વસંત

Wednesday, February 17, 2010

વસંત પાંગરે નવ જોબન ઉમંગ આજ,
મધુરા પાંગરે દ્રુમ વેલી ઉછરંગ આજ.
.
વનરાજી શોભે થઈને સુહાગન આજ,
પ્રિયતમ પધારો લઈને ઉમંગ આજ.
.
કેસરી સાજ શોભે,લઈને ગુલાલ આજ,
ફુલડાની ફોરે ભ્રમર ગુંજે ઉમંગ આજ.
.
હીરા મોતીડે સેર ગુંથાવુ ગજરા આજ,
આવો તો મનોહર થાયે ઉમંગ આજ.
.
ધીરે ના ધરપત હૈયે હુલ્લાશ આજ,
પધારો ફાગણ ફોરે થાયે ઉમંગ આજ.


વિવેચન
પાનખર ગયા પછી વસંત નવુ જોમ, નવો ઉત્સાહ લઈ ને પ્રકૄતિમાં પાંગરી છે તે જોઇને હૈયે અનેરો ઉમંગ થતો હોય તેવુ નાયિકા અનુભવે છે, પોતાના પ્રિય પાત્ર થી દુર હોય જાણે પોતે પણ પાનખર ગયો છે અને વસંત બેઠી એવો અહેસાસ કરતી હોય તેવુ વિચારે છે, આજ ઝાડ, પાન, લતા, વેલી જાણે મધુરી લય થી ઉછ્ળતા જણાય છે, વનરાજી જાણે સુહાગન બની હોય તેવી રીતે શોભી રહી છે, પ્રકૃતિના દરેક દરેક અંગો આજ વસંતના આગમનની છડી દેતા હોય તેવું જણાય છે, પ્રિયતમ આવો અનેરો ઉમંગ લઈને પધારો વરસો પાનખરની પીડા ને આજ વસંતના વધામણા થી નવપલ્લ્વિત કરી દ્યો. આજ વસંતની સાક્ષી રુપે દેવોને પણ કેસરી વાઘા ધરાવ્યા છે ગુલાલ થી તેના પર છાંટણા કર્યા છે.
ફુલોના શણગાર થયા છે અને તેના પર ભ્રમરો કેવા ઉત્સાહ થી મીઠુ ગુંજન કરે છે, તમે આવો એવા ભાસ થી હીરા મોતીની સેરો ના ગજરા ગુંથાવુ છું પણ તેનો જોનાર આજ કોઇ હોય તો જ તેની સાર્થકતા છે, આવો તો મનોહર ઉત્સાહ કેટલો વધે તે કેવી રીતે સમજાવુ.
હવે હૈયે જે ધીરજ હતી તે પુરી થઈ ગઈ છે આપના આગમનનો જ ઉલ્લાસ આજે છે, હવે બહુ મોંઘેરા થતા પધારો ફાગણ આમ જ ઉત્સાહથી ઉજવીએ...

કાંતિ વાછાણી

Posted by Ashok at 9:56 AM 1 comments  

ફાગણનો મલકાટ

Tuesday, February 16, 2010

ફાગણ વ્હેંચે ફોરમ ડાળડાળ
આતો કેવા વસંતના રે વ્હાલ
હોઠ મલકે ને નયનો નખરાળ
મન મેળામાં મલક્યો મલકાટ
નથી હોળી છે દિલડાની આગ
ફૂલડે વધાવીએ પૂનમીઓ ફાગ
છે રંગીલી હોળી ઉડાડતી ગુલાલ
આવો રમીએ થઈ રાધાના કાન
કેસૂડો વધાવે હરખ વનવાટ
અંગઅંગ મલકે રતુંબલ ઉપહાર
છે ખોળો કુદરતનો ફાગી ખુશહાલ
આ છે મીલનના મસ્ત વાસંતી વ્હાલ.

રમેશ પટેલ(આકાશદીપ)

Posted by Ashok at 9:39 AM 0 comments  

સોહમ

Thursday, February 11, 2010

મિત્રો, ‘સોહમ’ દ્વારા હું તમારી સમક્ષ આવી રહી છું. આશા છે કે સોહમ સાથે મને પણ સ્વીકારશો. આપણા જીવનની વાતો એકદમ સરળ ભાષામાં જ્ઞાન અને માહિતી સાથે તમારી સાથે વહેંચવા આવી છું. જીવન હમેશા આપણા બધા માટે કોયડા સમાન રહ્યું છે. તેને જાણવાની કોશિશ કરીશું. આપણે શાંતિ અને હાશકારો આપણા તન-મનને તરબતર કરી શકે તેવી જ વાતો આપણે કરીશું.

ઘણીવાર આપણા મનમાં અનેક પ્રશ્નો ઉઠ્યા કરે છે કે આપણે શું છીએ ? શેના બન્યા છીએ ? આપણુ અસ્તિત્વ કેટલુ છે ? શું કરવા આ પૃથ્વી પર આવ્યા છીએ ? ક્યાં સુધી રહેશું ? પછી ક્યાં જશું ? આ માયા શું છે ? સબંધોના શા માટે ? જ્ઞાનની પ્રાપ્તિ એટલે શું ? પ્રભુ કોણ છે ? શા માટે છે ? તે હમેશા કૃપાળુ જ શા માટે હોય છે ? ભુતાવળ શું છે ? પરલોક ક્યાં આવ્યું ? સ્વર્ગ-નર્કમાં શું હોય ? તેનો અનુભવ કેવો હોય ? આવા આવા અનંત પ્રશ્નોની હારમાળા ક્યારેક આપણા દિલો – દિમાગમાં છવાઇ જતી હોય છે. છતા આપણે તો જીવ્યા જ કરતા હોઇએ છીએ કારણ કે, આપણા હાથની વાત નથી. આપણને જીવન મળ્યું છે અને તે યેનકેન પ્રકારે પણ દરેકનું જીવાય જ જતુ હોય છે. કુદરતનું એવુ જબરદસ્ત પ્લાનિંગ છે કે એ જીવાય જવાની શક્તિ આપણા હાથમાં નથી. તે અદ્રશ્ય અલૌકિક એક દૈવી-શક્તિ છે જે આ બધો દોરીસંચાર કરે છે. આ બધુ સમજવા માટે જ્ઞાનનો પ્રકાશ જોઇએ જે જ્ઞાન તમને તમારા ગુરૂ આપે છે. એક સાચા ગુરૂ આપણુ આ પંચમહાભુતનું બનેલુ શરીર ખરેખર તો એક રજકણથી વિશેષ કશું નથી.
તમે વિચારો.....
આ બ્રહ્માંડમાં અસંખ્ય ગ્રહો, તેમાથી એક પૃથ્વી, તેમાં એશિયા ખંડ, તેમા ભારત દેશ, તેમા એક રાજ્ય, તેનું એક શહેર, તેના એક મકાનમાં રહેતો એક જીવ નામે તમે, બ્રહ્માંડ પરથી જોતા એક નાના ટપકાથી વિશેષ નથી દેખાતા તમે. હજારો – અબજો રજકણો ફેલાયેલી હોય છે આપણા આસપાસના વાતાવરણમાં, તેમાથી જ પાણી, સુર્ય, અગ્નિ, માટી વિ. ભેગી થઇને એક ઝીણી રજકણ વિશેષ આપણુ આ અસ્તિત્વ નથી. છતા કેટલી બધી માયા આ શરીરની. છતા એવું કંઇક તત્વ છે આપણા શરીરમાં જે આપણને જીવંત રાખે છે. આપણા ચેતાતંત્રને, સ્નાયુતંત્રને સજીવ બનાવે છે. તે છે ‘આત્મા’ જે કોઇએ જોયો નથી. તે આપણા ખોળીયાને જીવંતતા બક્ષે છે.
હવે આ આત્મા શું છે ? તેવું પૂછો તો......
પ્રભુ, હા ! આત્મા જ આપણે જેને ભગવાન તરીકે ઓળખીએ છીએ તે તમને મંદિરો, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વાર જેવા ધાર્મિક આલયોમાં દર્શન આપે છે. તેને વિવિધ નામ તથા મુર્તિ સ્વરૂપે તમે જાણો છો. પણ તમે એ નથી જાણતા કે એ તમારી અંદર જ છે. જે તમને દેખાતો નથી. જીવ જ શિવ છે. અને તે દરેકમાં છે. દરેક મનુષ્ય, પશુ – પક્ષી, ઝાડ – પાન દરેક સ-જીવ વસ્તુમાં છે. તમે એનો અહેસાસ પળે પળે કરો છો. પણ ઓળખતા નથી. પ્રભુને જોવા માટે, મળવા માટે યાત્રાઓ કરવી, તિર્થસ્થાનોની મુલાકાતો લેવી, ધાર્મિક પ્રવચનો સાંભળવા એટલું જરૂરી નથી જેટલું તમારે તમારી અંદર, તમારી સામે આવતી દરેક વ્યક્તિની અંદર ઝાંકીને જોવાની જરૂર છે.
તમે તમારી જાતને કષ્ટ આપશો, કોઇ વ્યક્તિને ખરાબ શબ્દો બોલશો, કોઇનું દિલ દુ:ખાવશો કે છળ-કપટ કરશો, વેર ભાવના રાખશો તો તમે તમારા અંદરના જીવ (આત્મા) (પ્રભુ) ને જ દુ:ખ પહોંચાડશો. તેનાથી વિરુધ્ધ તમે હળી-મળીને રહેશો, બીજાના દુ:ખ દર્દ વહેંચી લેશો, દુ:ખીયારાની મદદ કરશો, નિરાધારને સધિયારો આપશો, કોઇની લાગાણી ન દુભાય તેનો ખ્યાલ રાખશો તો પ્રભુ તમારા ઉપર હમેશા પ્રસન્ન જ રહેશે. તમે તેને જળ-દૂધ નહી પીવડાવ્યા હોય તો પણ. અને તમે નહી માનો પણ તમારી મુશ્કેલીઓ આપોઆપ દુર થઇ જશે. તમારા રસ્તામાં આવતા અંતરાયો દુર હડસેલાઇ જશે. અનુભવ કરવા જેવો છે. પછી તો ફક્ત તમે ઇચ્છા માત્ર કરશો કે તમારા કામ તમારી જાણ બહાર વગર પ્રયત્ને આપોઆપ ગોઠવાઇને ફટાફટ થતાં જ જશે.આમા કોઇ જ અતિશયોક્તિ નથી. આ પ્રયોગનું નામ ‘શ્રધ્ધા’ છે. આ ‘શ્રધ્ધા’ પરથી એક વાર્તા યાદ આવે છે.
એકવાર એક ગામના લોકોએ વરસાદ ને રિઝવવા માટે બધાએ ભેગા થઇને પ્રાર્થના કરવાનું નક્કિ કર્યું. તના માટે તેઓ નિશ્ચિત દિવસે ગામના તળાવની પાળે એકઠા થયા, ત્યારે એક બાળક પ્રાર્થના કરવા માટે માથે ખુલ્લી છત્રી ઓઢીને આવ્યો હતો. આ તેની શ્રધ્ધા હતી કે પ્રાર્થના કરવાથી વરસાદ ચોક્કસ જ આવશે જ . તેનો પ્રાર્થનામાં લગીરે અવિશ્વાસ ન હતો. શ્રધ્ધાનું બળ ઘણુ જ પ્રબળ હોય છે. તમે તમારા જીવ રૂપી શિવ સાથે એકવાર સંવાદ સાધી લો છો તો તમારે કહેવાની, પ્રાર્થના કરવાની પણ કદાચ જરૂર ન પડે. અને તમારા કામ ઇચ્છા માત્ર કરવાથી થઇ જાય છે. પ્રયોગ 100% સફળ છે અને કરવા જેવો છે. તમે કહો છો કે અમે પ્રભુને જોયા નથી, અમને સાક્ષાત્કાર થયો નથી પણ પ્રભુ તો અવાર-નવાર તેના હોવાના પુરાવા આપ્યા જ કરે છે. ફક્ત આપણામાં જ તે સમજવાની શક્તિ નથી. મુળ વસ્તુ જ્ઞાનનો અભાવ છે. જ્ઞાન હોય ત્યાં અજવાળું થવાનું જ છે. આપણા વિદ્વાન ગુરૂઓ અને સંતો આપણા માટે આ અમુલ્ય વારસો છોડીને ગયા જ છે. ફક્ત આપણે તેને ગ્રહણ કરતા અને પચાવતા શીખવાનું છે.

મધર ટેરેસાએ દુ:ખી અને દર્દથી પીડાતા માનવીમાં પ્રભુને જોયા અને તન મન ધનથી સેવા કરીને પ્રભુ પ્રિય બન્યા. તેઓ જ ખરા સંત છે. પૂજ્ય શ્રી શ્રી રવિશંકર મહારાજ કહે છે કે તમો ખુદ એક પ્રેમનું દિવ્ય સ્વરૂપ માત્ર છો. તમારો અણુ એ અણુ પ્રેમની અનુભુતીથી બનેલો છે. તમે ખુદ જ પ્રભુ સ્વરૂપ છો. પ્રેમ આપો, પ્રેમ મેળવો, પ્રેમ કરો ખુદ પોતાની જાતને પ્રેમ કરો, પોતાનામાં શ્રધ્ધા અને વિશ્વાસ રાખો, તમો ખુદ પ્રભુ સ્વરૂપ, આત્મ સ્વરૂપ, આનંદ સ્વરૂપ અનુભુતી છો. તેનો અહેસાસ કરો, આદર કરો. બીજામાં વિશ્વાસ રાખો, તેનો આદર કરો. હમેશા હાસ્યના ફુલડાઓથી દરેકનું સ્વાગત કરો, ઉત્સવ કરો. પ્રભુ રૂપ એક રૂપ બનીને જીવો. જીવન ખુબસુરત છે. તેને સરળ રીતે વહેવા દો. આપણા હાથમાં કશું જ નથી. આ પૃથ્વી પર જનમ્યા તે પહેલાથી બધુ પ્લાનિંગ ગોઠવાઇ ગયેલું છે. આપણે જ્યોતિષ જોઇને ભવિષ્ય બદલી શકવાના નથી. ફક્ત થોડું જાણી શક્વાના છીએ. જે થવાનું છે તે કોઇપણ રીતે થવાનું જ છે. તેને રોકી શકાય જ નહી. વિધાતાના લેખ લખાઇ ગયેલા છે. આ આખી દુનિયા એક જબરદસ્ત પ્લાનિંગ સાથે જ ચાલી રહી છે. તેમાં કોઇની મીનમેખ ચાલી જ ન શકે. કદાચ સાયન્સની પણ નહી. લોહી બનાવવાનું ગજુ હજી 21 મી સદીમાં પણ વૈજ્ઞાનિકો માટે અશક્ય જ છે.
પ્રાચી વ્યાસ

Posted by Ashok at 4:40 PM 1 comments  

વાસ્તવિક્તા

અમારી વચ્ચે જ્યારે તેઓ વસતા હતા ત્યારે અમને એમના તેજસ્વી જીવનનો ખ્યાલ આવ્યો ન હતો, પણ જ્યારે તેમણે પોતાના મુકામ ઉપાડવો શરૂ કર્યો ત્યારે અમને લાગવા માંડ્યું કે અમારી આસપાસ અંધકાર ફેલાતો જાય છે. દીપકના તેજનું મહત્વ હવે અમને સમજાવા લાગ્યું એમને જાળવી રાખવા માટે અમે દોડાદોડી શરૂ કરી. અમારામાંનો એક બોલી ઉઠ્યો : “હું હમણાં ને હમણાં જોઇએ એટલું રૂ લઇ આવું છું.”
બીજાએ કહ્યું : “હું ઘી લેવા દોડું છું.”
આવી રીતે અમે લોકો ચારે દિશામાં દોડ્યા અને બધી સામગ્રી લઇને આવી પહોંચ્યા. ત્યારે દિપકે મીઠી વાણી ઉચ્ચારતાં કહ્યું :
“મારા તમને છેલ્લા પ્રણામ છે. અંત સમયે તમે જે ભાવના દર્શાવી છે એ માટે આભાર માનું છું. જીવનની આ છેલ્લી પળોમાં તમને એટલું જ કહેવાનું છે કે ખોટા ગભરાટને લીધે તમે એવી દોડાદોડી કરી મૂકો છો કે જે કરવાનું છે તે તમે ભૂલી જાઓ છો. બીજ રોપાયાં નથી અને પાક ઉતારવાની સામગ્રી લાવો છો, દેહ સામે જોતા નથી અને શણગારવાનાં સાધનો ઉભાં કરો છો અને પ્રભુની વાણી સાંભળવાને બદલે મંદિરના ઘંટારવમાં તલ્લીન બની જાઓ છો. પરીણામે તમારી મહેનત પાણીમાં જાય છે.”
આટલું કહીને દિપકે પોતાની જ્યોત સંકેલવા માંડી. અમે એને જલતી રાખવા માટે અમારી સામગ્રીનો ઉપયોગ કરવા માંડ્યો પણ કંઇ શુભ પરિણામ આવ્યું નહીં.
કારણ કોડિયું જ તૂટી ગયું હતું !
-વજુ કોટક
ઉમિયા પરિવારમાંથી

Posted by Ashok at 4:34 PM 0 comments  

ધીરજ

ચીનના લુકાસ પ્રાંતની આ વાત છે. ત્યાં એક એવું કુટુંબ રહેતું હતું કે જે લગાતાર નવ પેઢી સુધી એમની પરિણીત પુત્રીઓ સીવાય એ પરિવારનો એકેય સભ્ય કુટુંબથી છૂટો પડ્યો નહોતો.
આ સુખી સંયુક્ત પરિવારના આવા સુમેળની વાત એક દિવસ ચીનના શહેનશાહ પાસે પહોંચી. એ શહેનશાહે આવડા મોટા કુટુંબનું રહસ્ય જાણવા પોતાના પ્રતિનિધિને એ પરિવારના વડીલ પાસે મોકલ્યો.
પરિવારના એ શાણા વડીલે પોતાના હાથમાં પીછી લઇ એક મોટા કાગળમાં ઘણું ઘણું લખી એનો વીંટો પેલા પ્રતિનિધિને શહેનશાહને આપવા માટે સોંપ્યો.
ચીનના એ શહેનશાહે સંદેશાનો વીંટો ખોલ્યો ત્યારે એમાં એકનો એક શબ્દ અનેક વાર લખેલો હતો અને એ શબ્દ હતો:
ધીરજ....
ચીનની ઓર એક વાત. ત્યાં થતા એક પ્રકારના વાંસને ચાર વર્ષ સુધી ખાતર-પાણી આપવા છતાં કશું જ નીપજતું નથી. જો કે એ પછી પાંચમાં વર્ષે માત્ર છ અઠવાડિયામાં જ એનો નેવું ફૂટ જેટલો વિકાસ થાય છે. સવાલ એ છે કે આ વાંસનું વૃક્ષ છ અઠવાડિયામાં ઉગ્યું કે એના મૂળીયાંએ જમીનમાં ફેલાવા માટે જે પાંચ વર્ષ લીધાં એનું પરિણામ હતું ? પાંચ વર્ષ સુધી ખાતર- પાણી આપ્યા ન હોત તો વૃક્ષ નષ્ટ થઇ જાત, બીજા શબ્દોમાં કહો તો વિકાસ માટે ધીરજ ધરવી જરૂરી છે.
હિમાલયનું આરોહણ કરનારા કદી પહેલી જ વારમાં માઉન્ટ એવરેસ્ટ ચડી શક્તા નથી. બે- ચાર વાર નિષ્ફળ થવા છતાં એ પોતાના ધ્યેયને ધીરજપૂર્વક વળગી રહ્યા ત્યારે જ આવી અપ્રતિમ સિદ્ધિ પામી શક્યા છે.
ધીરજ એટલે મુલતવીપણું નહીં, ગણતરીપૂર્વક પોતાની ગતી ચાલુ રાખવાનું નામ ધીરજ. સસલું અને કાચબાની પ્રખ્યાત વાર્તામાં સસલું નિરંતર કામને ઠેલ્યા કરનારાઓનું પ્રતીક છે, જ્યારે કાચબો ધીરજપૂર્વક પણ મક્કમ ગતીએ પોતાની મંજિલ ભણી આગળ ધપીને ધ્યેય સિદ્ધ કરનારા લોકોનું પ્રતીક છે.
ચિત્રલેખા માંથી

Posted by Ashok at 4:32 PM 0 comments  

કાશ ! સહુમાં આવું ઓજ પ્રગટે

એકકાળે રાધનપુર વિસ્તાર દુકાળના ઓછાયા નીચે હતો અને પૂરું અનાજ મળતું ન હતું ત્યારે જનસાધારણને દર અઠવાડિયે મફત ગોળ આપવામાં આવતો.
પંચાસર ગામમાં ધૂળી નામની કોળી બાઇ સાધારણ સ્થિતિની હોવા છતા, તે બાઇ કોઇ દિવસ મફત ગોળ ન લેતી. પણ તેનાથી સારી સ્થિતિના લોકો મફતમાં ગોળ લઇ જતાં.
થોડા સમય પહેલાં આ બાઇનો પતિ મરી ગયો અને દીકરો પણ મરી ગયો. તેની જમીન ખેડનારું કોઇ રહ્યું નહીં. તેથી તેણે બળદ વેચી નાખ્યો. તેના જે પૈસા આવ્યા તે એક ગૃહસ્થને આપી કહ્યું કે, ‘મરનારનું ભલું થાય તેવા કામમાં રૂપિયા વાપરજો’.
પેલા ગૃહસ્થે ગામમાં કૂવો ખોદાવ્યો. ત્યાં ભાગ્યે જ મીઠું પાણી નીકળતું પણ પ્રભુકૃપાએ આ કૂવામાં મીઠું પાણી નીકળ્યું.
તેણે જમીન વેચી જે પૈસા આવ્યા તે કૂતરાને રોટલા ખાવા તથા પરબડીમાં આપી દીધા. થોડા રૂપિયા બચ્યા તેમાંથી ગામમાં રામજી મંદિરમાં ભગવાનને માટે ચાંદીનો મુગટ કરાવ્યો અને ગામમા એક પરબ પણ મંડાવી.
રવિશંકર મહારાજને એ બાઇને મળવાનું થયું ત્યારે તેમણે બાઇને પૂછ્યું, “બેન તમે બળદ કેમ વેચી નાખ્યા !”
“મા’રાજ એ તો એમના (બાઇના ધણીના) હતા ને-તે મારાથી કેમ લેવાય ?”
“પણ જમીન તો દીકરીને આલવી’તીને”. મા’રાજે કહ્યું, “દીકરીને શું કામ આપું ? એ એનું નસીબ લઇને નથી આવી ?”
ધૂળીના શબ્દે શબ્દે તેજ ટપકતું હતું.
મા’રાજે આગળ પૂછ્યું, “પણ બેન તમે ગોળ કેમ નથી લેતા ?”
“મા’રાજ બધી મિલ્કત ધર્માદા કરી દીધી. તો હવે મારાથી ધર્માદાનું શી રીતે લેવાય ?”
“પણ ચણા લો છો ?” “હા, ચણા વેચાતા મળે છે તેથી બે આનાના લઉં છું” “પણ ગોળ લેતા હો તો ?” “ગોળ વેચાતો મળતો નથી. તે તો મફતમાં અપાય છે તેથી મારાથી તે શી રીતે લેવાય ? પણ તે વેચાતો મળશે તો લઇશ.”
બાઇની તેજસ્વી વાણી સાંભળી મહારાજને આશ્ચર્ય થયું કે આ પછાત કોમની અભણ શ્રમજીવી બાઇમાં આ સમર્પણની ભાવના અને ઓજ ક્યાંથી પ્રગટ્યું ?
પોતાની જાતને ઉચ્ચ ગણાવતા અને શિક્ષિત ખાનદાની, સંસ્કારી સમજતાં રાષ્ટ્રનું નેતૃત્વ સંભાળનારા, સાંસદો, ધારાસભ્યો, પ્રધાનો, મંત્રીઓ-બધાને પૂછવાનું મન થાય કે તમારામાં-આપણામાં બધામાં આવું મફતનું ન લેવાનું ઓજ છે ખરું ? તો શા ને આપણે પોતાની જાતને ઉંચ વર્ણના-સંસ્કારી અને શિક્ષિત ગણાવીએ છીએ ? નથી લાગતું કે આ ધૂળી પાસેથી આપણે બધાએ પ્રેરણા લેવા જેવું છે ? જો તેની પાસેથી બધા પ્રેરણા લે તો રાષ્ટ્રની જે બરબાદી થઇ છે તમાંથી નિશ્ચિતરૂપે રાષ્ટ્ર બહાર નીકળશે.
રવિશંકર મહારાજ માટે એક સમસ્યા હતી કે આ બાઇને આવી પ્રેરણા ક્યાંથી મળી ? અને તેનો જવાબ તેમણે મેળવ્યો. બાઇને પોતાની મહેનતમાંથી – મારા પસીનાની કમાણીનું જ હું ખાઇશ – મફતનું હું લઇશ નહીં એ ભાવનાથી આ પ્રેરણા મળી હશે. તેનું જે ઓજ હતું તે તેના શરીર શ્રમમાંથી, જીવવાની નિષ્ઠામાંથી નિર્માણ થયું હતું.

-પરમાનંદ ગાંધી
સરગમ 15 માંથી

Posted by Ashok at 4:28 PM 0 comments  

નરેન્દ્ર છે આ મોદી

Tuesday, February 9, 2010

પડેલા એ તમાચાની ગુંજનો નાદ છે આ મોદી,

”ઘાયલ” એ પીડા એ કળતર નો સાદ છે આ મોદી,

પંજાના એ ખેલનો મહારથી છે આ મોદી,

મેળવે તો મહેફિલ, વિફરે તો પ્રતિસાદ છે આ મોદી,

છાતી ફૂલે છે ગદગદ સોણેલી આ માઁ ભોમની,

જય જય ગરવી ગુજરાત તણો આ નાદ છે આ મોદી,

જાંબાઝ છે એ વિપરીત દશાઓને હાંક દે,

તેથી તો લોક લાગણીઓ સંગાથ છે આ મોદી,

બિડું ઉઠાવી જંપે જઇ પહોંચે એ શિખર પર,

કસબીઓનો એ કસબી ને કસદાર છે આ મોદી,

ફૂંકે તો સાત સુરોનો સંગમ છે વાંસળી સમ,

ફૂકાય તો વાવંટોળનો આગાઝ છે આ મોદી,

તેજોલય થી લિપ્ત છે એ નરેન્દ્ર છે આ મોદી,

પ્રખર છે એનું તેજ ને તોખાર છે આ મોદી,

સહકાર છે, વહેવાર છે, તહેવાર છે આ મોદી,

ગુજરાતની અસ્મિતાનો રખેવાળ છે આ મોદી,

ઉગતા આ સૂરજને સર્વે, નતમસ્તક થઇ વધાવો,

ભારતના સુવર્ણ ભવિષ્યનો સરતાજ છે આ મોદી.


અમિત પંડ્યા "ઘાયલ બિજો"

અમિત પંડ્યાની બીજી રચના વાંચવા સબરસ ગુજરાતી ની મુલાકાત લો.

Posted by Ashok at 11:00 AM 1 comments  

નિશિત જોશી ની રચનાઓ

કહે છે હવે શરૂ થશે પ્રલય
કહુ છું હુ અત્યારે જ શરૂ છે પ્રલય
માતાઓમા નથી રહી માતૄત્વની ભાવના
બાળકોમા નથી રહી આદરની ભાવના
બની છે એકલા રહેવાની ભાવના
ઘર કરી ગયી છે તરછોડવાની ભાવના
શું આને નહી કહો પ્રલય ?
નથી કોઇ મર્યાદા છોકરાઓ કે છોકરીઓમા
છાશવારે લુટાય છે શીલો નામે પ્રેમમા
પહેરી એવા તે પહેરવેશ હોમે છે ઘી હોમમા
રહી નથી કોઇ આમન્યા હવે નામે તરક્કીમા
શુ આને નહી કહો પ્રલય ?
સમાજનુ થતુ જાય છે બિભત્સ સ્વરૂપ આજે
બની રહી છે વર્ણશંકર પ્રજા સમાજમા આજે
ધર્મના નામે લુટાય રહી છે પ્રજા બધે આજે
મુખમા રામ બગલમા છુરી છે બધામા આજે
શું આને નહી કહો પ્રલય ?
હીમાલય ઓગળે છે જંગલો કપાય છે
ભુકંપો આવે છે સુનામી આઇલા પણ આવે છે
કોઇપણ પ્રકારે સંહાર માનવી નો જ થાય છે
પતન ભૌતીક, સામાજીક, આર્થીક, માનસીક, થાય છે
શું આને નહી કહો પ્રલય ?
આ જ છે ને પ્રલય
તો શરૂ જ છે ને પ્રલય......?

(આ રચના સબરસ હરિફાઇમા સામેલ હતી વધુ રચના માટે સબરસ ગુજરાતી ની મુલાકાત લો)


નીશીત જોશી

Posted by Ashok at 10:57 AM 0 comments  

મારા વિશે

દોસ્તો,


આ બ્લોગ માં કવિતા, ગઝલ, વાર્તા, લઘુ કથા, જોક્સ, સરલ રોગોપચાર, વ્યક્તિ પરિચય, સ્થળ પરિચય, સુવિચારો, પ્રેરક પ્રસંગો, કે તમારા જીવન નો બનેલો કોઇ બનાવ જેનાથી બીજાને જાણવા કે પ્રેરણા મળે, કોઇ માહિતીપ્રદ લખાણ કે કોઇ લિન્ક , બાળ સાહિત્ય જેવા વિભાગો સમાવેશ કરવાનાં છે અને બ્લોગમાં વધુ ને વધુ ગુજરાતી રચના નો સમાવેશ કરવાની મારી ઇચ્છા છે માટે આપની પાસે સ્વરચીત કૃતી હોય અને તેને આપ બ્લોગ દ્વારા રજુ કરવા ઇચ્છો તો મારો સંપર્ક સાધવા વિનંતી. તમારી પાસે સારા ગુજરાતી ગીતો (એમ પી ૩) હોય તો પણ મને મોકલવા આપ સહુ ને મારી નમ્ર વિનંતી છે અને આશા છે કે આપ તરફથી સહકાર મળશે. અમને sabrasgujarati@gmail.com પર આપની કૃતિ નો ઇંતેજાર છે.

અહીં રજુ થયેલ તમામ કૃતિ નાં કોપી રાઇટ જે તે કૃતી ના સર્જક ના કે તેના દ્વારા જેને આપેલા છે તેના જ છે અને છતા પણ તેના હક નો ભંગ થતો હોય તો મને જણાવવા વિનંતી.





અંહી અમુક મારા મન પસંદ બ્લોગસ્ ની લીન્ક આપેલ છે

સબરસ ગુજરાતી

કહો છો તમે કેમ

મેઘ ધનુષ

સમન્વય


Tell Your friends

SocialTwist Tell-a-Friend

અનુસરણ




ગુજરાતી ટાઇપ પેડ


a

aa/c

i

I

u

U

E

e

ai

O

o

au
અં
aM
અઃ
a:

ka
કા
kaa
કિ
ki
કી
kI
કુ
ku
કૂ
kU
કૅ
kE
કે
ke
કૈ
kai
કૉ
kO
કો
ko
કૌ
kau
કં
kaM
કઃ
ka:

ka

kha

ga

gha

NGa

cha

Cha

ja

za

NYa

Ta

Tha

Da

Dha

Na

ta

tha

da

dha

na

pa

fa

ba

bha

ma

ya

ra

la

va

sha

Sha

sa

ha

La
ક્ષ
kShar
જ્ઞ
Jha
દ્વ
dwa
ક્ર
kra
કૃ
kR

R
શ્વ
shva
શ્ર
shra


Online Visitor:
Online Users
Locations of visitors to this page
Total Visit:
free counter

Free Blog Counter

free counters