દીકરી સદાય દીકરી જ રહે છે

Wednesday, September 28, 2011

દીકરી સદાય દીકરી જ રહે છે


દીકરી નાની હોય કે મોટી હોય કે.જી. માં ભણતી હોય કે કોલેજમાં કુમારિકા હોય કે કન્યા, દીકરી સદાય દીકરી જ રહે છે.

માં-બાપ માટે બાળપણમાં બિન્દાસ દીકરી – ભલે બાપ સામું ચબચબ બોલતી હોય, માનું મન રાખતી ન હોય, ભાઈને ભાળ્યો મૂકતી ન હોય, બહેનો હારે બથોબથ આવતી હોય અને શેરીમાં સીપરા ઉડાડતી હોય. પરંતુ જયારે યુવાન થાય ત્યારે તરત જ ગંભીરતા ધારણ કરી લે છે. લગ્ન વખતે પીઠી ચોળી આમતેમ સહેલી સાથે મહાલતી આનંદ માનતી હોય. હજી જાન પરણવા આવવાને થોડી વાર છે પરંતુ જયારે ગામમાં કે શેરી માં જાન આવે છે ત્યારે નાના ટાબરિયા આનંદમાં આવી જઇ બુમો પાડે કે એ… જાન આવી ગઈ જાન આવી ગઈ. આ શબ્દો જયારે પીઠી ચોળેલ કન્યાના કાને પડે છે ત્યારે તમામ સહેલીનો સંગાથ આનંદ એક બાજુ મેલીને ઘરમાં જ્યાં ગણેશ બેસાડ્યા છે (ગણેશ સ્થાપન) ત્યાં આગળ બેસી જાય છે. હવે મારે આ ઘર આ માંડવો છોડવાનો સમય આવી ગયો મારા પિતાની છત્રછાયા જેવો આ વહાલનો વડલો છોડી ને આજે પારકા પોતાના કરવા જવાનો સમય થઇ ગયો. જે ઘર માં રમતી હતી ઢીંગલીથી તે સમય ક્યારે પસાર થઇ ગયો ? આમ જાન પરણીને પોતાને ગામ જાય છે. દીકરી પિયરીયાના છેલ્લા ઝાડવા જોઈ લે છે.

માં-બાપ, ભાઈ-બહેન, સહેલી, કુટુંબ-પરિવાર મૂકીને સાસરે જાય છે, આ ત્યાગ છે. કોઈ સાધુ સંતો નો ત્યાગ આની પાસે કઈ નથી. આ ત્યાગ ને મારા સો સો સલામ…. પિયરીયાના તમામ સંભારણાને પોતાના હ્રિદય માં એક ખૂણા માં ધરબી દે છે. સાસરિયાવાળા કે ગામવાળા પૂછે કે વહુ કરિયાવરમાં શું લાવ્યા ? કન્યાની લાગણીયોનો અહિયાં કોઈ વિચાર જ નથી કરતુ. હકીકતમાં સાસરિયામાં આવતી દીકરી બાપને ઘરેથી શું શું લાવી એના કરતા કેટલું બધું મૂકીને આવી છે માં-બાપ ઘરબાર પરિવાર ગામ આ બધું મૂકી ને આવી છે. આ વસ્તુ નો જયારે સમાજ વિચાર કરશે ત્યારે જ તેના સંસારમાંથી સુગંધ આવશે અને નવી વહુનું સાસરિયામાં આવવું અને નવા બાળકનો જન્મ થવા જેવું છે. બાળક જ્યાં સુધી માના ઉદરમાં હતું એને કોઈ કષ્ટ ન હતું. ખોરાક, હવા, પાણી વગેરે માં દ્વારા જ મળતું. કોઈ અવાજ ઘોઘાટ નહિ. પૂર્ણ શાંતિ હતી એને માના ઉદરમાં પરંતુ જયારે નવ મહિના બાદ એને બહાર આવવાનું થાય ત્યારે કષ્ટ થાય છે હવે એને ખોરાક, હવા પાણી જાતે લેતા શીખવું પડશે. ચાલતા બોલતા શીખવું પડશે. બસ આવું જ નવી આવેલી વહુ માટે છે જે અત્યાર સુધી પિતાના ઘરે હતી કોઈ ચિંતા ન હતી . હવે નવા ઘરમાં ચાલતા શીખવું પડે છે. સાસુ-સસરા કે પરિવાર ના સભ્યો આવો ખ્યાલ રાખતા જ હોય છે. જેમ બાળકનો ઉછેર જે મહેનત જે પ્રેમ માંગી લે છે તેમ ઘર માં આવેલી નવી વહુ આવો જ ઉછેર મહેનત માંગી લે છે. દીકરીનો જન્મ થયા પછી પિતાને ત્રીજી અશ્રુભીની આંખ મળે છે. જે એના દિલમાં હમેશા છુપાયેલી રહે છે. પ્રકૃતિએ પુરુષને રડવા માટે આ ત્રીજી આંખ જયારે રડે છે ત્યારે દીકરીને વિદાય આપતો ચોધાર આંસુડે રડતો બાપ રૂડો લાગે છે.

ઘર માં જુઓ તો પિતાનો ચહેરો સંતાનો માટે એક આધાર, એક વિશ્વાસ, એક આદેશ બની જાય છે. જયારે દીકરી માટે પિતાના ચહેરાની રેખાઓ એટલે લક્ષ્મણ રેખાઓ બની જાય છે.. પિતાનો ચહેરો વાંચવામાં દીકરી જેટલી બીજી કોઈ વ્યક્તિ હોશિયાર નથી હોતી. દીકરી માટે પિતાનો બોલ-શબ્દ એટલે વેદ અને કુરાન છે. બાઈબલના વાક્યો બની જાય છે. પપ્પા શું બોલ્યા એ સમજ્યા પહેલા જ દીકરીના હોઠમાંથી શબ્દો સરી પડે છે. હા પપ્પા… એ આવી પપ્પા… આનું નામ દીકરી.

જેમને દીકરી હોય તે પિતાને હ્રદયનો એક ધબકારો પોતાને જીવવા માટે છે જયારે બીજો ધબકારો દીકરીના કાયમી સુખ માટે ઝંખતો ધબકારો છે. દરેક દીકરી પોતાને પિતાની દીકરી માને છે. જયારે દીકરો માનો દીકરો માને છે. કોઈ વાર દીકરી થી નાનકડી ભૂલચૂક થઇ જાય તો મમ્મી પપ્પાને ન કહેતી હોય આમ પપ્પાના હૈયાના સિંહાસન ઉપર પ્રેમને અભિષેક જીલવા જીવનભર એક દીકરી પિતાની નજરે ઉચ્ચ જીવન જીવવા ઈચ્છે છે. ક્યારેક પપ્પાની નજરે ઉતરતી છે એવું બતાવવા નથી માંગતી. તમે જોશો તો ખ્યાલ આવશે કે લગ્ન થયા પછી પોતાના સંતાનોના ઘેર હોય ૮૦ વર્ષની ઉમર હોય ગોરા ભરાવદાર શરીર સાથે ઘડપણ ની રેખાઓ હડિયા પાતું લેતી હોય. આવી માજીને કોઈ એકાએક પૂછે કે હે માજી ફલાણાભાઈની દીકરી છે ? તો તો તે ૮૦ વર્ષ ના માજી એટલા બધા રાજી રાજી થઇ જાય કે ના પૂછો વાત, કોઈ પણ દીકરીને પોતાના બાપને નામે ઓળખો તો તે રાજી રાજી થઇ જાય એનું નામ દીકરી.

સાસરિયામાંથી અવારનવાર પિયરિયામાં આવતી દીકરી કઈ લેવા નથી આવતી. પરંતુ પિતાની ખબર લેવા આવે છે. પપ્પાની શારીરિક આર્થિક સ્થિતિ જોવા આવે છે. કઈ વાંધો તો નથી ને ? આમ અવારનવાર આવી પપ્પાની સ્થિતિ જોઈ ઘરના સભ્યોને સુચના પણ દેતી હોય કે મમ્મી તું પપ્પાને હવે આદુવાળી ચા આપજે કફ રહે છે માટે એ ભાભી તમે પપ્પાને નહાવા માટે જરા માફકસરનું પાણી ગરમ આપજે. ભઈલા તું પપ્પાની ખબર રાખજે હું તો અહિયાં નથી તારા વિશ્વાસે જાઉં છું. જો જે એમની કોઈ વાતની ચિંતા ના કરાવતો આમ પિતાની વૃધ્દ્ધાવસ્થામાં દીકરીના અવાજમાં માતૃત્વ નો રણકો સંભળાય છે અને ક્યારેક લાકડીના ટેકે ધીમા પગલે ચાલતા પપ્પાને જોવે છે ત્યારે ધ્રાસકો અનુભવે છે કે પપ્પા પાસે નહિ હોઉં અને પપ્પાની તબિયત વધારે બગડશે તો… આમ દિવસના હજાર કામ વચ્ચે પણ દીકરી પોતાના પિયરનો પપ્પાનો વિચાર કરે છે. દીકરીની આંખમાં સદાય પ્રેમાળ પિતાનો ચહેરો ચમકતો હોય છે બાળપણના દિવસોના આહ. અમે નાના હતા પપ્પાને પહેલી તારીખે ટૂંકો પગાર આવતો સાંજે પ્રસાદ થતો પ્રસાદ થોડો થોડો હાથમાં આવતો પણ અમે ધરી જતા સાંજે વાળું નહોતા કરતા. પપ્પાએ અમોને ક્યારેય ઓછું નથી આવવા દીધું. દીકરીને બાળપણમાં તમે જેટલી લાડ લડાવો છો તેટલા જ લાડ તમને વૃદ્ધાવસ્થામાં લડાવશે. દીકરી બાપને લાડ લડાવે છે એના ઘડપણમાં કોઈવાર પતિદેવ એમ કહે છે કે ચલ તારા પપ્પાને ફોન કરી ખબર અંતર પૂછીએ તો તો પત્ની રાજી રાજી થઇ જાય છે – પતિમાં એને પરમેશ્વર દેખાય છે.

છેલ્લે ઈશ્વરને પ્રાર્થના કે કોઈપણ દીકરીને એના પિતાથી એટલી બધી દુર ન મોકલતા કે કોઈ શિયાળાની કાતિલ ઠંડી હોય ચોમાસાની મેઘલી રાત હોય અને પપ્પાના છેલ્લા શ્વાસ હોય તો દીકરી પોતાના હાથનું ચમચી પાણી પણ ન પીવડાવી શકે. છેલ્લે પિતા પણ કહેતા હોય કે મારી દીકરી ને તેડાવી લો મારે એનું મોઢું જોવું છે છેલ્લી વખત . ખરેખર જેઓ આ પૃથ્વી ઉપર દીકરીના માં-બાપ છે તેઓ ઈશ્વરની વધુ નજીક છે.

આ પિતા-પુત્રીના પ્રેમને મારા લાખ લાખ સલામ….

લેખક : અજ્ઞાત (કોઈને જાણ હોય તો જણાવવા વિનંતી)

Posted by Ashok at 9:17 PM  
0 comments

Post a Comment

મારા વિશે

દોસ્તો,


આ બ્લોગ માં કવિતા, ગઝલ, વાર્તા, લઘુ કથા, જોક્સ, સરલ રોગોપચાર, વ્યક્તિ પરિચય, સ્થળ પરિચય, સુવિચારો, પ્રેરક પ્રસંગો, કે તમારા જીવન નો બનેલો કોઇ બનાવ જેનાથી બીજાને જાણવા કે પ્રેરણા મળે, કોઇ માહિતીપ્રદ લખાણ કે કોઇ લિન્ક , બાળ સાહિત્ય જેવા વિભાગો સમાવેશ કરવાનાં છે અને બ્લોગમાં વધુ ને વધુ ગુજરાતી રચના નો સમાવેશ કરવાની મારી ઇચ્છા છે માટે આપની પાસે સ્વરચીત કૃતી હોય અને તેને આપ બ્લોગ દ્વારા રજુ કરવા ઇચ્છો તો મારો સંપર્ક સાધવા વિનંતી. તમારી પાસે સારા ગુજરાતી ગીતો (એમ પી ૩) હોય તો પણ મને મોકલવા આપ સહુ ને મારી નમ્ર વિનંતી છે અને આશા છે કે આપ તરફથી સહકાર મળશે. અમને sabrasgujarati@gmail.com પર આપની કૃતિ નો ઇંતેજાર છે.

અહીં રજુ થયેલ તમામ કૃતિ નાં કોપી રાઇટ જે તે કૃતી ના સર્જક ના કે તેના દ્વારા જેને આપેલા છે તેના જ છે અને છતા પણ તેના હક નો ભંગ થતો હોય તો મને જણાવવા વિનંતી.





અંહી અમુક મારા મન પસંદ બ્લોગસ્ ની લીન્ક આપેલ છે

સબરસ ગુજરાતી

કહો છો તમે કેમ

મેઘ ધનુષ

સમન્વય


Tell Your friends

SocialTwist Tell-a-Friend

અનુસરણ




ગુજરાતી ટાઇપ પેડ


a

aa/c

i

I

u

U

E

e

ai

O

o

au
અં
aM
અઃ
a:

ka
કા
kaa
કિ
ki
કી
kI
કુ
ku
કૂ
kU
કૅ
kE
કે
ke
કૈ
kai
કૉ
kO
કો
ko
કૌ
kau
કં
kaM
કઃ
ka:

ka

kha

ga

gha

NGa

cha

Cha

ja

za

NYa

Ta

Tha

Da

Dha

Na

ta

tha

da

dha

na

pa

fa

ba

bha

ma

ya

ra

la

va

sha

Sha

sa

ha

La
ક્ષ
kShar
જ્ઞ
Jha
દ્વ
dwa
ક્ર
kra
કૃ
kR

R
શ્વ
shva
શ્ર
shra


Online Visitor:
Online Users
Locations of visitors to this page
Total Visit:
free counter

Free Blog Counter

free counters