મેઘ ધનુષનાં બે રંગ માત્ર - તોયે જિંદગી મેઘધનુષી ભાગ :૩ બાબુ બાબી ની વાતો
Sunday, December 18, 2011
“પ્યાર કા પહલા ખત લિખને મેં વક્ત તો લગતા હૈ.
નયે પરિંદો કો ઉડને મેં વક્ત લગતા હૈ.
જીસ્મ કિ બાત નહિ થી, ઉનકે દિલ તક જાના થા.
લંબી દુરી તય કરને મેં વક્ત તો લગતા હૈ.”
સફેદ વીટ્રીફાઈડ ટાઈલ્સવાળી ગેલેરીમાં હિંચકામાં ઊંધી પડી હાથોથી જમીનને ઠેસ મારીને સિમોન હિંચકો હિન્ચાકાવતી હતી. મધુમાલતીનાં ફુલો જમીન પર વેરાયેલા હતાં.
છેલ્લા છેલ્લા સૂર્યનાં કિરણો ફુલોની સાથે જ જમીન પર પથરાયેલા હતાં. તેની સોનેરી આભા મધુમાલતીનાં ફુલોને પણ બનાવી રહી હતી. તેની સુગંધ સિમોનનાં ઘેરાયેલા મનને વધુ ઘેરી બનાવી રહી હતી.
સીમોને એક ફુલ લઇ તેણે આંગળીમાં અંગુઠાથી ગોળ ફેરવ્યું, પછી સૂંઘ્યું, તેની આંખો બંધ થઇ ગઈ. તેણે વિચાર્યું, “યે પ્યાર ભી નાં....”
જગજીતસીંગનો અવાજ જાદુની જેમ વાતાવરણમાં ફેલાતો હતો. તેના અવાજની તાકાત એવી હતી કે વાતાવરણ આપોઆપ આલ્હાદક બની જતું.
સિમોન બંધ આંખોમાં રામને યાદ કરતી હતી. એવું તે શું હતું કે તે બે મીનીટથી વધુ રામને ભૂલી શક્તિ ન હતી.
તેણે વિચાર્યું, રામના જીવનમાં પ્રવેશ પછી શું પરિવર્તન આવ્યું? અને તે મલકી........
નાની હતી ત્યારે વાવાઝોડું, દરિયો, પ્લેન, વિકરાળ પ્રાણીઓ બધાથી ડરતી. જરૂરથી વધુ અવાજ તે ક્યારેય સહન કરી શક્તિ નહી. તે બહુ ઋજુ હતી, આ ઋજુતા તેણે હંમેશા સતાવતી. લોકોની સાથે તે બહુ હળીમળી શકતી નહી. તે ભલીને ભણવાનું ભલું.
પરંતુ નોકરી શરુ કર્યા તુરંત રામ સાથે પરિચયમાં તેણે રામનો સહવાસ, પોતાના સ્ટડી રૂમ જેટલો જ સાંત્વના આપતો લાગતો, હુંફાળો લાગતો, મોકળાશ વાળો લાગતો. દુનિયાની ભીડભાડમાં રામનું સાનિધ્ય તેને અજબ શાંતિ આપતું હતું તેનો લોકો પર અને કામ પર આત્મવિશ્વાસ વધવા લાગ્યો. તેણે લાગ્યું કે દુનિયાનો મુકાબલો કરી શકશે.
વિચારમાં જ તે હિંચકા પર સીધી થઇ અને પછી બંને પગ જમીન પર મૂકી ઊભી થઇ. તેનો સુંદર સફેદ ભરતભરેલો દુપટો હીંચકાનાં સળીયામાં જ ફસાયેલો હતો, તે ચોંકી ગઈ અને તે રામ સામે જોતી હોય તેમ હસીને દુપટો હાથમાં લીધો.
ગેલેરીની પાસે ઊભીને તે અસ્ત થતા સૂરજને જોઈ રહી હતી. જાણે સૂર્ય દ્વારા રામ સાથે અનુસંધાન સાધતી હતી. તેણે નીચે દુકાનો – માર્કેટમાં અવાજો સાંભળ્યા.. તે જાણે જમીન ઉપર આવી ગઈ.
માર્કેટમાં કેટલીય દુકાનો છે, કોઈ દુકાન શું “ પ્યારની દુકાન” જોઈ શકે? કે જ્યાં જઈને કહેવાય ‘૨૫૦ ગ્રામ’ પ્યાર આપો ને!!!!!!!!!!!
“હમ મજબુર હૈ સ્વતંત્ર હોને કો! આ કહ્યું છે સાત્ર એ, કંડેમ્ડ ટુ બી ફ્રી !
કારણ ઓશોનાં મત મુજબ આપણે પરતંત્ર થઇ શકીએ તેટલા સ્વાભાવિક નથી કે શક્તિશાળી નથી. આથી જ સ્વતંત્રતા જ માણસ માત્ર ને જોઈએ છે.
માત્ર ને માત્ર પ્રેમ જ એવી પરિસ્થિતિ છે જેમાં માણસ સ્વઇચ્છાથી બીજા નાં પ્રેમમાં પરતંત્ર થઇ જાય છે.....
પોતાની જિંદગી દાવ પર લગાડી દે છે. પોતાનું હૃદય તૂટી જાય ત્યાં સુધી તે તેને બીજાની લાગણીઓથી ટીંપાવા દે છે.
સિમોન ફરી બોલે છે, ‘ઉફ ..... યે રામ ભી નાં.....’ તે પોતાની લાઈટ બ્રાઉન આંખો સુરજની આંખો માં પરોવે છે. તેણે ખ્યાલ નાં હતો કે પ્રેમની આભા તેના ચહેરાને ચમકાવી રહી હતી જે સૂરજ ને ઝાંખો પાડે તેવી હતી.
તેને યાદ આવ્યું કે હજી બે વર્ષ પહેલાં તો તેણે રામને કહ્યું હતું “મુઝે આપસે પ્યાર હૈ”
રામ અને સિમોન અનાયાસે બજારમાં ભેગા થઇ ગયાં હતાં અને એક બીજાને જોઈ જાણે લોટરી લાગી હોય તેમ ખુશ થયા હતાં. શેરડીનો રસ પીતાં પીતાં જ સીમોને અચાનક જ રામને કહ્યું હતું “મુઝે આપસે પ્યાર હૈ”
રામ શેરડીનો રસ ગળે ઉતારી શક્યો નાં હતો પણ તેણે આંખોથી જ સુંદર સ્મિત આપ્યું જેમ કે સુંદર વાક્યનું પૂર્ણવિરામ! સ્વિકાર !!
આમ શું પ્રેમમાં પડવું ને વળી સ્વિકારવું શું સરળ હોતું હશે? કેવી વ્યક્તિ નિખાલસતાથી ‘I love you’ કહે? જો કહે તો તે કહેવા માટે ખરેખર તો માત્ર હૃદયની જ જરૂર હોતી હશે. જે કહેવા માટે દિવસોની રાહ જોવે તેને ‘I love you’ કહેવામાં મગજની જરૂર હોતી હશે.શરીરમાં જે સરળતાથી લોહી ફરતું હોય તેમ જ તે શબ્દ સરળતાથી સ્ફૂરે તે જ સાચું ‘I love you’. ને સામેનાં પાત્ર ને તે ખબર જ હોય તો ....ishhh.... ક્યા કહેના!!
જે વ્યક્તિ સૌથી પહેલાં ‘I love you’ કહે તે પ્રેમાળ હૃદય, પ્રેમાળ પળ, પ્રેમાળ સૃષ્ટિની માલિક હોય છે તે નક્કી. આ સિમોનને જ જોઈ લો.
ચાલો હવે રામ ને મળીએ ....
રામ પાણીમાં કાંકરી નાખતો હતો. બેધ્યાન પણે કાંકરી પાણી માં નાખવી, તેનું આવું આરામથી પાળી પર બેસવું- તે પણ સાંજના સમયે!!!! સાવ જ અન યુઝવલ હતું, તે ક્યારેય આવો નિર્લેપ – નિશ્ચિંત બન્યો ન હતો. આજે તે અચાનક જ એકલો હતો. ઘેર બધા લગ્નમાં ગયાં હતાં ને સિમોન પણ બહારગામ.
નાનકડા તળાવનો સરસમજાનો ઘાટ અને ચારે તરફ વ્રુક્ષો,અને તળાવમાં જવાના પગથીયા પણ એકદમ વ્યવસ્થિત હતાં. બધું જ સુંદર અને મનભાવન હરિયાળું હતું. ને આકાશ તો જાણે રામ માટે જ આથમ્યા પહેલા જ ગુલાબી અને કેસરી બન્યું હતું. તે પણ અદ્દશ્ય રીતે રામને કંપની આપતું હતું.દૂર થોડા સફેદ ગુલાબી કમળો પણ ઉગ્યા હતાં.
રામને યાદ આવ્યું કે સિમોન કદાચ આ ક્ષિતિજ જેટલી જ દૂર છે અને તો પણ તેની હાજરી તેના જીવનમાં આકાશ જેટલું જ સાતત્ય ધરાવે છે.
વળી તેણે યાદ આવ્યું કે, પહેલાં પહેલાં તો સિમોન તેને વ્યવહારિક વાતો પુછવા, બસના ટાઈમિંગ, એટીએમ એડ્રેસ કે ટેક્સી ડ્રાયવરનાં નંબર માટે ફોન કર્યા કરતી. રામને થતું કે સિમોન ને તેની વાતો સાંભળવી ગમે છે.
પરંતુ જયારે તેને એમ લાગ્યું કે બંનેને એકબીજા સાથે વાતો કર્યા વિના નથી ચાલતું ત્યારે તે બંને બીજા લોકોની હાજરીમાં ઓછી વાતો કરતાં થઇ ગયાં હતાં.
ક્રમશ:
આભાર સહ સબરસગુજરાતી
www.sabrasgujarati.com
બાળ સબરસ
Saturday, December 17, 2011
મોજ
Thursday, December 8, 2011
કોઈ પીએ કોઈ ચાખે જેવી જેની મોજ
નિશદિન માણે સૂરજ સાખે જેવી જેની મોજ
બાબા આ તો મોજની વસતી મનમોજીનો વાસ
બોલે કે મૂંગાવ્રત રાખે – જેવી જેની મોજ
સર્વ પ્રકારે મુક્ત અહીંયાં રંગબેરંગી ફૂલ
ઝૂલે ફાવે તેવી શાખે જેવી જેની મોજ
કોઈ પહેરે કંથા શણની કોઈ મોંઘીદાટ
કોઈ ઢાંકી કાયા રાખે જેવી જેની મોજ
કોઈને મોઢે આંક એમના હર્ષ તણો નહી પાર
કોઈ પ્રસન્ન એકાદ પલાખે જેવી જેની મોજ
કોઈ જીવે મરતાં મરતાં કોઈ મરવા વાંકે
કોઈ જીવનનું નાહી નાખે જેવી જેની મોજ
લોકો ભાખે સારું ‘ઘાયલ’ એવો આગ્રહ શાને?
હીણામાં હીણું પણ ભાખે જેવી જેની મોજ
-અમૃત ઘાયલ
મોત
એવી જ છે ઈચ્છા, તો મેં આ ઘૂંટ ભર્યો, લે!
છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે!
લઇ પાંખમહી એને ઉગારી લે, પવનથી,
સળગે છે હજી દીપ, નથી સાવ ઠર્યો, લે!
મરવાની અણી પાર છું છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો, આ પડખું ફર્યો, લે!
સાચે જ તમાચાઓથી ટેવાઈ ગયો છું,
અજમાવવો છે હાથ? તો આ ગાલ ધર્યો, લે!
કેમે ય કરી ડૂબ્યો નહી જીવ અમારો,
ડૂબ્યો તો ફરી થઇ અને પરપોટો તર્યો, લે!
તક, આવા નિમજજનની પછીથી તો, મળે ક્યાં?
આ આંખ કરી બંધ – અતિ ઊંડે સર્યો, લે!
‘ઘાયલ’ને . પ્રભુ જાણે, ગયું કોણ ઉગારી!
મૃત્યુ ય ગયું સુંઘી , પરંતુ ન મર્યો, લે!
સમય – જાગૃતિ કુબાવત
Monday, December 5, 2011
શું હતું શું રહ્યું બધું લુંટાઈ ગયું,
દિલના ઊંડાણે હેત હતું તે પણ ગયું,
મનમાં હતું કે મળશું તે સરનામું ગયું,
દિલની વાત સાંભળનાર હવે કોણ રહ્યું.
સમયની એક થપાટે બધું વેરવિખેર થયું,
આશિયાના મારું હતું હવે ખંડેર થયું,
ઘા પ્રેમનો વસમો થયો સુખ બધું ગયું,
હેં, પ્રિતમ વેર વારી તે તારું ભલું કર્યું,
છતાંય તને ઝંખુ છું ભલે મારું સઘળું ગયું,
હજુ મળશે કદી પરમેશ્વર તને માંગવાનું મન થયું.
હૈયા ના હેત – જાગૃતિ કુબાવત
અમીભર્યા પ્યાલા પીવાય નહી,
દુ:ખ તારી જુદાઈનું હવે જીરવાય નહી,
ભલે જળ મળે અમૃત લેવાય નહી,
રહે પાસ જુદાઈ હવે સહેવાય નહી.
એક બે ચાર તારા ગણું આકાશમાં,
મારા ચાંદ વિના હવે સુવાય નહી,
પ્રીત કીધી છે પ્રીતમ હવે ભવોભવની,
એ ખુશનુમાં સાંજ હવે કદી ભુલાય નહી.
તને હવે કોન પોકાર પાડે સાજન
આંખમાંથી આંસુ હવે સુકાય નહી,
કેવા કોલ દીધા તે છે ઉમંગના
હેત પ્રીતની હવે આ નાજુક ઘડી ભુલાય નહી.
માળી ચમન ઉજાડે ત્યારે એ ઝખ્મ જીરવાય નહી,
લાગે કારમો ઘા આ દિલમાં કદી ભુલાય નહી,
ભલે ભૂલી ગયાં આપ મને આત્મા મારો માનતો નથી,
જ્યાં ભાગ્ય મારું રૂઠ્યું દોષ તમને દેવાય નહી.
ઝંખના – મનુભાઈ કુબાવત
આપની શરબતી આંખોના છલકાય જામ,
પીવા છે પ્રેમથી આપે શું રાખ્યા છે નામ.
શાંત સાગરના ઉછળતા છે નીર,
આપની નાજરૂના લાગે અમોને તીર.
વીરહની અજંપામાં ભરી અંધારી રાત,
ધીરજ હવે ખૂટી છે ક્યારે કરશો વાત.
હિમંત નથી રસ્તો રોકવાની,
કૃપા કરો મગરૂરી આપ મુકવાની.
છે ઝંખના આ જીગરને આપની,
આપો મુલાકાત મહેરબાની આપની
સહી નથી – જલન માતરી
મઝહબની એટલે તો ઈમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી.
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી,
ત્યાં સ્વર્ગ નાં મળે તો મુશીબતના પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
ડુબાડી દઈ શકું છુ ગળાડૂબ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
ક્યાં બાંધી જનાર છું? – જલન માતરી
તકદીરનો છું માર્યો, સમયનો શિકાર છું,
અડધો ચમનમાં અડધો ચમનની બહાર છું.
જન્નતની ના બગાડ મજા જગમાં ઓ ખુદા,
એનો તો કર વિચાર કે ત્યાં આવનાર છું!
દુનિયામાં અન્ય જેમ તને પણ ખીતાબતે,
કે’વાની શી જરૂર કે પરવરદિગાર છું?
ભાગે છે એ રીતે મને નીરખીને ઝાંઝવાં,
જાણે કે એને પકડીને હું પી જનાર છું.
એ પણ હતો સમય, હતાં મુજ પર દુઃખો સવાર,
આ પણ સમય છે, પોતે દુઃખો પર સવાર છું.
થોડુંક ધન કુબેરો મને પણ મળે તો ઠીક,
હું પણ તમારી જેમ ક્યાં બાંધી જનાર છું?
કંપી રહ્યું છે કેમ દુઃખોનું જગત ‘જલન’?
હમણાં હું તકલીફોની ક્યાં સામે થનાર છું?
બાબુ - બાબી ની વાતો
Monday, October 3, 2011
આગળનું પ્રકરણ વાંચવા પ્રકરણ ૧ પર કલિક કરો. અહિયા બીજું પ્રકરણ રજુ કરી રહ્યા છીએ.
મેઘધનુષનાં બે રંગ માત્ર – તો યે જીંદગી મેઘધનુષી
પ્રકરણ- ૨
રામ એક ઊંચો ને પડછંદ એથલેટિક બોડી ધરાવતો હતો. રીમલેસ બ્લેક ફ્રેમ, સોનેરી વાંકડિયા વાળ અને તેમાં ઉંમર મુજબનાં ગ્રે હેરની છાંટ હતી. રોજનાં યોગાભ્યાસ અને ટેનીસ પ્રેક્ટીસને કારણે તેની બોડી લેંગ્વેજ બહુ જ વેલ કંટ્રોલ્ડ હતી. એક અજબ કિસમનો ‘ઠહેરાવ’ તેનાં લહેજામાં હતો. જે ઉંમર વધવાથી આવતી હતી નથી, તેવી આત્મસાત ‘ડીસીપ્લીન’ હતી. સેલ્ફ ડીસીપ્લીન કદાચ દેખાડાની કક્ષામાં મૂકી શકાય, પરંતુ જેમાં સમગ્ર જીવન, વર્તણુંક, હાવભાવ, ભાષાને તમે એક સમાંતર લાઈનમાં મૂકી શકો તેને ‘આત્મસાત શિસ્ત’ જ કહેવું પડે. તેથી તે ૫૩-૫૪ વર્ષની ઉંમરે તે ગજબ આકર્ષક લગતા હતાં. વાળની સફેદ છાંટ ને કારણેજ તેની ઉંમરનો અંદાજ કોઈ કાઢી શકે.
૯૦% વ્યક્તિત્વ તેની આંખમાં જ સમાઈ જતું હતું. જાણે તે પોતાનું વ્યક્તિત્વ, મિજાજ, વિચારો ને માંગણી દર્શાવવાનું કામ તો આંખ પાસેથી જ લેતા. કદાચ આંખોની કોઈ ભાષા હોય તો કેવી હોય? દુનિયાની બધી ભાષા ભેગી થાય તો પણ આંખોની ભાષા બોલી શકે નહિ.
તમે કોઈપણ વ્યક્તિને (ગમતી કે નગમતી પણ) તમારી આંખમાં માત્ર ૧૦, અરે, પાંચ જ મીનીટ એકટીશે જોવાનું કહો, તેની દરેક સારી નરસી હરકતો અભિવ્યક્ત થઇ જશે. કારણ એ જ કે પોતાની જાતને વ્યક્તિ પાંચ મીનીટ પણ આંખોમાં છુપાવી શકતો નથી.
રામ તમને તમારી જાત તમને સાચવીને – સાચી બતાવીને આપે તેવું વ્યક્તિત્વ ધરાવતા હતાં.
આ વાત તમે વયને, જાતિ, જ્ઞાતિની રીતે વાંચવાની ભૂલ ન કરતાં નહીતર તમે તમારાં હ્રદયને ક્યારેય સમજી નહિ શકો. જયારે તમે તમારાં હૃદયને જ ન જાણી શકો તો તમે બીજા ના હૃદયને શું જાણી શકો? આથી, just read eyes! આંખોની ભાષા જાનો. પછી દુનિયા ના પુસ્તકો વાંચવાની જરૂર નહિ પડે.
હા! તો ફરી રામ તરફ નજર દોડાવો....
તેણે ત્રાસી આંખે બાજુ માં બેઠેલી યુવતીને જોઈ. તે જોઈ જ રહ્યો હતો. તેનું નોર્મલ ડ્રેસિંગ હતું. આજકાલનાં જનરેશન જેવું જ, જીન્સ ને કુર્તી, તેની કેરીબેગ પણ રંગબેરંગી હતી, તેમાં ટાંગેલું ટેડીબીયર નું ઘુઘરીવાળું કીચેન, અને તેનો ટ્રેડમાર્ક – આઈ-પોડ ! આઈ-પોડ ના ઈયર પ્લગમાં તે મ્યુઝીક સાંભળવામાં મસ્ત હતી. જાણે તે બસમાં હતી જ નહિ. આવા સાથીઓ અપડાઉનમાં રોજ આવતાં જ હોય છે. પણ, અનાયાસ, જાણે ગરમીની મોસમમાં જુઈની વેલ નીચે આવી ગયા હોય કે પછી ઓચિંતું વરસાદી ઝાપટું પડી ગયું હોય તેવું કેમ રામને લાગતું હતું!?
બુકમાં આજે મન પ્રથમ વખત વળ્યું નહીં તેવું પ્રથમ વખત બન્યું. જાણે અજાણે તેને એમ લાગતું હતું કે કોણ છે આ, જે તેણે કોઈ જ કારણ વીના, તેનું ધ્યાનભંગ કરી રહ્યું રહ્યું છે. એવી કોઈ જ જોડતી કડી ન હતી છતાં કઈ કડી તેને જોડી રહી હતી?
તેની નજરને સીમોને પકડી લીધી, ને આંખોથી જ પુછ્યું, શું? તે તેના મ્યુઝીકમાં એટલી તલ્લીન હતી કે જાણે તેને શબ્દો માટે ટાઈમ ન હતો. તેણે બે ઈયર પ્લગમાંથી ૧ પ્લગ રામના કાન માં બિલકુલ સહજતાથી ‘શેર’ કર્યું. રામને આવી કોઈ ટેવ હતી જ નહિ. પરંતુ તેણે અનુભવ્યું કે જાણે તે સીમોનથી કનેક્ટ થતો હતો!!! કાનમાંથી મગજમાં રાહત ફતેહ અલી ખાં નાં ગીત નો જાદુ છવાઈ રહ્યો હતો..... “મૈ જહાં રહું, કહી ભી રહું...... તેરી યાદ સાથ હૈ...
રામે આ ગીત માન્યું તે પણ એક નવાઈ હતી. એક અજબ શોખ તેણે હતો, ભજન લખવાનો. તે અલૌકિક મસ્તીમાં હોય ત્યારે ફિલોસોફીકલ ભજન લખતો. તેની તેણે ગયેલા અને કમ્પોઝ કરેલા ભજનની એક સીડી બજારમાં આવી હતી. આવી અનન્ય બે ધ્રુવની વ્યક્તિ એક ઈયર પ્લગના તાર સાથે જોડાઈ રહી હતી. આમાં ઈશ્વરનું શું પ્રયોજન હશે???
જયારે રામ, સીમોન સામે જોતો ભારે તરવરાટ ભરી, મસ્ત છતાં વ્યવહારિક, સીમોન ને પોતાની જીંદગીનો આનંદ લેતા જોતો ત્યારે તેણે થતું કે પોતાની જીંદગીમાં “આજ” ખુટતી કડી હતી. સીમોનની – પ્રવાહિતા!!! જીંદગીમાં સરળતાથી વહેવું!.
એક સહજ શિસ્ત જીવનશૈલીમાં તે કાયમ આગળ રહ્યો. ગૃહસ્થ જીવન પણ આશ્રમ ની જેમ ચલાવ્યું. બાળપણથી પ્રૌઢાવસ્થા સુધી સ્વશિસ્તમાં આદર્શ જીવન જીવ્યું. પરંતુ તેમાં આવી સહજ – સરળ પળો માણતાં તે ચૂકી ગયો. જે નિર્ભેળ – નિર્દોષ પળો હતી, આનંદ આપતી હતી, તે કદાચ તેના નિયમોના દાયરામાં આવતી ન હતી.
સીમોન મનસ્વી કે ચંચળ ન હતી, છતાં તે આકરી અપડાઉનની પળેપળ આનંદથી સિંચતી હતી. જેથી તેણે થોડા દિવસોના સહવાસમાં જ રામને ખડખડાટ હસતા શીખવાડી દીધું હતું.
રામે જયારે પોતાના ભજનો વિષે વાત કરી ત્યારે સીમોને તે આનંદથી સંભાળ્યા. તેને મન સંગીતની કોઈ સીમા જ ન હતી. ભજનોના શબ્દોનાં ગુઢાર્થો માટે સીમોને કહ્યું કે “જી બહલાને કે લીયે ખયાલ અચ્છા હૈ! પર જબ હમ જીંદગી કો બહુત કરેબ સે દેખ લેતે હૈ ફિર વો જીને કે બદતર બન જાતિ હૈ! જીતના કિસી ઇન્સાન કો યા જીવન કો નજદિક સે જાનો ઉતના હી સાફ નજર આને લગતા હૈ ઔર અપની અસલિયત દિખાતે હૈ, ઉસ સે અચ્છા હૈ કિ જીંદગી નાવ બહેતે જીવન પ્રવાહ મેં ચલાયે, સામને નહી.”
બીજે દિવસે તે ગોતીને, ગુજરાતી ભજન અને સુગમ સંગીત ની સીડીઓ લઇ આવી અને રામને ભેટ આપી.
આમ, બંનેનાં દિવસોમાં ઋતુઓ તો આવ્યા કરી પણ વસંત ઉગતી ગઈ.
બંનેની વાતોમાં ક્યારેય લડાઈ, ફરિયાદ કે ત્રીજી વ્યક્તિનું સ્થાન રહેતું નહી. તો પણ બંને જાહેરજીવનમાં ચર્ચા કરતાં જોવા મળ્યા નહી. માત્ર એસએમએસ કે નેટ ચેટિંગથી બંને પાસેને પાસે આવતાં ગયાં. બાકી ફોનથી વાતો કરી લેતા.
રામને સિમોનના એક જન્મદિવસ ઊપર યાદ આવ્યું કે તે બન્નેનાં સંબંધમાં હવે જુદા થવાનો કોઈ અવકાશ નથી. તો પણ તેણે સીમોન ને લગ્ન કરી લેવા સમજાવ્યું. કે જયારે કોઈ સંબંધ ને નામ ન હોય તો તે અધૂરું જીવન ગણાય, પરંતુ સિમોનના કહેવા મુજબ , “કદાચ તે ભૂલથી મોડી જન્મી હશે, આવતાં જન્મે સાથે જન્મશું અને ત્યારે મળશું ને સંબંધ ને નામ આપીશું.” તેને કોઈ જ ફરિયાદ આ સંબંધ માટે ન હતી.
આ સંબંધ પ્લેટોનિક લવ કે સ્પીરીચ્યુઅલ લવ ગણવો કે કયો ગણવો તે ચર્ચા કરનારાઓ જ કહી શકે. બાકી જે ખરેખર પ્રેમમાં હોય તેમને કદાચ આવી ચર્ચાનો કે અંતે તારણ કાઢવાનો અવકાશ નહી હોય. પ્રેમ કદાચ વાચા વગરની લાગણી આપ્યા કરવાની નામ છે.
કદાચ લગ્ન એટલે જ કરવામાં આવે છે કે સમાજ એક સિસ્ટમ – આધારરૂપ- યોજનાથી બને. બાળકો – ઘર- પરિવાર બધું જ કાનૂની અને આવા કાનુન ને કારણે ઘણાં ઘર -ઘર અને ઘણાં ઘર –હોસ્ટેલ બની જાય છે એ અલગ વાત છે.
જ્યારે આવા સિસ્ટમ – આધારરૂપ- યોજના વિનાના સંબંધો બંધાય છે ત્યારે પહેલાં તેના પાયા જ ખોદી નાખવા લોકો તૈયાર હોય છે. પરંતુ તેથી જ રામે અને સીમોને નક્કી કર્યું હતું કે, ‘સમાજ’ જેને આપણા અસ્તિત્વથી કોઈ ફેર પડતો નથી, તે સમાજનું જ અસ્તિત્વ આપણે શું કામ સ્વીકારવું? બંને જુદા રહી દુ:ખી થશું તો પણ સમાજનું કશું જવાનું નથી, હા, કહેવાતો કાનુન જળવાઈ રહેશે, અને બંને હૃદયથી સાથે રહીશું તો કાનુન તૂટી જવાનો નથી કે સમાજ વ્યવસ્થા તૂટી જવાની નથી. આ કારણે બંને એ લોકોની નજરોથી દૂર રહેવાનો નિર્ણય કરી લીધો, પરંતુ પોતાની પ્રેમની મનોભાવના એકબીજા પર પુરેપુરી ન્યોછાવર કરવાનાં સહ-નિર્ણય સાથે જ.
જરા કહેશો? કોઈ વ્યક્તિ ક્યાં સુધી આત્મસન્માનના ભોગે આત્મસમર્પણ કરી દે કે આત્મા ન્યોછાવર કરે? કદાચ નિર્દોષતા, નિરંતર પ્રેમ કે સાહચર્યની ઉત્કટતા કોઈ ને જીવ ઉપર આવી ને પ્રેમ કરવા પ્રેરે છે.
આપણે કોઈનાં પણ પ્રેમને એક જરૂરીયાતમાં ખપાવી દઈએ છીએ અને તેણે ત્રાજવામાં લેખાજોખા કરીએ છીએ. શું તમે કોઈને પણ ‘I love you’ કહી દો છો? કદાચ રમત માં પણ? નહી નાં? નહી જ કહી શકો. કહી દો પછી તેમાંથી નીકળતા દમ નીકળી જતો હશે. માત્ર એક વખત પ્રયત્ન કરી જુઓ. જો ખોટું કહેશો તો જીવનભર આત્મા તમને ડંખતો રહશે.
આમ, રામને કોઇજ સ્થાયી જીવનમાં જરૂરિયાત ન હતી, કે તે સિમોનના પ્રેમ ને અપનાવે. પરંતુ ઘણીવાર અનાયાસ ઘટનાઓ બનતી હોય છે. જે પ્લાનીંગની ઘટના કરતાં વધુ સુખ આપનાર બંને છે. જેણે આપણે નિયતી કે લેણાદેણી ગણીએ છીએ.
Babie
દીકરી સદાય દીકરી જ રહે છે
Wednesday, September 28, 2011
દીકરી સદાય દીકરી જ રહે છે
દીકરી નાની હોય કે મોટી હોય કે.જી. માં ભણતી હોય કે કોલેજમાં કુમારિકા હોય કે કન્યા, દીકરી સદાય દીકરી જ રહે છે.
માં-બાપ માટે બાળપણમાં બિન્દાસ દીકરી – ભલે બાપ સામું ચબચબ બોલતી હોય, માનું મન રાખતી ન હોય, ભાઈને ભાળ્યો મૂકતી ન હોય, બહેનો હારે બથોબથ આવતી હોય અને શેરીમાં સીપરા ઉડાડતી હોય. પરંતુ જયારે યુવાન થાય ત્યારે તરત જ ગંભીરતા ધારણ કરી લે છે. લગ્ન વખતે પીઠી ચોળી આમતેમ સહેલી સાથે મહાલતી આનંદ માનતી હોય. હજી જાન પરણવા આવવાને થોડી વાર છે પરંતુ જયારે ગામમાં કે શેરી માં જાન આવે છે ત્યારે નાના ટાબરિયા આનંદમાં આવી જઇ બુમો પાડે કે એ… જાન આવી ગઈ જાન આવી ગઈ. આ શબ્દો જયારે પીઠી ચોળેલ કન્યાના કાને પડે છે ત્યારે તમામ સહેલીનો સંગાથ આનંદ એક બાજુ મેલીને ઘરમાં જ્યાં ગણેશ બેસાડ્યા છે (ગણેશ સ્થાપન) ત્યાં આગળ બેસી જાય છે. હવે મારે આ ઘર આ માંડવો છોડવાનો સમય આવી ગયો મારા પિતાની છત્રછાયા જેવો આ વહાલનો વડલો છોડી ને આજે પારકા પોતાના કરવા જવાનો સમય થઇ ગયો. જે ઘર માં રમતી હતી ઢીંગલીથી તે સમય ક્યારે પસાર થઇ ગયો ? આમ જાન પરણીને પોતાને ગામ જાય છે. દીકરી પિયરીયાના છેલ્લા ઝાડવા જોઈ લે છે.
માં-બાપ, ભાઈ-બહેન, સહેલી, કુટુંબ-પરિવાર મૂકીને સાસરે જાય છે, આ ત્યાગ છે. કોઈ સાધુ સંતો નો ત્યાગ આની પાસે કઈ નથી. આ ત્યાગ ને મારા સો સો સલામ…. પિયરીયાના તમામ સંભારણાને પોતાના હ્રિદય માં એક ખૂણા માં ધરબી દે છે. સાસરિયાવાળા કે ગામવાળા પૂછે કે વહુ કરિયાવરમાં શું લાવ્યા ? કન્યાની લાગણીયોનો અહિયાં કોઈ વિચાર જ નથી કરતુ. હકીકતમાં સાસરિયામાં આવતી દીકરી બાપને ઘરેથી શું શું લાવી એના કરતા કેટલું બધું મૂકીને આવી છે માં-બાપ ઘરબાર પરિવાર ગામ આ બધું મૂકી ને આવી છે. આ વસ્તુ નો જયારે સમાજ વિચાર કરશે ત્યારે જ તેના સંસારમાંથી સુગંધ આવશે અને નવી વહુનું સાસરિયામાં આવવું અને નવા બાળકનો જન્મ થવા જેવું છે. બાળક જ્યાં સુધી માના ઉદરમાં હતું એને કોઈ કષ્ટ ન હતું. ખોરાક, હવા, પાણી વગેરે માં દ્વારા જ મળતું. કોઈ અવાજ ઘોઘાટ નહિ. પૂર્ણ શાંતિ હતી એને માના ઉદરમાં પરંતુ જયારે નવ મહિના બાદ એને બહાર આવવાનું થાય ત્યારે કષ્ટ થાય છે હવે એને ખોરાક, હવા પાણી જાતે લેતા શીખવું પડશે. ચાલતા બોલતા શીખવું પડશે. બસ આવું જ નવી આવેલી વહુ માટે છે જે અત્યાર સુધી પિતાના ઘરે હતી કોઈ ચિંતા ન હતી . હવે નવા ઘરમાં ચાલતા શીખવું પડે છે. સાસુ-સસરા કે પરિવાર ના સભ્યો આવો ખ્યાલ રાખતા જ હોય છે. જેમ બાળકનો ઉછેર જે મહેનત જે પ્રેમ માંગી લે છે તેમ ઘર માં આવેલી નવી વહુ આવો જ ઉછેર મહેનત માંગી લે છે. દીકરીનો જન્મ થયા પછી પિતાને ત્રીજી અશ્રુભીની આંખ મળે છે. જે એના દિલમાં હમેશા છુપાયેલી રહે છે. પ્રકૃતિએ પુરુષને રડવા માટે આ ત્રીજી આંખ જયારે રડે છે ત્યારે દીકરીને વિદાય આપતો ચોધાર આંસુડે રડતો બાપ રૂડો લાગે છે.
ઘર માં જુઓ તો પિતાનો ચહેરો સંતાનો માટે એક આધાર, એક વિશ્વાસ, એક આદેશ બની જાય છે. જયારે દીકરી માટે પિતાના ચહેરાની રેખાઓ એટલે લક્ષ્મણ રેખાઓ બની જાય છે.. પિતાનો ચહેરો વાંચવામાં દીકરી જેટલી બીજી કોઈ વ્યક્તિ હોશિયાર નથી હોતી. દીકરી માટે પિતાનો બોલ-શબ્દ એટલે વેદ અને કુરાન છે. બાઈબલના વાક્યો બની જાય છે. પપ્પા શું બોલ્યા એ સમજ્યા પહેલા જ દીકરીના હોઠમાંથી શબ્દો સરી પડે છે. હા પપ્પા… એ આવી પપ્પા… આનું નામ દીકરી.
જેમને દીકરી હોય તે પિતાને હ્રદયનો એક ધબકારો પોતાને જીવવા માટે છે જયારે બીજો ધબકારો દીકરીના કાયમી સુખ માટે ઝંખતો ધબકારો છે. દરેક દીકરી પોતાને પિતાની દીકરી માને છે. જયારે દીકરો માનો દીકરો માને છે. કોઈ વાર દીકરી થી નાનકડી ભૂલચૂક થઇ જાય તો મમ્મી પપ્પાને ન કહેતી હોય આમ પપ્પાના હૈયાના સિંહાસન ઉપર પ્રેમને અભિષેક જીલવા જીવનભર એક દીકરી પિતાની નજરે ઉચ્ચ જીવન જીવવા ઈચ્છે છે. ક્યારેક પપ્પાની નજરે ઉતરતી છે એવું બતાવવા નથી માંગતી. તમે જોશો તો ખ્યાલ આવશે કે લગ્ન થયા પછી પોતાના સંતાનોના ઘેર હોય ૮૦ વર્ષની ઉમર હોય ગોરા ભરાવદાર શરીર સાથે ઘડપણ ની રેખાઓ હડિયા પાતું લેતી હોય. આવી માજીને કોઈ એકાએક પૂછે કે હે માજી ફલાણાભાઈની દીકરી છે ? તો તો તે ૮૦ વર્ષ ના માજી એટલા બધા રાજી રાજી થઇ જાય કે ના પૂછો વાત, કોઈ પણ દીકરીને પોતાના બાપને નામે ઓળખો તો તે રાજી રાજી થઇ જાય એનું નામ દીકરી.
સાસરિયામાંથી અવારનવાર પિયરિયામાં આવતી દીકરી કઈ લેવા નથી આવતી. પરંતુ પિતાની ખબર લેવા આવે છે. પપ્પાની શારીરિક આર્થિક સ્થિતિ જોવા આવે છે. કઈ વાંધો તો નથી ને ? આમ અવારનવાર આવી પપ્પાની સ્થિતિ જોઈ ઘરના સભ્યોને સુચના પણ દેતી હોય કે મમ્મી તું પપ્પાને હવે આદુવાળી ચા આપજે કફ રહે છે માટે એ ભાભી તમે પપ્પાને નહાવા માટે જરા માફકસરનું પાણી ગરમ આપજે. ભઈલા તું પપ્પાની ખબર રાખજે હું તો અહિયાં નથી તારા વિશ્વાસે જાઉં છું. જો જે એમની કોઈ વાતની ચિંતા ના કરાવતો આમ પિતાની વૃધ્દ્ધાવસ્થામાં દીકરીના અવાજમાં માતૃત્વ નો રણકો સંભળાય છે અને ક્યારેક લાકડીના ટેકે ધીમા પગલે ચાલતા પપ્પાને જોવે છે ત્યારે ધ્રાસકો અનુભવે છે કે પપ્પા પાસે નહિ હોઉં અને પપ્પાની તબિયત વધારે બગડશે તો… આમ દિવસના હજાર કામ વચ્ચે પણ દીકરી પોતાના પિયરનો પપ્પાનો વિચાર કરે છે. દીકરીની આંખમાં સદાય પ્રેમાળ પિતાનો ચહેરો ચમકતો હોય છે બાળપણના દિવસોના આહ. અમે નાના હતા પપ્પાને પહેલી તારીખે ટૂંકો પગાર આવતો સાંજે પ્રસાદ થતો પ્રસાદ થોડો થોડો હાથમાં આવતો પણ અમે ધરી જતા સાંજે વાળું નહોતા કરતા. પપ્પાએ અમોને ક્યારેય ઓછું નથી આવવા દીધું. દીકરીને બાળપણમાં તમે જેટલી લાડ લડાવો છો તેટલા જ લાડ તમને વૃદ્ધાવસ્થામાં લડાવશે. દીકરી બાપને લાડ લડાવે છે એના ઘડપણમાં કોઈવાર પતિદેવ એમ કહે છે કે ચલ તારા પપ્પાને ફોન કરી ખબર અંતર પૂછીએ તો તો પત્ની રાજી રાજી થઇ જાય છે – પતિમાં એને પરમેશ્વર દેખાય છે.
છેલ્લે ઈશ્વરને પ્રાર્થના કે કોઈપણ દીકરીને એના પિતાથી એટલી બધી દુર ન મોકલતા કે કોઈ શિયાળાની કાતિલ ઠંડી હોય ચોમાસાની મેઘલી રાત હોય અને પપ્પાના છેલ્લા શ્વાસ હોય તો દીકરી પોતાના હાથનું ચમચી પાણી પણ ન પીવડાવી શકે. છેલ્લે પિતા પણ કહેતા હોય કે મારી દીકરી ને તેડાવી લો મારે એનું મોઢું જોવું છે છેલ્લી વખત . ખરેખર જેઓ આ પૃથ્વી ઉપર દીકરીના માં-બાપ છે તેઓ ઈશ્વરની વધુ નજીક છે.
આ પિતા-પુત્રીના પ્રેમને મારા લાખ લાખ સલામ….
લેખક : અજ્ઞાત (કોઈને જાણ હોય તો જણાવવા વિનંતી)
ભરેલા ભીંડા
Sunday, September 25, 2011
સામગ્રી : 200 ગ્રામ નાના ભીંડા, 1/4 ખમણેલું ફ્રેશ નારીયેલ, 2-1/2 ચમચા બારીક -કાપેલી કોથમીર, 2 ચમચા ધાણાજીરુ પાવડર, 1 ચમચી ખાંડ,1 ચમચી લાલ મરચું, 1/2 ચમચી આમચુર પાવડર કે લીંબુનો રસ, ચપટી હિંગ, 1 ચમચો તેલ, મીઠું સ્વાદ પ્રમાણે.
રીત : ભીંડાને ધોઇ લુછીને કોરા કરો. પછી તેની ઉપર ચપ્પુથી ઉભો કાપો કરો. બઘી સામગ્રીને સારી રીતે મિક્સ કરી ભીંડામાં ભરો. બધા ભરેલા ભીંડાને સાધારણ ઉંડી ડીશમાં ગોઠવી ઉપર તેલ અને 1 ચમચો પાણી છાંટો. માઇક્રોવેવને ઓન કરી 4 થી 5 મિનિટ થવા દો.
વેજિટેબલ મખ્ખનવાલા
સામગ્રી : 50 ગ્રામ ફણસી, 50 ગ્રામ ફ્લાવર, 50 ગ્રામ ગાજર, 1/2 કપ લીલા વટાણા, 1 કપ કાપેલો કાંદો, 1/2 કપ ફ્રેશ ક્રીમ, 1 ચમચો સાદો લોટ ( મેંદો ), 1/2 કપ દૂધ, 2 ચમચા કેચઅપ, 1 ચમચો બટર, 1/2 ચમચી લાલ મરચું, મીઠું સ્વાદ પ્રમાણે.
રીત : ફણસી અને ગાજરને લાંબા કાપો. ફ્લાવરના મોટા ટુકડા કરો. એક સાધારણ ઉંડી ડીશમાં ફણસી, ગાજર, ફ્લાવર અને વટાણા રાખી 5 થી 6 ચમચા પાણી છાંટી 5 મિનિટ માટે માઇક્રોવેવ ઓન કરો. એક કાચના બાઉલમાં બટર મૂકો અને 15 સેકંડ માટે માઇક્રોવેવમાં ગરમ કરો. તેમા બારીક કરેલા કાંદા નાખી 1-1/2 મિનિટ માટે માઇક્રોવેવ ઓન કરી હલકા ગુલાબી થવા દો. ક્રીમ, મેંદો, દૂધ અને ટમેટો કેચઅપને મિક્સ કરી કાંદા ભેળવો. તેમા શાકભાજી, લાલ મરચું અને મીઠું નાખી. માઇક્રોવેવને 3 મિનિટ માટે ઓન કરી ગરમ ગરમ પીરસો.
શિંગોળાની ખાંડવી
સામગ્રી : 400 ગ્રામ શિંગોળાનો લોટ, ત્રણ વાટકી છાશ, દોઢ વાટકી કોપરાનું ખમણ, મીઠું પ્રમાણસર, રાઇ 1 ચમચી, હિંગ ચપટી, વાટેલા આદુ મરચા 1 ચમચી, જીરુ 1 ચમચી, 1 ઝુડી કોથમીર.
રીત : એક જાડા તપેલામાં શિંગોળાનો લોટ લેવો. તેમા છાશ અને મીઠું નાખીને ખીરુ બનાવીને તેને ગરમ કરવા મુકવું. ખીરાને સતત હલાવતા રહેવું. લોટ બફાઇ જાય અને લચકા પડતો થાય તથા તપેલાની કીનારી છોડે ત્યારે તેમાં આદુ મરચા નાખવા, પછી તેને પાટલા ઉપર કે થાળીમાં તેલ લગાવીને સપાટ પાથરી દેવું પછી કાપા પાડીને તેના રોલ બનાવી લેવા. ત્યારબાદ કડાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરા અને લીમડાનો વઘાર કરીને ખાંડવી ઉપર રેડવું. પછી તેના પર સમારેલી કોથમીર તથા કોપરાનું ખમણ ભભરાવવું. ગરમા-ગરમ પીરસવી.
તારા વિના શ્યામ
Monday, September 19, 2011
તારા વિના શ્યામ મને એકલડું લાગે.(૨)
શરદ પૂનમની રાતડી હો ...હો....
ચાંદની ખીલી છે ભરી ભાતની ,તું ન આવે તો શ્યામ ,,
રાસ ન જામે શ્યામ ,,રાસે રમવાને વે'લો આવ આવ આવ કાના .....
તારા વિના શ્યામ ........
ગરબે ઘૂમતી ગોપીયું હો..સુની છે આજ ગોકુલની શેરીઓ,
ગોકુલની ગલીઓમાં ,રાસે રમવાને વે'લો આવ આવ આવ કાના........
સંગ સંગ રંગ છે આનંદનો હો,,રંગ કેમ જાય તારા સંગનો
પાયલ ઝણકાર સુની ,રુદિયાનો સાદ સુની,,
તારા વિના શ્યામ.........