મિલન

Friday, March 21, 2008

સવારના સાડા અગિયાર વાગ્યા હશે.રાબેતા મુજબ ઈશા બસ-સ્ટેશન પર આવી ગઈ. આજે તે જરા ઉતાવળમાં હતી. ઑફિસમાં કામ વધારે હતું એટલે આજે વધારે ટાઈમ ફાળવવો પડશે એવું તેને લાગ્યું. બસ હજી આવી નહોતી. સ્ટેન્ડ સાતની બેંચ પર બેઠી. બસનો ટાઈમ હતો છતાં હજી બસ ન દેખાઈ. ઈશાએ ટાઈમપાસ માટે પોતાના પર્સમાંથી એક પુસ્તક કાઢ્યું અને વાંચવા લાગી પણ ઉતાવળ હોવાથી તેનું મન વાંચવામાં લાગ્યું નહીં. ઈશાએ ઘડિયાળમાં જોયું પોણા બાર વાગ્યા છતાં આજે અભય પણ હજી આવ્યો નહોતો. ઈશા બસ અને અભય બંનેની રાહ જોવા લાગી.

થોડીવારે અભય આવ્યો. તે ઈશાની પાસે બેસી ગયો. ઈશા તેની સામે આંખોથી હસી. અભયે એ જ આદત મુજબના સ્મિતથી જાણે જવાબ આપ્યો. ઈશાએ તેને પૂછયું, ‘કેમ મોડું થયું ?’‘બે-ત્રણ મિત્રોએ રોકી રાખ્યો હતો.’‘મિત્રોની પાછળ મને પણ ભૂલી જઈશ ?’‘ના, ના, એવું તે બને કદી ? હું બધું ભૂલી શકું પણ તને ભૂલાય ?’‘હા, મને ખબર છે. મને તારા પર વિશ્વાસ છે પણ મન ક્યારેક અવળા વિચારે ચડી જાય છે !’‘તું એવું ન વિચાર !’ અભય જાણે ઈશાને સમજાવવા લાગ્યો. ઈશા હસીને તેની વાત સાંભળી રહી. પોતાના પર્સમાંથી લંચ-બોક્સ કાઢીને ઈશાએ અભયની સામે ધર્યું. અભયે પૂછ્યું : ‘શું લાવી છે આજે ?’‘તું જો તો ખરો !’ ઈશાએ કહ્યું.અભયે ઝડપથી લંચબોક્સ ખોલ્યું અને તે આનંદથી ઉછળી પડ્યો, ‘ખીર ?!’ ‘હા, તને બહુ ભાવે છે ને ?’‘તારા હાથમાં જાદુ છે એટલે તો મને ખીર બહુ ભાવે છે !’ઈશા હસતી રહી. અભયે ચમચીથી સૌ પ્રથમ ઈશાને ખીર ખવડાવી પછી ઈશાએ અભયને ખીર ખવડાવી. બંનેની આંખોમાં જાણે લાગણીના ઘોડાપૂર ઊમટી આવ્યાં. ઈશાની બસ આવી ગઈ. ઈચ્છા ન હોવા છતાં તેને અભયથી અલગ થવું પડ્યું. જતાં-જતાં તે બોલી : ‘કાલે પાછો સમયસર મળજે !’‘હા, ટ્રાય કરીશ.’ અભય બોલ્યો.ઈશાએ ભારપૂર્વક કહ્યું : ‘ટ્રાય નહીં, તારે સમયસર જ આવવાનું !’અભયે હસીને કહ્યું : ‘હા, ભલે, આવીશ. બસ, હવે તો રાજીને ?’ ઈશા બસ તરફ દોડી ગઈ.
****
આજે અભય સમયસર આવી ગયો. ઈશા તેની રાહ જોતી બેઠી હતી. અભયે તેને પૂછ્યું : ‘તને મારી રાહ જોવામાં ક્યારેય કંટાળો નથી આવતો ?’‘ના, ક્યારેય નહીં.’ ઈશાએ જવાબ આપ્યો.અભયે કહ્યું : ‘પણ હું તો કાયમ તને રાહ જોવડાવું છું. સમયસર તો ક્યારેક જ આવું છું છતાં તને ગુસ્સો નથી આવતો ?’ઈશા હસીને બોલી : ‘ના, કદાચ ગુસ્સો કરવાનો હવે વખત રહ્યો નથી. મારા નસીબમાં તો રાહ જોવાનું કાયમનું થઈ ગયું છે.’‘હા, વાત તો તું સાચી કરે છે. પણ તું ચિંતા ન કર હું છું ને ?’‘તું છે એટલે જ તો હજી જિંદગીમાં કંઈક દમ હોય એવું લાગે છે. બાકી તો –’‘ના, ના, તું એવું ના વિચાર. હું જીવનભર તારો સાથ નહીં છોડું એ વાતનું હું પ્રોમિસ આપું છું !’‘એમાં પ્રોમિસની વાત જ ક્યાં આવે છે ? એટલો વિશ્વાસ તો મને છે જ તારા પર.’‘હું પણ તારા અને તારા પ્રેમના વિશ્વાસને કારણે જ તો જીવી રહ્યો છું.’ઈશાની આંખોમાં આંસુ આવી ગયા. અભયે પોતાના રૂમાલથી એ આંસુઓને લૂછી નાખ્યા. ઈશાની બસ ઉપડવાનો સમય થઈ ગયો. તેણે ફરી મળવાના વાયદા સાથે અભયની પાસેથી વિદાય લીધી.

ઈશાને આજે ઑફિસમાં રજા હતી. સવારમાં તે ઘરનું કામ પતાવીને ઝરૂખામાં બેઠી. સામેની દીવાલ પર લટકતી તસવીરને ધારી-ધારીને જોવા લાગી. એવામાં મમ્મી આવીને ઈશાની પાસે ઊભી રહી. તેણે ઈશાના માથા પર પ્રેમથી હાથ ફેરવતાં કહ્યું, ‘બેટા, શા માટે તું હજી એ જ આશા રાખીને બેઠી છે ? શા માટે તું અભયની ઈચ્છા કરે છે ? એના પર હવે તારો કોઈ જ અધિકાર નથી.’‘ના, ના એવું ના બોલ, મમ્મી. એ વાત તું માની શકે કે અભય પર મારો કોઈ અધિકાર નથી પણ મારું દિલ ક્યારેય ન માની શકે. હું મારા અભય વગર જીવી જ ન શકું.’‘એ માત્ર તારો મોહ છે, ઈશા. સચ્ચાઈ તારે હવે સ્વીકારવી જોઈએ.’‘સચ્ચાઈ ? હું તો માત્ર એક જ સત્યને જાણું છું કે અભય મારો હતો, મારો છે અને મારો જ રહેશે.’ ઈશા ત્યાંથી ઊઠીને ચાલી ગઈ.
*****
આજે બસ-સ્ટેન્ડ પર તો અભયને મળવાનું શક્ય નહોતું. એટલે તેણે અભયની કૉલેજ જઈને મળી લેવાનો વિચાર કર્યો. થોડીવારે તૈયાર થઈને મમ્મીને કહીને ઈશા અભયની કૉલેજે જવા નીકળી. કોલેજ આવી ગઈ. ઈશા માટે કૉલેજનું વાતાવરણ પરિચિત હતું, કારણ કે તે ઘણી વખત અભયને મળવા અહીં આવી હતી.
સવા દસ થયા હતા. ઈશાને ખબર હતી કે અત્યારે રિસેસનો ટાઈમ છે એટલે તે સીધી લાઈબ્રેરી તરફ ગઈ. અભય લાઈબ્રેરીની પાસે જ ઊભો ઊભો કોઈ છોકરીની સાથે વાત કરી રહ્યો હતો. ઈશા ત્યાં પહોંચી એટલીવારમાં પેલી છોકરી ત્યાંથી ચાલી ગઈ હતી. ઈશાને જોઈ અભય નવાઈ પામ્યો.તેણે પૂછ્યું : ‘આજે અહીં ?’‘હા, આજે મારે રજા હતી એટલે થયું તને અહીં આવીને જ મળી લઉં !’‘સારું કર્યું.’ અભયે કહ્યું.બંને લાઈબ્રેરીમાં આવ્યા. ખૂણા પર બારી પાસેના ટેબલ પર બંને બેઠા. ઈશાએ પૂછયું : ‘પેલી છોકરી કોણ હતી ?’‘કઈ ?’ અભય બોલ્યો.‘હમણાં તારી સાથે વાતો કરતી હતી તે.’‘એ ? એ તો મારી ફ્રેન્ડ અવની છે.’‘તારી સાથે ભણે છે ?’‘હા.’‘તો તો કાયમ મળતા હશો ?’‘હા, અમે કૉલેજમાં સાથે જ હોઈએ છીએ.’‘તો-તો ફકત ફ્રેન્ડ ન હોઈ શકે.’‘ના, ના, તું વિચારે છે એવું કંઈ નથી. અમે ફકત સારા મિત્રો છીએ.’

ઈશા હસતી હતી. અભય તેની સામે એકીનજરે જોઈ રહ્યો હતો. ઈશાએ અભયના કપાળ પર આવી ગયેલા વાળને વ્યવસ્થિત કરતાં પૂછ્યું : ‘સાચું કહેજે, અભય ! અવનીની પાછળ તું ક્યાંક મને ભૂલી તો નહીં જાય ને ?’અભય ખડખડાટ હસી પડ્યો. તેણે કહ્યું : ‘કેવી વાત કરે છે તું ? અવની અને તારી તુલના જ ન થઈ શકે.’‘હા, એ તો હું પણ જાણું છું.’‘તો પછી આવા સવાલો કેમ કરે છે ?’‘થઈ જાય છે કારણ કે મારો પ્રેમ જ એવો છે અને દુનિયાથી હું હારી ગઈ છું. હવે તારા સિવાય હું કોને ચાહી શકું ?’ ઈશા બારીની બહાર જોઈ રહી. તેની આંખે આંસુ છલકાઈ આવ્યા. આંસુઓને લૂછતાં અભય બોલ્યો : ‘ફરી પાછી તું રડી ? મેં તને કેટલીકવાર રડવાની ના પાડી છે ને ?’‘આંસુઓ એમ આપણા વશમાં ક્યાં હોય છે, અભય ?’‘છતાંય તું રડે છે એ મને નથી ગમતું.’‘ગમતું તો મને પણ નથી. મેં આંસુઓ ક્યાં માંગ્યા હતા ? આ તો કિસ્મતે મને સપનાં માંગ્યા અને આપી દીધા આંસુ !’

બંને વચ્ચે થોડી વાર માટે ચુપકીદી છવાઈ ગઈ. અભય પણ હવે લગભગ રડવાની સ્થિતિમાં હતો. એવામાં ત્યાં રાજેન્દ્ર આવીને ઊભો રહ્યો. તેને જોઈને ઈશા અને અભય ચોંકી ગયા. અભય ઊભો થઈ ગયો અને કહ્યું : ‘પપ્પા ! તમે અહીં ?’‘હા, ઘરની ચાવી આપવા આવ્યો છું !’ રાજેન્દ્ર અભયના હાથમાં ચાવી આપતાં બોલ્યો. તેની નજર ઈશા પર પડી. તેણે ઈશાની સામે કરડાકીભરી આંખોથી જોયું અને કહ્યું : ‘તું અહીં શું કરે છે ?’‘મારા અભયને મળવા આવી છું !’ ઈશાએ જવાબ આપ્યો.‘તારો અભય ? મારે તને કેટલી વખત યાદ અપાવવું પડશે કે અભય હવે તારો નથી રહ્યો ?!’ રાજેન્દ્ર ગુસ્સાભેર બોલ્યો.ઈશાએ હસીને કહ્યું : ‘એવું તમે માનો છો. ક્યારેક અભયને તો પૂછી જુઓ.’‘એને પૂછવાની જરૂર નથી. એ તો નાદાન છે. તારે સમજવું જોઈએ.’ ‘ત્યાં જ તમારી ભૂલ થાય છે. અભય હવે નાદાન નથી રહ્યો. મારા પ્રેમ થકી તો ખૂબ જ સમજદાર બની ગયો છે. કોઈની તો મને ખબર નથી, પણ મારા અભયને તો હું પારવાર પ્રેમ કરું છું. એટલો ખ્યાલ તો મને જાગતાં, ઊંઘતાં કે સપનામાં પણ રહે છે.’

‘વાહ ઈશા ! વાહ ! પ્રેમ કરવાની રીત તો કોઈ તારી પાસેથી જ શીખે. કોઈને તરછોડવાનું અને પાછું વળી કોઈના અપાર પ્રેમમાં હોવાનું નાટક કરવાનું.’‘મેં કોઈને તરછોડ્યો નથી કે નાટક પણ નથી કરતી હું. હું તો સાચા દિલથી અભયને ચાહું છું ને એના વિના જીવી શકું તેમ નથી.’‘ત્યાં જ તારી ભૂલ થાય છે, ઈશા ! તું હવે એ આગ્રહ છોડી દે. અભયને મળવાનું બંધ કરી દે અને એકલા જીવવાનું શીખ.’‘એ મારાથી કોઈ કાળે ન બને. અભયથી અલગ થાઉં તો પળવારમાં મારા પ્રાણ નીકળી જાય.’

ઈશા અને રાજેન્દ્રની વાતો સાંભળી રહેલા અભયે બંનેને શાંત પાડતાં કહ્યું, ‘તમે બંને ક્યારના પોતપોતાની ઈચ્છા અને મરજીની જ વાતો કરો છો પણ મારી ઈચ્છા, મારી મરજી શું છે એની ખબર છે તમને ?’‘હા, હા, કહી દે અભય કે તું ઈશા વગર જીવી શકે છે.’ રાજેન્દ્રએ કહ્યું.અભય ઈશાની સામે જોઈ રહ્યો. ઈશાની આંખોમાં લ્હેરાતા પ્રેમના દરિયાને નિહાળીને બોલ્યો, ‘ના, પપ્પા. હું મમ્મી વગર ના રહી શકું. તમે કદાચ રહી શકો પણ હું તો ન જ રહી શકું. અને હવે મારો ફેંસલો સાંભળી લો. કોર્ટે ભલે મને તમારી સાથે રહેવાનો આદેશ આપ્યો હોય પણ હું આજથી, આ ક્ષણથી મમ્મીની સાથે રહેવા જાઉં છું.’અભય ઈશાનો હાથ પકડીને બોલ્યો : ‘ચાલ મમ્મી, હવે તારે ક્યારેય રાહ નહીં જોવી પડે. આ આપણું કાયમી મિલન છે !’ ઈશા અને અભય બંને બહાર ચાલી નીકળ્યા. રાજેન્દ્ર તેને જતાં જોઈ રહ્યો.
રોહન શર્મા ના સૌજન્યથી........

Posted by Ashok at 3:48 PM  
1 comments

WOW....SUPERB...EVEN IN END I KNOW THT ISHA IS HIS MOM...I JUST WONDER ....SO NICE....

November 19, 2008 at 4:59 PM  

Post a Comment

મારા વિશે

દોસ્તો,


આ બ્લોગ માં કવિતા, ગઝલ, વાર્તા, લઘુ કથા, જોક્સ, સરલ રોગોપચાર, વ્યક્તિ પરિચય, સ્થળ પરિચય, સુવિચારો, પ્રેરક પ્રસંગો, કે તમારા જીવન નો બનેલો કોઇ બનાવ જેનાથી બીજાને જાણવા કે પ્રેરણા મળે, કોઇ માહિતીપ્રદ લખાણ કે કોઇ લિન્ક , બાળ સાહિત્ય જેવા વિભાગો સમાવેશ કરવાનાં છે અને બ્લોગમાં વધુ ને વધુ ગુજરાતી રચના નો સમાવેશ કરવાની મારી ઇચ્છા છે માટે આપની પાસે સ્વરચીત કૃતી હોય અને તેને આપ બ્લોગ દ્વારા રજુ કરવા ઇચ્છો તો મારો સંપર્ક સાધવા વિનંતી. તમારી પાસે સારા ગુજરાતી ગીતો (એમ પી ૩) હોય તો પણ મને મોકલવા આપ સહુ ને મારી નમ્ર વિનંતી છે અને આશા છે કે આપ તરફથી સહકાર મળશે. અમને sabrasgujarati@gmail.com પર આપની કૃતિ નો ઇંતેજાર છે.

અહીં રજુ થયેલ તમામ કૃતિ નાં કોપી રાઇટ જે તે કૃતી ના સર્જક ના કે તેના દ્વારા જેને આપેલા છે તેના જ છે અને છતા પણ તેના હક નો ભંગ થતો હોય તો મને જણાવવા વિનંતી.





અંહી અમુક મારા મન પસંદ બ્લોગસ્ ની લીન્ક આપેલ છે

સબરસ ગુજરાતી

કહો છો તમે કેમ

મેઘ ધનુષ

સમન્વય


Tell Your friends

SocialTwist Tell-a-Friend

અનુસરણ




ગુજરાતી ટાઇપ પેડ


a

aa/c

i

I

u

U

E

e

ai

O

o

au
અં
aM
અઃ
a:

ka
કા
kaa
કિ
ki
કી
kI
કુ
ku
કૂ
kU
કૅ
kE
કે
ke
કૈ
kai
કૉ
kO
કો
ko
કૌ
kau
કં
kaM
કઃ
ka:

ka

kha

ga

gha

NGa

cha

Cha

ja

za

NYa

Ta

Tha

Da

Dha

Na

ta

tha

da

dha

na

pa

fa

ba

bha

ma

ya

ra

la

va

sha

Sha

sa

ha

La
ક્ષ
kShar
જ્ઞ
Jha
દ્વ
dwa
ક્ર
kra
કૃ
kR

R
શ્વ
shva
શ્ર
shra


Online Visitor:
Online Users
Locations of visitors to this page
Total Visit:
free counter

Free Blog Counter

free counters