીના કાયમી સુખ માટે ઝંખતો ધબકારો છે. દરેક દીકરી પોતાને પિતાની દીકરી માને છે. જયારે દીકરો માનો દીકરો માને છે. કોઈ વાર દીકરી થી નાનકડી ભૂલચૂક થઇ જાય તો મમ્મી પપ્પાને ન કહેતી હોય આમ પપ્પાના હૈયાના સિંહાસન ઉપર પ્રેમને અભિષેક જીલવા જીવનભર એક દીકરી પિતાની નજરે ઉચ્ચ જીવન જીવવા ઈચ્છે છે. ક્યારેક પપ્પાની નજરે ઉતરતી છે એવું બતાવવા નથી માંગતી. તમે જોશો તો ખ્યાલ આવશે કે લગ્ન થયા પછી પોતાના સંતાનોના ઘેર હોય ૮૦ વર્ષની ઉમર હોય ગોરા ભરાવદાર શરીર સાથે ઘડપણ ની રેખાઓ હડિયા પાતું લેતી હોય. આવી માજીને કોઈ એકાએક પૂછે કે હે માજી ફલાણાભાઈની દીકરી છે ? તો તો તે ૮૦ વર્ષ ના માજી એટલા બધા રાજી રાજી થઇ જાય કે ના પૂછો વાત, કોઈ પણ દીકરીને પોતાના બાપને નામે ઓળખો તો તે રાજી રાજી થઇ જાય એનું નામ દીકરી.
સાસરિયામાંથી અવારનવાર પિયરિયામાં આવતી દીકરી કઈ લેવા નથી આવતી. પરંતુ પિતાની ખબર લેવા આવે છે. પપ્પાની શારીરિક આર્થિક સ્થિતિ જોવા આવે છે. કઈ વાંધો તો નથી ને ? આમ અવારનવાર આવી પપ્પાની સ્થિતિ જોઈ ઘરના સભ્યોને સુચના પણ દેતી હોય કે મમ્મી તું પપ્પાને હવે આદુવાળી ચા આપજે કફ રહે છે માટે એ ભાભી તમે પપ્પાને નહાવા માટે જરા માફકસરનું પાણી ગરમ આપજે. ભઈલા તું પપ્પાની ખબર રાખજે હું તો અહિયાં નથી તારા વિશ્વાસે જાઉં છું. જો જે એમની કોઈ વાતની ચિંતા ના કરાવતો આમ પિતાની વૃધ્દ્ધાવસ્થામાં દીકરીના અવાજમાં માતૃત્વ નો રણકો સંભળાય છે અને ક્યારેક લાકડીના ટેકે ધીમા પગલે ચાલતા પપ્પાને જોવે છે ત્યારે ધ્રાસકો અનુભવે છે કે પપ્પા પાસે નહિ હોઉં અને પપ્પાની તબિયત વધારે બગડશે તો… આમ દિવસના હજાર કામ વચ્ચે પણ દીકરી પોતાના પિયરનો પપ્પાનો વિચાર કરે છે. દીકરીની આંખમાં સદાય પ્રેમાળ પિતાનો ચહેરો ચમકતો હોય છે બાળપણના દિવસોના આહ. અમે નાના હતા પપ્પાને પહેલી તારીખે ટૂંકો પગાર આવતો સાંજે પ્રસાદ થતો પ્રસાદ થોડો થોડો હાથમાં આવતો પણ અમે ધરી જતા સાંજે વાળું નહોતા કરતા. પપ્પાએ અમોને ક્યારેય ઓછું નથી આવવા દીધું. દીકરીને બાળપણમાં તમે જેટલી લાડ લડાવો છો તેટલા જ લાડ તમને વૃદ્ધાવસ્થામાં લડાવશે. દીકરી બાપને લાડ લડાવે છે એના ઘડપણમાં કોઈવાર પતિદેવ એમ કહે છે કે ચલ તારા પપ્પાને ફોન કરી ખબર અંતર પૂછીએ તો તો પત્ની રાજી રાજી થઇ જાય છે – પતિમાં એને પરમેશ્વર દેખાય છે.
છેલ્લે ઈશ્વરને પ્રાર્થના કે કોઈપણ દીકરીને એના પિતાથી એટલી બધી દુર ન મોકલતા કે કોઈ શિયાળાની કાતિલ ઠંડી હોય ચોમાસાની મેઘલી રાત હોય અને પપ્પાના છેલ્લા શ્વાસ હોય તો દીકરી પોતાના હાથનું ચમચી પાણી પણ ન પીવડાવી શકે. છેલ્લે પિતા પણ કહેતા હોય કે મારી દીકરી ને તેડાવી લો મારે એનું મોઢું જોવું છે છેલ્લી વખત . ખરેખર જેઓ આ પૃથ્વી ઉપર દીકરીના માં-બાપ છે તેઓ ઈશ્વરની વધુ નજીક છે.
આ પિતા-પુત્રીના પ્રેમને મારા લાખ લાખ સલામ….
લેખક : અજ્ઞાત (કોઈને જાણ હોય તો જણાવવા વિનંતી)
ભરેલા ભીંડા
Sunday, September 25, 2011
સામગ્રી : 200 ગ્રામ નાના ભીંડા, 1/4 ખમણેલું ફ્રેશ નારીયેલ, 2-1/2 ચમચા બારીક -કાપેલી કોથમીર, 2 ચમચા ધાણાજીરુ પાવડર, 1 ચમચી ખાંડ,1 ચમચી લાલ મરચું, 1/2 ચમચી આમચુર પાવડર કે લીંબુનો રસ, ચપટી હિંગ, 1 ચમચો તેલ, મીઠું સ્વાદ પ્રમાણે.
રીત : ભીંડાને ધોઇ લુછીને કોરા કરો. પછી તેની ઉપર ચપ્પુથી ઉભો કાપો કરો. બઘી સામગ્રીને સારી રીતે મિક્સ કરી ભીંડામાં ભરો. બધા ભરેલા ભીંડાને સાધારણ ઉંડી ડીશમાં ગોઠવી ઉપર તેલ અને 1 ચમચો પાણી છાંટો. માઇક્રોવેવને ઓન કરી 4 થી 5 મિનિટ થવા દો.
વેજિટેબલ મખ્ખનવાલા
સામગ્રી : 50 ગ્રામ ફણસી, 50 ગ્રામ ફ્લાવર, 50 ગ્રામ ગાજર, 1/2 કપ લીલા વટાણા, 1 કપ કાપેલો કાંદો, 1/2 કપ ફ્રેશ ક્રીમ, 1 ચમચો સાદો લોટ ( મેંદો ), 1/2 કપ દૂધ, 2 ચમચા કેચઅપ, 1 ચમચો બટર, 1/2 ચમચી લાલ મરચું, મીઠું સ્વાદ પ્રમાણે.
રીત : ફણસી અને ગાજરને લાંબા કાપો. ફ્લાવરના મોટા ટુકડા કરો. એક સાધારણ ઉંડી ડીશમાં ફણસી, ગાજર, ફ્લાવર અને વટાણા રાખી 5 થી 6 ચમચા પાણી છાંટી 5 મિનિટ માટે માઇક્રોવેવ ઓન કરો. એક કાચના બાઉલમાં બટર મૂકો અને 15 સેકંડ માટે માઇક્રોવેવમાં ગરમ કરો. તેમા બારીક કરેલા કાંદા નાખી 1-1/2 મિનિટ માટે માઇક્રોવેવ ઓન કરી હલકા ગુલાબી થવા દો. ક્રીમ, મેંદો, દૂધ અને ટમેટો કેચઅપને મિક્સ કરી કાંદા ભેળવો. તેમા શાકભાજી, લાલ મરચું અને મીઠું નાખી. માઇક્રોવેવને 3 મિનિટ માટે ઓન કરી ગરમ ગરમ પીરસો.
શિંગોળાની ખાંડવી
સામગ્રી : 400 ગ્રામ શિંગોળાનો લોટ, ત્રણ વાટકી છાશ, દોઢ વાટકી કોપરાનું ખમણ, મીઠું પ્રમાણસર, રાઇ 1 ચમચી, હિંગ ચપટી, વાટેલા આદુ મરચા 1 ચમચી, જીરુ 1 ચમચી, 1 ઝુડી કોથમીર.
રીત : એક જાડા તપેલામાં શિંગોળાનો લોટ લેવો. તેમા છાશ અને મીઠું નાખીને ખીરુ બનાવીને તેને ગરમ કરવા મુકવું. ખીરાને સતત હલાવતા રહેવું. લોટ બફાઇ જાય અને લચકા પડતો થાય તથા તપેલાની કીનારી છોડે ત્યારે તેમાં આદુ મરચા નાખવા, પછી તેને પાટલા ઉપર કે થાળીમાં તેલ લગાવીને સપાટ પાથરી દેવું પછી કાપા પાડીને તેના રોલ બનાવી લેવા. ત્યારબાદ કડાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરા અને લીમડાનો વઘાર કરીને ખાંડવી ઉપર રેડવું. પછી તેના પર સમારેલી કોથમીર તથા કોપરાનું ખમણ ભભરાવવું. ગરમા-ગરમ પીરસવી.
તારા વિના શ્યામ
Monday, September 19, 2011
તારા વિના શ્યામ મને એકલડું લાગે.(૨)
શરદ પૂનમની રાતડી હો ...હો....
ચાંદની ખીલી છે ભરી ભાતની ,તું ન આવે તો શ્યામ ,,
રાસ ન જામે શ્યામ ,,રાસે રમવાને વે'લો આવ આવ આવ કાના .....
તારા વિના શ્યામ ........
ગરબે ઘૂમતી ગોપીયું હો..સુની છે આજ ગોકુલની શેરીઓ,
ગોકુલની ગલીઓમાં ,રાસે રમવાને વે'લો આવ આવ આવ કાના........
સંગ સંગ રંગ છે આનંદનો હો,,રંગ કેમ જાય તારા સંગનો
પાયલ ઝણકાર સુની ,રુદિયાનો સાદ સુની,,
તારા વિના શ્યામ.........
ભારતભરમાં આવેલ ગુજરાતી સમાજોની યાદી
Wednesday, September 7, 2011
1 | કોટા | શ્રી ગુજરાતી સમાજ ભવન ટ્રસ્ટ, કેનાલ રોડ, અણુવ્રત ભવન પાસે, ગુમાનપુરા, કોટા. ફોન નં. 20120 |
2 | જયપુર | શ્રી ગુજરાતી સમાજ, મહાવીર માર્ગ, સી સ્કીમ, જયપુર. ફોન નં. 363660, 371846 |
3 | જયપુર | (1) શ્રી ગુજરાતી સમાજ, ચાંદપોલ બજાર, જયપુર. ફોન નં. 373817 (2) શ્રી જયપુર ગુજરાતી સમાજ, સી સ્કીમ, મહાવીર માર્ગ, જય કલબની સામે. (3) જયપુર ગુજરાતી અતિથિ ગૃહ |
4 | અજમેર | સરદાર પટેલ અતિથિ ગૃહ, હાથી ભાટા, ગેંદાલાલ સ્ટ્રીટ, શ્રી ગુજરાતી મહામંડળ, અજમેર. ફોન નં. 22385, 21832 |
5 | જોધપુર | શ્રી ગુજરાતી સમાજ, પરમાર ભવન, વક્તાવરમલજીનો બાગ, જોધપુર. |
6 | ઉદયપુર | શ્રી ગુજરાતી સમાજ, અહમદાબાદ મેઇન રોડ, રેલ્વે સ્ટેશન પાસે, અપ્સરા સિનેમાની સામે, ઉદયપુર. ફોન નં. 25870, 83595 |
7 | આબુ રોડ | શ્રી ગુજરાતી સમાજ, સરદાર પટેલ કોલોની, અંબાજી રોડ, આબુ રોડ. ફોન નં. 2258 |
8 | ઉજ્જૈન | શ્રી ગુજરાતી સમાજ, અનંતિકાલય, તિલક માર્ગ, ઉજ્જૈન. |
9 | ભોપાલ | શ્રી ગુજરાતી સમાજ, આનંદ બિહાર સ્કુલની સામે, ટી.ટી. નગર, ભોપાલ. ફોન નં. 5581379 |
10 | ઇન્દોર | શ્રી ગુજરાતી સમાજ, મહારાણી રોડ, ઇન્દોર. ફોન નં. 37757 |
11 | ગ્વાલીયર | શ્રી ગુજરાતી સમાજ, મેન રોડ, ગ્વાલીયર. |
12 | નાગપુર | (1) શ્રી ગુજરાતી નવ સમાજ, શાહપુરા જૈન દેરાસરની પાસે, ઇતવારી, નાગપુર. (2) શ્રી ગુજરાતી સમાજ, 110, રામદાસ શેઠ, નાગપુર – 10 |
13 | મુંબઇ | શ્રી મુંબાલ ગુજરાતી સમાજ, એ-1 જીવનજોત, સેતલવાડ લાઇન, નેપીયન્સી રોડ, મુંબઇ |
14 | જલગાંવ | શ્રી ગુજરાતી સમાજ મિત્ર મંડળ, દાણા બજાર, પોલન પેઠે, જલગાંવ. ફોન નં. 23067, 22211 |
15 | ધુલિયા | શ્રી ગુજરાતી સમાજ, ગ્રીન પાર્ક સ્ટેશનની સામે, ધુલિયા. ફોન નં. 20214, 20119 |
16 | પૂના | શ્રી ગુજરાતી સમાજ, 874, રવિવાર પેઠ, પૂના. |
17 | આકોલા | શ્રી આકોલા ગુજરાતી સમાજ, જી.પી.ઓ. પાછળ, મેઇન રોડ, આકોલા. |
18 | માથેરાન | શ્રી માણિકલાલ ટેરેસ, હોટેલ રૂબી, માથેરાન (ગુજરાતી સંચાલન) |
19 | નાસિક | શ્રી ગુજરાતી સમાજ, પંચવટી એજ્યુકેશન સોસાયટી, નાસિક. |
20 | હૈદ્રાબાદ | શ્રી ગુજરાતી પ્રગતિ સમાજ, ગિરિરાજ ભવન, સુલતાન બજાર, રોયલ સિનેમા પાસે, બેન્ક સ્ટ્રીટ, હૈદ્રાબાદ. ફોન નં. 557566 |
21 | બેંગલોર | શ્રી ગુજરાતી મિત્ર મંડળ, જે.જે. ચોકસી, દેના બેન્ક કેમ્પ, ગોવાડા રોડ, બેંગલોર. |
22 | ભોપાલ | શ્રી ભોપાલ ગુજરાતી સમાજ, મેઇન રોડ, ભોપાલ. |
23 | ચેન્નઇ (મદ્રાસ) | શ્રી ગુજરાતી મંડળ, 116-બ્રોડ-વે સાયકલ બજાર, ગુણવંતી ભવન, પ્રકાશન રોડ, ચેન્નઇ. |
24 | સિકન્દ્રાબાદ | શ્રી ગુજરાતી સેવા મંડળ, 1141, રાષ્ટ્રપતિ રોડ, જી-2, સિકન્દ્રાબાદ. ફોન નં. 81576, 821547 |
25 | વિશાખાપટ્ટમ | શ્રી વિશ્રામ પર્વત, 8-1-7, બાલાજીનગર, વિશાખાપટ્ટમ |
26 | અમૃતસર | શ્રી ગુજરાતી સમાજ મિત્ર મંડળ, અમૃતસર. |
27 | ચંદીગઢ | શ્રી ગુજરાતી સમાજ, 41/18, સેક્ટર-એ, ચંદીગઢ. |
28 | આગ્રા | શ્રી ગુજરાતી સમાજ, કચહટી ઘાટ, બેલનગંજ, આગ્રા. ફોન નં. 3656121 |
29 | અલ્હાબાદ | શ્રી ગુજરાતી સમાજ પ્રયાગ અતિથિ ગૃહ, મુઠી ગંજ, કરધર રોડ, ગૌતમ સિનેમા પાસે અલ્હાબાદ. ફોન નં. 607140, 607117. |
30 | હરિદ્વાર | (1) શ્રી હરિદ્વાર ગુજરાતી ધર્મશાળા ટ્રસ્ટ, રા.બ. જેસારામ રોડ, સ્ટેશનની પાસે, હરિદ્વાર. ફોન નં. 427153 (2) નાનજી કાળીદાસ ગુજરાતી ભવન, નિરંજન ચાવડા રોડ, ગંગા કિનારે. |
31 | કાનપુર | શ્રી ગુજરાતી સમાજ, 27/54, કેનાલ રોડ, પુરાણી દાલ બજાર, નવાગંજ, ચાર રસ્તા, કાનપુર. ફોન નં. 312496, 369493. |
32 | મથુરા | રાધેશ્યામ આશ્રમ (ગુજરાતી સમાજ), બંગાલી ઘાટ, મથુરા. |
33 | વારાણસી | (1) રોબેકો હાઉસ, શેખ સલીમ ફાટક, ખાન હરિબા ખુરાના, વારાણસી, ફોન નં. 63001, 52005. (2) સી.કે. 14/5, નંદબાબા સાહુ લેન, વારાણસી. |
34 | અયોધ્યા | શ્રી ગુજરાતી સમાજ, અયોધ્યા. ફોન નં. 61675 |
35 | કર્ણાટક | બેંગલોર વૈણવ સમાજ (ગુજરાતી) ચેરીટેબલ ટ્રસ્ટ, 29, પ્રથમ મેન, સાગર સિનેમા પાસેની શેરીમાં, બેંગલોર. ફોન નં. 2261034 |
36 | દિલ્હી | (1) દિલ્હી ગુજરાતી સમાજ, 2 રાજ નિવાસ માર્ગ, સીવીલ લાઇન્સ, સરદાર વલ્લભભાઇ ભવન, દિલ્હી -6. (2) ગુજરાતી ભવન, અશોકા હોટલ પાસે, ચાણક્યપુરી, દિલ્હી. |
37 | રામેશ્વર | ગુજરાતી ભવન, 14/16 સન્નાથ સ્ટ્રીટ, મુખ્ય મંદિર સામે, રામેશ્વર -2 |