મોત
Thursday, December 8, 2011
એવી જ છે ઈચ્છા, તો મેં આ ઘૂંટ ભર્યો, લે!
છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે!
લઇ પાંખમહી એને ઉગારી લે, પવનથી,
સળગે છે હજી દીપ, નથી સાવ ઠર્યો, લે!
મરવાની અણી પાર છું છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો, આ પડખું ફર્યો, લે!
સાચે જ તમાચાઓથી ટેવાઈ ગયો છું,
અજમાવવો છે હાથ? તો આ ગાલ ધર્યો, લે!
કેમે ય કરી ડૂબ્યો નહી જીવ અમારો,
ડૂબ્યો તો ફરી થઇ અને પરપોટો તર્યો, લે!
તક, આવા નિમજજનની પછીથી તો, મળે ક્યાં?
આ આંખ કરી બંધ – અતિ ઊંડે સર્યો, લે!
‘ઘાયલ’ને . પ્રભુ જાણે, ગયું કોણ ઉગારી!
મૃત્યુ ય ગયું સુંઘી , પરંતુ ન મર્યો, લે!
–અમૃત ઘાયલ
1 comments
Rifaqs Khan
said...
Hi friends I found an awesome way to get weekly brief traffic report to my website through, http://freeanalyticreports.com
Subscribe to:
Post Comments (Atom)