રાષ્ટ્ર અને મહાનુભાવો !!!!

Thursday, December 18, 2008

ભારતમાં લોકશાહી છે પણ આ લોકશાહી માં વાણી સ્વાતંત્ર્ય અધીકાર નો દુરૂપયોગ થાય છે કોઇ પણ ક્ષેત્રના મહાનુભાવ પોતાને મન-મરજીને માફક આવે તેવા નિવેદનો કરે છે. આવા ઘણા નિવેદનોમાં માત્ર કલ્પના જ હોય છે આવા નિવેદનો પાછળ કોઇ મુળભુત પાયો હોતો જ નથી. આવા નિવેદનો રાષ્ટ્રનું કોઇ પણ દ્રષ્ટીકોણથી હીતકારક નથી હોતા, આવા જવાબદાર વ્યક્તિ તરફથી થતા નિવેદન સાથે તેની અસર થાય તેની સંપુર્ણ જવાબદારી જે તે નિવેદન કરનાર વ્યક્તિની જ હોવી જોઇએ અને તેને સાબીત કરવાની કાયદાકીય ફરજ પડે તેવી જોગવાઇ હોવી જોઇએ... તેનુ તાજું ઉદાહરણ આપણા કોંગ્રેસના મહાનુભાવ એ.આર.અતુલે દ્વારા કરવામાં આવેલ માનનિય શહીદ શ્રી કરકરે જી ની શહીદીને કાવતરામાં ખપાવી.....
આપણા દેશના એનએસજી ના કે બ્લેક કેટ કમાન્ડો નું રક્ષણ રાજકીય આગેવાનો ને રાષ્ટ્ર કે રાજ્યના ખર્ચે મળે છે સાથે પોતે રાષ્ટ્ર કે રાજ્ય તરફથી વેતન અને અલગ અલગ ભથ્થા તો લે જ છે તો આ બધી સુરક્ષા માટે સરકાર તરફ્થી મળતા ભથ્થામાંથી કપાત કરવી જોઇએ અથવા તેમની પાસેથી જ વસુલ કરવી જોઇએ. ઘણા આગેવાનો ને રક્ષણ મેળવવાની જરૂરીયાત પોતાની બેફામ વાણી અને વર્તણુક ની આડઅસર ના પરીણામ સ્વરુપે જ હોય છે. ઘણા નેતા પોતાનો માન મરતબો આ રક્ષણ ની વ્યવસ્થા પરથી નક્કી કરે છે, તેનુ તાજુ ઉદાહરણ આપણા કેન્દ્ર માં પ્રધાન શ્રી છે.... આ મહાનુભાવ Y+ દરજ્જા ની સલામતી કવચ હતુ પણ ખોટી રજુઆત કરી ને Z+ સલામતી કવચ લીધુ. કેમ કે એક કમાન્ડો તૈયાર કરવામાં લાગતા સમયની કિંમત, માળખાકીય સુવિધા અને તેના વેતન ની ગણતરી કરીએ તો આવો જંગી સલામતી ખર્ચ આપણા વિકાશશીલ દેશને પરવડે ખરો?
આ વિચારો મારા પોતાના છે અને આ અંગે આપની કોમેન્ટ મારા માટે અગત્યની છે તો મને આપની કોમેન્ટ આપવા નમ્ર વિનંતી છે.

અશોક કૈલા

Posted by Ashok at 8:44 PM 7 comments  

ક્યાં ગયા?

Wednesday, December 17, 2008

મોત જેવા મોતને પડકારનારા ક્યાં ગયા?
શત્રુના પણ શૌર્ય પર વારી જનારા ક્યાં ગયા?
*
લોભ લાલચથી નજરને ચોરનારા ક્યાં ગયા?
પ્રાણ અર્પીને પરાર્થે પોઢનારા ક્યાં ગયા?
*
ધ્યેયની ખાતર ફનાગીરી સ્વીકારીને સ્વયં-
કાળ સામે આંખને ટકરાવનારા ક્યાં ગયા?
*
વિશ્વના વેરાન ઉપવનને ફરી મહેકાવવા
જિંદગીના જોમને સીંચી જનારા ક્યાં ગયા?
*
ગર્વમાં ચકચૂર સાગરની ખબર લઇ નાખવા
નાવડી વમળો મહીં ફંગોળનારા ક્યાં ગયા?
*
મોજ માણો આજની, ના કાલની પરવા કરો!
-એમ અલગારી બનીને જીવનારા ક્યાં ગયા?
*
રંગની છોળો ઉછાળી રોજ મયખાના મહીં
'વિશ્વરથ'ના સંગમાં પાગલ થનારા ક્યાં ગયા?

જંયતીલાલ દવે 'વિશ્વરથ'

Posted by Ashok at 2:20 AM 0 comments  

ચિંતન

આઇન્સ્ટાઇન એક વિજ્ઞાની મિત્ર બર્લિનના તેમના નિવાસસ્થાને મળવા આવ્યા હતા. વાતચીત દરમ્યાન બન્ને મિત્રો એ પોટ્સડેમ પુલ પાસે આવેલી એક વેધશાળા જોવા જવાનું વિચાર્યું. તેનો દિવસ અને સમય નક્કી કર્યા બાદ પુલના અમુક છેડે ભેગા થવાનું ઠરાવ્યું.
પેલા મિત્ર બર્લિન શહેરના અજાણ્યા હતા. પોતાની મુશ્કેલી જણાવતાં એમણે કહ્યું, "કદાચ હું ઠરાવેલા સમયે ન પહોંચી શકું તો?"
આઇન્સ્ટાઇનઃ "અરે! તેથી શો ફેર પડવાનો હતો? તમારી રાહ જોતો પુલનાં છેડે ઊભો રહીશ."
મિત્રને સંકોચ થયોઃ "એમ તો તમારો ઘણો સમય બગડે."
આઇન્સ્ટાઇનઃ "મારા સમયની ચિંતા ન કરો, જે જાતનું કામ હું રોજ કરું છું તે હું ગમે ત્યાં કરી શકું તેમ છું."
એ જવાબથી પણ મિત્ર ને સંતોષ ન થયો. વિવેક ખાતર આઇન્સ્ટાઇન આમ કહેતા હશે એમ માની તેમણે પૂછ્યું: " ત્યાં પુલના છેડે ઊભા ઊભા તમારું રોજિંદુ કામ તમે કેવી રીતે કરી શકો, તે મને સમજાતું નથી!"
આઇન્સ્ટાઇને હસતા હસતા કહ્યું: " અરે, એ તો સાવ સહેલુ છે. અભ્યાસખંડમાં બેસીને વિજ્ઞાનના કોયડાઓ પર જો હું ચિંતન કરી શક્તો હોઉ તો પોટ્સડેમ પુલને છેડે ઊભો ઊભો એ જાતનું ચિંતન કરવાને હું ઓછો શક્તિમાન છું એમ તમે શા માટે માનો છો?"

Posted by Ashok at 2:13 AM 0 comments  

ખાટી રે આંબલીથી

ખાટી રે આંબલીથી કાયા મંજાણી,
એને તેજને કિનારે એણે આણી રે
પાંપણની પાંદડીના ઓરા તે અંતરાયે
પેલી બાજુનું કૈં ન જોયું,
*
નિજ સંગાથ જેનું મન ઘેલું મોહ્યલું,
રે પરની પ્રીત્યું ના એણે જાણી રે
પંડને પંપાળવામાં મોંઘેરાં ચીર કેરા
રંગ રે નિહાળ્યા ઓઘરાળા
*
એને અંજવાળવાને ઓછી રે તેજમાળા,
ઓછાં રે જાહ્નવીનાં પાણી રે
ખાટી રે આંબલીને ભીને તે સંગ
ઝાંખી કાયાનો કાટ લીધો માંજી,
*
તેજને અંજન એવું રૂપ લીધું આંજી,
રે ઝળહળ દુનિયા ઝિલાણી રે.......

રાજેન્દ્ર શાહ

Posted by Ashok at 2:09 AM 0 comments  

ભાઇ-બેન

હું રે બનું, બેન! વાડીનો મોરલો,
આંબાની કોયલ તું થા રે, બેન!
તું મારી બેન ને હું તારો ભાઇ.
*
હું રે બનું, બેન! રૂડો ડોલરિયો,
મીઠી ચમેલડી તું થા રે, બેન!
તું મારી બેન ને હું તારો ભાઇ.
*
હું રે બનું, બેન!બાનો ઘડૂલો!
બાની ઇંઢોણી તું થા રે, બેન!
તું મારી બેન ને હું તારો ભાઇ.
*
હું રે બનું, બેન! બાપુનો રેંટિયો,
બાપુની પીંજણ તું થા રે, બેન!
તું મારી બેન ને હું તારો ભાઇ.

સુન્દરમ્

Posted by Ashok at 2:04 AM 0 comments  

આશા

સમજણ સમજીને બહું થાકી આજે,
કોઈ મને પણ સમજે એવું મળે હવે.
દિલ નાજુક નાનું આશાઓથી છલકે,
મોટી વાતો ભલેને હડસેલી બાજુએ.
રોજ આઈનામાં તિરાડો ધીમેથી પ્રસરે,
એના વિખરાટનૉ ડર કોઈ કેમ ના સમજે???
સ્નેહા- અક્ષિતારક.
૧૪-૧૨-૦૮.
મારાં વિશે કંઈ બહું કહેવા કે સમજાવી શકું એવું ખાસ કંઈ છે નહીં મિત્રો. એક સીધી સાદી ગ્રુહિણી છું બસ્.. ગર્વી ગુજરાતણ. મને મારાં ઘરનાં સદસ્યો પર ખૂબ પ્રેમ છે.બીજાં નાનાં મોટા થોડા શોખ છે. જેમકે - ગઝલો વાંચવાનો, થોડું ઘણું લખવાનો પણ પ્રયત્ન કરું છં અને મારાં મિત્રો સાથે એ લખેલું એમને સંભળાવીને આનંદ લઉં છું. મારાં મિત્રો પણ ઘણાં સારા છે બસ એ મને ખૂબ ખૂબ પ્રોત્સાહન આપે છે એથી જ હું વધુ ને વધુ લખવા માટે પ્રેરાઉ છુ. હજી બહુ આવડ્તું નથી કંઈ બસ જે જીવન સમજું છું અનુભવું છું એ લખી કાઢું છું. આશા છે તમે પણ મારો અભિગમ સમજી શકશો.

Posted by Ashok at 1:56 AM 0 comments  

વરસાદ

Monday, November 24, 2008

તું વરસે છે ત્યારે
એક કે બે પંખી
દૂર કે નજીકથી ગાય છે.
કોઇક વટેમારગુ અજાણતાં ભંજાય છે.
વાદળ સ્થિર થાય છે ત્યાં
વૃક્ષો ચાલીને
તો ક્યારેક ઊડીને
એમની પાસે જાય છે.
આ બાજુ
બાળકો અને શેરી
એક સાથે નહાય છે.
તું વરસે છે ત્યારે
સૂની બારી પર ટકોરા થાય છે.
અગાઉની રજ ભીના અવાજમાં
વહી જાય છે.
તું વરસે છે ત્યારે
અંદરના ઓરડે પ્રકાશ થાય છે.

રઘુવીર ચૌધરી

Posted by Ashok at 7:32 PM 0 comments  

અતિ

Saturday, November 22, 2008

'અતિ' ના ખુબ, ઘણું વધારે, અતિશય જેવા સમાનાર્થી શબ્દો મળે છે. અતિ પરથી અતિરેક અને અત્યંત જેવા શબ્દો ઉતરી આવ્યા છે. જેનો અંત નજીકમાં છે તે અત્યંત. કોઇપણ બાબતમાં 'અતિ'નું તત્વ ભળે એટલે 'નાશ' નજીકમાં ઊભો રહેલો હોય છે. જ્યારે વ્યક્તિ અતિ તરફ પ્રયાણ કરે છે ત્યારે અંત તેની તરફ પ્રયાણ કરતો હોય છે. એક જમીનદારે તેને ત્યાં કામ કરતા માણસો ને કહ્યું કે જે કાલ સવારથી સાંજ સુધીમાં જેટલી જમીન પર દોડશે તેટલી તેને આપવામાં આવશે. બધાં માણસો સંતોષી હતા તેથી તેમણે જમીનદાર ને કહ્યું કે તમે જે આપો તે ખરું. અમારે વધારે દોડીને લેવું નથી. પણ એક માણસ લોભી હતો.તેણે આ શરત સ્વીકારી લઇ સવાર પડતા જ દોડવા માંડ્યું. તે વચ્ચે ખાવા કે પીવા પણ રોકાયો નહી અને ભૂખ્યો ને તરસ્યો દોડતો જ હતો જેમ દિવસ ઉંચે ચડતો ગયો તેમ તે વધુ ને વધુ જમીન હસ્તગત કરવા જોરથી દોડવા માંડ્યો અને સાંજ પડતા શરીરમાં અશક્તિ અને થાકથી ચક્કર આવીને બેભાન થઇ ગયો અને મૃત્યુ પામ્યો. તેને જમીન તો ન મળી પણ જીંદગી ગુમાવી. બીજાની જેમ જરૂરીયાત પૂરતું મેળવી, પોતાની શક્તિ અનુસાર મેળવવાનો, જીવન જીવવાનો, પ્રયાસ કર્યો હોત તો સારુ જીવન જીવી શક્યો હોત. મરઘી અને ડોશી વાળી વાર્તામાં પણ અતિલોભને કારણે જ મરઘી અને ઇંડા બન્ને ગુમાવે છે.

અતિની ગતિ નહિ. અને આમેય 'જેઓ અતિ વેગથી દોડે છે તેઓ જલદી પડી જાય છે.' જીવન માં પણ જેટલી ઝડપથી ઉંચે ચડે તેથી વધુ ઝડપે નીચે પડે છે. ઇતિહાસ કે પૌરાણીક કથા માં પણ આ 'અતિ' ને કારણે રામાયણ,મહાભારત કે ગંગાનુ અવતરણ હોય આમ બધેનઠારા બનાવો જ બન્યા છે.. લોક સાહિત્ય માં દુહા માં પણ આજ કહ્યું છેઃ


"અતિ ભલો નહિ બોલવો, અતિ ભલી નહીં ચૂપ,
અતિ ભલો નહીં બરસવો, અતિ ભલી નહીં ધૂપ"


"અતિ ઘણું ન જાણીએ, તાણે તુટી જાય,
તૂટ્યા પછી જો સાંધીએ, ગાંઠ પડે વચમાંય"

આમ અતિ ને લીધે મતિ ના બગડે તે જોવુ જરૂરી છે.


અશોક કૈલા

Posted by Ashok at 11:07 PM 0 comments  

ગોરખ આયા,

Thursday, November 20, 2008

આંગન આંગન અલખ જગાયા, ગોરખ આયા!
જાગો રે જનની ના જયા, ગોરખ આયા!
*
ભીતર આ કે ધૂમ મચાયા, ગોરખ આયા!
આદિ-શબદ મિરદંગ બજાયા, ગોરખ આયા!
*
જટાજૂટ જાગી ઝટકાયા, ગોરખ આયા!
નજર સધી, અરુ બીખરી માયા, ગોરખ આયા!
*
નાભિકંવર કી ખૂલી પાંખુરી ધીરે-ધીરે,
ભોર ભઇ, ભૈરવ સૂર ગાયા, ગોરખ આયા!
*
એક ધરી મેં રુક્યો સાંસ કે અટક્યો ચરખો,
કરમ-ધરમની સિમટી કાયા, ગોરખ આયા!
*
ગગનઘટા મેં એક કરાકો, બીજરી હુલસી,
ઘીર આયી ગિરનારી છાયા, ગોરખ આયા!
*
લગી લેહ, લેલીન હુવે અબ ખો ગઇ ખલકત,
બિન માંગે મુગતાફર પાયા, ગોરખ આયા!

રાજેન્દ્ર શુકલ

Posted by Ashok at 9:05 PM 0 comments  

ચેત, મછંદર!

ના કોઇ બારું, ના કોઇ બંદર, ચેત, મછંદર!
આપે તરવો આપ સમંદર, ચેત, મછંદર!
*
નીરખે તું તે તો છે નીંદર, ચેત, મછંદર!
ચેતવ ધૂણો ધીખી અંદર ચેત, મછંદર!
*
કામરૂપિણી દુનિયા દાખે રૂપ અપારાં,
સુપના લગ લાગે અતિ સુંદર,ચેત, મછંદર!
*
સૂન શિખરની આગે આગે શિખર આપણું,
છોડ છટકણા કાળની કંદર, ચેત, મછંદર!
*
સાંસ અરુ ઉસાંસ ચલા કર દેખો આગે,
અહાલેક! આયા જોગંદર, ચેત, મછંદર!
*
દેખ દેખાવા સબ ઢરતા હૈ ધૂર કી ઢેરી,
ઢરતા સૂરજ, ઢરતા ચંદર, ચેત, મછંદર!
*
ચડો ચાખડી, પવનપાવડી, જય ગિરનારી,
ક્યા હૈ મેરુ, ક્યા હૈ મંદર,ચેત, મછંદર!

રાજેન્દ્ર શુકલ

Posted by Ashok at 9:02 PM 0 comments  

ઝાડ

એક દિવસ
સોસાયટીનાં સૌએ ભેગાં થઇ
વીજળીના તારને નડતો લીમડો
કાપી નાખ્યો.
તે રાતે
વગડાનાં બધાં ઝાડ
મારી પથારીમાં આવ્યાં હતાં!
મારું એકે મૂળ રાતું થયેલું ન જોતાં
એ બિચારા પાછા વળી ગયાં......
હું ઘણીવાર
ઊંઘમાંથી ઝબકી જાઉં છું,
બારણામાં ઝાડનાં પગલાં સંભળાય છે.
મારામાં મૂળ નાખવા માંડ્યું છે આ ઝાડ!
હું ફરી પાછો ફણગી જઇશ એવી બીક લાગે છે!
આજે
બીજું ઝાડ કપાયું છે આ વાસમાં
રાત્રે કોઇ બારણું ખખડાવે
તો કહેજોઃ
એ અહીં સૂતો જ નથી.
દલપત પઢિયાર

Posted by Ashok at 8:54 PM 1 comments  

હરીફાઇ

Wednesday, November 19, 2008

મિત્રો,
સબરસ બ્લોગ અને સબરસ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ ગુજરાતી વાર્તા હરીફાઇ ની પ્રથમ સ્થાને આવેલ વાર્તા ' પ્રણય' અહીં મુકી છે અને આપ સહુને અમારી નમ્ર નિવેદન છે કે આપ આપનુ અમુલ્ય મંતવ્ય આપશો અમને આપના મંતવ્યની ઇંતેજારી છે.... અને બાદ માં બધી રચના હરિફાઇ૧ લેબલ હેઠળઅંહી મુકવામાં આવશે....

Posted by Ashok at 2:23 PM 1 comments  

પ્રણય


ગુલાબી સંધ્યાનો પાલવ ઓઢી ને પવનની એક લહેરખી આવી ને વહેતાં ઝરણાંનાં નીરની સાથે ભળી અને એની શિતળ બુંદોની છાલક, ત્યાં ખડક પર બેઠેલાં તીર્થ ને સહેજ ભીંજવી ગઇ... એ સાથે જ તીર્થની નજર સમક્ષ આવી જ એક ગુલાબી સંધ્યા આવી ગઈ ... ત્યારે પણ તે અને વૃષ્ટિ આ જ ઝરણાં પાસે બેઠાં હતાં... આવીજ રીતે ગુલાબી સાંજ ઢળી રહી હતી અને બન્ને એ જીવનભર એકબીજાનો સાથ નીભાવવાના કૉલ આપ્યાં હતાં... કેવી હતી એ સ્વપ્નો તણી દુનિયા..??..


જાણે જન્મો જન્મથી એકબીજાની તલાશ કરતા હતાં ને આ જન્મે મળી ગયા ..!!.. પ્રણયની અનુભૂતિ કરીને બન્ને જાણે કે ધન્ય બની ગયા હતાં..વૃષ્ટિની તો સૃષ્ટિ જ બદલાઇ ગઈ...! એક્દમ સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવતી વૃષ્ટિ, તીર્થને પોતાનો ભગવાન માનતી હતી ....!...તીર્થ પ્રત્યેનાં પોતાના પ્રણયને એ પૂજા માનતી હતી...! તીર્થને જરાપણ કંઈ થાય તો પળવારમાં ચિંતિત થઈ જતી...!!..એની અસર પોતાની તબિયત પર પણ થતી...સામે તીર્થ પણ વૃષ્ટિ માટે બધુંજ કરી છૂટતો...વૃષ્ટિ બોલે એટલી જ વાર હોય..! આમ જ બન્ને એકબીજા પર પ્રેમની વૃષ્ટિ વરસાવતા.!
...... થોડાં દિવસો તો બન્ને સ્વર્ગમાં વિહર્યા .... !................પરંતુ...........નસીબ ની બલિહારી કે ... સંજોગોની એક જ થપાટે બન્ને દૂર થઈ ગયાં...અચાનક જ તીર્થે વૃષ્ટિને મળવાનું બંધ કરી દીધું... વૃષ્ટિએ એને મળવાના દરેક મરણીયા પ્રયાસો કરી જોયાં પણ બધુંજ વ્યર્થ...!! તીર્થે વૃષ્ટિની સતત અવગણના કરી...! ..


આમ જ એક દિવસ તીર્થ ભારત છોડી ઑસ્ટ્રેલિયા જતો રહ્યો... અને આ તરફ વૃષ્ટિ પર તો જાણે કે પહાડ તૂટી પડ્યો... આસમાનમાંથી એકાએક જમીન પર પછડાઈ ગઈ હોય એવી અનુભૂતિ થઈ...રડી રડીને દિવસો વિતાવ્યાં ... તબિયત પણ બગડી ...! હોસ્પિટલમાં દાખલ કરવી પડી... ત્યાં ડૉકટર પૂજનની સારવાર હેઠળ તબિયત જરા સુધરી... સમય જતાં ડૉ. પૂજન અને વૃષ્ટિ સારા મિત્રો બની ગયાં... પણ વૃષ્ટિએ તીર્થનું નામ હૈયામાં જ દબાવી રાખ્યું...એક દિવસ પૂજને વૃષ્ટિ અને તેના પરિવાર સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો... પરિવારમાં તો બધાએ સહર્ષ સ્વીકારી લીધો..પણ વૃષ્ટિ વિમાસણમાં પડી ગઈ..!.. એક તરફ માતા પિતા અને પૂજન જેવો મિત્ર હતો તો બીજી તરફ પોતાનો પ્રણય અને તેમાં મળેલું દર્દ ..!!... પણ પોતાના દર્દને લીધે ક્યાં સુધી એ બીજા બધાને પણ દુ:ખ આપશે...??... અંતે તેણે બધાની વાતને માન આપ્યું અને પૂજન ને પરણી એ સાસરે આવી..

સમય ને વિતતા ક્યાં સમય લાગે છે..??.. વરસ આમ જ પસાર થઈ ગયું ...વૃષ્ટિએ સાસરે આવીને ઘર અને પરિવાર તરફની જવાબદારી પૂર્ણપણે નિભાવી ...પણ હૈયાનાં એક ખૂણે તીર્થની યાદ ધરબાયેલી પડી હતી...રહી રહી ને એક જ સવાલ ઉઠતો હતો કે આખરે તીર્થે મારી સાથે આવુ કેમ કર્યું ?? એવી તે એની શું મજબૂરી હશે..?? શું અમારી લેણ-દેણ પૂરી થઇ ગઇ હશે..?? એના તરફનાં મારા પ્રેમ અને ભક્તિમાં ક્યાં કચાશ રહી ગઇ ?? ..ક્યારેક ભગવાનની પ્રતિમા સામે જઇને આંસુ સારી લેતી...અને આ બધી જ વાત તીર્થ જાણતો હતો કે વૃષ્ટિને ખૂબ દુ:ખ થશે, પણ વૃષ્ટિનાં જીવનમાંથી દૂર ચાલ્યા જવા માટે જ તો એ ઑસ્ટ્રેલિયા જતો રહ્યો હતો..!!.. આજે વરસ પછી એ આ મિલન સ્થળે આવ્યો હતો..!!.. અને એ દરેક પળો ને યાદ કરી રહ્યો હતો, જે એણે પોતાના પ્રેમ સાથે-વૃષ્ટિ સાથે વિતાવેલી હતી...! તીર્થનાં નયનોમાંથી આંસુઓની બુંદો ટપકી ને આ ઝરણામાં પડી ને એના વહેણ સાથે વહી ગઈ..! અને ભારે હૈયે એ ઘર તરફ વળ્યો ...


પણ ઘરે જતાં જ એ ચોંકી ગયો..સામે વૃષ્ટિ બેઠી હતી...!!! તીર્થ ત્યાં જ થંભી ગયો ...વૃષ્ટિએ અશ્રુભરી આંખોથી એની સામે જોયુ ને એ નજર ને પોતે જીરવીના શક્યો અને ત્યાંથી ચાલ્યા જવા જેવુ પગલું ભર્યું કે વૃષ્ટિ બોલી...,


'' તીર્થ ...!! ...આખરે મારી ભૂલ શું હતી..?.. એ જ ને કે મેં તને મારો આત્મા માન્યો.? મારો ભગવાન માન્યો..? તને ચાહવાની મને આ સજા મળશે એ મને નહોતી ખબર...! અરે એકવાર તો તે મને સાચી વાત કહી હોત..! એક વાર તો મને મારો પ્રેમ સાબિત કરવાની તક આપી હોત...! હું જેવી આટલો સમય તારા વિના દર્દ સહી ને રહી છું એવી રીતે નહીં, પણ ખુમારીથી તારા વિના પણ તારી સ્નેહભરી યાદનાં સહારે જીવન વિતાવી લેત ..! પણ એક નારીનાં હૈયાને, એમાં રહેલી લાગણીને તું શું સમજે..?..તું મને સમજી શક્યો નહીં પણ મારાં પતિ મારાં દર્દને સમજતાં હતાં ..તેઓ જ મને અહીં લાવ્યાં છે..." અને તીર્થે પાછળ ફરી ને જોયું તો પૂજન પણ ત્યાં જ હતો ...તીર્થ કશુંજ બોલી શક્યો નહીં... એની નજર સમક્ષ એ દિવસ આવી ગયો ... જ્યારે તેણે પૂજન પાસેથી-પોતાના અંગત મિત્ર પાસેથી આ વચન લીધું હતું... કે તે વૃષ્ટિનો જીવનસાથી બને અને વૃષ્ટિ એક લાગણીશીલ, સુશીલ અને સમજુ યુવતી છે...નામ એવા જ ગુણ છે ..તે પૂજનનું જીવન સુખની વૃષ્ટિ કરીને ભરી દેશે ..!!..

અને તેણે પૂજનને વચનથી બાંધી લીધો કે પોતાની આ બિમારી વિષે વૃષ્ટિને એ ક્યારેય ના જણાવે... પૂજને અત્યાર સુધી વૃષ્ટિ પાસે તીર્થનાં નામ નો ઉલ્લેખ પણ નહોતો કર્યો અને વૃષ્ટિએ પણ પોતાનું દર્દ હૈયામાં છૂપાવી રાખ્યું હતું..એ જ વિચારીને કે તીર્થે મને આપેલાં દર્દની વાત પૂજનને કહીને પોતે એને શા માટે દુ:ખી કરવો જોઈએ..? આમાં પૂજનનો શો વાંક ?.. નાહક અમારા સંબંધમાં મુશ્કેલી આવી જાશે..અને એ ચુપ રહી...! પણ પૂજન ઘણી વખત વૃષ્ટિનાં દર્દને મહેસુસ કરી શક્તો હતો...ભલે આટલાં સમયમાં વૃષ્ટિએ પત્ની તરીકેની દરેક ફરજ પ્રમાણીકતાથી નિભાવી તો પણ એ સમજી ગયો હતો કે વૃષ્ટિનાં હૈયામાં હજુય તીર્થ છે ...!


પરંતુ તીર્થ ને આપેલાં વચનને લીધે એ પણ ચુપ રહ્યો...! એને તો બમણું દુ:ખ થાતું હતું.. એક તરફ તીર્થની જીવલેણ બિમારી તો બીજી તરફ વૃષ્ટિની વ્યથા..!!..


પણ એક દિવસ બન્યું એવુ કે પૂજનની બહેન ગ્રિષ્મા કોલેજથી આવીને વૃષ્ટિને વળગીને રડી પડી કે, ભાભી, શિશીર મને છોડીને અમેરિકા ચાલ્યો ગયો..મને મોટા મોટા વાયદાઓ આપ્યા ને ત્યાં જઇ લગ્ન કરી લીધાં..!!!!....


આ સાંભળીને વૃષ્ટિ પણ ચોંકી ગઇ...કારણકે શિશીરનાં કુટુંબ સાથે એમને વરસો જૂનાં સંબંધો હતાં..શિશીર અને ગ્રિષ્મા વચ્ચે આટલાં વરસોની મૈત્રી હતી અને છેલ્લાં ત્રણ વરસથી તો બન્ને વચ્ચે પ્રણય પાંગર્યો હતો ...અને અચાનક જ શિશીરે આ પગલું લીધું તેથી વૃષ્ટિને વાગેલો ઘા તાજો થયો, તીર્થે પણ આમ જ મારી સાથે બેવફાઇ કરી.. અને એની આંખો છલકાઇ ગઈ .. ગુસ્સાથી પુરુષ વિરોધી વાક્યો બોલવા લાગી...!


વૃષ્ટિનું આ રૂપ બધાએ પહેલી વાર જોયું ને અવાચક બનીને સાંભળી રહ્યાં... આટલા સમયથી દબાયેલ દર્દની લાગણીએ ગુસ્સારૂપી જવળામુખીનું સ્થાન લઈ લીધું અને તીર્થ પ્રત્યેનો પ્રણય, જે દર્દ બનીને હૈયે ધરબાયેલો હતો એ જ્વાળામુખી બનીને બહાર આવ્યો કે, આ દુનિયામાં નારીનું એક યા બીજી રીતે માનસિક શોષણ જ કરે છે આ પુરુષ ..! પોતાને જ્યારે પ્રેમની જરૂર હોય છે ત્યારે નારી પાસે એવો અભિનય કરે છે કે નારી એને પોતનો ભગવાન માની એની પૂજા કરે છે.. પણ જેવો પોતાનો સ્વાર્થ પુરો, પોતાને જે માનસિક આધાર, જે સમયે જોઇતો હતો એ સમયે મળી ગયો અને જેવી એ જરૂરત પૂરી થઈ કે, કોણ તું અને કોણ હું..? જાણે કે ઓળખતો જ નથી..!!...
આ બધું સાંભળીને પૂજન સમસમી ગયો - " વૃષ્ટિ પ્લીઝ, ભગવાનને ખાતર, તું આ બધું બોલવાનું બંધ કર...!.. હવે મારે તને સાચી વાત કહેવી જ પડશે.. " અને તે વૃષ્ટિને તીર્થનાં ઘરે લઇ ગયો...!!! રસ્તામાં તેણે બધી જ વાત કહી .. પણ એ સાંભળીને વૃષ્ટિની આંખો વરસી પડી..!!..દુ:ખ એ જ વાતનું હતું કે જેને પોતે અંતરનાં ઉંડાણથી ચાહ્યો એ જ મને સમજી ના શક્યો... અને જેણે મને આટલો સમય સંભાળી એના પ્રત્યે મેં ફરજ તો નિભાવી પણ આટલાં ઉંડાણપૂર્વક ચાહી ના શકી..!!..


ત્યારે પૂજને કહ્યું કે, આ તો અંતરમાં ઉદભવતી કુદરતી લાગણી ..!! આ લાગણીને ઉત્પન્ન કરવી એ માનવીનાં હાથમાં નથી...હું પહેલેથીજ જાણતો હતો કે તારા હૈયામાં જે સ્થાન તીર્થનું છે એ હું ક્યારેય લઇ નહીં શકું..ભલે એના તારી સાથેનાં આ વર્તનથી તું દુ:ખી કેમ ના હોય..?.. ચાહે એણે તારું દિલ તોડ્યું કેમ ના હોય..?? એણે ભલે તારી અવગણના કરી હોય અને તને દુ:ખ પહોચાડ્યું હોય પણ.... પ્રણય પોતાનું સ્થાન ક્યારેય છોડતો નથી..!! તમારી વચ્ચે બાહ્ય રીતે ભલે કોઈ જ બંધન ન હોય પણ આંતરીક બંધન છે એ અનોખું છે..જે કુદરતી જ છે એ હું સમજી શકું છું...કારણકે જેવી લાગણી તને તીર્થ માટે હતી એવીજ લાગણી મને તારા માટે છે..!
વૃષ્ટિ, પૂજનની આ સમજ, લાગણી અને ખેલદિલીને મનોમન વંદી રહી..!!..પરંતુ સાથે-સાથે તીર્થની હાલત વિષે જાણીને હૈયું કલ્પાંત કરવા લાગ્યું..! અફસોસ એ જ હતો કે કાશ, તીર્થે એને મોકો આપ્યો હોત તો જીવનભર એની પૂજા કરીને એની સેવા કરી શકી હોત...!.. પણ ..!! ..નસીબ પાસે ક્યાં કોઈનું યે ચાલ્યું છે..??..


આ તરફ તીર્થ પણ વ્યથિત હતો, આંસુઓને ખાળી ના શક્યો... તેણે પણ વૃષ્ટિની જેમ જ "પ્રણય"ની પૂજા કરી હતી..બન્નેનાં અનોખાંબંધનને ખૂબ માન આપ્યું હતું...!! પણ સંજોગોને લીધે તેણે વૃષ્ટિ સાથે આવો વહેવાર કરવો પડ્યો એ પણ વૃષ્ટિનાં સુખ માટે જ તો..!!!.. વૃષ્ટિની આ બધી વાતો સાંભળીને એ વ્યથિત થઈ ગયો પણ પરિસ્થિતિને કારણે કોઈ પણ પ્રકારની સફાઇ આપવી ઉચિત ના સમજી... અને બીજે દિવસે અચાનક જ એક નિર્ણય લઇ લીધો .....!
એરપોર્ટ જતાં પહેલાં તીર્થે, પૂજન અને વૃષ્ટિને પત્ર લખ્યો કે, જીવનની જે ક્ષણો બચી છે એ વિતાવવા ફરી ઑસ્ટ્રેલિયા જઇ રહ્યો છું .. પહેલાં પણ વૃષ્ટિને સુખી રાખવા મેં આ પગલું ભર્યું હતુ...! મારા ગયા પછી એ એકલી ના પડી જાય અને એને સુખ આપી શકે એવો એક માત્ર પૂજન તું જ હતો ..તેથી હું તમારા બન્નેની જિંદગીથી દૂર જતો રહ્યો હતો...બની શકે તો મને માફ કરી દેશો..!..બચેલી ક્ષણોની હર સંધ્યા મારે, અમારા મિલનસ્થળ પર પેલાં ઝરણાં પાસે વિતાવવી હતી એટલે હું અહીં આવ્યો હતો ..પણ હવે મેં વિચાર બદલ્યો છે અને જઇ રહ્યો છું.. તમારાં બન્નેની જિંદગીથી દૂર .... આ વખત હું મારા નવા ઘરનું સરનામુ કે ફોન નંબર નહીં આપુ..!!.. કારણ કે હું નથી ઇચ્છતો કે મારા કોઈ જ સમાચાર તમારા જીવન પર અસર કરે ...! તમે બન્ને સુખી રહો એવી પ્રભુને પ્રાર્થના..!

હૈયામાં પોતાના પ્રણય-પૂજાની સામગ્રી રૂપી ઝાકળભીનાં સ્પંદનો લઇ ને તીર્થ ચાલી નીકળ્યો ... તેની કાર એરપોર્ટ તરફ રવાના થઈ, ત્યારે રેડિયો પર આ ગીત ગુંજી રહ્યું હતું...



દિલ એક મંદિર હૈ ..પ્યાર કી જીસમે હોતી હૈ પૂજા,
યે પ્રિતમ કા ઘર હૈ...
હર ધડ્કન હૈ આરતી બંધન, આંખ જો મીંચી હો ગયે દર્શન ...
સાંસો કા હર તાર પુકારે યે પ્રેમ નગર હૈ...
હમ યાદોં કે ફૂલ ચઢાયે ઔર આંસુ કે દીપ જલાયે ,
મૌત મિટાદે ચાહે હસ્તી, યાદ તો અમર હૈ..!!!
દિલ એક મંદિર હૈ ..પ્યાર કી જીસમે હોતી હૈ પૂજા,
યે પ્રિતમ કા ઘર હૈ..



ચેતના (ઘીયા) શાહ

Posted by Ashok at 2:14 PM 8 comments  

બાલદિન

Friday, November 14, 2008

આધુનિક્તાની વ્યાખ્યા સમ મોમ-ડેડ,
મોમ રમે મોબાઇલે sms, ડેડ computer એ કરે business.
દોસ્તો સાથે શોપિંગ તણાં ગપાટાં અને શેરમાર્કેટની ઉતર - ચડની ચિંતા,
ઘરમાં એક માસુમ કુમળું ફુલ પણ શ્વસતું ને પાંગરતું ,
મોમ - ડેડનાં આધુનિકતા સમ આંચળ હેઠે કચડાતું,
મોમ સખીઓનાં problems સુલઝાવવામાં busy,
ડેડ businesનાં વિસ્તરણમાં અટવાય,
માસુમ ફુલ 'maths'નાં એક સમિકરણે અટવાય,
મોમ-ડેડ.. can u please help me?
અમે અત્યારે થોડાં કામમાં છીએ ,
તને કેટલું સમજાવ્યું છે don't disturb us,
અત્યારે ટાઈમ નથી અમારી પાસે,
દિલે ખારો ઉષ સમંદર ભરીને-ઘરની કાયમી સાથ આપતી દિવાલે અઢેલીને,
માસુમ દિલ પ્રભુને એક તીખી વેધક નજરે વીંધે..
કાશ્ મોમ-ડેડ બનવાની પણ એક school...
સ્નેહા-અક્ષિતારક
૧૨-૧૦-૨૦૦૮.

Posted by Ashok at 2:41 PM 0 comments  

પ્રેમ

નાજુક હજી અમર રહી છે આશ એટલી,
કે પાત્ર પ્રેમથી સભર એકાદ આવશે....... અશોક પંચાલ 'નાજુક'
*
પોટલી બાંધી જીવનના ભેદની,
શ્યામ જેવો હો સખા, તો છોડીએ.....ઉર્વિશ વસાવડા
*
'દ્રાક્ષ ખાટી' નું તારણ નીકળ્યું,
પ્રેમની ઊંચી હવેલી હોય છે........રાજીવ ભટ્ટ 'દક્ષરાજ'
*
આંખો વડે તને જોઉં સનમ, પણ,
દિલ ઓળખે છે તને તારા સિતમથી.......કીર્તિકાંત પુરોહિત
*
કાંઇક અલગ જ હોય છે, પ્રેમની ભાષા,
શબ્દ એક પણ નીકળતો નથીઆંખો જ છે......અર્જુન ગલ
*
ગામ આખું ખૂબ ધીમે વાત જાણે,
છોકરી ને છોકરાની જાત જાણે,
ગામને તો કેમ રાતે નંદ આવે?
ગામ આખું ઊંઘ મારે વાત જાણે......રમેશ આચાર્ય
*
એ જ લોકો લાગણીમાં કાપ મૂકે છે,
'તું' ના સ્થાને હાય, જેઓ 'આપ' મૂકે છે.....મદનકુમાર અંજારિયા 'ખ્વાબ'
*
પ્રેમ ભીની પાંપણો પાસે ઝુકી જા પ્રેમથી,
મૂક સઘળા માન તો તકલીફ જેવું કંઇ નથી.......... કિરીટ ગોસ્વામી
*
હવે તો મળવા આવ સાંવરિયા,
આમ, ના તું તડપાવ સાંવરિયા,
કટારી જેવી રાત્રિ છે તેજ -
વિરહ છે મારો ઘાવ સાંવરિયા.......કુછડિયા કેશુ
*
હાર-જીતનો દસ્તુર છે, પ્રણયમાં અજબ,
તું હારશે, તો એ હશે, તુજ જીતનો પડઘો.........બી.કે.આપા 'અમર'

Posted by Ashok at 2:35 PM 0 comments  

સપનું મારું ...

Sunday, November 9, 2008

હતું રંગીન કયારેક જે, હવે શ્વેત -શ્યામ બની ગયું,
સપનું મારું, આ રાહ પર, એકલ મુસાફર બની ગયું !

હતું ગઝલ કયારેક જે, હવે શબ્દોનુ મોહતાજ બની ગયું,
સપનું મારું, આ કાગળ પર, ચાર અક્ષર બની ગયું!

હતું ફસલ કયારેક જે, હવે ખેતરનું નિંદામણ બની ગયું,
સપનું મારું, આ વેલ પર, વાંઝિયો વિચાર બની ગયું!

હતું વ્હેણ કયારેક જે, હવે પથરાળ મેદાન બની ગયું,
સપનું મારું, આ રેત પર, કોઇક કંકર બની ગયું!

હતું મારું કયારેક જે, હવે અન્યની મિલકત બની ગયું,
સપનું મારું, આ હકીકત પર, કેટલું લાચાર બની ગયું!

હતું બાજી કયારેક જે, હવે કૌરવોના જુગટાનું મોહરૂં બની ગયું,
સપનું મારું, આ દ્રૌપદી પર થતો અત્યાચાર બની ગયું!

દીપ્તિ પટેલ, 'શમા'

Posted by Ashok at 10:47 PM 0 comments  

નદી

Saturday, October 25, 2008

કોઈ ઉછળતી, ધસમસતી
બેઉ કાંઠે ગાંડીતુર વહેતી નદીમાં
અચાનક ચંદ્રની શીતળ છાયા પડી,
અને
નદી, શાંત ચિત્તે જાત સંભાળતી
મંથર ગતિએ વહેતી
સાગરનાં બંધન સ્વીકારવા ચાલી.....

સ્નેહા-અક્ષિતારક

Posted by Ashok at 6:10 PM 1 comments  

આપણા મળ્યાની ખબર

આપણા મળ્યાની ખબર કોઇને નથી, એમ માનો છો?
માત્ર મને કે તમને જ નહીં, કેટલા બધાને ખબર છે,
*
આપણે મળ્યા હતા પેલા આસોપાલવની નીચે,
એષ, આપણે તો જતા રહ્યા, પણ આસોપાલવને યાદ છે,
*
રોજ હું તમને આપતી હતી એક પીળી કરેણનુ ફુલ,
તમને યાદ નથી પણ તમારા ખિસ્સામાના ફુલને યાદ છે,
*
આપણે ચાલતા હતા રોજ પેલી સુની સડક પર,
તમે તો ચાલી ગયા, પણ આપણા પગલાને હજી યાદ છે,
*
એક સવારે તમે હાથ લીધો હ્તો મારો તમારા હાથમાં,
તમે હાથ લઈ લીધો, પણ મારા હાથની ગરમીને હજી યાદ છે,
*
એક સોનેરી સંધ્યાએ આપ્યુ હતુ, તમે મારા હોઠોને એક ગીત,
તમે તો ખામોશ થઈ ગયા પણ ગીતના પડઘાઓને હજી યાદ છે,
*
આજે તમે તો જતા રહ્યા છો, હુ રોજ કરુ છુ તમારો ઇન્તેઝાર,
પણ આપણા બે સિવાય, આપણી યાદોને પણ તમે યાદ છો.

નમ્રતા

Posted by Ashok at 6:02 PM 2 comments  

પ્રેમ

Saturday, October 18, 2008

પ્રેમ....
તારી અને મારી વચ્ચે ઓ સનમ
આ તે કેવો સુંવાળો સંબંધ છે ?

જેમાં આપણા પ્રેમનો થોડો થોડો
ને વિરહનો ઘણો ઘણો પ્રબંધ છે.

તું તો નથી રહી આસપાસ મારી
મારા શ્વાસશ્વાસમાં તારી સુગંધ છે.

જ્યાં જોઉં ત્યાં તને જ જોઉં છું
કોણ કહે છે કે પ્રેમ અંધ છે ?

આપણા આ પ્રેમનું છેક એવું છે
કામકાજ ચાલુ ને રસ્તો બંધ છે.

લખી ભલે ‘નટવરે’ આ ગઝલ
દિલથી વાંચો,પ્રેમનો નિબંધ છે.

Posted by Ashok at 12:31 AM 0 comments  

Friday, October 10, 2008

માનસિકતા

રાત નો સમય હતો છતા ચારે તરફ હજી પણ પુર ના પાણી નો ભયાનક અને ડરામણો ઘોંઘાટ છવાયેલો હતો. છગન કાલ રાત થી જાડ પર બેઠો હતો.તેની બાજુમાં પંડીતજી પણ બેઠા હતાં જાડની ડાળી પર. ગામ તો હવે દેખાતું પણ ન હતું. ફકત મકાનો ના છાપરા અને મોટા મોટા જાડો ની ઉપલી ડાળો જ દેખાઈ રહી હતી અને દેખાઈ રહ્યાં હતા એ વિજળી ના થાંભલાઑ ના તાર કે જેમાં ક્યારેય વિજળી આવી જ નહતી.પણ બિલ જરુર આવતું હતું...........

અચાનક ત્યારે જ જાડ ઉપર કંઈક સળવળાટ થતો અનુભવાયો .નીચે વળીને જોયું તો એક સાપ દેખાઈ રહીયો હતો કદાચ તે બિચારો પણ પોતાનો જીવ આ પાણી થી બચાવવા જાડ પર ચડી રહયો હતો. એમજ વિચારી ને છગને સાપ ને જવા માટે થોડી જગ્યા કરી આપી. સાપ ઉપર આવી ને તેની બાજુમાં બેસી ગયો. તે પોતેજ ડરી ગયેલો દેખાતો હતો તો કોઈ ને શું કરડવાનો૵ પડીંતજી ઉંઘમાં હતાૢ પણ આટલા ઘોંઘાંટ માં કેવી રીતે સુઇ શકાય. પણ થોડા ઉંઘ માં હતા નહીતર ચીસો પાડી ઉઠત સાપ – સાપ...! કરીને.

----------અચાનક ઘડામ ! દઈને આવાજ થયો. છગન થોડો ડરી ગયો. બાલુ નાં ઘર ની દિવાલ પડી ગયી હતી. આ તેના પડવાનો જ આવાજ હતો. પંડીતજી પણ સભાન થઈ ને આમ તેમ જોવા લાગ્યા. જ્યારે છગન ની બાજું માં સાપ ને જોયો તો ઈશારા થી કહેવા લાગ્યા કે તારી પાછળ સાપ છે. છગન બોલ્યો કે કાંઈ વાધોં નહી ૢ મને પુછીને જ બેઠો છે. પંડીતજી મંદ મંદ હસવા લાગ્યા. છગન ની પાસે થોડા ચણા હતા તે પોતાની પોટલી ખોલી ને ખાવા લાગ્યો. પણ સાથે કોઈ ભૂખ્યો હોય તો એકલા કેવી રીતે ખાઈ શકાય૵ તેથી તેણે પંડીતજી ને પુછ્યું કે તેઓ ચણા ખાશે૵

પંડીતજી પણ ભુખ્યા હતા પણ એક પછાત જાતીના છોકરાના હાથ નું કેવી રીતે ખવાય૵ પણ બે દિવસ થી જાડ પર ભુખ્યા બેઠા હતા લટકી રહી ને ડાળ પર.......બીજો કોઇ ઉપાય પણ ના હતો. તેથી પછી તેમણે વિચાર્યુ કે ખાઈ લઉ અહી કોણ જોવાનું છે૵ કેમકે હવે ભૂખ જવાબ દઈ રહી હતી. તેથી તેમણે છગન ની સાથે ચણા ખાઈ લીધા.હવે બંનેની ભૂખ લગભગ શાંત થઈ ગયી હતી.અને જ્યારે પેટમાં અન્નનો દાણો પડે તો ઉંઘ પણ આવી જતી હોય છે.તેથી બન્ને થોડીવારમાં જ સુઈ ગયા. અને બિચારો એ બન્નેને જોતો રહ્યો જાણે કે પહેરો દેતો હોય.
સવાર ના પંછીઓ ના કલરવે બન્નેની ઉંઘ ઉડી ગયી..જોયુ તો દૂર દૂર ગામના છોકરાઓ તરાપો જેવું બનાવી ને તેમની તરફ જ આવી રહીયા હતા....

પંડીતજી એ ઉભા થઈ ને હાકોટા પાડીને ધ્યાન દોરવા માંડ્યું. તે સાંભળી ને છોકરાઓ તેમની નજીક આવી પહોંચ્યા. જેવો તરાપો નજીક આવ્યો કે પંડીતજી કુદીને તેમાં બેસી ગયા અને હુકમ કરવા લાગ્યા કે ચલો ચલો જલ્દી ચલો ! છોકરાઓ એ પુછ્યું કે શું છગન ને નથી લેવાનો૵ તો તેમણે કહ્યુ કે બીજા ફેરામાં આવો ત્યારે લઈ જજો તેને. અને તેઓ નીકળી ગયા................... .....તરાપો દૂર જઈ ચુક્યો હતો. છગન અને સાપ બન્ને જણા તેને જતો જોયા કરતા હતા.

છગને વિચાર્યુ કે ભલુ થજો કે સાપ માં જાતીપ્રથા નથી.

અને સાપ વિચારી રહ્યો હતો કે સારુ થયું કે હું મનુશ્ય નથી.


પ્રાચી વ્યાસ

Posted by Ashok at 7:40 PM 0 comments  

Harifai

મિત્રો
આજે હરિફાઈ નું પરીણામ જાહેર કરતા આનંદ અનુભવું છું.
આપ સૌના સાથ અને સહકાર બદલ ખુબ ખુબ આભાર


વાર્તા સ્પધાં ના ઈનામો


પ્રથમ ઈનામ ...............પ્રણય...........લેખિકા....ચેતના (ઘીયા) શાહ
દ્વીતીય ઈનામ.................જેલ.............લેખક.......સુરેશ જાની
ત્રિજુ ઈનામ..................સ્વાતંત્ર ...સમી સાંજ નુ....નીતા કોટેચા

કાવ્ય સ્પર્ધા નાં ઈનામો


પ્રથમ ઈનામ ............. વૃક્ષોવિણ.........................શિવાની કામદાર
દ્વીતીય ઈનામ ...........આ સિમેન્ટ ના જંગલ મા ક્યાં ખોવાય ગયો માણસ.......નિશિત જોશી

કહેવતો આધારીત ઈનામ

પ્રમોદ પટવા
બધાં વિજેતાઓને અભિનંદન



Posted by Ashok at 6:39 PM 4 comments  

આફત આવ્યા પહેલાં જ ડરવા ન માંડશો

Sunday, October 5, 2008

આફત આવ્યા પહેલાં જ ડરવા ન માંડશો

-
મોહમ્મદ માંકડ (સંદેશ)


આ મહિનામાં, આ તારીખે અત્યારે તમે આ લેખ વાંચી રહ્યા છો. પરંતુ ગયા વર્ષે આ મહિનામાં આ તારીખે આ સમયે તમે શું કરતા હતા તે કહી શકશો? મોટા ભાગે નહીં કહી શકો, અરે, ચોક્કસ નહીં કહી શકો. એ જ રીતે આવતાં વર્ષે આ મહિનાની આ તારીખે તમે શું કરતા હશો તે ચોક્કસપણે કહી શકશો ? નહીં કહી શકો. આમ છતાં, દરેક માણસ જીવનનિર્વાહ માટે આવતીકાલની ચિંતા, આવતા મહિનાની, અને ઘણા તો પાંચ- દસ વરસની પણ ચિંતા કરે છે. ઉંમર વધવા સાથે બુઢાપાની ચિંતા પણ કરે છે. જે રસ્તા વિષે માણસ કશું જ જાણતો નથી એના વિષે માત્ર કલ્પનાઓ કરવાથી શું ફાયદો ?


પરંતુ જીવનની આ બે બાબતો એવી છે કે માણસ એની ચિંતા કર્યા જ કરે છે. એક ડાહ્યા માણસે એટલે જ કહ્યું છે કે જે માણસ આવી ચિંતા કરે છે એ નદીએ પહોંચ્યા પહેલા જ જોડાં કાઢી નાખવાની ચેષ્ટા કરે છે. પાણીમાં ઉતરવાની વાત તો દૂર રહી.

સરકારી નોકર માટે સરકાર પગારધોરણ નક્કી કરી આપે છે. પેન્શન, ગે્રચ્યુઈટી, પ્રોવિડન્ટ ફંડ નક્કી કરી આપે છે. કામ કરવાના કલાક અને પેન્શન લેવાની ઉંમર અને રજાઓ નક્કી કરી આપે છે, છતાં આટલી બધી અનિશ્ચિતતાઓ બાકી રહે છે. જે બાબતમાં કોઈ સરકાર, કોઈ પેઢી કે શેઠ કશું નક્કી કરી શકતાં નથી. નોકર માટે પગારધોરણ નક્કી થઈ શકે પણ અમુક વર્ષે અમુક સમયે નાણાંની કે રૃપિયાની કિંમત કેટલી રહેશે એ કોણ નક્કી કરી શકે ? અને એટલે, ખરા પગારનું ધોરણ કઈ રીતે નક્કી થઈ શકે ? એના ઉકેલ માટે મોંઘવારી ભથ્થું ઉમેરી શકાય પણ મોંઘવારી ભથ્થું હંમેશા મોંઘવારી વધ્યા પછી ઉમેરાય છે અને તે માત્ર મોંઘવારીમાં ઉમેરો કરવા માટે જ કારણભૂત બને છે.

એટલે કે, આવતીકાલને કોઈ ધોરણ કે ચોકઠામાં આપણે બાંધી શકતા નથી, અને જેને સરકાર કે સમાજ ન બાંધી શકે તેને બાંધવાની નિરર્થક ચેષ્ટા વ્યક્તિએ શા માટે કરવી જોઈએ ? અને જે લોકો એવું કરે છે એ મૂડી લીધા પહેલાં જ વ્યાજ ભરવા માંડે છે. આફત આવ્યા પહેલાં જ ડરવા લાગે છે, અને ડરવાથી આફત દૂર થઈ શકતી નથી.

ચિંતાથી માણસ ભાવિ માટે એવી એવી યોજનાઓ બનાવ્યા કરે છે કે અમલ કરવાના બદલે ચિંતા કરવામાં જ તેમનો સમય વેડફાઈ જાય છે. કાઠિયાવાડી બોલીમાં એક કહેવત છે કે ‘કારતક મહિને કણબી ડાહ્યો.’ આમાં માણસની યોજનાઓની નિરર્થકતા વ્યક્ત થાય છે. ચોમાસું વીતી જાય ત્યારે ખેડૂતો ચર્ચા કરે છે, ‘આ વરસે બાજરાને બદલે કપાસ વાવ્યો હોત તો રંગ રહી જાત !’ બીજા વર્ષે એમને લાગે છે કે, આ વરસે બહુ ઓછો વરસાદ પડયો. જો બાજરો વાવ્યો હોત તો પાક છૂટત !’ અને ત્રીજા વર્ષે, ‘અમે તો પહેલેથી જ કહેતા હતા, આ મોહનભાઈ નો માન્યા. મગફળી વાવી હોત તો મજા થઈ જાત !’ કારતક મહિનામાં ખેડૂતોને બધી ભૂલો ચોખ્ખીચટ સમજાય છે પણ આવતા વર્ષે શું વાવવું એ કોઈને સૂઝતું નથી, કારણ કે એની કોઈને ખબર પડતી નથી.

અને જે અજાણ્યું છે, અકળ છે એના વિષે ચોકસાઈપૂર્વક યોજના કે ચિંતા કરવાથી કશું વળતું નથી. જેવી ખોટી ચિંતા માણસ કમાવા માટે કરે છે એવી જ નકામી ચિંતા ઉંમર વધવા સાથે બુઢાપા બાબતમાં કરે છે. બુઢાપાની ચિંતા માણસ પોતાની આસપાસના વૃદ્ધ માણસોની જે હાલત જુએ છે તેને કારણે થાય છે. આ ચિંતા પણ કમાવાની ચિંતા જેવી જ છે કારણ કે, કમાવાની ચિંતા કરવાથી કમાણી વધતી નથી. એ જ રીતે બુઢાપાની ચિંતાથી બુઢાપાને રોકી શકાતો નથી.

શારીરિક રીતે વૃદ્ધ બનતા પહેલાં માણસ અંદરથી વૃદ્ધ બનવા લાગે છે. હવે ચાલીસ થઈ ગયાં, પચાસ થઈ ગયાં, સાઠ થઈ ગયાં, હવે ખલાસ ! ઊધઈ જેવી આ માન્યતા માણસને અંદરથી કોરવા માંડે છે અને આખુંયે શરીર ખખલા થઈ ગયેલા વૃક્ષની જેમ ખખડી જાય છે. યુવાન રહેવાનું બધાને ગમે છે, પણ યુવાન કેમ રહેવું તે બધાને આવડતું નથી. જે માણસને આવડે છે, તેને બુઢાપો અમુક સમયથી વધુ હેરાન કરી શકતો નથી. જીવવાનો આનંદ માણવા માટે શરીર સ્વસ્થ હોય તે જરૃરી છે, પણ એ માટે માણસ કાયમ વીસ જ વર્ષનો હોય એ જરૃરી નથી.

વિચાર કરી જુઓ, તમે પાંચ વર્ષના હતા ત્યારે ત્રણ પૈડાં વાળી સાઇકલ ચલાવવામાં જે આનંદ આવતો હતો તે અત્યારે આવી શકશે? ફુગ્ગાથી રમવામાં એટલી મજા આવી શકશે ? તે વખતે ત્રીસ પાંત્રીસ વરસના પિતા તમારી વાત સાંભળવાનું અધૂરી મૂકીને દુકાને કે ઓફિસે જવા નીકળી પડતા હશે ત્યારે તેમની તે ક્રિયા તમને કેટલી નકામી લાગતી હશે ? પ્રેમમાં હતાશ થઈ ગયેલ ભાઈ કે બહેન,અથવા તો દેવું થઈ જવાને કારણે કપાળે હાથ મૂકીને આફત આવ્યા પહેલાં જ ડરવા ન માંડશો બેઠેલા કાકા તમને કેવા લાગતા હતા ? એ બધું તમારા માટે કેટલું નિરસ અને નિરર્થક હતું ? એવું જ, કદાચ, તમારું અત્યારનું દોડાદોડી વાળું જીવન તમને વૃદ્ધાવસ્થામાં લાગશે. દરેક ઉંમરે માણસના વિચારો અને સમજમાં ફેરફાર થયા કરે છે અને દરેક ઉંમરને એનો પોતાનો આનંદ હોય છે.

જે માણસ આજે ત્રીસ વર્ષનો હશે તેમને જરૃર લાગશે કે, આજે એમના જીવનમાં જે આવડત છે તે વીસ વર્ષની ઉંમરે ન હોતી. ચાલીસ- પિસ્તાલીસ વર્ષના હશે તેઓ સંમત થશે કે, પંદર-વીસ વર્ષ પહેલાં તેમની પાસે આજે છે તેવી સગવડ કે આબરૃ ન હોતી. પચાસ વર્ષના હશે તે કહેશે કે, આજે તેમનામાં જે ડહાપણ છે તે વીસ-પચીસ વર્ષ પહેલાં ન હોતું. એનો અર્થ એ છે કે, જીવન અમૃતનો પ્રવાહ છે. કોઈ પણ ઉંમરે એ શુષ્ક કે કડવું નથી હોતું. દરેક પસાર થતું વર્ષ મનુષ્યને વધુ પુષ્ટ બનાવે છે. માત્ર પથ્થરો ઉપર જ લીલ બાઝી જાય છે અને તે નકામા થઈ જાય છે.

એનો અર્થ એ નથી કે ઈચ્છાશક્તિના જોરથી માણસ પોતાના વાળને સફેદ થતા રોકી શકે, અથવા તે ચામડી પર કરચલી પડતી રોકી શકે. પણ એનો અર્થ એટલો જરૃર છે કે, સફેદ વાળ અને કરચલીવાળા ચહેરા સાથે પણ તે આનંદીત રહી શકે, અને આનંદ એ જ જીવન છે.
અર્નેસ્ટ એલ્પોકોકીએ લખ્હ્યું છે કે, જો કોઈ માણસ પાસે જીવનનિર્વાહ જેટલી કમાણી, કામકાજ કરી શકાય એટલી તંદુરસ્તી અને કોઈ પણ વસ્તુમાં રસ લેવાની શક્તિ, એ ત્રણ વસ્તુઓ હોય તો એવો માણસ ગમે તે ઉંમરે અને ગમે તે સ્થળે સુખથી જીવી શકે છે.


જીવનનો પ્રવાહ નદીના પ્રવાહ જેવો છે, સતત વહ્યા કરે છે. ગમે તે સ્થળેથી તે ચાખી શકાય છે. કિનારે બેસીને માત્ર યોજનાઓ કે ચિંતા કરવાથી કશું જ પ્રાપ્ત થઈ શકતું નથી. એનો અર્થ એવો નથી કે પ્લાનિંગ ન કરવું, કોઈ કામ માટે યોજના ન કરવી, એનો અર્થ એટલો જ છે કે યોજનાઓ કરવા પાછળ જ સમય વેડફી ન નાખવો કારણ કે, એવી અફર, જડબેસલાક યોજના કોઈ કરી શકતું નથી. અને યોજના નિષ્ફળ જાય તો ચિંતા ન કરવી. ચિંતા કરવાથી કશું જ વળતું નથી.

Posted by Ashok at 5:18 PM 0 comments  

શેર

Saturday, October 4, 2008

પહેર પાનેતર સનમ મુહૂર્ત હવે જોયુ નથી,
લોકચર્ચા ગામની સહદેવવાણી થૈ જશે......'સુમન' મનહર

મ્હેંકનું કારણ મળ્યું ના વાડ ને,
છોકરી ઉભી હતી આડશમાં.......આબિદ ભટ્ટ

એક ટીપું આંસુ નહીં ટપકે,
આંખ મઢાવી એ જ પ્રમાણે.....નવનીત ઠક્કર

પ્રેમ નથી બીજું કંઇ પણ પળ બે પળનો ઝબકારો છે,
સાવ જૂદી નજરે કોઇથી જોવાઇ જવાની ઘટના છે.....દિના શાહ

જવું હો હરદ્વાર નક્કી તય કર્યુ મનમાં પ્રણય,
ને સુરાલય પહોંચે પગ -એની મજા કૈં ઓર છે.....પ્રણય જામનગરી

શ્રોતાજનો લથબથ હતાં ભીંજાયેલા ગીતમાં,
તારી મહેફિલમાં હું કોરો હીજરાયો હતો......ભાનુપ્રસાદ પંડ્યા

બગીચો ગમે છે અને રણ પણ ગમે છે,
તમો હોવ તો હર ક્ષણ ગમે છે.......તુરાબ 'હમદમ'

તારી ગલીમાં આવવાથી ફાયદો થયો,
મિત્રો મળ્યા બે-ચાર ને મુસાયરો થયો.....સ્નેહલ જોષી

તે પછી રિસાઇને ચાલ્યાં ગયા,
પ્યારનું સગપણ હશે લાગી શરત્ .......અઝીઝ ટંકારવી

પ્રેમથી જોડાઇ મુજને, તુજ સુધી પહોંચ્વું નથી,
પણ મુજથી જોડી પ્રેમને તુજ સુધી પહોંચાડવો છે...શ્વેતા 'દિવાની'

વિશ્રામ ક્યાં? મરણ ક્યાં? કરું કાં હવે ફિકર,
એક સ્વપ્ન સૌ વ્યથાઓનું શામક બની ગયું......નરેન્દ્ર શુકલ

વાંસ જેવો મારો પડછાયો હતો,
વન ઉપવન ક્ષણ લૂંટાતું ગયું..........નલિન પંડ્યા

સુવાસ ચાહું છું જીવનની હું ભરી લેવા,
પરંતુ મારુ જિગર ધુપદાન છે કે નહીં?......નસીમ

દીપ કે ફૂલ જ્યાં જોઇ ન શકો, સ્નેહીઓ,
એ મઝાર મારો છે.....નસીમકહે છે કે કોઇ કે તારું મકાન છે કે નહીં?
ભમી રહ્યો છું યુગોથી, એ ભાન છે કે નહિં?.....નસીમ

વર્ષો પછી આ મૌનને તોડું હવે તો શું થશે?
ચહેરા વિના આયના ફોડું હવે શું થશે?.....નંદિતા ઠાકોર

મઝધારને માઠું લાગ્યું છે ને શાંત સમંદર લાગે છે,
નૌકાને ડુબાવી દેવાનો સુંદર અવસર લાગે છે......નાઝ માંગરોલી

એ અધવચથી જ મારા દ્વાર પર પાછાં ફરી આવે,
જો એવું માર્ગમાં કંઇ અપશુકન થઇ જાયતો સારું......નાઝિર દેખૈયા

આમ અમથાં એક ક્ષણ ઝૂર્યા અમે પંખી બની

લાખ સપનાંઓ વહી ચાલ્યાં પછી પંથી બની........નીલા પટેલ

તારું નામ લીધું તો વચ્ચેથી,
આપમેળે ખસી ગઇ દુનિયા.......નૂરી પોરબંદરી

એ અધવચથી જ મારા દ્વાર પર પાછાં ફરી આવે,
જો એવું માર્ગમાં કંઇ અપશુકન થઇ જાયતો સારું......નાઝિર દેખૈયા

આમ અમથાં એક ક્ષણ ઝૂર્યા અમે પંખી બની,

લાખ સપનાંઓ વહી ચાલ્યાં પછી પંથી બની........નીલા પટેલ

તારું નામ લીધું તો વચ્ચેથી,
આપમેળે ખસી ગઇ દુનિયા.......નૂરી પોરબંદરી

એ ઘરની વાત જવા દો એ ઘર મળે ક્યાંથી?
કે જેની શોધ હતી એ મને ગલી ન મળી.........નૂરી પોરબંદરી

ઝીલી શકો તો ઝીલો ઝવેરાત શબ્દનાં,
અર્થોના રાજપાટ લૂંટાવીને ચાલીએ.......પથિક પરમાર

પીડાનું રાજપાટ માગું છું,
છાતી સોંસરવુ તીર આપી દે.......પરેશ દવે

આ બગીચામાં ભલે ન પાનખરનું રાજ હો,
છે અટલ વિશ્વાસ કે પાછી બહારો આવશે.......પંકજ ભટ્ટ

સાવ ખાલીખમ પડ્યું અસ્તિત્વનું આખું મકાન,
આવ, તું આપી ટકોરો ને વસાવી લે મને.....પંથી પાલનપુરી

વ્યોમ તારી આંખનું સ્પર્શી જશે જ્યારે મને,
કોઇ ટહુકાની ક્ષણો વળગી જશે જ્યારે મને......પીયુષ ભટ્ટ

મનોરંજન કરી લઉં છું ,મનોમંથન કરી લઉં છું,

પ્રસંગોપાત્ત જીવનમાં પરિવર્તન કરી લઉં છું...........અકબર અલી જસદણવાલા

દિલ મહીં તુજ ધ્યાન વિણ બીજું કશું પણ હોય શું?
રાધિકાને કહાન વિણ બીજું કશું પણ હોય શું?.........અગમ પાલનપુરી

હશે કારણ કોઈ બીજું કે હું લથડી ગયો હોઈશ,

હકીકતમાં તો હું પીતો નથી પણ પી ગયો હોઈશ !- જલન માતરી

અમને તો મહોબ્બત છે પછી તારી જે મરજી
ટપલી કે તમાચો હો અમે ગાલ ધર્યો, લે !- મરીઝ

શોકનો માર્યો તો મરશે ન તમારો 'ઘાયલ'
હર્ષનો માર્યો મરી જાય તો કહેવાય નહીં !- અમૃત

અર્થ આવ ! કાનમાં કહું તને,
પહેલો પુરુષ એક વચનની એ શોધ છે !- શોભિત દેસાઈ

અમારા દોસ્તનો જરા આ પ્યાર જોઈ લો,
જનાજો નીકળ્યો ત્યારે દિલાસો આપવા આવ્યા !- આશિત હૈદરાબાદી

જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો,
હું પરખું પાપને મારા, મને એવા નયન દેજે !- નાઝિર દેખૈયા

વિતાવી મેં વિરહની રાત તારાં સ્વપ્ન જોઈને,
કરૂં શું મારી પાસે એક પણ તારી છબી નહોતી !- બરકત વિરાણી 'બેફામ'




Posted by Ashok at 1:02 PM 5 comments  

ગઝલ

ક્યાં કશો ય શોક છે કે હર્ષ છે,
સ્વપ્ન ફળ્યાનો હવે શો અર્થ છે ?

ગા લ ગામાં એમનો સંદર્ભ છે,
આ ગઝલનો એટલો બસ મર્મ છે.

એને બરછટ શબ્દથી દુષિત ન કર,
લાગણી કેવી મુલાયમ નર્મ છે.

છે હવે મદહોશ એ સ્પર્શથી,
એ જ વાતે આ પવનને ગર્વ છે.

મારો પડછાયો મને પૂછ્યા કરે,
તેજ ને અંધારમાં શો ફર્ક છે?

ભીંત પર મોર ચીતરો તો ભલે,
ત્યાં ટહુકો ટાંગવાનું વ્યર્થ છે.

અન્યની તો વાત શી કરવી, અદમ
પંડની સાથે જ ક્યાં સંપર્ક છે?

સ્મરણની ખૂલી જાય વાસેલી બારી ને
તારી હજુ આવ-જા છે
કોઈ જો પૂછે 'કેમ છો', આંખ લૂછી
હસીને કહું છું મજા છે

ચરણ સાથ મૂકીને ચાલ્યાં હતાં,
આંખ ફરતી હજુ એ જ રસ્તાઓ તેડી
નથી એક પગલુંય ભૂંસી શકાતું,
કહો કેમ ભૂંસી શકું જ કેડી

અમે નાવ લીધી હલેસાંય લીધાં, ને
આખી નદી લાપતા છે
કોઈ જો પૂછે 'કેમ છો', આંખ લૂછી
હસીને કહું છું મજા છે

કિતાબોય જૂની હું વાંચી શકું ના,
કે તારાં જ વાળેલાં પાનાં મળે
મળે કોઈ ચિઠ્ઠી, મળે કોઈ પીંછું
પછીથી પ્રસંગો જે ટોળે વળે

સમાધિ સુધી લઈ જતા એ પ્રસંગો
સમાધિ તૂટ્યાની સજા છે
કોઈ જો પૂછે 'કેમ છો', આંખ લૂછી
હસીને કહું છું મજા છે

મને સાચવી રાખવા તેં દીધેલું
એ અડધુંક ચોમાસું છે મારી પાસે
તને પાછું કરવા હવે મારો સૂરજ
સવારેથી નીકળી જતો રે પ્રવાસે

નિરંતર તને શોધતા આ સૂરજને
મળી આગ ઉપર હવા છે
કોઈ જો પૂછે 'કેમ છો', આંખ લૂછી
હસીને કહું છું મજા છે

Posted by Ashok at 12:45 PM 0 comments  

ગઝલ

Thursday, September 25, 2008

ग़म खाने में बोदा दिल-ए ना-काम बहुत हैयह रन्‌ज कि कम है मै-ए गुल्‌फ़ाम बहुत
સહન કરવામાં મારુ દિલ નબળુ બહુ છે, એ વાતનુ દુઃખ છે કે લાલ રંગનો શરાબ પણ ઓછો છે - બહુ છે.

कह्‌ते हुए साक़ी से हया आती है वर्‌नहहै यूं कि मुझे दुर्‌द-ए तह-ए जाम बहुत है
કહેવામાં શરાબ પીવડાવનારને મને શરમ આવે છે બહુ નહી તો, મારા જામમાં સાકીએ આપી શરાબ બહુ ઓછી છે.

ने तीर कमां में है न सैयाद कमीं मेंगोशे में क़फ़स के मुझे आराम बहुत हैન
તો તીર કમાન પર છે કે ન શિકારી છે, આ પિંજરાના ખુણામાં મને આરામ બહુ છે.

ज़म्‌ज़म ही पह छोड़ो मुझे क्‌या तौफ़-ए हरम सेआलूदह ब मै जामह-ए अह्‌राम बहुत है
મને ઝમઝમની વાવ (કુવા) પાસે છોડી મુકો કે હું મારા પહેરણ પરથી શરાબના ડાઘા ઘોઈ શકુ, શરાબના ડાઘા વાળા પહેરણ સાથે હું કાબામાં કઈ રીતે જઈશ?


है क़ह्‌र गर अब भी न बने बात कि उन कोइन्‌कार नहीं और मुझे इब्‌राम बहुत है
છે હજી ખુબ જ મુશ્કેલ કે વાત કદાચ આગળ ના વધે કે એમની, ના નથી અને છતાં મને અજંપો બહુ જ છે


ख़ूं हो के जिगर आंख से टप्‌का नहीं अय मर्‌गरह्‌ने दे मुझे यां कि अभी काम बहुत ही
હૃદય હજી લોહી બની આંખથી ટપક્યુ નથી પણ, રહેવા દે મને અહી કે મારે કામ (અરમાન/ઈચ્છા) બહુ જ છે

होगा कोई ऐसा भी कि ग़ालिब को न जानेशा`इर तो वह अच्‌छा है पह बद्‌नाम बहुत है
હશે એવુ પણ કોઈ કે જે ગાલિબને ન જાણે, શાયર તો તે બહુ સારો છે પણ તે બદનામ પણ બહુ છે.

ग़म खाने में बोदा दिल-ए ना-काम बहुत हैयह रन्‌ज कि कम है मै-ए गुल्‌फ़ाम बहुत है
દુઃખને સહન કરવામાં મારુ દિલ નબળુ બહુ છે, એ વાતનુ દુઃખ છે કે લાલ રંગનો શરાબ પણ ઓછો છે - બહુ છે.

कह्‌ते हुए साक़ी से हया आती है वर्‌नहहै यूं कि मुझे दुर्‌द-ए तह-ए जाम बहुत है
કહેવામાં શરાબ પીવડાવનારને મને શરમ આવે છે બહુ નહી તો, મારા જામમાં સાકીએ આપી શરાબ બહુ ઓછી છે.

ने तीर कमां में है न सैयाद कमीं मेंगोशे में क़फ़स के मुझे आराम बहुत ही
ન તો તીર કમાન પર છે કે ન શિકારી છે, આ પિંજરાના ખુણામાં મને આરામ બહુ છે

.ज़म्‌ज़म ही पह छोड़ो मुझे क्‌या तौफ़-ए हरम सेआलूदह ब मै जामह-ए अह्‌राम बहुत है
મને ઝમઝમની વાવ (કુવા) પાસે છોડી મુકો કે હું મારા પહેરણ પરથી શરાબના ડાઘા ઘોઈ શકુ, શરાબના ડાઘા વાળા પહેરણ સાથે હું કાબામાં કઈ રીતે જઈશ?

है क़ह्‌र गर अब भी न बने बात कि उन कोइन्‌कार नहीं और मुझे इब्‌राम बहुत है
છે હજી ખુબ જ મુશ્કેલ કે વાત કદાચ આગળ ના વધે કે એમની, ના નથી અને છતાં મને અજંપો બહુ જ છે


ख़ूं हो के जिगर आंख से टप्‌का नहीं अय मर्‌गरह्‌ने दे मुझे यां कि अभी काम बहुत ही
હૃદય હજી લોહી બની આંખથી ટપક્યુ નથી પણ, રહેવા દે મને અહી કે મારે કામ (અરમાન/ઈચ્છા) બહુ જ છે

होगा कोई ऐसा भी कि ग़ालिब को न जानेशा`इर तो वह अच्‌छा है पह बद्‌नाम बहुत है
હશે એવુ પણ કોઈ કે જે ગાલિબને ન જાણે, શાયર તો તે બહુ સારો છે પણ તે બદનામ પણ બહુ છે.

ગુજરાતી અનુવાદ રાજીવ ગોહેલ દ્વારા
- ग़ालिब

Posted by Ashok at 2:44 PM 0 comments  

પ્રકૃતિ

Wednesday, September 24, 2008

પ્રકૃતિનુ સામિપ્ય,
જાણે કે,
એક જિવન જિવ્યાનો અનુભવ,
વૃક્ષ,પાન, ડાળ,ફુલો,
જાણે કે,
મારુ જ અસ્તિત્વ,ક્યારેક,
હુ કોઇ પવન ની લહેરખી બની હોઉ,
કે પછી,
કોઇ વાદળી બની વરસી હોઉ,
કોઇ નદીનુ વહેણ
કે,
કોયલનો ટહુકો બની હોઉ,
કે પછી,
કોઇ સુન્દર મજાના ફુલની,
સુવાસ બની પ્રસરાઇ હોઉ,
બધુ જ શક્ય છે,
મારા રોમે-રોમ માથી,
ખુશી ટપકે છે,
એક સનાતન સત્યતા,
પ્રકૃતિની અલ્લડતા બની ને,,,
શ્લોકા

Posted by Ashok at 12:04 PM 0 comments  

મહાસાગર્

અધુરપ નામે મહાસાગર્,
ઉછળે છે અંતરનાં ઘેરાવા માં,
ચોમેર ઉછાળા મારે છે,
અને શરુ થાય છે,
એક અનંત સિલસિલો,
ક્યાક આશાઓનુ ફેલાવુ,
ક્યાક અપેક્ષાઓનુ સંકોચાવુ,
ક્યાક અભાવોની છલોછલતા,
અને,
તો યે સંપુર્ણતા ,
મહાસાગરની સંપુર્ણતા,
કદાચ્,
ક્યાક અધુરપમાં પણ પુર્ણતા સમાઈ હશે,,,

શ્લોકા

Posted by Ashok at 12:00 PM 0 comments  

30 દિવસમાં તંદુરસ્તી

Tuesday, September 23, 2008


30 આધ્યાત્મિક ગોળીઓ !!
* ચિંતા કરવી છોડી દો - ચિંતા માનસિક શાંતિ હરી લે છે.
* ઈર્ષા ન કરો - સમય અને શક્તિનો વ્યય થાય છે.
* તમારી મર્યાદાનો સ્વીકાર કરો - આપણે બધા જ મહાન નથી બની શકતા.
* લોકોમાં વિશ્વાસ રાખો - તમે વિશ્વાસ રાખશો તો તેઓ પણ એવો જ
પ્રતિભાવ આપશે.
* પુસ્તક વાંચો - તમારી કલ્પના શક્તિ વધશે.
* સારો શોખ કેળવો - તમારું દુઃખ હળવું થશે.
* થોડો સમય એકાંતમાં ગાળો - તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.
* એક અંતરંગ મિત્ર બનાવો - જે તમારા દુઃખમાં સહભાગી થશે.
* ઈશ્વરમાં શ્રદ્ધા રાખો - કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.
* સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો - તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.
* પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો - તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.
* વડિલોનો આદર કરો - એક દિવસ તમારો પણ આવશે.
* ખુશ મિજાજ રહો - એને ગુમાવવો મોંઘો પડે છે.
* પોતાની જાતને ઓળખો - એ તમારી અંદર છે.
* સુખની પાછળ દોટ ન મૂકો - એ તમારી પાસે જ છે.
* સમય ન વેડફો - મહામૂલી જણસ છે.
* અંધકારથી નિરાશ ન થશો - બીજા દિવસે સૂરજ ઉગવાનો છે.
* દરેકને પ્રેમ કરો - તમને બમણો પ્રેમ મળશે.
* શ્રદ્ધા રાખો - તમે બધું જ કરી શકો છો.
* વર્તમાન ક્ષણનો આનંદ મેળવો - ભૂતકાળ વીતી ગયો છે. ભાવિની ખબર નથી.
* વ્યવહારુ બનો - સુખનો રાજમાર્ગ છે.
* ગુસ્સો સંયમિત કરો - એ ભયાનક બને છે.
* મૃદુભાષી બનો - દુનિયા ઘોંઘાટથી ભરેલી છે.
* ઊંચું વિચારો - ઉન્નતિના શિખરે લઈ જશે.
* અથાક પરિશ્રમ કરો - મહાન બનવાનો કિમિયો છે.
* સર્જનાત્મક બનો - મુખાકૃતિ સુંદર લાગશે.
* હસતા રહો - પડકારનું તકમાં રૂપાંતર થશે.
* તમારી ભાષા પર કાબૂ રાખો - તમારા ચારિત્ર્યનું દર્પણ છે.
* ભય ન રાખો - ઈશ્વર હંમેશા સાથે જ છે.
* રોજ ચિંતન કરો - આત્માનો ખોરાક છે.

દરરોજ એક ગોળી લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે.

Posted by Ashok at 2:05 PM 1 comments  

વહેતો રહ્યો

Monday, September 22, 2008

સૂર્યોદયની આશમાં ઊગતો રહ્યો,
સૂર્યમુખી જયમ પછી ઝૂકતો રહ્યો.
સંબંધોના મૃગજળમાં ડૂબતો રહ્યો,
કિનારે એમ કળણમાં ખૂંપતો રહ્યો.
ચાંદનીના તાપમાં તપતો રહ્યો,
પડછાયાને છાંયાનું પૂછતો રહ્યો.
રણમાં કો’ ઝાડવાંને શોધતો રહ્યો,
મંઝિલને વિસામાનું કહેતો રહ્યો.
શબ્દોના ઝાકળમાં વહેતો રહ્યો
કાળના એ પ્રવાહને સહેતો રહ્યો.

Posted by Ashok at 7:22 PM 0 comments  

તારા વિના

તારા વિના સૂરજ તો ઊગ્યો
પણ આકાશ આથમી ગયું.
તારા વિના ફૂલ તો ખીલ્યાં
પણ આંખો કરમાઈ ગઈ.
તારા વિના ગીત તો સાંભળ્યું
પણ કાન મૂંગા થયા.
તારા વિના…
તારા વિના…
તારા વિના…
જવા દે,કશું જ કહેવું નથી.
અને કહેવું પણ કોને તારા વિના ?

સુરેશ દલાલ

Posted by Ashok at 7:15 PM 0 comments  

રે મન....

રે મન, ચાલ મહોબ્બત કરીએ
નદીનાળામાં કોણ મરે, ચલ, ડૂબીએ ઘૂઘવતે દરિયે
રહી રહીને દિલ દર્દ ઊઠે ને દોસ્ત મળે તો દઇએ
કોઇની મોંઘી પીડ ફક્ત એક સ્મિત દઈ લઈ લઈએ
પળભરનો આનંદ, ધરાના કણકણમાં પાથરીએ.
રે મન, ચાલ મહોબ્બત કરીએ
દુનિયાની તસવીર ઉઘાડી આંખ થકી ઝડપી લે
છલક છલક આ પ્યાલો મનભર પીવડાવી દે,
પી લેજીવનનું પયમાન ઠાલવી દઈ શૂન્યતા ભરીએ.
રે મન, ચાલ મહોબ્બત કરીએ

હરીન્દ્ર દવે

Posted by Ashok at 7:08 PM 0 comments  

રાત જાય છે...

Sunday, September 21, 2008

થઇ ગ્યું મિલન, પ્રચાર કરો, રાત જાય છે,
પડછાયા સાથે પ્યાર કરો, રાત જાય છે.

બેઠા છો એમ જાણે હશે ચાંદનીનું કામ,
સચ્ચાઇનો સ્વીકાર કરો, રાત જાય છે.

વાતો ઘણી થઇ ને ખુલાસા ઘણા થયા,
થોડો હવે તો પ્યાર કરો, રાત જાય છે.

પાગલ છો ચાંદનીને કહો છો કે 'જા નહી'.
કંઇ એનો તો વિચાર કરો, રાત જાય છે.

લ્યો આવી પહોંચી જીવના આરામની મજલ,
આંખોનાં બંધ દ્વાર કરો, રાત જાય છે.

"સૈફ" એને શું તમારી મહોબ્બતની કંઇ શરમ,
બેસો-ને ઇંતેજાર કરો - રાત જાય છે.

સૈફ પાલનપુરી

Posted by Ashok at 11:15 PM 0 comments  

ટુચકા

બે ગાંડાને કોર્ટમાં હાજર કર્યા ત્યારે
ન્યાયધીશે પહેલા ગાંડાને પુછ્યુઃ 'ક્યાં રહે છે?'
પહેલા ગાંડાએ જવાબ આપ્યોઃ 'મારે કોઇ ઘર નથી'.
બીજા ગાંડાને પુછ્યુઃ અને તું? બીજો ગાંડો કહે, 'જી હું તેનો પાડોશી છું.'
******* ******* *******

માનવઃ મારા પપ્પા બાળપણમાં ખૂબ જ બળવાન હતા.
વિજયઃ તને કેવી રીતે ખબર પડી?
માનવઃ મારા દાદા કહેતા હતા કે જ્યારે તારા પપ્પા રડતા હતા ત્યારે આખુ ઘર માથે લેતા હતા.
******* ******* ******

શિક્ષકઃ કનુ, આ નદીનું પાણી ગરમકેમ છે?
કનુઃ સર, માછલીઓ રસોઇ બનાવતી હશે

Posted by Ashok at 10:58 PM 0 comments  

નવું તોફાન

દિલ છે બાળક ને હજી એનું રમતમાં ધ્યાન છે,
એ યો માને એકે સૌ સજ્જન છે સૌ ઇન્સાન છે.

રૂપ છે એક ચંદ્ર જેની આપ છો એક આરસી,
પ્રેમ એક બાળક છે જેને આપનાં અરમાન છે.

મારી ભૂલોને તો હું પોતે માફ કરતો જાઉં છું,
કેટલો સજ્જન છું-મારાં ખુદ પર અહેસાન છે.

મોત નો આઘાત તો જીરવી જવાશે એક દિન,
જીંદગીના ઘાવ જે ઝીલે છે શક્તિમાન છે.

દિલ દઇને કોનું સ્વાગત હું કરું સમજાવશો?
જીંદગી છે ચારદિન, મોત એક દી' મહેમાન છે.

કાલ મઝધારેથી તારણહાર લાવ્યા 'સૈફ'ને,
આજ જોયું તો કિનારે એક નવુ તોફાન છે.

સૈફ પાલનપુરી

Posted by Ashok at 10:55 PM 0 comments  

પ્રેમ

Sunday, September 7, 2008


કહો છો તમે કેમ કે આપણે ઓળખાણ નથી?

કદાચ ભુલ્યા હશો તમે પણ હુ કેમ ભુલી શકુ?


સુની લાંબી સડકો પર, વનરાજી ની વચ્ચે થઇ

હાથ મા હાથ પરોવી ચાલ્યા છીએ આપણ્રે,


શહેર થી દુર, ઝાડ ની નીચે ચાર આંખ એક કરી,

સોનેરી શમણા ભાવિના જોયા છે આપણે.


શાંત રાત્રિ ના છેલ્લા પ્રહર મા વરસાદ ની ભીની મહેક સાથે

નીરવ એકાંતમા પ્રેમનો આલાપ્ છેડ્યો છે આપણે,


ચાર આંખ, બે શ્વાસ્ અને બે ધડકતા દિલ

એક કરીને એકબીજામા ખોવાઇ ગયા છીએ આપણે


પેલા નાનકડા છોડને (પ્રેમના), રોપી એક્બીજાના દીલમા

રાતદીન આંસુઓથી સીંચી સીંચી ખીલવ્યો છે આપણે,


આપણે મળ્યા, છૂટા પડ્યા અને ફરી મળતા પહેલા

પળભર પણ એક્બીજાની યાદમા સૂતા નથી આપણે

અને તમે કહો છો આપણે ઓળખાણ નથી?

હા, એ વાત જૂદી છે કે .........આપણે મળ્યા છીએ હમેશા મારા જ સ્વપ્નમા,


નમ્રતા અમીન

Posted by Ashok at 7:04 PM 0 comments  

ખાલી હાથ


લોકોને ઉદારતાપૂર્વક મદદરૂપ થનાર એક માણસ પોતાની પત્ની સાથે બેંકના લોકરમાંથી છેલ્લો દાગીનો ઉપાડવા જઈ પહોંચ્યો. એક સમય હતો જ્યારે એનું બેંકનું લોકર જર-ઝવેરાત-દાગીનાથી ભરેલું હતું. ખાલી લૉકર જોઈ એની પત્નીએ નિસાસો નાખતાં કહ્યું: ‘‘જોયું, આપણે ખાલી થઈ ગયા !’’પતિ સ્વસ્થ હતો. એણે કહ્યું: ‘‘ના, આપણે આપીને માલામાલ થઈ ગયા !’’


આજે જિંદગીના તમામ માર્ગો રૂપીઆ અને સંપત્તિ તરફ વળતા દેખાય છે. શિક્ષણ પણ શું કામ ? મોટો મસ પગાર, આવક કે મોટા પદ થકી વૈભવશાળી જીવનની શક્યતા ઉભી કરવા.


તત્વજ્ઞાની ડાયોનિયસ પોતાના મિત્ર સાથે એક મેળામાં ગયો હતો. મેળામાં જાતજાતની ચીજ-વસ્તુઓ હતી, પણ ડાયોનિયસે તે પૈકી કશું જ ન ખરીદ્યું. એટલે પેલા મિત્રએ કહ્યું: ‘‘આપણે મેળામાંથી ખાલી હાથે જઈશું ?’’


‘‘કોણ કહે છે મારો હાથ ખાલી છે ? મારા હૃદયમાં માનવજાત પ્રત્યેની લાગણી અને તેમના કલ્યાણ માટેની ભાવના છે. આવી કશી વસ્તુઓ તો મેળામાં મને ક્યાં વેચાવા માટે આવેલી દેખાઈ નહીં. આ જગતમાં એવી અઢળક વસ્તુઓ છે, જેની ડાયોજીનિસને કશી જ જરૂર નથી

Posted by Ashok at 2:55 PM 0 comments  

ચોર અને મહાપુરુષ



મહાપુરુષોની શ્રેણીમાં ચોરને પણ સ્થાન આપવું પડે. ભગવદગીતામાં કહ્યું છે તેમ જે સર્વ પ્રાણીઓની રાગી છે તેમાં સંયમી જાગે છે..આ સંયમી તે જ ચોર કારણ કે ચોર અવાજ, ઉતાવળ, ઉધરસ અને છીંક પર સંયમ રાખી ને બીજાના ઘરમાં હાથફેરો કરી શકે છે! ચોર પર ઇશ્વરની અસીમ કૃપા હોય છે. મોટાભાગની દુનિયાને પરિશ્રમ કરવાને જેવડો દિવસ બનાવ્યો છે એવડી જ રાત ઇશ્વરે ફક્ત ચોર માટે જ બનાવી દીધી છે! ચોરમાં મહાપુરુષનો બીજો ગુણ હોય છે સ્વાશ્રય નો. ગમે તેટલો માલેતુજાર ચોર હોય તો પણ પોતાનું કામ કરવા દાડીયા નાખતો નથી.






અખબારોમાં કેટલીક વખત વાંચવા મળે છે કે ઘરના સભ્યોએ કે શેરીવાળાઓએ ભેગા મળી ચોર ને પકડી લીધો ને લમધાર્યો. ચોરી કરવા પધારેલો ચોર જો આ રીતે યજમાનના ઘેર કે શેરીમાં મરી જાય ત્યારે યજમાનને 'ભક્ત હત્યા'નું પાપ લાગે છે અને એ પાપની સજા ભગવાન કાનૂનના નિમિતથી પોલીસને પ્રેરણા આપીને કરાવી લે છે. જ્યારે ચોર રૂપે અતિથિ ઘરધણીને પતાવીને છૂમંતર થઇ જાય તો પણ તેને ક્ષમ્ય ગણીને આશ્વાસનની ઔપચારિક્તા નીભાવવામાં આવે એવું 'પરમ સત્તા' ઇચ્છે છે!






ઘણા ભાગ્યશાળી ચોરને પોતાની કાર્યનિષ્ઠાને કારણે મહાપુરુષોનો ભેટો થયો છે. આવા પ્રસંગોએ મહાપુરુષોએ ચોર સાથે કેવો વ્યવહાર કર્યો છે એ ખુબ રસપ્રદ બની રહે તેવું છે. આવા પ્રસંગો માણીએ;






ગાંધીજી અને ચોર






એક રાતે સાબરમતી આશ્રમમાં ચોર ઘુસ્યો. તે કોઇ કિંમતી સામાનની શોધખોળ કરી રહ્યો હતો. એવામાં એક આશ્રમવાસીની નિંદર ઉડી ગઇ. તેણે બુમો પાડી આથી બીજા લોકો પણ જાગી ઉઠ્યાં. બધાએ મળીને ચોરને પકડી લઇને એક ઓરડીમાં પૂરી દિધો.


ગાંધીજી વહેલી સવારે ઊઠીને ફરવા જાય. આ ક્રમ મુજબ ફરીને તેઓ પાછા આવ્યા ને પોતાના ખંડમાં બેઠાં. આશ્રમવાસીઓએ તેમની પાસે આવીને કહ્યું કે રાતે એક ચોર પકડાઇ ગયો છે. તેને અમે ઓરડીમાં પૂરી દીધો છે. બાપુએ કહ્યું ;' ચોરને મારી સમક્ષ લાવો'


ચોર ને ઓરડીમાંથી કાઢીને એમની સામે રજુ કરવામાં આવ્યો. બાપુએ તેને પહેલો પ્રશ્ન કર્યો; તેં નાસ્તો કર્યો?


એક આશ્રમવાસીએ કહ્યું;'બાપુ! આ ચોરને નાસ્તો કોણ કરાવે?'


ગાંધીજીએ આશ્રમનાં વ્યવસ્થાપકને પૂછ્યું; 'શું આ મનુષ્ય નથી? જ્યારે આપ બધાએ દાળિયા, ગોળ, ચણા વગેરે ખાધા છે તો આને કેમ ન આપ્યા? શું ચોરને ભુખ ન લાગે?'


ગાંધીજીના આ વાક્યો સાંભળીને તે ચોરનીઆંખોમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા, તેણે તે જ વખતે પસ્તાવો કરતા કહ્યું;'બાપુ! મને માફ કરો. હવે હું કદીએ ખરાબ કામ નહી કરું!' અને આ દિવસ થી તે પ્રમાણિક મનુષ્ય બની ગયો.






ઝેન ગુરુ અને ચોર






રયોકન નામે એક ઝેન ગુરુ થઇ ગયા, પર્વતની તળેટીમાં એક ઝૂંપડીમાં રહીને એ સાધના કરતા અને સાદાઇથી રહેતા. એક રાત્રે એમને ત્યાં ચોર આવ્યો પરંતુ ઝૂંપડીમાં ચોરીને લઇ જવા જેવું કશું એને જડ્યું નહી. રયોકને એને જતા રોક્યો અને કહ્યું; તું દૂરથી મને મળવા આવ્યો તેથી તને ખાલી હાથે જવા દઉં તે બરાબર ન ગણાય. તું મારાં કપડાં ભેટ તરીકે લઇ જા.'


ચોરને આશ્ચર્ય થયું પણ એ તો કપડાં લઇ ને રવાના થયો.


રયોકન તો નગ્ન અવસ્થામાં બેઠા બેઠામોજથી ચંદ્રને નીરખતા રહ્યા. પછી એ ધીરેથી બબડ્યાઃ 'બિચારો આદમી! મારું ચાલે તો હું તેને આ સુંદર ચંદ્ર આપી દેત!'






પીપાજી અને ચોર






પીપાજી પહોંચેલા સંત હતા. એક વખત બે ચોર રાતના સમયે તેની ઝૂંપડીમાં આવ્યા અને ઝૂંપડીના આંગણામાં બાંધેલી ગાયને લઇને તેઓ ચાલવા લાગ્યા. પીપાજી તો ઝૂંપડીમાં ભગવાનના ભજનમાં મસ્ત હતા. ગાય ભાંભરવાલાગી, આ અવાજ સાંભળીને પીપાજી બહાર આવ્યા અને જોયું તો બે જણાં ગાયને લઇ જઇ રહ્યાછે. પીપાજી બોલ્યા;'ભાઇઓ! ગાયનું વાછરડું પણ લેતા જાવ! વાછરડા વિના ગાય દૂધ નહી આપે અને વળી બિચારું વાછરડું પણ ગાયના વિયોગ માં મરી જશે.'


સંતના હ્ર્દયની કરૂણાભાવનાથી ચોરોનું હ્ર્દયપરિવર્તન થઇ ગયું. તેઓ પીપાજી ના પગમાં પડી જઇ પ્રતિજ્ઞા કરી કે આજથી ચોરી નહી કરીએ. સંતના પ્રભાવથી ચોરો ભક્ત બની ગયા.






ઝેન મહાત્મા અને ચોર






એક રાત્રે ઝેન મહાત્મા સિચિરિ કોજુન મંત્રપાઠ કરી રહ્યા હતા, એટલામાં એક ચોર ખુલ્લી તલવાર સાથે ઘસી આવ્યો અને પૈસા ન આપે તો જીવ લેવાની ધમકી આપી.


'મને ખલેલ ન પહોંચાડ, પેલા ખાનામાં પૈસા છે.'આટલું કહી ને સિચિરિ પાછા મંત્રપાઠ કરવા લાગ્યા. થોડિકવાર પછી તેમણે ચોરને કહ્યું;'બધા પૈસા લઇ ન જતો, થોડાંક રહેવા દેજે, મારે કાલે કોઇ ને ચૂકવવાના છે.' ચોર તો ઘણાખરા પૈસા લઇને જવા માંડ્યો ત્યારે સિચિરિએ તેને કહ્યું;'જે માણસ પાસેથી ભેટ સ્વિકારી તેનો આભાર તો માનવો જોઇએને!' ચોર આભાર માની ને જતો રહ્યો.


થોડાંક દિવસ બાદ ચોર પકડાઇ ગયો અને તેણે બીજા અનેક ગુનાઓની કબુલાત સાથે સિચિરિને ત્યાં ચોરી કરેલી એ વાત પણ કબુલ કરી. જ્યારે સિચિરિને સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યા ત્યારે તેમણે સ્પષ્ટતા કરી અને કહ્યું;'મને જ્યાં સુધી લાગે વળગે છેત્યાં સુધી આ માણસ ચોર નથી.મેં તો એને પૈસા આપ્યા હતા અને એણે મારો આભાર પણ માનેલો.'


જેલ માંથી છૂટ્યા બાદ પેલો ચોર મહાત્માસિચિરિનો ચેલો બની ગયો.






****** ****** ****** ******




આમ અવળી જગ્યાએ ચોરી કરવાથી કેટલાય ચોર લોકોએ પોતાનો જુનોધંધો છોડવો પડ્યો છે. આથી એક ચોરના અનુભવી દાદાએ પોતાનાપોતાના નામચીન પુત્રને આખરી શિખામણ આપતા કહેલું કે બેટા! સંતો ભક્તોના આશ્રમો કે ઝૂંપડામાં, રોગીના ખાટલાવાળા ઘરમાં અને તાજા પરણેલા હોય એવા ઘરમાં ભૂલેચૂકેય પગ ન મુકવો, નહીતર તારું ઘર ઉજ્જડ થઇ જશે.






ડૉ.અમૃતલાલ કાંજિયા


હરિપર(ટંકારા)








Posted by Ashok at 11:54 AM 0 comments  

દીકરી સાથે.......

Monday, June 23, 2008

સમજુ માતપિતાએ દીકરીને પાસે બેસાડીને કેટલીક નિખાલસ વાતો કરવી પડશે.વર્તમાન સમયમાં દીકરીને સમાજની વિકરાળ વાસ્તવિકતા અંગે કશું ન કહેવામાં રહેલું રોકડું જોખમ સમજી રાખવા જેવું છે.નિખાલસ વાતોને કારણે અડધી સમસ્યાઓ તો આપોઆપ ટળી જાય એમ બને.બધી સમસ્યાઓ ન ટળે તોય સંતાનો સાથે નિખાલસ વાતો ભારે મુલ્યવાન સાબિત થતી હોય છે.
દીકરીને વિગતે એક ખતરનાક શબ્દ સમજાવવો રહ્યો.એ શબ્દ છેઃ 'બ્લેકમેઇલ'.ગુંડાઓનું આ પ્રિય શસ્ત્ર છે.માતપિતાએ દીકરીને એવી હૈયાધારણ આપવી પડશે કે કોઇ છોકરા સાથે તારી ગમે તેવી તસ્વીરો અમને જોવા મળે તોય અમે તને તરછોડીશું નહીં.તું બ્લેકમેઇલ કરનારા ગુંડાથી ડરતી રહીને ઊંડા કળણમાં ફસાતી જાય,તેના કરતાં તો અમને બધી વાત જણાવી દે તો એ ગુંડાની અડધી તાકાત ખતમ થઇ જશે.'અમે તને આવી નહોતી ધારી,' એમ બોલીને માથું કૂટનારાં માતપિતાને એક પ્રશ્ન પૂછવા જેવો છેઃ 'તમે દીકરી સાથે જીવનની વાતો માટે કેટલા કલાક ગાળ્યા હતા?'
દીકરી સાસરે જાય તે પહેલાં માતપિતાએ એને કહેવું પડશે કેઃ "ગમે તેવા પ્રતિકુળ સંજોગોમાં પણ આપણું ઘર તારા માટે સદાય ખુલ્લું રહેશે.તું સાસરે જાય પછી એડજસ્ટ થવા માટે બધા પ્રયત્નો કરજે.પરંતુ તને જ્યારે જણાય કે સામે પક્ષે કોઇ જ સમજણ નથી અને ત્યાં રહેવાનું અશકય છે ત્યારે આપણા ઘરે પાછા આવતી વખતે કદી પણ એવું ન વિચારીશ કે તને અહીં કેવો આવકાર મળશે.અમે સમાધાન માટે મથીશું,પરંતુ તને કસાઇવાડે ધકેલીએ એટલાં નિર્દય અમે નથી જ.જરુર પડે તો છુટાછેડા ભલે થાય,પરંતુ તારું જીવન ચીમળાઇ જાય ત્યાં સુધી બધું વેઠ્યે રાખવાની જરુર નથી.તારો વાંક હશે તો અમે ખોટો બચાવ નહીં કરીએ,પરંતુ અમે તને કદીય એક બીભત્સ વાક્ય નહીં સંભળાવીએ કેઃ દીકરી તો સાસરે જ સારી."
જરા વિચારવા જેવું છે.'દીકરી તો સાસરે જ સારી' જેવા વિધાને કંઇ કેટલીય દીકરીઓને અગ્નિની જ્વાળામાં ધકેલી દીધી છે.દીકરી વહાલનાં વલખાં મારતી હોય ત્યારે જ માતપિતા એને આ વાક્ય સંભળાવે તે દીકરીનું શું થતું હશે? કંઇ કેટલીક દીકરીઓ સાસરિયાંના ત્રાસને કારણે મરતી રહે છે, કારણકે પિયરનાં બારણાં માતપિતાએ બંધ કરી દીધાં હોય છે.
માતપિતા સાથે દીકરીનો મનમેળ (rapport) એવો હોવો જોઇએ કે દીકરી પોતાના દિલની બધી વાતો એમને કહી શકે.એક દીકરી પોતાના મનગમતા છોકરા સાથે ડેટિંગ પર જઇ આવી.માતપિતાને જણાવીને એ સાંજના બે-ત્રણ કલાક બહાર રહેલી.પછી તો પરિચય વધ્યો અને બંને રોજ મળતાં થયાં.ડેટિંગ બરાબર જામ્યું અને લગ્નસંબંધ બંધાય એવી શક્યતા પૂરેપૂરી જણાવા લાગી ત્યારે મૂડમાં આવી ગયેલી દીકરીએ પોતાના પપ્પાને કહ્યું, 'પપ્પા! જીવનમાં જેણે આવી સુંદર અને આનંદની પળો નથી માણી તે ગમે તેટલો મોટો માણસ હોય,તો પણ તેના જીવનમાં કશુંક ખુંટે છે તેમ માનવું.' કેટલી દીકરીઓ પપ્પાને આવી સ્પષ્ટ વાત કરી શકશે? આધુનિક દીકરી, આધુનિક પપ્પા ઝંખે છે.એ દીકરીને ટનબંધ ઉપદેશોના પ્રહારોથી પજવવી એ પણ હિંસા છે.સમજણનો સેતુ હોય ત્યારે સમસ્યાઓ પજવે તોય એના નહોરની તીક્ષ્ણતા ઘટી જાય છે.
દીકરીનાં માતપિતાએ દીકરી પ્રત્યે જરા પણ ઓછો પ્રેમ રાખવાનો અધિકાર નથી.વહાલસોયી દીકરીનાં મા-બાપ હોવું એ તો વિશેષાધિકાર (privilege) છે.દીકરી વગરનો પરિવાર અધુરો પરિવાર છે.દીકરી પુત્ર-સમોવડી બની શકે,પરંતુ દીકરો પુત્રી-સમોવડો ન બની શકે.સોનોગ્રાફી પછી દીકરીની ભ્રૂણહત્યા કરાવનારાઓને આ વાત ક્યારે સમજાશે?
ગુણવંત શાહ

Posted by Ashok at 7:01 PM 1 comments  

ફોરા વરસાદના

Sunday, June 15, 2008

આજે અહીંયા થોડા વરસાદી બાળગીતો મુકું છું આશા છે કે આપ બાળકોને સાથે રાખીને માણશો....

અમે ફોરા વરસાદના ઝીલીએ રે.....
અમે પડતા વરસાદમાં નાહીએ રે... અમે ફોરા
અમે નાહીને પાણી ઉડાડીએ રે........
અમે કાગળની હોડી બનાવીએ રે.... અમે ફોરા
અમે હોડી તળાવમાં મુકીએ રે....
અમે વાદળનું ગીત ગાઇએ રે....અમે ફોરા
અમે માટીના દહેરા બનાવીએ રે......
અમે દહેરા બનાવીને ભાગીએ રે.... અમે ફોરા
અમે તાથા થનક થઈ નાચીએ રે
અમે હા હા હી હી કરીએ રે... અમે ફોરા

Posted by Ashok at 4:13 PM 2 comments  

વરસો પાણી

વાદળ ! વાદળ !વરસો પાણી ,
મુજને મોજ પડે રમવાની, વાદળ....
ઝુમ ઝુમ વરસો, ઝુમ ઝુમ વરસો,
ઝીણું ઝીણું ઝરમર વરસો,
મોજ પડે ફોરા જીલવાની , વાદળ....
ઠંડક ઠંડક થાય મારે તન,
ઠંડક ઠંડક થાય મારે મન,
નાસી જાય ગરમીની રાણી,
વાદળ ! વાદળ ! વરસો પાણી, વાદળ......

Posted by Ashok at 4:13 PM 0 comments  

આવ્યા મેઘરાજા

આવ્યા મેઘરાજા, વગડાવો વાજાં,
પીપ પી પી પીપ પી પી...પોંમ પોંમ....
મોરલાઓ ટહુક્યા, દેડકાંઓ બોલ્યાં,
મેં આવ મેં આવ ડ્રાઉં ડ્રાઉં......
વાદળના કડાકા, તોપના ભડાકા,
ગડ ગડ ગડ ગડ ઘોમ ઘોમ....
મૂશળધાર આવ્યાં, પાણી બહુ લાવ્યાં,
છબછબિયાં ભાઈ છબછબિયાં

Posted by Ashok at 4:13 PM 0 comments  

રમીએ હોડી હોડી

ચાલો ચાલો ને, રમીએ હોડી હોડી
વરસ્યો વરસાદ ખુબ આજે મૂશળધાર,
ઝરણાં નાનાં જાય દોડી દોડી.........
બાપુનાં છાપાં નક્કામાં થોથાં,
કાપીકૂપીને કરીએ હોડી,
સાદી ને સઢવાળી, નાની ને મોટી,
મૂકીએ પવનમાં છોડી છોડી.......ચાલો......
ખાલી રાખેલી ઉંધી વળે, તો ,
પાંદડાંને ફૂલ ભરું તોડી તોડી...... ચાલો......
જાશે દરિયાપાર પરીઓના દેશમાં,
સૌથી પહેલી દોસ્ત મારી હોડી..... ચાલો......

Posted by Ashok at 4:13 PM 2 comments  

હવે…….?

Friday, June 13, 2008

કહયું હતું ને મેં તને,
કે વાદળ બનીને વરસ નહીં ?

હવે હું 'ડ્રાઈવ' કઈ રીતે કરું?

કાચ પર પડી રહેલાં એક-એક બુંદ મહીં
પણતારો ચહેરો જ નજર આવે છે !!!

દિપ્તી પટેલ

Posted by Ashok at 6:52 PM 0 comments  

વરસાદી વાછંટ

ચાલ હવે તો આનાકાની મૂક,બનીને મૂક આ વરસાદી વાછંટને
ક્યાં સુધી જોતી રહેવાની?
હું સદા રહેવાનો તારી સાથ, કરી વિશ્વાસ, તું પકડે હાથ જો મારા
હથેળીએ કૂંપળ કૂટવાની.

વાત અચાનક શરૂ થાય ક્યાં, વાત અચાનક વધી જાય ક્યાં
એની ક્યાં ખબર પડે છે ?
ઓળખ અમથી હોય શરૂમાં, પછી તો આગળ હળતાં મળતાં
સંબંધને એક નામ મળે છે
તું હોઠે હાથ મૂકે, બંધ આંખ કરે, એક નામ સ્મરે
એ નામ છે કોનું-ની અટકળ બસ ઉકેલવાની
આ કોરાં શમણાં, સુક્કા શ્વાસો, ફિક્કી આંખો જીવી જવાનાં
એક જો ભીનું ગીત મળે તો
સુખની હરેક પળને હું કુરબાન કરી દઉં, તારા મુખ પર
એક મજાનું સ્મિત મળે તો
આવ કે આ ખુલ્લા આકાશે, રહીને પાસે, એકી શ્વાસે
જીવી જઈએ આશ છોડી કોઈ બીજાની
ચાલ હવે તો આનાકાની મૂક, બનીને મૂક આ વરસાદી વાછંટ
ક્યાં સુધી જોતી રહેવાની
—–હિતેન આનંદપરા

Posted by Ashok at 6:49 PM 0 comments  

વરસાદ

કેટલી માદકતા સંતાઇ હતી વરસાદમાં !
મસ્ત થઇ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી વરસાદમાં !
રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ!
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !
કેટલો ફિક્કો અને નિસ્તેજ છે બીમાર ચાંદ!
કેટલી ઝાંખી પડી ગઇ ચાંદની વરસાદમાં !
કોઇ આવે છે ન કોઇ જાય છે સંધ્યા થતાં!
કેટલી સૂની પડી ગઇ છે ગલી વરસાદમાં !
એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર,
ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં!
.લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો તે છતાં
છેવટે ‘આદિલ’ હવા પલળી ગઇ વરસાદમાં.!

આદિલ

Posted by Ashok at 11:36 AM 0 comments  

નકલી

Wednesday, June 11, 2008

વરસાદ બોલાવે તને, તું આવશે?

મુજ હાથને શું, હાથ તારો ઝાલશે?


રેઇનકોટી જિંદગી તું જીવતો,

બે ઘડી હું ભીંજવું તો ચાલશે?


તું આમ તો આવે નહીં મારા કને!

લે પ્રેમ નું ઈજન, હવેતો ફાવશે?


કેટલા ચોમાસા કોરા કટ ગયા!

આ સાલ તો એ લાજ તારી રાખશે ?


શાને દુકાળો આવતાં, એ સોચ તું!

સીમેન્ટી ફાગો, જો અહીયાં ફાલશે!


કોંક્રીટના જંગલ મહીં અટવાઉં છું,

ચેતન! હવે તો રાહ કોઈ કાઢજે…


ચેતન ફ્રેમવાલા

Posted by Ashok at 9:12 PM 2 comments  

ગઝલ

કાળજામાં કાળના ભોંકાઈ ગઈ,
શૂળી પર જે શખ્સિયત ઠોકાઈ ગઈ.

હોઠે આવી વાત જે રોકાઈ ગઈ,
એજ ગઝલોમાં પછી ડોકાઈ ગઈ.

પગલાં ચાલી નીકળ્યાં, પગ ત્યાંના ત્યાં…
આખી પગથી કઈ રીતે ટોકાઈ ગઈ ?

એક નદી કાંઠાઓ પાછા તોડવા
નીકળી’તી ને વળી રોકાઈ ગઈ.

ગુર્જરીના આભમાં ડોકાઈ જ્યાં
કે ગઝલ ચોમેરથી પોંકાઈ ગઈ.

Posted by Ashok at 9:12 PM 2 comments  

કેમ ?

આમ દિલની દાદ દઈ ફરિયાદ કેમ કરે ?
જે તારા ન હતાં તેની યાદમાં રડ્યા કેમ કરે ?

તેમના વાયદા તો ઝાકળના ટીપાં હતાં,
તેમાં હજુ પણ તું જાતને ભીંજવ્યા કેમ કરે ?

તેમણે ખાધેલી કસમ તો પરોઢનું ધુમ્મ્સ હતું,
તેમાં તું વર્ષા નું વાદળ શોધ્યા કેમ કરે ?

તેમણે બતાવેલા સ્વપ્ન તો મૃગજળ ના પ્રતિબિંબ હતાં,
તેમાં તું હકીકત ના મહેલ શોધ્યા કેમ કરે ?

સાથે માંડેલા ડગ તો કુંડાળામાં પડેલા પગ હતાં,
તેમાં તું સપ્તપદીના ફેરા શોધ્યા કેમ કરે ?

ઓ આકાશમાં ઉડતા પંખી,સંકેલ તારી પાંખો,
વગર લક્ષ ના રસ્તે આમ તું ભટક્યા કેમ કરે ?

Posted by Ashok at 9:12 PM 0 comments  

વરસાદ

ચાલને ભીંજાઈએ સખી આ વરસાદમાં,
શાને ગભરાય છે સખી બુન્દ એકાદમાં.
ઝબુકે જો વિજળી તો મુજ મહી લપાજે
ને થરથરે બે બદન કયા ઝબકારે આજે?!
છે ધરતી મેઘનું મિલન વર્ષો બાદમાં
. ચાલને ભીંજાઈએ સખી આ વરસાદમાં....
મેઘ ગરજશે, મોર ટહુકશે ને હશો તમે યાદમાં
ચાલને ભીંજાઈએ સખી આ વરસાદમાં
ગિરીશ જોશી

Posted by Ashok at 9:12 PM 1 comments  

વરસાદ જેવું છે કશુંક

જો અષાઢી સાદ જેવુ છે કશુંક
આભમાં ઉન્માદ જેવું છે કશુંક

યક્ષ ભીતરનો વિરહવ્યાકુળ છે
ક્યાંક ભીની યાદ જેવુ છે કશુંક

હું કહું, વરસાદમાં આવી પલળ
તું કહે, મરજાદ જેવુ છે કશુંક

મોર ટહુકા સાંભળી લે તું ગગન
છે ધરા પર દાદ જેવુ છે કશુંક

સીમમાં આવી હવા કહી ગઇ મને
ગામમાં વરસાદ જેવું છે કશુંક

ઉર્વીશ વસાવડા

Posted by Ashok at 2:04 PM 2 comments  

લાગણી

Saturday, June 7, 2008

તરાપો ખરાબે ચડે એ ય સાચું,
છતાં યે ન દરિયો જડે એ ય સાચું.
જો મળીએ તો મળવું બની જાય બોજો,
અને સૌને મળવું પડે એ ય સાચું.
નથી કાચ હોતા કદી લાગણીશીલ,
છતાં પણ અરીસા રડે એ ય સાચું.
કદી આવે ઠોકર મદદગાર થઇને,
નડે તો ચરણ પણ નડે એ ય સાચું.
છું પથ્થર વિશે કોતરાયેલું પંખી ને,
પાંખો સતત ફડફડે એ ય સાચું.

રમેશ પારેખ

Posted by Ashok at 1:33 PM 0 comments  

મારા વિશે

દોસ્તો,


આ બ્લોગ માં કવિતા, ગઝલ, વાર્તા, લઘુ કથા, જોક્સ, સરલ રોગોપચાર, વ્યક્તિ પરિચય, સ્થળ પરિચય, સુવિચારો, પ્રેરક પ્રસંગો, કે તમારા જીવન નો બનેલો કોઇ બનાવ જેનાથી બીજાને જાણવા કે પ્રેરણા મળે, કોઇ માહિતીપ્રદ લખાણ કે કોઇ લિન્ક , બાળ સાહિત્ય જેવા વિભાગો સમાવેશ કરવાનાં છે અને બ્લોગમાં વધુ ને વધુ ગુજરાતી રચના નો સમાવેશ કરવાની મારી ઇચ્છા છે માટે આપની પાસે સ્વરચીત કૃતી હોય અને તેને આપ બ્લોગ દ્વારા રજુ કરવા ઇચ્છો તો મારો સંપર્ક સાધવા વિનંતી. તમારી પાસે સારા ગુજરાતી ગીતો (એમ પી ૩) હોય તો પણ મને મોકલવા આપ સહુ ને મારી નમ્ર વિનંતી છે અને આશા છે કે આપ તરફથી સહકાર મળશે. અમને sabrasgujarati@gmail.com પર આપની કૃતિ નો ઇંતેજાર છે.

અહીં રજુ થયેલ તમામ કૃતિ નાં કોપી રાઇટ જે તે કૃતી ના સર્જક ના કે તેના દ્વારા જેને આપેલા છે તેના જ છે અને છતા પણ તેના હક નો ભંગ થતો હોય તો મને જણાવવા વિનંતી.





અંહી અમુક મારા મન પસંદ બ્લોગસ્ ની લીન્ક આપેલ છે

સબરસ ગુજરાતી

કહો છો તમે કેમ

મેઘ ધનુષ

સમન્વય


Tell Your friends

SocialTwist Tell-a-Friend

અનુસરણ




ગુજરાતી ટાઇપ પેડ


a

aa/c

i

I

u

U

E

e

ai

O

o

au
અં
aM
અઃ
a:

ka
કા
kaa
કિ
ki
કી
kI
કુ
ku
કૂ
kU
કૅ
kE
કે
ke
કૈ
kai
કૉ
kO
કો
ko
કૌ
kau
કં
kaM
કઃ
ka:

ka

kha

ga

gha

NGa

cha

Cha

ja

za

NYa

Ta

Tha

Da

Dha

Na

ta

tha

da

dha

na

pa

fa

ba

bha

ma

ya

ra

la

va

sha

Sha

sa

ha

La
ક્ષ
kShar
જ્ઞ
Jha
દ્વ
dwa
ક્ર
kra
કૃ
kR

R
શ્વ
shva
શ્ર
shra


Online Visitor:
Online Users
Locations of visitors to this page
Total Visit:
free counter

Free Blog Counter

free counters